Author: mohammed shaikh

20210420 160130

દેશ માં કોરોના ના હાહાકાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ કોરોના પોઝીટિવ આવ્યા છે તેઓ એ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી જણાવ્યું કે હાલ તે હોમ આઈસોલેશનમાં છે. રાહુલ છેલ્લા ઘણા દિવસોથી કેરળ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુની ચૂંટણીઓ માટે રેલીઓ કરી રહ્યાં હતા. બે દિવસ પહેલા જ તેમણે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને બંગાળમાં થનારી પોતાની તમામ રેલીઓને રદ કરી દીધી હતી. સાથેજ દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ પણ કોરોના સંક્રમિત થયા છે, તેમણે પોતાને હોમ આઈસોલેશનમાં રાખ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. થોડા દિવસો સુધી તેઓ ઘરેથી…

Read More
20210420 120001

રાજ્ય માં કોરોના એ હવે ગંભીર રૂપ ધારણ કરી લીધું છે ,કોરોના માં લોકો ના મોટાપાયે મોત થઈ રહ્યા છે. મોત થયાં બાદ મૃતદેહ લેવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી છે. હવે મૃતદેહ લઈ જવા માટે શબવાહિની ખૂટી પડતા હવે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવીને મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા હોવાની વાસ્તવિકતા સામે આવી છે. 108 એમ્બ્યુલન્સ નો સ્ટાફ હવે હોસ્પિટલ અને સ્મશાન બન્ને માટે કામ કરી રહ્યો હોવાનું સામે આવી રહયું છે. કોરોના નો બોમ્બ ફાટતાં હવે રાજ્ય માં મોટા ભાગની સરકારી હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે. હોસ્પિટલની બહાર દર્દીઓને લઈ ઉભેલી એમ્બ્યુલન્સની લાંબી લાઇનો…

Read More
20210420 113624

દેશભરમાં કોરોના ની સ્થિતિ ગંભીર બની છે ત્યારે હવે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આગળ આવ્યા છે તેઓ એ સેના પ્રમુખ એમએમ નરવણે, સંરક્ષણ સચિવ અને DRDO ચીફને જણાવ્યું છે કે તેઓ ડિફેન્સ, કેન્ટ અને DRDOની હોસ્પિટલોમાં દેશના સામાન્ય નાગરિકોને સારવાર આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 56 હજાર 828 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. અને કોરોના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવનારાઓની સંખ્યા 1.80 લાખને પાર થઈ ગઈ છે. અત્યારસુધી 1 લાખ 80 હજાર 550 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ હોસ્પિટલમાં ઓક્સિજન, ઇન્જેક્શન, સ્ટાફ ની અછત ઉભી થઇ છે, હોસ્પિટલમાં બેડ નહિ મળતા…

Read More
20210420 111617

દમણથી સુરત તરફ દારૂનો જથ્થો લઈ જઈ રહેલા બૂટલેગર અંગે બાતમી મળતા વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાડ પારનેરા હાઇવે ઉપર શુગર ફેક્ટરી પાસે કાર નં. GJ-15-CF-3672 ને અટકાવી ચેક કરતા તેમાં બનાવેલા ચોર ખાનામાંથી 128 બોટલ દારૂના જથ્થા સાથે કારના ચાલકની ધડપકડ કરી હતી. જોકે, આ પ્રકરણમાં ચોંકાવનારી વાત બહાર આવી છે કે હાલ કોરોના ની મહામારી માં સુરત,અમદાવાદ, મહારાષ્ટ્ર ના વાહન ચાલકો પાસે થી RT-PCR રિપોર્ટ ફરજિયાત હોય સુરતી બુટલેગર દ્વારા આમાંથી બચવા વલસાડ પારસિંગ ની ગાડી નો ઉપયોગ કર્યો હોવાની હકીકત બહાર આવી છે. સુરત માં પોતાની સાળીના લગ્ન હોય દમણ થી રૂ.45 હજાર ની કિંમત ની 128 નંગબોટલ…

Read More
20210420 105252

ભારત માં કોરોના થી 1 લાખ 80 હજાર 550 લોકોના મોત થઈ જતા વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે તો બ્રાઝિલ બીજા અને અમેરિકા ત્રીજા ક્રમે આવતા ભારત ની સ્થિતિ વધુ ભયાનક મનાઈ રહી છે. સમગ્ર દુનિયામાં હવે કોરોના માં મોત ને ભેટનારા લોકો ના આંકડા માં ભારત કમનસીબે પ્રથમ ક્રમે આવી ગયું છે. ભારત હવે સૌથી વધુ કોરોના ગ્રસ્ત દેશ તરીકે વિશ્વ માં ટોપ ઉપર આવી ગયો છે. સોમવારે સતત ત્રીજા દિવસે 2.50 લાખથી વધુ નવા દર્દીઓ મળી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 56 હજાર 828 લોકો પોઝિટિવ મળ્યા હતા. જોકે, કોરોના સંક્રમણને કારણે ભારત માં મોત…

Read More
20210420 103713

રાજ્ય માં કોરોના એ ભયાનક રૂપ ધારણ કરી લીધું છે અને ઓક્સિજન નહિ મળતા દર્દીઓ ના મોત થઈ રહ્યા છે ત્યારે બિનસત્તાવાર મળી રહેલા અહેવાલો મુજબ ભાવનગરની સર ટી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ગતરોજ બપોરે ઓક્સિજન પ્રેશર લો થઇ જતા આઠ દર્દીઓ ના ટપોટપ મોત થઈ જતા ચકચાર મચી ગઇ છે. જો કે આ બાબતને સત્તાવાર સમર્થન મળ્યું નથી. સર ટી.ના ટ્રોમા સેન્ટરમાં ધડાધડ એક પછી એક અંતિમ શ્વાસ લેતા હાહાકાર મચી ગયો હતો.કોરોનાનો પરિસ્થિતિ સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગરમાં પણ સતત વણસી રહી છે. સારવાર-સગવડ-સંકલનના અભાવે દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે. રાજકીય પક્ષના નેતાઓ, કાર્યકરો મોતનો તમાશો નિહાળી રહ્યા છે. કોઈ…

Read More
20210420 101949 scaled

સુરતમાં કોરોના ભયંકર રૂપ પકડી રહ્યું છે તે જોતા હવે કોરોના ને આગળ પ્રસરતો અટકાવવા માટે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસો.એ આજે 200 કાપડ માર્કેટો અને 80 હજાર કાપડના વેપારીઓ વતી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કલેક્ટર ડૉ. ધવલ પટેલ અને પાલિકા કમિશનર ને લેખીત રજુઆત કરી કોરોના સંક્રમણ વધુ સ્પ્રેડ થતું અટકાવવા 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાની માગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે અત્યારે સુરતમાં 30 એપ્રિલ સુધી વીકેન્ડમાં બે દિવસ સ્વૈચ્છિક કાપડ માર્કેટો બંધ રખાય છે. માત્ર કાપડ માર્કેટ બંધ રાખવાથી સુરતમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે નહી પણ હજુવધુ અઠવાડિયા નું લોકડાઉન જરૂરી છે. ઉલ્લેખનીય…

Read More
20210420 100216

કોરોના હાડમારી વધતા હવે રસી ઉપર ના નિયંત્રણ હઠાવી દેવામાં આવ્યા છે અને કોરોના રસી અભિયાન વધુ ગતિ પકડે તે માટે સંસ્થાઓ, રાજ્ય સરકારો ને કંપની પાસે થી રસી નું સીધું ડિલ કરવા છૂટ અપાઈ છે. હવે રાજ્ય સરકારો, ખાનગી હોસ્પિટલો અને કોર્પોરેટ જૂથો સીધી કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદી શકશે. વેક્સિન ઉત્પાદક કંપનીઓએ વેક્સિનની કિંમત કોન્ટ્રાક્ટ પહેલા જ જાહેર કરવી પડશે. જોકે, ભારતીય કંપનીઓએ 50% વેક્સિન કેન્દ્રને આપવી પડશે, જ્યારે બાકીના 50% ડોઝ તેઓ રાજ્ય સરકારો અને ખુલ્લા બજારોમાં વેચી શકશે. દેશમાં 16 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાનું શરૂ થયું હતું. પહેલી માર્ચથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન ડોઝ…

Read More
20210420 095102

ગુજરાતના સ્થાપનાદિન એટલે કે તા.1લી મેથી રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિન આપવાનું અભિયાન શરૂ થશે. કેન્દ્ર સરકારે આગામી 1લી મેથી સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનું વેક્સિનેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. તે મુજબ કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તમામ પુખ્ત નાગરિકોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વેક્સિનેશન માટે કોવિન મારફતે રજિસ્ટ્રેશન અગાઉથી કરવું જરૂરી રહેશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે રાજ્ય સરકારે પણ 1મેથી એટલે ગુજરાત સ્થાપનાદિનથી જ રાજ્યમાં યુવાઓને વેક્સિન આપવા અભિયાન ની તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ મુખ્યમંત્રી રૂપાણી એ આ માટે સબંધિત અધિકારીઓને તાત્કાલિક આયોજન કરવાની સૂચનાઓ આપી દીધી છે.…

Read More
20210420 093451

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખુબજ ઘાતક સ્વરૂપ લઇ રહી છે અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાતા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. રાજ્યના કુલ 37 જિલ્લા, મનપા વિસ્તારોમાં આવેલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાંના કુલ 50695 બેડમાંથી 42758 ભરાઇ ગયા ચુક્યા છે જેથી પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની ગઈ છે. હાઇકોર્ટે કરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે કરેલી ચોંકાવનારી કબૂલાત માં રાજ્ય ના અમરેલી, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડ જિલ્લાની કોવિડ હોસ્પિટલોના તમામ એટલે કે, 100% બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જ્યારે બોટાદ, જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં અનુક્રમે 95, 99 અને 97% બેડ પર…

Read More