Author: mohammed shaikh

20210420 100216

કોરોના હાડમારી વધતા હવે રસી ઉપર ના નિયંત્રણ હઠાવી દેવામાં આવ્યા છે અને કોરોના રસી અભિયાન વધુ ગતિ પકડે તે માટે સંસ્થાઓ, રાજ્ય સરકારો ને કંપની પાસે થી રસી નું સીધું ડિલ કરવા છૂટ અપાઈ છે. હવે રાજ્ય સરકારો, ખાનગી હોસ્પિટલો અને કોર્પોરેટ જૂથો સીધી કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદી શકશે. વેક્સિન ઉત્પાદક કંપનીઓએ વેક્સિનની કિંમત કોન્ટ્રાક્ટ પહેલા જ જાહેર કરવી પડશે. જોકે, ભારતીય કંપનીઓએ 50% વેક્સિન કેન્દ્રને આપવી પડશે, જ્યારે બાકીના 50% ડોઝ તેઓ રાજ્ય સરકારો અને ખુલ્લા બજારોમાં વેચી શકશે. દેશમાં 16 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાનું શરૂ થયું હતું. પહેલી માર્ચથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન ડોઝ…

Read More
20210420 095102

ગુજરાતના સ્થાપનાદિન એટલે કે તા.1લી મેથી રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિન આપવાનું અભિયાન શરૂ થશે. કેન્દ્ર સરકારે આગામી 1લી મેથી સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનું વેક્સિનેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. તે મુજબ કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તમામ પુખ્ત નાગરિકોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વેક્સિનેશન માટે કોવિન મારફતે રજિસ્ટ્રેશન અગાઉથી કરવું જરૂરી રહેશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે રાજ્ય સરકારે પણ 1મેથી એટલે ગુજરાત સ્થાપનાદિનથી જ રાજ્યમાં યુવાઓને વેક્સિન આપવા અભિયાન ની તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ મુખ્યમંત્રી રૂપાણી એ આ માટે સબંધિત અધિકારીઓને તાત્કાલિક આયોજન કરવાની સૂચનાઓ આપી દીધી છે.…

Read More
20210420 093451

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખુબજ ઘાતક સ્વરૂપ લઇ રહી છે અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાતા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. રાજ્યના કુલ 37 જિલ્લા, મનપા વિસ્તારોમાં આવેલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાંના કુલ 50695 બેડમાંથી 42758 ભરાઇ ગયા ચુક્યા છે જેથી પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની ગઈ છે. હાઇકોર્ટે કરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે કરેલી ચોંકાવનારી કબૂલાત માં રાજ્ય ના અમરેલી, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડ જિલ્લાની કોવિડ હોસ્પિટલોના તમામ એટલે કે, 100% બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જ્યારે બોટાદ, જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં અનુક્રમે 95, 99 અને 97% બેડ પર…

Read More
20210420 091424

કોરોના ની ખતરનાક સ્થિતિ માં પણ સરકાર ભાષણ ના માધ્યમ થી સ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે અને આવી સ્થિતિ માં પણ ગુજરાત સરકારે રાજ્યપાલનું ભાષણ સાંભળવા માટે 50 ટકા નહીં, 100 ટકા શૈક્ષણિક  સ્ટાફને હાજર રહેવા પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિમાં સમાજને આપણા માનસિક, શારીરિક ટેકાની, હૂંફની, માર્ગદર્શનની તથા પ્રેરણાની જરૂર છે. રાજ્યના તમામ લોકો સુધી આ બાબતે યોગ્ય સંદેશો પહોંચી શકે તે માટે પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શન રાજ્યપાલ, શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં બાસેગના માધ્યમથી આપનાર છે. આ કાર્યક્રમનું વંદે ગુજરાત ચેનલ-1 તેમજ GSHSEB GANDHINAGARની Youtube ચેનલ મારફતે LIVE નિહાળવા માટે રાજ્યમાં આવેલી તમામ…

Read More
20210419 113433

કુંભ મેળામાંથી પરત આવતા શ્રદ્ધાળુઓ ના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે ત્યારે રાજકોટ રેલવે જંકશન પર આજે સવારે હરિદ્વારથી આવેલા 80 મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. દેહરાદુન ઓખા ટ્રેન આજે સવારે રાજકોટ આવી પહોંચી હતી. જેમાં હરિદ્વાર કુંભ મેળામાંથી રાજકોટ આવેલા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે આરોગ્ય વિભાગ દ્વારા જંકશન રેલવે સ્ટેશન ખાતે 80 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 13 દર્દીના રિપોર્ટ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે. આ 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા તેમની ડિટેઇલ મેળવી તમામ મુસાફરોને આઇસોલેટ કરવા કામગીરી હાથ ધરી હતી. આમ કુંભ માં સ્નાન…

Read More
20210419 111512

સુરત માં છેલ્લા 24 કલાક દરમ્યાન દર 36 સેકન્ડમાં એક કેસ કોરોના પોઝિટિવ નોંધાઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ગતરોજ શહેર માં 1929 અને જિલ્લામાં 496 કેસ સાથે કુલ 2425 કોરોના કેસ નોંધાયા હતાં તેમજ 28 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે, સિવિલ હોસ્પિટલમાંથી 56 અને સ્મીમેર હોસ્પિટલમાંથી 26 વ્યક્તિ મળી 82 વ્યક્તિના મૃતદેહોની કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધી કરવામાં આવી હોવાના મીડિયા રિપોટ્સ નો દાવો છે. સતત વધી રહેલા પોઝિટિવ કેસને પગલે એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 12728 થઈ ગઈ છે. શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મળ‌ી કુલ 1322 દર્દીઓ ગંભીર…

Read More
20210419 104718 scaled

હાલ રાજ્ય માં કોરોના એ આતંક મચાવ્યો છે ત્યારે હોસ્પિટલ માં અનેક ગરબડો બહાર આવી રહી છે તેવે સમયે જીવતા માજી ને રાજકોટ સિવિલે મૃત જાહેર કરી દેતા સ્વજનો સફેદ શોક વાળા કપડાં પહેરી અંતિમ દર્શન માટે પહોંચ્યા તો માજી નો મૃતદેહ ન મળ્યો પણ જીવતા માજી મળ્યા અને તબિયત સારી હોવાનું જણાવતા પરિવારજનો ને ગુસ્સો પણ આવ્યો અને માજી ને જીવતા જોઈ ખુશી પણ જોવા મળી હતી. વિગતો મુજબ રાજકોટ નજીક આવેલા વાંકાનેરની ગાયત્રી સોસાયટીમાં રહેતા હિરાબેન છગનભાઇ પટેલ (ઉ.વ.74)ને શ્વાસ લેવાની તકલીફ શરૂ થતાં ગત તા.14ના સવારે 11 વાગ્યે રાજકોટ લઇ આવવામાં આવ્યા હતા, છ કલાક કતારમાં ઊભા…

Read More
20210419 102638

અમદાવાદ માં કોરોના વિસ્ફોટ થયો છે અને અહી રોજના સરેરાશ 3 હજાર જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે. આમ, અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે 2600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદમાં માત્ર એપ્રિલ મહિનામાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. રાજ્યના કુલ 4,04,569 કેસમાંથી 25 ટકા કેસ માત્ર અમદાવાદના છે જેમાં મૃત્યુઆંક મામલે પણ અમદાવાદ સૌથી આગળ છે અહીંનો મૃત્યુઆંક 2.60 ટકાની આસપાસ છે. જ્યારે મુંબઈ આ મામલે 2.20 ટકા સાથે બીજા સ્થાને છે. દિલ્હી તેમજ ચૈન્નઈમાં પણ મૃત્યુઆંક 2 ટકાથી નીચે નોંધાયો છે. હાલની સ્થિતિમાં અમદાવાદમાં રોજના…

Read More
20210419 100550

અમદાવાદ માં કોરોના નું સંક્રમણ વધી ગયું છે અને ચારેતરફ મોત નું તાંડવ મચ્યુ છે ત્યારે અમદાવાદ ના જમાલપુર સપ્તઋષિ સ્મશાનગૃહમાં રવિવારે 11 વાગે એક વૃદ્ધાનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લવાયો ત્યારે આજુબાજુ બેઠેલાં લોકોને મૃતદેહના હાથ-પગ હલતા હોવાનો ભાસ થતાં નાસભાગ મચી હતી. બાદ માં મૃતકના પરિવારે ત્રણેક કલાક સુધી મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યા વગર તપાસ માટે રાખી મુક્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે 60 વર્ષની વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતા મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રવિવારે તેમનું મોત નિપજતાં અંતિમ સંસ્કાર માટે જમાલપુર સપ્તઋષિ સ્મશાનગૃહમાં લવાયા હતા. મૃતદેહને શબવાહિનીમાંથી બહાર કાઢતી વેળા આજુબાજુમાં બેઠેલા લોકોને મૃતકના હાથ-પગ હલ્યાનો…

Read More
20210419 090123 scaled

દેશ માં કોરોના એ હહાકાર મચાવી દીધો છે અને લોકો ઓક્સિજન વગર મરી રહ્યા છે ત્યારે તબીબો એ સરકાર ને ઓક્સિજન નો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવવા કરેલી ભલામણ બાદ હવે સરકાર ને ભાન થયું અને ઉદ્યોગકારો ને ઓક્સિજન નો પુરવઠો અટકાવી દઈ આ પુરવઠો હોસ્પિટલમાં પૂરો પાડવા માટે સરકારે આદેશ આપ્યા છે. કોરોના ની હાડમારી વધતા રાજ્યોના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું કે દેશમાં કોરોનાના વધી રહેલા કેસો તથા ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખતા અને તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી અને યુપીની સ્થિતિ જોતા, કેન્દ્ર સરકારની પેનલે ઓદ્યોગિક ઓક્સિજન સપ્લાયની સમિક્ષા કરી અને તેમાં…

Read More