Author: mohammed shaikh

20210215 082844

તબિયત નાદુરસ્ત હોવાછતાં CM રૂપાણી સુરત માં ત્રણ સભાઓ ગજવશે જ્યારે કોંગ્રેસ ના હાર્દિક પટેલ પણ સભા ભાજપ સામે સભા ગજવવા નો તખ્તો ગોઠવાયો છે. રાજ્ય માં ચુંટણીઓ નો માહોલ છે અને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા પ્રચાર કાર્ય ચાલુ છે ત્યારે વડોદરા ખાતે ચાલું સભામાં મુખ્યમંત્રી રૂપાણીની તબિયત બગડી હોવાછતાં પણ આજે સીએમ રૂપાણી સુરત માં સભા ગજવવા આવી રહ્યા ની માહિતી પ્રાપ્ત થઈ છે. ભાજપાના દ.ગુ.ના મીડિયા કન્વીનર વિનોદ જૈને કહ્યુ હતું કે ‘સુરત ખાતેના CMના કાર્યક્રમો યથાવત છે.’ મુખ્યમંત્રી રૂપાણી આજે સોમવારે સાંજે 6.30 કલાકે પાંડેસરા પિયુષ પોઇન્ટ પર જાહેરસભા કરશે.ત્યારબાદ સાંજે 7.30 વાગ્યે વિવેકાનંદ ટાઉનશીપ, પાલનપુર જકાતનાકા…

Read More
20210215 080820

આજથી ફાસ્ટેગ વગર નું વાહન ટોલ પ્લાઝા ઉપર લઈને ગયા તો ખિસ્સું  હળવું થઈ જશે સરકારે કડક નિયમ બનાવ્યા છે.આજે સોમવારથી ટોલ પ્લાઝા પર તમામ વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગનો અમલ કરવામાં આવશે. જો વાહનો પર ફાસ્ટેગ નહીં હોય તો વાહન ચાલકે ડબ્બલ ટોલચાર્જ ચૂકવવો પડશે. અત્રે નોંધનીય સરકારે 15 ફેબ્રુઆરી સુધી મુદત વધારી હતી. ત્યારબાદ ટોલ પ્લાઝા પર તમામ વાહનો ઉપર ફરજિયાત ફાસ્ટેગ કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે સોમવારથી તેનો અમલ શરૂ થઈ જશે. અત્યાર સુધી ટોલ પ્લાઝા પર પાંચ કાઉન્ટરમાંથી એક કાઉન્ટર પર રોકડ ટોલ લઈ વાહનોને એન્ટ્રી અપાતી હતી. જે આજે સોમવારથી બંધ થઈ જશે. વર્ષમાં એકાદ વખત…

Read More
20210215 074648 scaled

દેશ માં આંદોલન, વિરોધ કે પ્રજા ની લાગણી સાંભળવાની જાણે ખતમ થઈ ગઈ હોય તેમ પેટ્રોલ-ડીઝલ માં સતત ભાવો વધારવા નું ચાલુ રહેતા અન્ય વસ્તુઓ મોંઘી થઈ છે, સરકારે આંખો બંધ કરી દીધી છે અને ઉપર થી હવે ગેસ ના સીધા જ 50 વધારી દેતા જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને કોઈ મજબૂત વિપક્ષ નહિ હોવાથી જાણે એક તરફી લૂંટ શરૂ થઈ હોવાનું લોકો અનુભવી રહ્યા છે. સરકારે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 50નો તોતિંગ વધારો કર્યો છે. આ સાથે જ 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત રૂપિયા 769 થઈ જશે. વધી ગયેલી કિંમત રાત્રે 12 વાગ્યાથી જ લાગૂ કરી…

Read More
20210214 205854 1

વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા CM વિજય રૂપાણી ઢળી પડતા ભારે ચકચાર મચી ગઇ હતી મુખ્યમંત્રીને પ્રાથમિક સારવાર અપાઇ હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર જંગમાં ઉતરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરામાં એક સભા સંબોધી હતી. આ સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવશુ નહી આમ ભાષણ આપતી વખતે અચાનક જ તેઓ બેહોશ થતા સુરક્ષા કર્મીઓ એ તરત જ તેઓ ને સાંભળી લીધા હતા અને પ્રાથમિક સારવાર અપાઇ હતી અનેમુખ્યમંત્રી વિજય રૂપાણીને ગ્લુકોઝ…

Read More
20210214 165402

રાહુલ ગાંધી આસામ માં પહોંચી ગયા છે અને પડકાર ફેંક્યો કે અમે અહીં સીએએ લાગુ નહિ થવા દઈએ. રાહુલે કહ્યું કે આસામની સમજૂતીને સ્પર્શ કરવાનો કે નફરત ફેલાવવા માટે કોઈ પ્રયાસ કરશે તો કોંગ્રેસ પાર્ટી તેમને પાઠ ભણાવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે રવિવારે આસામના પ્રવાસે છે. તેમણે ત્યાં શિવસાગર જિલ્લામાં ફરી મોદી-શાહ પર આકરા પ્રહાર કર્યા હતા અને અમે બે-અમારા બે નારાનો ઉપયોગ કર્યો. રાહુલ અને કોંગ્રેસના બાકીના નેતાઓ સ્ટેજ પર “NO CAA” લખેલો ખેસ પહેરેલ નજરે પડ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે બે-અમારા બે સાંભળી લે, ગમે તે થાય પરંતુ અહીં CAA નહીં થાય.’ બરાબર એક અઠવાડિયા…

Read More
20210214 122118 scaled

કાશ્મીર માં ફરી એકવાર ઓમર અબ્દુલ્લા ના પરિવાર ને નજરકેદ કરી દેવાયા છે આજે રવિવારે તેઓ એ ટ્વિટ કરી કહ્યું કે, તેમને અને તેમના પિતા ફારુક અબ્દુલ્લા ને પોલીસ અધિકારીઓએ નજરકેદ કરી દીધા છે. આ અગાઉ ગતરોજ શનિવારે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે, તેમને પણ નજરબંધ કરી દેવાયા છે. ઓમરે આજે રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું કે, ઓગસ્ટ 2019 બાદ આ નવું કાશ્મીર છે. અમને અમારા ઘરોમાં કોઈ પણ કારણ વગર બંધ કરી દેવાયા છે. તેમને મને અને મારા પિતાને ઘરમાં બંધ કર્યા એટલું પૂરતું નહોતું જે એ લોકો હવે મારી બહેનો અને…

Read More
20210214 120857

કોરોના ની સ્થિતિ હજુ પૂર્ણ રીતે ઓછી થઈ નથી અને વેકશીન અભિયાન પણ પૂર્ણ થયું નથી ત્યાંજ હવે નાના બાળકો માટે ના ધો- 6 થી 8ના વર્ગો પણ તા. 18 ફેબ્રુઆરીથી શરૂ કરવાની સરકારે જાહેરાત કરતા આ માત્ર આખા વર્ષ ની ફી ઉઘરાવવા નું નાટક હોવાનું વાલીઓ માં ચર્ચાઈ રહ્યું છે,નક્કી કરેલી ફી ઓન લાઈન શિક્ષણ ની એક્ઝામ માં પણ લઈ શકાય છે કારણ કે મોટાભાગ નું અધકચરુ સ્ટડી તો ઓન લાઈન માજ પૂરું થઈ ગયું હોવાની વાતો વાલીઓ માં ઉઠવા પામી છે. જાન્યુઆરીમાં શરૂ કરેલ ધોરણ 10-12 તથા ફેબ્રુઆરીમાં શરૂ કરેલા ધોરણ 9-11માં હજુ 50 ટકા જેટલા વિદ્યાર્થી પણ…

Read More
20210214 114746

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ નું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારના 10 વાગ્યા સુધી તડકો પણ નીકળ્યો ન હતો અને વહેલી સવાર જેવા વાતાવરણ વચ્ચે ગાઢ ધુમ્મસને કારણે રાજકોટની ઉંચી બિલ્ડીંગ પણ દેખાતી ન હતી અને એક તબક્કે કાશ્મીર જેવો ખુશનુમા અને આહલાદક માહોલ જોવા મલ્યો હતો. જોકે, વિઝીબિલિટી ઘટતા હાઇવે પર વાહનચાલકો ને વાહન ચલાવવા માં તકલીફ પડી હતી અહીં ધુમ્મસનું પ્રમાણ એટલું ગાઢ હતું કે, 50 ફૂટ દૂર કોઇ વસ્તુ નજરે પડતી ન હતી પરિણામે હાઇવે પર અકસ્માત ન બને તે માટે વાહનચાલકો પોતાના વાહનો હેડ લાઈટ ચાલુ રાખી ધીરે ચલાવતા નજરે પડ્યા હતા,ગાઢ ધુમ્મસને…

Read More
20210214 112833

સુરત માં દારૂ ની રેલમછેલ ચાલે છે અને બુટલેગરો બિન્દાસ વેપાર કરી રહ્યા છે આ બધા વચ્ચે પલસાણા પોલીસે દારૂ ભરેલી કારને અટકાવવા જતા ચાલકે કાર ભગાડી મુકતા પલસાણા પોલીસે સચિન પોલીસને જાણ કરતા પોલીસ કોન્સ્ટેબલ સચિન હોજીવાલા પોલીસ કોન્સ્ટેબલ રામ ખોડીયાતરા અને અન્ય પોલીસકર્મી મયુરદાન ગઢવીએ કાર રોકવાની કોશિશ કરતા બુટલેગરે પોલીસકર્મીઓ ઉપર કાર ચડાવી દેતા પોલીસ કર્મીઓ પૈકી મયુરદાન ગઢવીને ગંભીર ઈજાઓ જયારે ડી સ્ટાફના રામ ખોડીયાતરાને હાથ-પગમાં સામાન્ય ઈજાઓ થઈ છે. કારમાં સવાર બુટલેગર સલીમ અનવર ફ્રુટવાલા અને ઝુબેર પૈકી સલીમ ફ્રુટવાલા ને પોલીસે ઝડપી લીધો હતો જયારે ઝુબેર ફરાર થઈ ગયો હતો. કાર ની તલાશી લેતા…

Read More
20210214 102026

કેન્દ્ર સરકાર ના કૃષિકાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતો ને સરકારે મચક નહિ આપતા હવે આંદોલનને વધુ ઉગ્ર બનવાના એધાણ છે. ખેડૂતો આજે રવિવારે કેન્ડલ માર્ચ કાઢશે અને આગામી તા. 18 ફેબ્રુઆરીએ રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી છે, દોઆબા કિસાન સંધર્ષ કમિટિના ઉપપ્રધાન મુકેશ ચંદ્રએ પંજાબ પ્રેસ ક્લબમાં માહિતી આપતા જણાવાયું કે રવિવારે સાંજે સાડા પાંચ વાગે ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સત્રા માડલ ટાઉનથી કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. આ માર્ચ ગુરુદ્વારા સાહિબથી નીકળશે અને માડલ ટાઉન માર્કેટ થઈને ગુરુદ્વારા સાહિબમાં સંપન્ન કરાશે. આ સાથે મહાપંચાયત યોજાશે અને સંયુક્ત મોર્ચાની તારીખ પણ નક્કી કરાશે. તેઓએ શહેરના લોકોને કેન્ડલ માર્ચમાં પરિવાર…

Read More