Author: mohammed shaikh

20210411 101345 scaled

રાજકોટ શહેરના ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં બનાવવામાં આવેલા સિવિલ હોસ્પિટલના કોરોના કન્ટ્રોલરૂમમાં ચાર દિવસથી આઇપીએસ અધિકારી તરીકેની ઓળખ આપી હોસ્પિટલ સ્ટાફ પર રોફ જમાવનાર ખાનગી કંપનીના ન્યુટ્રિશિયન ઓફિસરને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પકડી લઈ જેલભેગો કર્યો હતો અને આરોપીએ બનાવેલું નકલી ઓળખકાર્ડ પણ પોલીસે જપ્ત કરી બીજા કોઈ કાંડ કર્યા છે કે કેમ તે દિશા માં તપાસ હાથ ધરી છે. વિગતો મુજબ ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં બનાવવામાં આવેલા કોવિડ કન્ટ્રોલરૂમમાં ચાર દિવસથી 24 વર્ષનો એક યુવક આવે છે અને પોતાની ઓળખ આઇપીએસ અધિકારી તરીકે આપે છે, તેવી માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.જે.જાડેજા સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, જ્યાં આ યુવાન…

Read More
20210411 095127

વડોદરા માં સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં હોસ્પિટલ માં દાખલ એક દર્દી નું બાથરૂમમાં મોત થઈ ગયુ હતુ જે અંગે સ્ટાફ ને ખબર પડતાં દરવાજો તોડી મૃતદેહ બહાર કઢાયો હતો. બીજી તરફ કોવિડ કેર સેન્ટરના છઠ્ઠા માળે દાખલ પિતા નહી મળતા મૃતકના પુત્ર એ ત્રણ કલાક સુધી શોધખોળ કરી હતી. જોકે ત્રણ કલાકની શોધખોળ બાદ પિતા બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું તબીબોએ જણાવતા પુત્રે તબીબી સ્ટાફ સામે બળાપો ઠાલવ્યો હતો. હરણી રોડ વિજયનગરમાં રહેતા 70 વર્ષના સતીષભાઈ ભાટીયાને ગુરુવારે શ્વાસ લેવામાં તકલીફ થતા સયાજી હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરના છઠ્ઠા માળે દાખલ કરાયા હતા. જોકે પુત્ર ગોકુલના જણાવ્યા અનુસાર ગઈકાલે…

Read More
20210411 092943

સુરત માં કોરોના એ અનેક માનવ જીંદગીઓ નો ભોગ લીધો છે ચારેતરફ બસ અરાજકતા નો માહોલ છે લાશો ના ઢગલા થઈ ગયા છે સ્મશાનો માં લાંબી કતારો છે અહીં વહેલા અંતિમ સંસ્કાર કરવા પણ લાંચ લેવામાં આવતી હોવાના ગંભીરતા આરોપો લાગ્યા છે ગતરોજ માત્ર બેજ હોસ્પિટલમાં કુલ 88 લોકોના મોત નિપજ્યા હતા.24 કલાકમાં જ સિવિલમાં 74 અને સ્મીમેરમાં 14 લોકોના મોત થયા હતા જોકે સરકારી ચોપડે 16 મોત નોંધાયા છે. શનિવારે સુરતમાં કોરોનાના નવા 1152 કેસ સામે આવ્યા હતા. શહેરમાં નવા 913 અને જિલ્લામાં નવા 239 કેસ આવ્યા હતા. કુલ કેસ 73499 થયા છે. શનિવારે નવા 16 મોત નોંધાતા કુલ…

Read More
20210411 084429

ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીમહારાજ વહેલી સવારે 2:30 કલાકે બ્રહ્મલીન થતા સર્વત્ર શોક ની લાગણી પ્રસરી ગઈ છે. આજે સવારે 8:30થી 9:30 એટલે કે એક કલાક સુધી ભક્તોને સરખેજના ભારતી આશ્રમમાં તેમના અંતિમ દર્શન કરી શકશે. સદગત બાપુ ના નશ્વરદેહને જુનાગઢના ભારતી આશ્રમ ખાતે લઈ જવાશે. જ્યાં સમાધિ આપવામાં આવનાર છે. ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો.4 જાન્યુઆરી 1965ના દિવસે તેઓએ દિગંબર દીક્ષા લીધી હતી. ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ 1992માં મહામંડલેશ્વર બન્યા હતા. ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં અભિયાન ચલાવ્યું હતું. ભારતીબાપુ શ્રી…

Read More
20210410 120050

દેશમાં કોરોના કાબુ બહાર જઇ રહ્યો છે અને માત્ર છેલ્લા 24 કલાક ની વાત કરવામાં આવે તો કુલ 1 લાખ 44 હજાર 829 કેસ નોંધાયા છે. આ પહેલાં ગુરુવારે 1.31 લાખ કેસ નોંધાયા હતા. શુક્રવારે દેશભરમાં 77 હજાર 199 લોકો એ કોરોના ને મ્હાત આપી છે, જ્યારે 773 દર્દીનાં મોત થયા છે, એવી રીતે એક્ટિવ કેસમાં 66 હજાર 760નો વધારો થયો છે. દેશમાં હવે 10 લાખ 40 હજાર 993 દર્દી સારવાર લઈ રહ્યા છે. આ આંકડો ખૂબ મોટો છે.ગત વર્ષે 17 સપ્ટેમ્બર સંક્રમણ જ્યારે સૌથી વધુ હતું ત્યારે પણ દેશમાં સૌથી વધુ 10.17 લાખ એક્ટિવ કેસ હતા. ત્યારે ચાલુ વર્ષે…

Read More
20210410 100957 scaled

દેશ ભયંકર કોરોના ની લહેર માંથી પસાર થઈ રહ્યો છે અને બીજી તરફ આજે બંગાળના પાંચ જિલ્લાની 44 બેઠક પર ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન સાંજે 6.30 વાગ્યા સુધી ચાલશે. આ તબક્કામાં 373 ઉમેદવાર જંગ માં છે. અહીં 1,15,81,022 મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે. હાવડામાં 9, દક્ષિણ 24 પરગનાની 11, અલીપુરદ્વારની 5, કૂચ બિહારની 9 અને હુગલીની 10 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન કૂચબિહારના સીતાલકુચીમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલો છે જેમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. હાલ…

Read More
20210410 094719 scaled

કોરોના વિફર્યો છે અનેક લોકો ના મોત થઈ ચૂક્યા છે સાચો આંકડો ખુબજ મોટો છે હાલ એક્ટિવ કેસનો આંકડો 22 હજારને પાર થઈ ચૂકયો છે. ખુબજ કટોકટ સ્થિતિ માં હવે કોરોના ની સ્થિતિ ને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચે ગાંધીનગર મનપાની ચૂંટણી એક મહિના માટે પાછળ ઠેલી દીધી છે. જાણકાર સૂત્રો ના મતે હાલ માં વકરેલો નવો વાયરસ ફેલાવવાની ગતિ 6 ગણી વધુ છે જેથી અગાઉ કરતા મહામારી વધી છે. હાલ નોંધાઇ રહેલા સરેરાશ ત્રણ હજાર થી વધુ કેસો નો આંક વધશે અને દૈનિક કેસ 7 હજારની આસપાસ પહોંચશે પછી જ નવા કેસમાં ઘટાડો થવાની શક્યતા જાણકાર સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.…

Read More
20210410 082142 scaled

રાજ્ય માં કોરોના નો રાફડો ફાટ્યો છે ત્યારે સરકારી તંત્ર દ્વારા જે જાહેરાતો કરવામાં આવે છે તેમાં કેટલીક તો બોલ બચ્ચન પુરવાર થઇ રહ્યુ છે,અમદાવાદ કોરોના નું એપી સેન્ટર બન્યું છે ત્યારે મ્યુનિ.ની ટીમ કામે લાગી છે તેવું બતાવવા માટે ગઇકાલે મ્યુનિ. દ્વારા ઉતાવળે 18 જેટલી હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરી છે. જે હોસ્પિટલ પૈકી સેટેલાઇટ હોસ્પિટલને પણ કોરોના હોસ્પિટલની યાદીમાં જાહેર કરવામાં આવી છે અને તેમાં 25 બેડ પણ ઉભા કરી દીધા હોવાનું જાહેર તો કરી દીધું પણ આ જગ્યા એ કોઈજ હોસ્પિટલ નહી હોવાનું બહાર આવતા આવા ખોટા ફેંકમ ફેંક જાહેરાતો ની પોલ ખુલી છે. જોકે જે સ્થળે…

Read More
20210410 075536 scaled

કોરોના એ ગુજરાત માં કાળો કેર વર્તાવી દીધો છે અને લોકો પૈસે ટકે સાફ થઈ ગયા છે કેટલાય લોકો એ બચત,મિલકત અને પોતાના સ્વજનો ગુમાવ્યા છે ક્યાંય કોઈ રાહત ના સમાચાર નથી બધે અસ્તવ્યસ્ત નજરે પડી રહ્યું છે ત્યારે કોરોના માટે અગત્યના રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. જોકે ઝાયડસ હોસ્પિટલે શનિવારથી રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરવઠો ઉપલબ્ધ નહીં હોવાની જાહેરાત કરી દીધી છે, ઝાડયસે સ્પષ્ટતા કરી છે કે ઉત્પાદન માટે મોટા પાયે પ્રયાસો ચાલી રહ્યા છે. ઝાયડ્સ હોસ્પિટલે પબ્લિક એનાઉન્સમેન્ટમાં જણાવ્યું છે કે, હવે ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે. ત્યારે બીજી તરફ સરકાર પોતાની કેસેટ વગાડી…

Read More
20210410 073738

રાજ્યમાં કોરોના થી મોત ને ભેટનારા દર્દીઓ ની સંખ્યા ખુબજ મોટી હોવાની વાસ્તવિકતા સામે આવી રહી છે,મીડિયા ના જાંબાઝ પત્રકારો પોતાના જાન ની પરવા કર્યા વગર સાચી હકીકત બહાર લાવવા સ્મશાન તેમજ હોસ્પિટલમાં જઇ ને રીપોટિંગ કરી જનતા સમક્ષ માહિતી લાવી રહ્યા છે કારણ કે સરકારી તંત્ર સાચા આંકડા દરેક જગ્યા એ આપતું જ નથી જે એક હકીકત છે. વલસાડ જિલ્લા માં પણ હવે સાચા મૃત્યુઆંક આપવામાં આવતા નથી વાપી સ્મશાનમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા બે દિવસમાં કુલ 15 મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. જેમાંથી 11 મૃતકો કોરોના પોઝિટિવ હોવાની હકીકત સામે બે દિવસમાં સરકારી ચોપડે માત્ર…

Read More