Congress : ટોપથી લઈને બોટમ સુધી એક પછી કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે અને સંપૂર્ણ વિરોધાભાસી વિચાર ધરાવતા ભાજપનો ભગવો ખેસ ધારણ કરી રહ્યા છે. ભાજપમાં આનંદોત્સવ છે કે કોંગ્રેસની સતત વિકેટ લઈ રહ્યા છે તો કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસના નેતાઓ આટલા મોટા બવંડરને કેમ શાંતિથી મૂગા મોઢે જોઈ રહ્યા છે? શું કોંગ્રેસ હાઈકમાન્ડે પણ કોંગ્રેસના નેતાઓને મનવાવાના બદલે જતા કરી દીધા છે. વાત માત્ર ગુજરાતની નથી. પરંતુ દેશમાં પણ કોંગ્રેસ છોડો ભાજપ ભરો અભિયાનની શરુ કરી દેવાયું છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતાં ભાજપને કોંગ્રેસમાંથી ઉછીના નેતાઓ લેવાની જરુર પડી રહી છે. મોદી સરકારનો દાવો છે…
કવિ: Shakil Saiyed - Political Editor
Gujarat: ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ભાજપે 15 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા બાદ બાકીની 11 સીટ માટે તરેહ-તરેહની ચર્ચા ચાલી રહી છે. વિવિધ નામોની અટકળો પણ જોરમાં છે ત્યારે મહિલા પ્રતિનિધિત્વને લઈ પણ ભારે વિમાસણની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, ભાજપ દ્વારા બાકીના નામોની પણ ગમે ત્યારે જાહેરાત થવાની શક્યતા જોવા મળી રહી છે. ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ 11 સીટો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, તેમાં ખાસ કરીને મહિલા ઉમેદવારોને લઈ અટકળો ચાલી રહી છે. સૂત્રો કહી રહ્યા છે કે હાલમાં જે મહિલા સાંસદો છે તેમની ટિકિટ માટે ભારે ગરમાટો છે. કેટલાક સૂત્રો દાવો કરી રહ્યા છે…
Surat: પાંચથી વધુ અજાણ્યા ઈસમો દ્વારા યુવક પર હુમલો કરાયો, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ સુરતના પુણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારમાં આવેલ ભરત કેન્સર હોસ્પિટલની બહાર પાંચ ઈસમો દ્વારા એક યુવક પર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા ની સાથે જ એસીપી સહીત પુણા તથા સારોલી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવવામાં યુવકને કોઈપણ પ્રકારની ઇજા ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ફાયરિંગ બાદ હુમલાખોરો અલગ અલગ દિશામાં રવાના થઈ ગયા હતા. જેથી હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.…
Gujarat: ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ફરી રહી છે ત્યારે આધારપાત્ર સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસે ત્રણ ઉમેદવારોને લોકસભા ચૂંટણીની તૈયારી કરવાનું કહી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં ત્રણ લોકોને ફોન કરીને જાણ કરી હોવાની માહિતી સામે આવી છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવાઇ છે,તો વલસાડ બેઠક પરથી ધારાસભ્ય અનંત પટેલને પણ જાણ કરી દેવાઈ છે. આ સાથે અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ છે. કોંગ્રેસ દ્વારા પહેલી યાદીમાં ગુજરાતની સીટોની જાહેરાત સંભાવના લગભગ નહિંવત…
BJP: ભાજપમાં કોંગ્રેસીઓનો ભરતી મેળો શરુ થઈ ગયો છે. કોંગ્રેસની એક પછી એક વિકેટ પડી રહી છે. ભાજપ દ્વારા તમામનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભાજપ આને માઈક્રોલેવલનું મેનેજમેન્ટ કહે છે અને આના કારણે ભાજપ લોકસભામાં ગુજરાતમાંથી વિપક્ષ નામનાં પક્ષનો સંપૂર્ણપણે છેદ ઉડાડવા માંગે છે. આમ તો ગુજરાતમાં પાછલા 20 વર્ષમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ છે અને નથી, એમાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી.કોંગ્રેસની સ્થિતિ આટલી બધી વિષમ બની તે માટે કોંગ્રેસ જ જવાબદાર છે, કોંગ્રેસના નેતાઓ જવાબદાર છે, કાર્યકરો જવાબદાર છે. કોંગ્રેસના ભરતી મેળાની ભીતરે ભાજપનો અદના કાર્યકર વિમાસણમાં છે. આદેશના નામ પર ગમે તેને જીતાડ઼વા માટે આકાશ…
Gujarat : 14મી જાન્યુઆરીથી મણિપુરથી શરુ થયેલી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદમાં ગુજરાતમાં પ્રવેશી છે. દાહોદમાં રાહુલ ગાંધીએ જન સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુસ્તાનમાં 50 ટકા લોકો પછાત છે. અંદાજે 8 ટકા લોકો આદિવાસી છે.15 ટકા લોકો દલિત છે. 73 ટકા દલિત, પછાત અને આદિવાસી લોકો છે. 15 ટકા માઈનોરિટી જોડી દો તો 90 ટકા થઈ જાય છે. જો હિન્દુસ્તાનની સૌતી મોટી કંપનીઓનું લિસ્ટ જોશો તો એમાં તેમના માલિકોના નામોમાં 90 ટકામાંથી એક પણ માણસ મળશે નહીં. ત્રણ-ચાર ટકામાંથી જ નામ મળશે. હિન્દુસ્તાન-ગુજરાતની કોઈ પણ કંપની જોઈ લો, સિનિયર…
Congress: કોંગ્રેસના અન્ય ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. મોઢવાડિયા જૂથના ધારાસભ્ય રાજીનામું આપશે તેવી ચર્ચા શરૂ થઈ છે. ત્યારે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. ધારાસભ્યનો ફોન છેલ્લા ત્રણ દિવસથી સ્વીચ ઓફ છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી દીધું છે તેવી ચર્ચા છે. મહેશ વસાવા ભાજપમાં જોડાશે નોંધનીય છે કે મહેશ વસાવા ભાજપમાં જોડાશે. જેમાં મહેશ વસાવાએ ભાજપ પ્રમુખ સાથે બેઠક યોજી છે. જેમાં મહેશ વસાવા મારુતિ સિંહ અટોદરિયાને મળે છે. મનસુખ વસાવાએ પણ બેઠકમાં હાજરી આપી હતી. આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહેશ વસાવા છોટુ વસાવા અને BTP ચેરમેનના પુત્ર છે. મોહન કુંડારિયાએ…
BJP: ભાજપમાં કોંગ્રેસીઓનો ભરતી મેળો શરુ થઈ ગયો છે. કોંગ્રેસની એક પછી એક વિકેટ પડી રહી છે. ભાજપ દ્વારા તમામનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભાજપ આને માઈક્રોલેવલનું મેનેજમેન્ટ કહે છે અને આના કારણે ભાજપ લોકસભામાં ગુજરાતમાંથી વિપક્ષ નામનાં પક્ષનો સંપૂર્ણપણે છેદ ઉડાડવા માંગે છે. આમ તો ગુજરાતમાં પાછલા 20 વર્ષમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ છે અને નથી, એમાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી.કોંગ્રેસની સ્થિતિ આટલી બધી વિષમ બની તે માટે કોંગ્રેસ જ જવાબદાર છે, કોંગ્રેસના નેતાઓ જવાબદાર છે, કાર્યકરો જવાબદાર છે. કોંગ્રેસના ભરતી મેળાની ભીતરે ભાજપનો અદના કાર્યકર વિમાસણમાં છે. આદેશના નામ પર ગમે તેને જીતાડ઼વા માટે આકાશ…
Gujarat: ગુજરાત કોંગ્રેસને કળ વળી રહી નથી. શ્વાસ લેવામાં પણ કોંગ્રેસને તકલીફ થાય તેવો રાજકીય માહોલ સર્જાયો છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક સાગમટે રાજીનામા ધરી ભાજપમાં જઈ રહ્યા છે. અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેરના ભાજપ જોડાવાની શાહી સૂકાઈ નથી ત્યાં તો કોંગ્રેસમાંથી અન્ય નેતાઓ પણ રાજીનામા ધરી દે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ચિરાગ પટેલ અને સીજે ચાવડા પછી છેલ્લા ચાર મહિનામાં રાજીનામું આપનારા અર્જુન મોઢવાડિયા ત્રીજા કોંગ્રેસના ધારાસભ્ય છે. ચિરાગ પટેલે ડિસેમ્બરમાં અને સીજે ચાવડાએ જાન્યુઆરીમાં રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાંથી ચાલી રહેલા પલાયનનાં પ્રવાહની વચ્ચે ગુજરાત વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ આ અંગે સૂચક…
Gujarat: ગુજરાતમાંથી એક પછી એક નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યોએ ભાજપની વાટ પકડી છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી આ સિલસિલો અહેમદ પટેલના અવસાન બાદ વધુ ઝડપથી બની રહ્યો છે. અહેમદની હયાતીમાં અહેમદ પટેલની સામે ધૂરકીયા કરનારા નેતાઓને કાં તો સાઈડ કોર્નર કરી દેવામાં આવતા હતા અથવા તો તેઓ કોંગ્રેસને છોડવા માટે લાચાર બની જતા હતા. ગુજરાતમાં કોંગ્રેસના અધ:પતનની શરુઆત 1995થી થઈ ગઈ છે. વચ્ચે શંકરસિંહ વાઘેલાની સરકારમાં જોડાતા થોડી ઘણી રાહત મળી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે અહેમદ પટેલે ગુજરાતમાં તેમની ફરતે જ નેતાઓ અને આપખુદશાહો,ચાપલુસોનું એક આખું કંડાળું રચી દીધું હતું અને તેમાંથી તેઓ ક્યારેય બહાર આવ્યા નહી. ગુજરાત…