વલસાડની કુસુમ વિદ્યાલયમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષય પર ગાંધીની નિંદા તથા ગોડસેને આદર્શ હોવા અંગે વર્ણન કરનાર સ્પર્ધક બાળકને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાતા ભારે હોબાળો મચી ગયો છે. વલસાડ માં ધોરણ-5થી ધોરણ 8ના 11થી 13 વર્ષનાં બાળકો માટે સ્થાનિક સરકારી કચેરી દ્વારા પસંદ કરાયેલા 3 પૈકી ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ પર વકતૃત્વ રજૂ કરનાર બાળકને વિજેતા જાહેર કરાતાં અને સ્થાનિક સરકારી કચેરી દ્વારા આવો વિષય પસંદ કરવા બદલ વલસાડ જિલ્લા રમત-ગમત અધિકારી મિતાબેન ગવલીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બાળપ્રતિભા સ્પર્ધા અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં સ્થાનિક સરકારી કચેરી તરફથી નક્કી કરાયેલા વિષયને લઇને ભારે વિવાદ સર્જાયો છે. સરકારી અધિકારીઓ દ્વારા પ્રાથમિક શાળાના 7થી 12 વર્ષનાં બાળકો માટે સ્પર્ધાના વિષયોની પસંદગી સ્થાનિક સ્તરેથી કરાઈ હતી જેના વિષયો માં
(1) ‘મને તો આકાશમાં ઉડતું પક્ષી જ ગમે’ (2)’વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જાઉં’ અને (3)
‘ મારો આદર્શ નાથુરામ ગોડસે’ આ ત્રણ વિષય પૈકી ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ ના સ્પર્ધક ને વિજેતા જાહેર કરાતા વિવાદ થયો છે.
જોકે,કુસુમ વિદ્યાલય શાળા મેનેજમેન્ટ નો એમાં કોઈ રોલ ન હતો અને
એક સ્થળ તરીકે શાળા નો ઉપયોગ કરાયો હતો, જિલ્લા વક્તૃત્વ સ્પર્ધાનું સમગ્ર આયોજન જિલ્લા કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. માત્ર શાળાએ પોતાની પ્રિમાઇસિસ સ્પર્ધા કરવા માટે આપી હોવાનું સંચાલકો એ જણાવ્યું હતું.
આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.