Author: mohammed shaikh

WhatsApp Image 2020 07 04 at 10.45.00 PM

વલસાડ માં કોરોના ની સ્થિતિ વકરી છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમા દીને તિથલ સ્વામિનારાયણ મંદિરે ગુરૂપૂર્ણિમાની કોરોના ના નિયમો ને ધ્યાને લઇ સાદગી સાથે ઉજવણી શરૂ થઈ છે. હરિ ભક્તોને સ્વામિનારાયણ મંદિરે સરકારના તમામ નિર્ણયનું પાલન કરીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ગુરૂના આશીર્વાદ મેળવી રહ્યા છે. હરિ ભક્તો સવારે 8થી 11 અને સાંજે 4થી 7 સુધી ભક્તો દર્શન ઠાકોરજીના અને ગુરૂના આશીર્વાદનો લાભ લઇ શકશે. જોકે,અગાઉ દર વર્ષે ગુરૂપૂર્ણિમા પ્રસંગે સંતવાણી, ગુરૂ પૂજાના વગેરે ધામધૂમ થી ઉત્સવ ઉજવવામાં આવતા હતા પરંતુ ચાલુ વર્ષે કોરોના ની હાડ મારી વચ્ચે આ ઉત્સવ ની સાદગી થી ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. એટલુંજ નહિ સાંજે…

Read More
WhatsApp Image 2020 07 04 at 10.31.45 PM

અમેરિકા ના 244 માં સ્વતંત્રતા દિન પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે પીએમ મોદીને જવાબ આપતા કહ્યું હતું કે, થેંક્યૂ મારા દોસ્ત અમેરિકા પણ ભારતને પ્રેમ કરે છે. પીએમ મોદીએ અમેરિકાને સ્વતંત્રતા દિન પ્રસંગે લખ્યું હતું કે, હું અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને અમેરિકાના 244માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકે અમે આઝાદી અને લોકશાહી ને મહત્વ આપીએ છીએ અને તે મૂલ્યોને લઈને તેની ઉજવણી કરીએ છીએ. આ તકે અભિનંદન…

Read More
WhatsApp Image 2020 07 04 at 10.19.26 PM

વડોદરામાં સ્થાનિક કરણી સેનાનાં આગેવાન ધર્મેન્દ્ર સિંહ વાઘેલા ને સમર્થન કરવાના મામલા માં કરણી સેના ના આગેવાન રાજ શેખાવતની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વડોદરા માં ઓઈલ ચોરી પ્રકરણમાં ગાજેલા ભાજપના પૂર્વ નેતા અને કરણી સેનાનાં આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થનમાં વડોદરા ભડકે ભળશે તેવું નિવેદન આપવા મામલે રાજ શેખાવત ની ધરપકડ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે વડોદરાના જવાહર નગર પોલીસ અને પીસીબીએ નરેન્દ્ર રોડ લાયન્સના ગોડાઉનમાં દરોડો પાડી ઇન્ડિયન ઓઇલ કંપનીના ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરવાની ફરિયાદ નોંધી ગોડાઉન કીપર તેમજ ટેન્કરના ડ્રાઈવર સામે ફરિયાદ કરી હતી. પોલીસે ગોડાઉનના માલિક અને ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું…

Read More
WhatsApp Image 2020 07 04 at 7.07.52 AM

ગુજરાતમાં અમદાવાદ સહિત ના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં હળવો વરસાદ નોંધાયો છે.જોકે,વડોદરા પંથક માં ચાલુ વર્ષે ખાસ વરસાદ થયો નથી અને આજેપણ હજુપણ સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો પણ આકાશ માં વાદળો જોવા મળ્યા હતા રાજ્યમાં વીતેલા 24 કલાક માં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારા માં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડામાં પણ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વખતે ચોમાસુ ખાસ જામ્યું નથી અને વરસાદ ની આગાહીઓ ખોટી પડી હોવાની વાસ્તવિકતા સામે આવી છે સુરેન્દ્રનગર ના ઘણા ગામડાઓ માં વાવણી પણ થઈ નથી અને રાજ્ય ના કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ તો વરસાદ…

Read More
WhatsApp Image 2020 07 04 at 7.17.43 AM

અમદાવાદ માં દારૂની હેરફેર હવે સામાન્ય બની ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં દારૂ ની રેલમછેલ જોવા મળી રહી છે આવોજ એક બનાવ સામે આવ્યો કે જ્યાં અકસ્માત બાદ ખબર પડી કે અકસ્માત સર્જનાર કાર દારૂ નો ફેરો મારી રહી હતી. અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા પાસે ફૂલ સ્પીડે ધસી આવેલી કારે એક રીક્ષા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો ભાગ ભુક્કો બોલી ગયો હતો અને રીક્ષાનો આગળનો ભાગને મોટું નુકસાન થયું હતું. જોકે અકસ્માત બાદ કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માતનો ગુનો અને પ્રોહિબિશનનો ગુનો નોઁધીને તપાસ હાથ ધરી હતી…

Read More
WhatsApp Image 2020 07 04 at 1.16.45 AM 1

હાલ કોરોના ની મહામારી માં શિક્ષણ કાર્ય ઠપ્પ થઈ ગયું છે ત્યારે આવી રહેલા સમાચાર માં રાજ્યની યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ઓગસ્ટમાં શરૂ થવા સાથે સપ્ટેમ્બરથી કોલેજોની શૈક્ષણિક કાર્યવાહી શરૂ કરવાની ક્વાયત શરૂ થઈ છે, ઉપરાંત કોલેજોમાં 25 ટકા અભ્યાસક્રમ ઓનલાઇન રાખવા સહિત તમામ કોલેજો અને યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ કલાસરૂમ અને વિડિયો કોન્ફરન્સિંગ ફરજિયાત સુવિધા ઉભી કરવા ભાર મુકાશે સાથેજ કોરોના ને ધ્યાને લઇ દરેક યુનિવર્સિટીમાં કોવિડ-19નો ખાસ સેલ પણ ઉભો કરવા જણાવાયું છે. ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટી અને કોલેજો માટે યુજીસી દ્વારા નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં ડિજિટલ લર્નિંગ, શિક્ષકોને તાલીમ અને સોશિયલ ડિસ્ટન્સિંગ…

Read More
WhatsApp Image 2020 07 04 at 12.42.48 AM

રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બનેલા એલઆરડી પ્રકરણમાં ઉકેલ આવ્યો છે અને હમણાંજ મળી રહેલા અહેવાલો મુજબ LRD મહિલા ઉમેદવારોમાં જે ઉમેદવારો બાકી રહી ગયા હતા તેઓને આજે 4 જુલાઈ એ નિમણૂંક પત્ર આપવામાં આવશે અને બિન હથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોએ 15 જુલાઈ સુધી ફરજ પર હાજર થવા હુકમ કરવામાં આવતા આવા ઉમેદવાર ના આંદોલન ની જીત થઈ છે. આ આદેશ રાજ્ય પોલીવડા શિવાનંદ ઝાએ કર્યો છે.નોંધનીય છેકે ગુજરાત પોલીસની ભરતીમાં મહિલાઓને રાજ્ય સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તેમની પસંદગી શક્ય બને. એટલે…

Read More
WhatsApp Image 2020 07 04 at 12.17.54 AM

હવે રેલવે પણ ઝડપથી ખાનગી કરણ ના માર્ગે દોડી રહ્યું છે અને અત્યાર સુધી ના સરકારી ઇજારા નો ધીરેધીરે અંત આવી રહ્યો છે , જે રીતે સરકારી એસટી વિભાગ અને ખાનગી ટ્રાવેલ્સ ની સેવા છે તેજ મુજબ હવે ખાનગી અને વધુ સુવિધાઓ ધરાવતી ખાનગી ટ્રેનો ટ્રેક ઉપર દોડતી થઈ ગઈ છે. દેશમાં ખાનગી ટ્રેનો દોડાવવાના પ્રોજેક્ટના ભાગરૂપે હાલના રેલ નેટવર્ક પર દેશભરમાં 109 જોડી રૂટ પર ખાનગી કંપનીઓને ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. ખાનગી કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવનાર ટ્રેન ઓછામાં ઓછી 16 ડબ્બાની રહેશે અને તેની મહત્તમ સ્પીડ કલાક દીઠ 160 કિલોમીટરની રહેશે. આ તમામ ખાનગી ટ્રેનો માટે મોટાભાગના…

Read More
WhatsApp Image 2020 07 04 at 12.01.16 AM

સૌરાષ્ટ્રમાં એક કરુણ ઘટના સામે આવી છે અને એક 12 વર્ષ ના બાળક ઉપર તેનાજ મિત્રો એ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરતા ભોગ બનનાર બાળકે આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ છે. બગસરા ના લીલીયા તાલુકાના સલડી ગામે થોડા દિવસ પહેલા ૧ર વર્ષના તરૂણે આપઘાત કરી લીધો હતો આ આપઘાત કેસમાં તપાસ દરમ્યાન સાચી હકીકત સામે આવી હતી જેમાં મૃતક તરૂણ સાથે ત્રણ સગીરો સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા હોવાની વાત સામે આવી હતી. લીલીયા તાલુકાના સલડી ગામે રહેતા સુમિતભાઈ ડેરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની પત્ની અને પુત્રી સાથે ગત તા.ર૮ના રોજ અમરેલી ખરીદી કરવા માટે…

Read More
WhatsApp Image 2020 07 03 at 11.28.58 PM

વાપી સેલવાસ સીમા ઉપર આવેલ લવાછા પિપરીયા ખાતે ના આંબાવાડી પાસે દમણગંગા નદી કિનારે જામેલી બર્થડે પાર્ટીની દારૂની મહેફિલ માં પોલીસે છાપો મારી 19 પિઘ્ધડો ને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પર થી કુલ રૂ.32,18,830નો મુદ્દામાલ કબજે પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 40,300ના બીયર, 22 મોબાઇલ કિં.રૂ.98500, અને રૂ.10930 તથા ફોરવ્હીલ નંગ-3 અને મોપેડ નંગ-12 કિં.રૂ.30,65000 અને ખુરશી-ડ્રમ મળી કુલ રૂ.32,18,830નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે કોરોના કાળમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી ડુંગરા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુરૂવારે લવાછામાં દારૂની મહેફિલ માણતા 19 લોકોની ધરપકડ બાદ સોશ્યિલ મીડિયામાં આ વાત વાયુવેગે પ્રસરી હતી. આ બર્થડે…

Read More