Author: mohammed shaikh

20210212 092434

કોરોના વખતે મોંઘું થઈ ગયેલું સોનુ ફરી એકવાર નીચી સપાટી ઉપર આવતું જાય છે, સોના ના ભાવો તેની જે કિંમત હોવી જોઈએ તેના કરતાં ત્રણ ઘણી કિંમતે પહોંચી જતા મોટાભાગ ના લોકો એ સોનુ ખરીદવાનું બંધ કરી દઇ ઇમિટીશન જવેલરી તરફ વળી જતા સોના ના ઘરેણાં ની ખરીદી ખુબજ ઓછી થઈ જતા જવેલર્સ ની શોપ માં વીંટી કે બુટ્ટી જેવી આઇટમો સિવાય કોઈ અન્ય ખરીદી અટકી પડી હતી આ બધા વચ્ચે બજેટ દરમ્યાન મ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે સોના અને ચાંદીનાં ભાવ પર કસ્ટમ ડ્યૂટીને 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરી દેતા સોના ના કાળા બજાર ને ફટકો પડયો છે.…

Read More
20210212 084623

ગુજરાત માં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ચૂંટણી પ્રચાર દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહિ થતા હવે કોરોના નું જોખમ વધ્યું છે. ચૂંટણી પ્રચારમાં ટોળેટોળા જામે છે, જેના કારણે ફરી કોરોનાનો ફેલાવો વધી શકે છે. ફેબ્રુઆરી-માર્ચમાં ફ્લૂ જેવા વાઈરલ ઈન્ફેકશનને વેગ મળતો હોય છે. યુ.કે., અમેરિકા અને ચીનમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે, દિવાળીમાં જે રીતે કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવ્યો હતો, તેવું ના બને તેની ચિંતા દરેકે કરવી પડશે. રાજકીય પાર્ટીઓ અને સામાન્ય નાગરિકે સચેત રહેવાની જરૂર છે. દિવાળીની જેમ કેસમાં તીવ્ર ઉછાળો આવશે તો સરકારે હોળીના તહેવાર વખતે જ ફરી એકવાર નિયંત્રણો નાખવાનો વારો…

Read More
20210212 082319 scaled

અમદાવાદ માં ડોકટર ફેમલી એ દહેજ મુદ્દે ત્રાસ તેમજ વિચિત્ર સેક્સ તેમજ મારઝૂડ થી કંટાળી ગયેલા ઓર્થોપેડિક સર્જન હિતેન્દ્ર પટેલનાં પત્ની હર્ષાબેને કરેલી આત્મહત્યાની ઘટનામાં અન્ય વધુ એક ખુલાસો થયો છે જેમાં હિતેન્દ્ર નશીલી દવાના ઈન્જેકશન મારી હર્ષાબેન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાની વાતનો ઘટસ્ફોટ હર્ષાબેને આપઘાત કરતા પહેલા લખેલી ચિઠ્ઠીમાં કર્યો હતો. ચિઠ્ઠીમાં હર્ષાબેને નણંદ પણ ત્રાસ આપતી હોવાનો ઉલ્લેખ કર્યો હોવાથી પોલીસે તેમને સહઆરોપી બનાવ્યાં છે. ઘાટલોડિયામાં આવેલી દેવકુટીર સોસાયટીમાં રહેતા અને સતાધાર સર્વોપરી મોલમાં દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવનારા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલનાં પત્ની હર્ષાબહેને મંગળવારે રાતે તેમના બંગલાના આંગણામાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી…

Read More
20210212 075803 scaled

ભારતીય સરહદ ઉપર ઉબડીયા કરતા ચીને દગો કરીને ખુબજ ઓછા હથિયાર વગર ના ભારતીય જવાનો ઉપર કાંટાળા ડંડા થી હુમલો કરતા થયેલી અથડામણ માં પોતાની પાસે કોઈજ બચાવ નું સાધન નહિ હોવાછતાં પણ પોતાની ત્રણ ઘણા ચીનાઓ સામે ખુબજ ઓછા ભારતીય જવાનો એ ચીનાઓ ને દોડાવી દોડાવી ને માર્યા હતા અને 45 ચીની સૈનિકો ને મારી નાખ્યા હતા સામે 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ હકીકત રશિયા એ વિશ્વ સમક્ષ મુકતા હવે સાચી હકીકત બહાર આવી છે અને ચીન ની ફજેતી થઈ છે. ખરેખર આ નવું ભારત છે અને ચીન ને ભારે પડી શકે છે. લદ્દાખમાં ગલવાન ખીણ માં…

Read More
20210212 072500 scaled

ભાજપ ના અમિત શાહે કહ્યું જય શ્રી રામ આ અમારો નારો છે અને બંગાળ માં જય શ્રી રામ બોલતા કોઇ રોકી નહિ શકે. બીજી તરફ અમિત શાહે ઓવૈસી નો પણ પક્ષ લઈ કહ્યું કે અમે તેને બંગાળ માં નથી લાવ્યા અને ઓવૈસી સામે મમતા બેનર્જી ને કેમ વાંધો છે ? ભલે ને તે પણ ચૂંટણી લડે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવા પર અમિત શાહે કહ્યું કે, દરેક સ્વતંત્ર છે,ઓવૈસી ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે, અમે કેવી રીતે તેને કહી શકીએ કે તેઓ માત્ર હૈદરાબાદથી જ ચૂંટણી લડે. મમતા બેનર્જીના આરોપ છે કે, ઓવૈસીને ભાજપ જાણી જોઇને ઓવૈસી…

Read More
20210211 201404

અત્યાર સુધી ડીઝલ થી ટ્રેક્ટર ચાલતા આવ્યા છે પણ હવે બદલાયેલા જમાના મા સીએનજી ટ્રેક્ટર આવતા ખેડૂતો નો ખર્ચ બચશે. કેન્દ્રીય માર્ગ,પરિવહન મંત્રી નીતિન ગડકરી 12 ફેબ્રુઆરી ના રોજ સાંજે 5-00 કલાકે દેશ નું પ્રથમ સીએનજી ટ્રેક્ટર નું લોકાર્પણ કરશે. ડીઝલ ના ભાવો સતત વધતા જઇ રહ્યા છે ત્યારે આ સીએનજી ટ્રેક્ટર ખેડૂતો માટે સસ્તું પડશે. સીએનજી ટ્રેક્ટર ડીઝલ કરતા 70 ટકા ઓછું ઉત્સર્જન કરે છે અને બળતણ માં 50 ટકા ફાયદો થાય છે,તેમજ પ્રદૂષણ ઘટાડે છે.

Read More
20210211 164819

વલસાડ શહેર અને જિલ્લામાં વટ મારવા માટે ફટફ્ટફટીયા લઈને નીકળી પડતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરતા આવા તત્વો ફફડી ઉઠ્યા હતા જાહેર માં ઘોઘાટ ફેલાવી અન્ય લોકો ને ત્રાસ આપતા બૂલેટ ચાલકો સામે ઉઠેલી ફરીયાદો બાદ આજે પોલીસે જિલ્લાના વિવિધ શહેરોમાં અભિયાન ચલાવી ત્રાસ ફેલાવતા બૂલેટ ચાલકો ને ઝડપી લઈ આકરી કાર્યવાહી કરતા આવા તત્વો માં ફફડાટ ફેલાઈ ગયો હતો. બુલેટને મોડીફાઇ કરી અને તેના સાઇલેન્સરને પણ મોડીફાઇડ કરી મોટો અવાજ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવી વિકૃત આનંદ માણતા બુલેટ ચાલકો ની શાન ઠેકાણે લાવવા પોલીસે આજે વાપી અને વલસાડમાં ખાસ અભિયાન હાથ ધરતા બૂલેટ ચાલકો માં ભાગદોડ મચી હતી.…

Read More
20210211 134731

વલસાડ સહિત રાજ્ય માં સીમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીનો દ્વારા કાર્ટેલ કરી ભાવો માં અસહ્ય ભાવ વધારા ને લઈ રિયલ સેક્ટર માં નારાજગી નો માહોલ છે અને બિલ્ડરો એ મકાનો ની કિંમત માં ન છૂટકે 15 થી 20 ટકા ભાવ વધારો કરવાની ફરજ પડશે.હાલ માં રિયલ એસ્ટેટ ઉદ્યોગ મંદી નો સામનો કરી રહ્યો છે ત્યારે હવે રાજ્યના તમામ રિયલ એસ્ટેટ જૂથો એકજુથ થઈ કૃત્રિમ ભાવ વધારો કરનાર તેમજ માલ ની કૃત્રિમ અછત ઉભી કરનાર કંપનીઓ સામે વિરોધ પ્રદર્શન કરશે અને તેમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશન પણ જોડાશે અને આવતી કાલે તા. ૧૨-૨-૨૦૧૧ના રોજ એક દિવસ માટે સાઈટ…

Read More
20210211 094911 scaled

ગુજરાત માં ઓવૈસી ની એન્ટ્રી થતા જ સૌથી વધુ નુકસાન કોંગ્રેસ ને થઈ રહ્યું હોવાની વાત સપાટી ઉપર આવી રહી છે અને તેના ઉદાહરણ માં અરવલ્લી મોડાસા ટાઉન માં કોંગ્રેસ ને બાય બાય કરી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજબાબુ ઓવૈસી ની પાર્ટી AIMIMમાં જોડાઇ ગયા છે. તેઓ બે ટર્મથી કોંગ્રેસમાં કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે અને હવે 200 કાર્યકરો AIMIMમાં જોડાઇ ગયા છે. રાજબાબુ અને 200 કાર્યકરોએ ઓવૈસી ની પાર્ટી માં જોઈન થતા પહેલા કોંગ્રેસના હાય હાયના નારા પણ લગાવ્યા હતા. સ્થાનિક સ્વરાજય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી સાથે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપીએ…

Read More
20210211 092648

હાલ માં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારણણે બેંકના ખાનગીકરણ અંગે કરેલી જાહેરાત બાદ બેન્કકર્મીઓ માં અસંતોષની લાગણી ફેલાઇ છે અને તેના વિરોધ માં આગામી તા. 15 અને 16 ફેબ્રુઆરી ના રોજ 2 દિવસ ની બેંક હડતાળ નું યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ દ્વારા એલાન કરતા કુલ 9 યૂનિયને પોતાનો ટેકો જાહેર કરતા બેન્ક નું કામકાજ ઠપ્પ થશે. બેંક કર્મચારીઓએ 2 દિવસ ની હડતાળ જાહેર કરી છે. આ સિવાય બેંક અન્ય 2 દિવસ એટલે કે બીજો શનિવાર અને 13 તારીખે તો રવિવાર એટલે કે 14 તારીખે પણ બંધ રહેશે. આમ સળંગ 4 દિવસ 13-16 તારીખ સુધી બેંકો બંધ…

Read More