Author: mohammed shaikh

Screenshot 20220216 180531 Dailyhunt 1

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ઉપર ફિલ્મ બની છે પણ આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ વિવાદ છેડાઈ ગયો છે. ગંગુબાઈ ના પરિવારજનોએ વિરોધ કર્યો છે અને પરિવાર કોર્ટ પહોંચ્યો છે. ગંગુબાઈના પરિવારનો આરોપ છે કે, સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમારી માતાને એક સામાજિક કાર્યકરમાંથી પ્રોસ્ટિચ્યૂટ બતાવવામાં આવી છે. ગંગુબાઈના પુત્ર બાબુરાવજી શાહે કહ્યું કે, ‘ફિલ્મમાં મારી માતાને વેશ્યા બતાવવામાં આવી છે જે ખોટું છે અને તેના કારણે અમારા પરિવારને ખૂબ જ અપમાનજનક સ્થિતિનો સામલો કરવો પડી રહ્યો છે. ગંગુબાઈની પૌત્રી ભારતીએ પણ વાંધો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે, પૈસાના લોભમાં મેકર્સે મારા પરિવારને બદનામ કર્યો છે. ફિલ્મ બનાવતા…

Read More

બિહાર માં ગાંધીજી ની પ્રતિમા તોડી નાખવાની ઘટના એ ભારે હોબાળો મચાવ્યો છે.મહાત્મા ગાંધીએ બિહારના ચંપારણ ખાતેથી પોતાનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો અને ગાંધીજી ની અહીં ઘણી યાદો છે ત્યારે ગાંધીજીની પ્રતિમાને કોઈ અજાણ્યા ઈસમો એ તોડી નાખતા આ ઘટના અંગે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતીહારી માં એક પાર્કમાં ઘણા લાંબા સમયથી મહાત્મા ગાંધીજી ની પૂર્ણ કદની પ્રતિમા મુકાયેલી હતી.જોકે આજે સવારે આ પ્રતિમા સંપૂર્ણ રીતે નષ્ટ થયેલી જોવા મળી હતી અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.…

Read More

ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા રાજ્યના 1,200 CNG પંપ ગુરૂવારે 2 કલાક માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ગુરૂવારે એટલે કે તા.17 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરના 01:00થી બપોરના 03:00 વાગ્યા સુધી રાજ્યના તમામ સીએનજી પંપ બંધ રહેશે. છેલ્લા 3 વર્ષથી પેન્ડિંગ માર્જિનના પ્રશ્નના ઉકેલ માટે ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા આ આંદોલન નું નાનકડું ટ્રેલર રજૂ કરાયું છે. સીએનજી ડીલર્સ ના મતે વર્ષ 2019માં CNG ગેસ માટે ડીલર માર્જિન વધારવાનું નક્કી થયું હતું.પરંતુ તે પછી આટલા વર્ષ બાદ પણ કોઈ નિર્ણય આવ્યો નથી.આ અંગે ઓઈલ કંપનીઓને અનેક રજૂઆત છતાં ધ્યાન નહિ અપાતા ત્રણેય કંપની સામે ડિલર્સ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે…

Read More

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રોજ બરોજ નવી વાતો સામે આવી રહી છે અને જાણે કે પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે, ભાજપમાં જોડાવવા વિપક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નારાજ નેતાઓ એ જાણે રીતસર હોડ જમાવી છે આવા સમયે કૉંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને ઉત્તર ગુજરાતના નેતા એવા જયરાજસિંહ પરમારે ભાજપ પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા ચાલી રહી છે અને આ બધી અટકળો વચ્ચે મહેસાણા જિલ્લાના 200થી વધુ કોંગ્રેસના આગેવાનો આજે બપોરે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રમુખ પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરવાના છે ત્યારે જયરાજસિંહ પણ પોતાના સમર્થકો સાથે ભાજપ માં જોડાય તેવી વાતો એ…

Read More

ગુજરાત માં કોંગ્રેસ નું બેન્ડ વાગવાનું શરૂ થઈ ગયું છે અને કોંગ્રેસીઓ ભાજપ માં ગોઠવાઈ જવા ઉતાવળા બન્યા છે, મહેસાણા જિલ્લામાં આજે 200થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. જિલ્લાના પીઢ કોંગ્રેસી આગેવાનો આજે ગાંધીનગર ખાતે ભાજપમાં જોડાનાર છે. આજે સી.આર. પાટીલ અને મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભગવો ધારણ કરશે. મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભા દરબાર,બેચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા સહિત કુલ 205થી વધુ લોકો આજે કેસરીયો ધારણ કરશે. માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનો પણ ભગવો ધારણ કરશે. મહત્વનું છે કે, મહેસાણા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબારનો પરિવાર છેલ્લી…

Read More

વલસાડની કુસુમ વિદ્યાલયમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષય પર ગાંધીની નિંદા તથા ગોડસેને આદર્શ હોવા અંગે વર્ણન કરનાર સ્પર્ધક બાળકને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાતા ભારે હોબાળો મચી ગયો છે. વલસાડ માં ધોરણ-5થી ધોરણ 8ના 11થી 13 વર્ષનાં બાળકો માટે સ્થાનિક સરકારી કચેરી દ્વારા પસંદ કરાયેલા 3 પૈકી ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ પર વકતૃત્વ રજૂ કરનાર બાળકને વિજેતા જાહેર કરાતાં અને સ્થાનિક સરકારી કચેરી દ્વારા આવો વિષય પસંદ કરવા બદલ વલસાડ જિલ્લા રમત-ગમત અધિકારી મિતાબેન ગવલીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બાળપ્રતિભા સ્પર્ધા અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં સ્થાનિક સરકારી કચેરી તરફથી નક્કી કરાયેલા વિષયને લઇને ભારે વિવાદ…

Read More

ગુજરાત માં ભાજપે પોતાના હરીફો ને ચુંટણીઓ અગાઉ જ હરાવવાનું શરૂ કર્યું છે અને કોંગ્રેસ ના નેતાઓ ને અંકે કરી લીધા બાદ હવે આપ માં ભંગાણ પડી ચૂક્યું છે બધા વિખેરાવા લાગ્યા છે અને જે છે તે ચૂપ થઈ ગયા છે તેવે સમયે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહ પરમારે આજે ટ્વીટ કરીને કહ્યું છે કે ‘આજે મહેસાણા રાજપદથી માતા બહુચરના આશીર્વાદથી…શરૂઆત બહુચરાજીથી…કોને ફિકર છે કે ‘કબીલા’નું શું થશે? બધા એ જ વાત પર લડે છે કે ‘સરદાર’ કોણ હશે”!!! કોંગ્રેસ ના નેતા એ કરેલા આ સુચક ટ્વીટ ને પગલે કોંગી છાવણી માં ભુકંપ સર્જાયો છે અને લોકો માં પણ સવાલો…

Read More

વડોદરા માં વુડાના મહિલા અધિકારી એ આર્કિટેક્ટ એસોસિએશન ના પ્રમુખકિરીટ પટેલ સામે ધમકીની ફરિયાદ નોંધાવ્યા બાદ હવે એકબીજા ની પોલ ખુલી થઈ રહી છે, વુડામાં કટકી લઈ ફાઈલો મંજૂર કરાતી હોવાના ગંભીર આક્ષેપ આર્કિટેક એન્ડ એન્જિનિયર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને એકજ વર્ષમાં 400 જેટલી ફાઈલો કટકી લઈ મંજૂર કરવામાં આવી હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે અહીં સ્ક્વેર ફૂટ પર રૂા. 5થી રૂા.40 સુધીનો ભાવ લેવામાં આવતો હોવાના આક્ષેપ થતા ઘર ફૂટે ઘર જાય તેવો ઘાટ સર્જાયો છે.આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર એસો.ના પ્રમુખે રોજ કૌભાંડ ખુલ્લા પાડવા અને લાંચ રૂશ્વત વિરોધી શાખાને પણ રજૂઆત કરવાની તૈયારી બતાવી છે.એન્જિનિયર આર્કિટેક્ટ એસોસિયેશને…

Read More

PM નરેન્દ્ર મોદી આજે રવિદાસ જયંતી નિમિત્તે દિલ્હીના કરોલ બાગ ખાતે આવેલા રવિદાસ મંદિર પહોંચ્યા હતા.જ્યાં દર્શન કર્યાં બાદ પીએમ મોદીએ અહીં કીર્તન કરી રહેલી મહિલાઓ સાથે કીર્તનમાં ભાગ લીધો હતો અને તેમણે કરતાલ પણ વગાડ્યું હતું. દિલ્હીના કરોલ બાગ સ્થિત ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિર પહોંચશે. મોદીજી એ અહીં લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે.દિલ્હીના કરોલ બાગમાં રવિદાસ મંદિરે દર્શન કર્યાં હતાંઆ દરમિયાન ભક્તો ભજન ગાઈ રહ્યા હતા, મોદી પણ તેમની સાથે જોડાયા હતા. વડાપ્રધાને ભક્તોની વચ્ચે બેસીને કરતાલ વગાડ્યું હતું.પીએમ મોદીએ ટ્વીટ કર્યું, બુધવારે મહાન સંત ગુરુ રવિદાસ જીની જન્મજયંતી છે. તેમણે સમાજમાંથી જાતિવાદ અને અસ્પૃશ્યતા જેવાં દૂષણોને…

Read More

વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA)નાં મહિલા અધિકારી ને ગાળો આપી જોઇ લેવાની ધમકી આપવા બદલ આર્કિટેક્ટ કિરીટ પટેલ ની કારેલીબાગ પોલીસે ધરપકડ કરતા બિલ્ડર લોબી માં ભારે ચકચાર મચી છે.કારેલીબાગ પોલીસે સોમવારે મોડી રાત્રે વુડાના મહિલા અધિકારીને ધમકી મામલે કિરીટ પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને રાત્રે ધરપકડ કરી છે. કિરિટ પટેલની ધરપકડ થતાં વડોદરાની બિલ્ડર લોબીમાં મોટો હોબાળો મચી ગયો છે. કિરિટ પટેલની ધરપકડ થતાં તેમના કેટલાક સમર્થકો રાત્રે જ પોલીસ સ્ટેશન માં પહોંચ્યા હતા.મહિલા અધિકારીએ કારેલીબાગ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું કે આર્કિટેક્ટ કિરીટ અંબાલાલ પટેલ (રહે.મેઘધનુષ્ય સોસાયટી, ઓપી રોડ) બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે…

Read More