Author: mohammed shaikh

20210210 074909

રાજકોટ મનપા માં છેલ્લા દિવસે કુલ 14 ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા હવે શહેર ના 18 વોર્ડ ની 72 બેઠકો માટે 293 ઉમેદવારો વચ્ચે જંગ છેડાઈ ચુક્યો છે. જ્યાં ભાજપના, કોંગ્રેસના અને આપના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેથી રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જામશે. આજે સવાર થી જ ઉમેદવારો દ્વારા પોતાના વિસ્તારો માં ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરી દીધો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું સ્પષ્ટ થયું ,કુલ વોર્ડ 18માં 293 ઉમેદવાર હવે મેદાનમાં છે તેમની વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.12 ઉમેદવાર સાથે સૌથી ઓછી સંખ્યા વોર્ડ નંબર 2 માં તેમજ 21 ઉમેદવારો સાથે સૌથી વધુ સંખ્યા વોર્ડ નંબર 1માં છે.

Read More
20210210 070526

મોરબીના વાંકાનેરના માટેલ પાસે આવેલી પેપરમિલ માં મોડી રાત્રે ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે અને આગ ને કારણે 7 કરોડથી વધુ નુકસાન ની ભીતિ સેવાઈ રહી છે. મોરબીના માટેલ પાસે એક્સેલ પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં મોરબી, વાંકાનેર અને રાજકોટથી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. શોર્ટ સર્કીટ ના કારણે આગ લાગ્યા નું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે પણ આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયુ નથી. જોકે,સદ નસીબે આ ઘટના માં કોઈ જાનહાની થઈ નથી.

Read More
20210209 202350

અમદાવાદ ના નારણપુરા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ના મહિલા ઉમેદવાર પુષ્પા બેન નું ફોર્મ રદ્દ થયા બાદ બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચતા ભાજપે ચૂંટણી અગાઉ જ આ બેઠક કબ્જે કરી લેતા 2021ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની આ પહેલી જીત છે અને તેઓ સૌ પ્રથમ મ્યુનિસિપલ કાઉન્સિલર બની ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપ ના બિન્દા સુરતી બિનહરીફ થયા છે. હવે નારણપુરા વોર્ડમાં 3 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. રાજકારણ ના આટાપાટા માં ભાજપ ફરી એકવાર બાજી મારી ગયું છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારો ની પસંદગી સમયે કોંગ્રેસે…

Read More
20210209 120348

વડોદરા ના વાઘોડિયા ના MLA મધુ શ્રીવાસ્તવ ને વધુ એક મુશ્કેલી આવી પડી છે, પહેલા તો જાણે પુત્ર દિપક ને ભાજપે ટિકિટ ના આપી અને અપક્ષ માં લડવા ગયા તો ત્રણ સંતાનો નો મુદ્દો નડ્યો હવે પુત્રી ની ટિકટ ઉપર નજર રાખી ને બેઠા હતા પણ પુત્રી નિલમને જિલ્લા પંચાયત માટે પણ ટિકિટ નહિ મળતા મધુ શ્રીવાસ્તવ દુઃખી થઈ ગયા છે. વડોદરામાં MLA મધુ શ્રીવાસ્તવને પુત્ર બાદ દીકરી નિલમને પણ ટિકિટ ન મળતા ભારે નારાજ જોવા મળી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દિકરી માટે ટિકિટ માંગી હતી ત્યારે પાર્લામેન્ટરીએ મધુ શ્રીવાસ્તવની દિકરીને ટિકિટ ન આપવા નિર્ણય લીધો છે.…

Read More
20210209 113719

આજે મંગળવારે PM નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રાજ્યસભાને સંબોધિત કરતા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ ને યાદ કરી ભાવુક થઈ ગયા હતા,આજે ગુલામ નબી આઝાદ સહિત ચાર સાંસદોને આજે ગૃહમાંથી વિદાય આપવામાં આવી રહી છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામ નબી ની ખૂબ જ પ્રશંસા કરી હતી અને જણાવ્યુ કે ગુલામ નબી આઝાદ ની જગ્યા ભરવી મુશ્કેલ છે. જ્યારે હું ચૂંટણીના રાજકારણમાં નહોતો આવ્યો ત્યારે ગુલામ નબી આઝાદ અને હું જ્યારે લોબીમાં વાતો કરતા હતા તે વખતે પત્રકારોએ અમને જોયા તેજ વખતે કોઈ પત્રકાર કોઈ સવાલ કરે તે પહેલાં જ ગુલામ નબી આઝાદે પત્રકારોને જવાબ આવ્યો કે તમે ભલે…

Read More
20210209 101631

રાજ્ય માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટેનો પ્રચાર નો સોમવારથી આરંભ થઈ ચૂક્યો છે. ગુજરાત ભાજપે આ ચૂંટણી કેમ્પેઇન માટે ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’નું સૂત્ર મૂક્યું છે અને આવતી કાલે બુધવારથી પ્રચારસભાઓ યોજવા તૈયારીઓ શરૂ થઈ છે. જોકે, ગૃહમંત્રી અમિત શાહ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી ગુજરાતમાં પ્રચાર સભા કરશે નહીં તેમ ભાજપ ના સૂત્રો એ જણાવ્યું છે. પ્રચાર માટે થીમ સોંગ, ટૂંકી ફિલ્મો, હોર્ડિંગ્સ, ઝિંગલ્સ અને અન્ય પ્રચાર સામગ્રી તૈયાર થઈ ચૂકી છે,દરમિયાન પાટીલે જણાવ્યું કે આ ચૂંટણીઓમાં અમારા ગુજરાતના નેતાઓ જ દરેક ઠેકાણે પ્રચાર કાર્ય કરશે. રામમંદિર તથા ગુજરાતના વિકાસના મુદ્દે અમારા નેતાઓ અને કાર્યકર્તાઓ લોકોમાં…

Read More
20210209 100004

છેલ્લા ઘણાજ સમય થી ભારે વિવાદ માં રહેનાર અને 26 મી જાન્યુઆરીએ ગણતંત્ર દીને રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ઐતિહાસિક લાલ કિલ્લા પર તિરંગા ની સામે જ એક ધાર્મિક ધ્વજ ફરકાવવાની ઘટનાના મુખ્ય આરોપી એવા દીપ સિદ્ધૂની આજે પોલીસે ધરપકડ કરી છે. દીપ સિદ્ધુ પર પોલીસે 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તે સોસિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરી રહ્યો હતો અને પોલીસ ને સતત ચેલેન્જ કરતો હતો જે આખરે ઝડપાઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. વિગતો મુજબ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલેને મહત્વની સફળતા મળી છે. જેમાં 26 જાન્યુઆરીએ દિલ્હીની…

Read More
20210209 094118 scaled

અમદાવાદ ના ગોમતીપુરમાં લોકોએ ધારાસભ્ય શૈલેષ પરમાર ના ફોટા સાથે ના પૂતળાને ખાસડાનો હાર પહેરાવી વિરોધ કર્યો હતો. ઉમેદવાર ની પસંદગી મામલે નારાજગી દર્શાવી રોષ ઠાલવ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું છે. જોડા અને ચપ્પલ ના હાર સાથે રોડ પર મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ એકત્ર થયા હતા અને વિરોધમાં જોડાયા હતા. 21મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીના ઉમેદવારી મુદ્દે લગભગ બધેજ અ સંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગોમતીપુરમાં કોંગ્રેસના જ ધારાસભ્ય સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો હતો. ધારાસભ્ય શૈલેષ પરમારના પૂતળાને ખાસડાનો હાર પહેરાવીને વિરોધ નોંધાવ્યો હતો. મોડી રાત્રે ગોમતીપુર વિસ્તારમાં શૈલેષ પરમારના ફોટોને ખાસડાનો હાર પહેરાવવા માર્ગ પર લોકો એકઠા થઈને શૈલેષ…

Read More
20210209 084403

આજકાલ અદ્રશ્ય લૂંટારાઓ નો ત્રાસ વધી ગયો છે અને ઓનલાઈન ફ્રોડ નો લોકો શિકાર બની રહ્યા છે ત્યારે હવે ઠગો એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી ને પણ ઓનલાઈન ફ્રોડનો શિકાર બનાવતા ભારે ચકચાર જાગી છે. સીએમ કેજરીવાલની પુત્રી હર્ષિતા એ એક જૂના સોફાને ઓનલાઈન વેચવા મુક્યો હતો એ સમયે ઠગે ચાલકી પૂર્વક રૂ. 34000 રૂપિયાની છેતરપિંડી કરી લીધી હતી. પોતે સોફા ખરીદવા માંગતો હોવાનું જણાવી આ ઠગે ખુદની સોફાના કસ્ટમર તરીકે ઓળખ આપી. તેણે સૌપ્રથમ સીએમની પુત્રીનો વિશ્વાસ જીતવા માટે તેના અકાઉન્ટમાં થોડા પૈસા મોકલ્યા હતા, એ પછી એ શખસે સીએમની પુત્રીને એકવાર કોડ સ્કેન કરવા માટે કહ્યું હતું.…

Read More
20210209 082612 1

લાખ્ખો સરકારી કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે અને સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી હોવાના અહેવાલ છે જેની મંજૂરીનો અમલ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનર્સને માટે ફેબ્રુઆરી 2021માં મોંઘવારી ભથ્થુ વધારવાની જાહેરાત કરી શકે છે. જો કે, 1 જુલાઈ 2020 થી 1 જાન્યુઆરી 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓને ભથ્થુ અપાશે નહીં. અત્રે નોંધનીય છે કે અગાઉ કેન્દ્રએ એપ્રિલ 2020 માં કોરોના સંકટને કારણે મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો. વિગતો મુજબ મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની શક્યતા સેવાઈ રહી છે. એટલે…

Read More