Author: mohammed shaikh

20210412 150521 scaled

રાજ્ય માં કોરોના મહામારી ફાટી નીકળી છે અને રોજના કેટલાય લોકો કોરોના માં જ મોત ને ભેટી રહ્યા છે ત્યારે સત્યડે ને મળેલી સરકારી યાદી માં કોરોના ના કેસો માં અને મૃતકો ની સંખ્યા માં મોટું અંતર જોવા મળ્યું છે. આ એક અતિ ગંભીર પ્રકાર ની ભૂલ સામે આવતા ગૂજરાત સરકાર ની આંકડા ની ગોલમાલ ખુલ્લી પડી છે. આ યાદી માં ગુજરાત સરકાર ની પ્રેસ નોટ માં વડોદરા ની વાત કરવામાં આવે તો 7 મોત અને નવા કેસ ૧૩૯ દર્શાવવામાં આવ્યા છે જ્યારે આ જ દિવસ ની વડોદરા શહેર ની યાદી માં 4ના મોત અને 422 નવા કેસ દર્શાવ્યા છે.…

Read More
20210412 142114

રાજકોટ શહેર હવે કોરોના પોલીસ વિભાગ માં પ્રવેશ્યો છે અને DCP ઝોન 2 તરીકે ફરજ બજાવતા મનોહરસિંહ જાડેજા સહિત કુલ 68 અધિકારી-કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા પોલીસબેડા માં ચિંતા પ્રસરી છે. આ ઉપરાંત કલેક્ટરના PA જિતેન્દ્ર કોટક પરિવાર સહિત અને મહેકમના કારકુન બકોતર કોરોનાગ્રસ્ત થતાં કલેક્ટર કચેરીમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં 24 કલાકમાં વધુ 42 અને બે દિવસમાં 87 દર્દીના મોત થયા છે. મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવાની જરૂર છે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે. આજે રાજકોટમાં…

Read More
20210412 140025 scaled

રાજકોટ માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને હવે છેક ગામડાઓ સુધી સંક્રમણ ફેલાઈ જતા ગોંડલ તાલુકાના 24 ગામમાં આજથી 10 દિવસ સુધી 24 કલાક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવાતા ગામડા સુમસાન બન્યા છે. ગોંડલ તાલુકામાં વધતા કેસોને ધ્યાને લઇ તમામ ગામના સરપંચોએ સ્વયંભૂ લોકડાઉન કરવા સહમતિ બાદ આ નિર્ણય લેવાયો છે. રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તેમજ ગોંડલ તાલુકા ભાજપના આગેવાન મનોજભાઈ અકબરીએ એક નિવેદન માં જણાવ્યું છે કે, હાલ ગોંડલ તાલુકાની ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે કોલીથડ જિલ્લા પંચાયત સીટ નીચે આવતા 24 ગામમાં આજથી 10 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર…

Read More
20210412 131709 scaled

ભારત હાલ કોરોના ની ભયાનક મહામારી માંથી પસાર થઈ રહ્યું છે ત્યારે જ અમેરિકા એ પોતાનો જૂનો અસલી રંગ બતાવી ભારતને ધમકી આપતા તેનો અસલી ચહેરો સામે આવી ગયો છે, અમેરિકાની નૌસેનાએ પોતેજ દાવો કર્યો કે તેઓ પરવાનગી વગર જ ભારતની સીમામાં પ્રવેશ્યા હતા અને ધમકી પણ આપી કે આગળ પણ આવું જ કરતા રહીશું. જોકે આ બાબતે ભારતે વાંધો ઉઠાવ્યો છે, પરંતુ અમેરિકાના રક્ષા મંત્રાલય ને કોઈ અસર થઈ ન હતી,સેનાના પૂર્વ અધિકારીઓ પણ આ વિશે આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભારતીય સીમામાં ઓપરેશનનો દાવો અમેરિકાની 7મી ફ્લિટે કર્યો છે, જે તેનો સૌથી મોટો કાફલો છે. અગાઉ ના વર્ષો માં…

Read More
20210412 125148

આખરે આખા વિશ્વ માં કોરોના મામલે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે પહોંચી ગયું છે,છેલ્લા 24 કલાકમાં 63 હજાર 294 નવા કોરોનાના કેસ નોંધાયા છે. વિશ્વમાં ક્યાંય પણ આટલા કેસ નોંધાયા નથી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા દેશો પણ મહારાષ્ટ્રથી પાછળ રહી ગયા છે. નવા કેસો મુદ્દે મહારાષ્ટ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. મહારાષ્ટ્રએ અમેરિકા, ફ્રાન્સ અને બ્રાઝિલને પણ પાછળ છોડી દીધું છે. મહારાષ્ટ્રના આરોગ્ય સચિવે આપેલી માહિતી મુજબ 20,250 ICU બેડ્સમાંથી લગભગ 75% બેડ્સ ફુલ થઈ ગયાં છે, જ્યારે 67,000 ઑક્સિજન બેડ્સમાંથી 40% બેડ્સ ભરાઈ ચૂક્યાં છે. લગભગ 12 જિલ્લા તો એવા છે, જ્યાં એકપણ બેડ ખાલી નથી. પરિસ્થિતિ એવી છે…

Read More
20210412 122155 scaled

રાજ્યમાં સરકાર ના અણઘડ આયોજન ને કારણે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઉભી થઇ છે અને ઇન્જેક્શનની માગ વધી રહી છે, જેથી લોકો પોતાનાં સ્વજનો ને બચાવવા માટે ઇન્જેક્શન લેવા વહેલી સવારથી જ ટોકન લેવા લાઈનો લગાવી છે. આજે સવારથી ઇન્જેક્શન માટે ટોકન લેવા માટે પણ લોકોની લાંબી લાઈન લાગી હતી, જેમાં 10 વાગ્યા સુધીમાં 1000 જેટલા લોકોને ટોકન આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ હવે ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન ખૂટી ગયા નું જણાવી છે, પોલીસ દ્વારા લોકો ને ત્યાંથી ભગાડવા માટે કાર્યવાહી કરાતા લોકો માં નારાજગી ફેલાઈ છે. પોલીસે માઇક લઈ લોકો ને ત્યાંથી સ્થળ છોડી દેવા જણાવવામાં આવ્યું હતું.આવતીકાલ મંગળવાર…

Read More
20210412 120650

સુરત માં કોરોના ની હાડમારી ઉભી થઇ છે અને અહીં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ની પણ તંગી સર્જાઇ છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી 90 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે. હાલ માં સિવિલ હોસ્પિટલમાં દર કલાકે 15થી 18 ટન ઓક્સિજનનો વપરાશ થઇ રહ્યો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. અગાઉ સામાન્ય દિવસોમાં રોજના માત્ર 100થી 200 બોટલ ઓક્સિજન ની જરૂરિયાત સામે હાલ વધીને 800 બોટલે વપરાશ પહોંચ્યો છે. રિફિલિંગ માટે રોજના 4 ટ્રક ભરાઇને જાય છે. 18-18 કલાકની શિફ્ટમાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. લીક્વીડ ઓક્સિજન માટે પણ નવો પ્લાન્ટ ઉભો કરવામાં આવી રહ્યો છે છતાં પણ ઓક્સિજનની…

Read More
20210412 114154

રાજ્ય માં રેમડેસિવિર ઇન્જેક્શનની મોટાપાયે અછત ઉભી થતા હવે કેટલાક ઈસમો એ આવી મહામારી માં પણ મોકો જોઈ કમાઈ લેવાની પેરવી શરૂ કરી દિધી હોવાની વાતો વચ્ચે કાળાં બજારિયા સક્રિય થયા છે ત્યારે આવું કઈક ચાલી રહ્યું હોવાની બાતમી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગોતામાં આવેલી ધ્રુવી ફાર્માસ્યુટિકલમાં ગત રાત્રે છાપો માર્યો હતો, જેમાં 400 જેટલા ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો એક તરફ લોકો આ ઇન્જેક્શન લેવા લાઈનો લગાવી રહ્યા છે તો અહીં આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસ ચલાવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ડીજીપી આશિષ ભાટિયાએ પોલીસ તંત્રને ઇન્જેક્શનનાં કાળાં બજાર કરનારા લોકો સામે ફરિયાદ દાખલ…

Read More
20210412 113256

કેન્દ્ર સરકારે કોરોના દર્દીઓને આપવામાં આવતાં ઈન્જેક્શન રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશ માં નવા કેસમાં અચાનક વધારો થવાને કારણે દેશભરમાં આ ઇન્જેક્શનની અછત વર્તાઇ રહી છે. દેશની સાત કંપની રેમડેસિવિર ઈન્જેક્શનની સ્થાનિક માંગ સંતોષવાની સાથે નિકાસ પણ કરી રહી છે. તેની દર મહિને 38.80 લાખ ઈન્જેક્શન તૈયાર કરવાની ક્ષમતા છે. આ સિવાય કેટલીક વધુ કંપનીઓ તેનું ઉત્પાદન ફક્ત નિકાસ માટે કરી રહી છે. દેશમાં કોરોનાની પહેલી લહેર પછી કેટલીક કંપનીઓએ તેનું ઉત્પાદન ઘટાડી દીધું હતું, જેનાથી સંકટ સર્જાયું છે, આ દરમિયાન ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિયેશને રેમડેસિવિરની અછતને જોતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનને પત્ર લખીને નિકાસ માટે રાખેલા…

Read More
20210412 111458

દેશમાં કોરોના એ ભયાનક રૂપ ધારણ કરી લીધું છે અને છેલ્લા 24 કલાકમાં જ 1લાખ 69 હજાર 914 કેસ નોંધાતા તેની ગંભીરતા નો ખ્યાલ આવી શકે છે. દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસનો આ સૌથી મોટો આંકડો છે. અગાઉ 10 એપ્રિલના રોજ 1 લાખ 52 હજાર 565 કેસ નોંધાયા હતા તેના કરતાં આંક વધ્યો છે, સાથેજ નવા કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગતરોજ કોરોનાને કારણે 904 લોકોનાં મોત થયા નું સામે આવ્યું છે જે છેલ્લા 6 મહિનામાં એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવનારામાં આ સૌથી મોટો આંક છે. આ પહેલાં ગયા વર્ષે 17 ઓક્ટોબરે સૌથી વધુ 1,032 લોકોનાં…

Read More