Author: mohammed shaikh

20210208 185029 scaled

વડોદરામાં વોર્ડ નં-15 માં અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ 3 સંતાન હોવાના મુદ્દે ચૂંટણી અધિકારીએ રદ્દ કરતા હવે તેઓ ચૂંટણી નહીં લડી શકે. આ અગાઉ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના સામે વાંધા અરજીની સુનાવણી દરમિયાન તેના સાથીઓ એ વડોદરા જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે ડીસીપી ઝોન-3 ડો. કરણરાજસિંહ વાઘેલા અને એસીપી મેઘા તેવાર સ્ટાફ સાથે ધસી ગયા હતા. વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ સામે વોર્ડ નં-15ના BJP ઉમેદવાર આશિષ જોશીએ વાંધો ઉઠાવ્યો હતો અને દિપક શ્રીવાસ્તવને 3 સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી હતી…

Read More
20210208 164551 scaled

અમદાવાદ માં ટોક ઓફ ધ ટાઉન બનેલા ઇમરાન ખેડવાલા રાજીનામા પ્રકરણ માં ફરી પાછો વણાંક આવ્યો છે અને અમિત ચાવડા ને આપેલું રાજીનામા નો પરેશ ધનાણી એ અસ્વીકાર કર્યો છે. અમદાવાદ ના બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે, જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ અંગે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ધાનાણીએ જણાવ્યું કે, ખેડાવાલાએ કાર્યકરોની લાગણીમાં આવી જઈને નારાજગી વ્યક્ત કરી છે. ખેડાવાલાના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવે છે.

Read More
20210208 160113

આખરે અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ સત્તાવાર રાજીનામું આપી દીધું છે. આ અગાઉ ઉમેદવારોની પસંદગીના મુદ્દે વિવાદ થતા તેઓ એ રાજીનામાની ચીમકી આપી હતી. વિગતો મુજબ બહેરામપુરા વોર્ડમાં ઉમેદવાર ની પસંદગી મામલે ખેડવાલા નારાજ થતા તેઓ ને અમિત ચાવડાએ આશ્વાસન આપ્યુ હતુ. અમદાવાદ માં ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ હતો અહીં કોંગ્રેસે બહેરામપુરામાં 6 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા. ખેડાવાલાએ કહ્યું હતું કે પહેલાં તેઓ ને 4 ઉમેદવારોને મેન્ડેટ આપ્યું હતું તો વધારાના 2 ઉમેદવારોને મેન્ડેટ કેમ આપવામાં આવ્યાં તેનાથી તેઓ નારાજ હતા. જોકે, બીજી તરફ ઈમરાન ખેડાવાલાની પસંદગી ના ઉમેદવારોને ટિકિટ નહિ અપાતા વિવાદ ઉભો થયો હતો અને રાજીનામા ની…

Read More
20210208 145759

રાજ્ય માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ દરમિયાન આ વખતે ભાજપ અને કોંગ્રેસ માં ટિકિટ ફાળવણી મુદ્દે ભારે અસંતોષ નો માહોલ છે ત્યારે અમદાવાદ કોંગ્રેસ માં પણ છેલ્લા દિવસો થી ભારે વિવાદ ઉભો થયો છે. ધારાસભ્ય ઇમરાન ખેડવાલા થી પક્ષ ના જ કાર્યકરો નારાજ છે અને ખેડવાલા વિરુદ્ધ બેનરો પણ લાગ્યા હતા આ બધા વચ્ચે બહેરામપુરા માં ટિકિટ ફાળવણી મામલે ઇમરાન ખેડાવાલા નારાજ થઈ ગયા છે અને પક્ષ પ્રમુખ ને મળી ધારાસભ્ય પદે થી રાજીનામુ આપવા તૈયારી કરી હોવાની ચર્ચાઓ વચ્ચે તેઓ ને મનાવવા માટે તાત્કાલિક ગુપ્ત સ્થળે મિટિંગ ચાલી રહી હોવાનું કહેવાય છે.

Read More
20210208 142926 scaled

વડોદરા શહેરમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના અપક્ષ ઉમેદવારી ફોર્મ સામે વોર્ડ નં-15ના BJP ઉમેદવાર આશિષ જોશીએ વાંધો ઉઠાવી ફોર્મ રદ કરવા માંગ ઉઠવા પામી છે. દિપક શ્રીવાસ્તવને 3 સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, આજે ફોર્મ ચકાસણીના દિવસે વોર્ડ નં-15ના ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ દિપક શ્રીવાસ્તવની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો છે અને દિપક શ્રીવાસ્તવે એફિડેવિટમાં બે સંતાનનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ, તેઓને 3 સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી છે અને આ અંગેના…

Read More
20210208 135951 scaled

રાજ્ય માં છ મનપા ની ચૂંટણી માટે 9 મી ફેબ્રુઆરી એ ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે તે અગાઉ આજે ઉમેદવારો ના ફોર્મ ની ચકાસણી શરૂ થઈ ગઈ છે જેમાં રાજકોટ માં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો ના ફોર્મ રદ કરી દેવામાં આવતા કોંગ્રેસ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. વિગતો મુજબ વોર્ડ નં-1 અને વોર્ડ નં-4 માં એક એક ઉમેદવાર ના ફોર્મ રદ થયા છે જેમાં વોર્ડ નં-1 માં મેન્ડેડ મુદ્દે ભરત શિયાળ નું ફોર્મ રદ થયું છે જયારે વોર્ડ નં-4 માં નારણ સાવશેતા નું 3 બાળકો મામલે ફોર્મ રદ થયું છે,જોકે,ડમી ઉમેદવાર રામભાઈ આહીર નુ ફોર્મ માન્ય રહ્યુ છે.…

Read More
20210208 125245 scaled

દેશમાં ચાલી રહેલા ખેડૂતો ના આંદોલન મામલે સરકાર અને ખેડૂતો બંને માંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી ત્યારે પીએમ મોદી નું નિવેદન સામે આવ્યુ છે. પીએમ મોદી એ ખેડૂતો ને અપીલ કરતા કહ્યું કે આંદોલનકારીઓને સમજતા અમારે આગળ વધવાનું છે, ગાળોને મારા ખાતામાં જવા દો પરંતુ સુધારાને થવા દો. પીએમ મોદીએ કહ્યું કે વડીલો આંદોલનમાં બેઠા છે, તેઓને ઘરે જવું જોઇએ. આંદોલન પુરુ કરો અને ચર્ચા આગળ ચાલતી રહે. ખેડૂતો સાથે સતત વાતચીત ચાલી રહી છે. જોકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આંદોલન પૂર્ણ કરવાની અપીલ પર ખેડૂત નેતા રાકેશ ટીકૈતનું નિવેદન સામે આવ્યું છે. ટિકૈત કહ્યું કે MSP પર સરકાર કાયદો…

Read More
20210208 115809 scaled

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના તપોવન વિસ્તારમાં સર્જાયેલી વિનાશક તબાહી બાદ 203 લોકો લાપતા છે. તપોવનમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ અને NTPC પ્રોજેક્ટ સાઈટને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે.અહીં થી 14 મૃતદેહ મળી આવ્યા છે. NTPC પ્રોજેક્ટ સાઈટ પર બે ટનલ છે. પહેલી ટનલમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે. ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે, બીજી ટનલમાં 35 જેટલા કામદારો ફસાયેલા છે. અઢી કિલોમીટર લાંબી આ ટનલમાં રવિવારે રાતે પાણી વધી ગયા પછી રેસ્ક્યૂ ઓપરેશન અટકાવી દેવાયું હતું. NDRFની ટીમે આજે સોમવારે સવારે જળસ્તર ઘટ્યા પછી ઓપરેશન ફરી શરૂ કરી દેવાયું છે. આ ટનલના 100 મીટર હિસ્સામાંથી કાટમાળ હટાવી દેવાયો છે.…

Read More
20210208 114514

રાષ્ટ્રપતિ અભિભાષણ પર વડાપ્રધાન મોદીજી ધન્યવાદ પ્રસ્તાવ આપી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતા જણાવ્યું કે આદરણીય સભાપતિજી, સમગ્ર વિશ્વ પડકારોનો સામનો કરી રહ્યું છે. ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ બધી બાબતોમાંથી પસાર થવું પડશે. આ દશકાના પ્રારંભમાં જ આપણા રાષ્ટ્રપતિએ સંયુક્ત સંદનમાં જે અભિભાષણ કર્યું હતું એ નવો આત્મવિશ્વાસ પેદા કરનારું હતું. આ અભિભાષણ આત્મનિર્ભર ભારતનો માર્ગ ચીંધનારું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યસભામાં સાંસદોએ તેઓના જે વિચારો રજૂ કર્યા તે તમામ નો આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિનું અભિભાષણ સાંભળવા માટે તમામ એકમંચ હોત તો લોકશાહીની ગરિમા હજી વધી…

Read More
20210208 090037 scaled

ગુજરાત માં સ્થાનિક સ્વરાજય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી સાથે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપીએ ગુજરાતમાં ગઠબંધન સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે જે રીતે ભરૂચ અને અમદાવાદ માં મુસ્લિમો ઉમટી પડ્યા તે જોતા કોંગ્રેસ ના બધા મતો હવે ઓવૈસી ને મળે તેવો માહોલ ક્રિએટ થયો છે. અમદાવાદ માં સભા અગાઉ મુસલમાનો એ પડેલી નમાઝ અને અજાન વખતે થોડીવાર માટે ભાષણ બંધ કરવું તેમજ ચાલુ સભા માં લાગેલા અલ્લાહ હો અકબર ના નારાઓ સાથે મુસલમાનો ને જાણે પોતાના સમાજ નો એક રાષ્ટ્રીય કક્ષાનો મજબૂત નેતા મળ્યો હોવાનો અહેસાસ જોવા મળ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ…

Read More