કવિ: Shakil Saiyed - Political Editor

Gujarat: આગામી લોકસભા ચૂંટણી 2024 માટે તૈયારી કરી લીધી છે. આ શ્રેણીમાં ભારતીય જનતા પાર્ટીએ શનિવારે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.  ભરૂચ લોકસભા સીટ પર આ વખતે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થશે. AAPએ ભરૂચ બેઠક પરથી તેના ચળકતા નેતા ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ સાથે જ આ બેઠક પર ભાજપે મનસુખભાઈ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે I.N.D.I.A ગઠબંધન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ અને AAP એકસાથે ચૂંટણી લડી રહ્યા છે. જો બીટીપી સમૂળગી રીતે મહેશ વસાવાની સાથે ભાજપમાં ભળી જાય છે તો મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવા નવી પાર્ટીની રચના કરી…

Read More

Gujarat: ભાજપની યાદી બહાર આવ્યા બાદ તમામ રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે ભાજપે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે કોંગ્રેસના મહાસચિવ અને દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાત નજીક દમણ-દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ દાવો દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે કર્યો છે. સ્થાનિક નેતાએ કર્યો દાવો કોંગ્રેસે ઉમેદવારોના નામ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, જ્યારે ઉત્તર પ્રદેશના રાયબરેલીથી હંમેશા લોકસભાના સાંસદ રહેલા સોનિયા ગાંધી હવે રાજ્યસભામાંથી સાંસદ બન્યા છે. પરંતુ હવે દમણ-દીવ કોંગ્રેસના સ્થાનિક નેતા દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા ગાંધી દમણ-દીવ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. દમણ…

Read More

CR Patil’s trump card: લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભરૂચ લોકસભા બેઠક હોટ કેક બનીગઈ છે. હવે ભરુચ લોકસબા બેઠક પર સારું એવું વર્ચસ્વ ધરાવતા ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના નેતા અને સ્થાપક છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરતાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ચર્ચા છે કે તેઓ કાં તો ભાજપમાં જોડાશે, અથવા તો BTP ભાજપને સમર્થન કરશે. આ બાબતનું કન્ફર્મેશન મહેશ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં કર્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝટકો બની રહે તેમ છે. મળતી માહિતી અનુસાર, BTP નેતા મહેશ વસાવા તાજેતરમાં ગુજરાત…

Read More

BJP : ભારતીય જનતા પાર્ટી આજે 2024ની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત લગભગ 155 લોકોના નામ છે. વારાણસીથી પીએમ મોદી, ગાંધીનગરથી અમિત શાહ, વારાણસીથી પીએમ મોદી, ગાંધીનગરથી અમિત શાહ, લખનૌથી રાજનાથ સિંહ, અમેઠીથી સ્મૃતિ ઈરાની, ઓડિશાના સંબલપુરથી ધર્મેન્દ્ર પ્રધાન, ગ્વાલિયર અથવા ગુના-શિવપુરીથી જ્યોતિરાદિત્ય સિંધિયા, ભોપાલ અથવા વિદિશાથી શિવરાજ સિંહ ચૌહાણ અને સંબિત પાત્રા પુરી, ઓડિશાથી. જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપમાં 3 નામો વધુ ચર્ચામાં છે. ધારાસભ્ય દર્શના વાઘેલા પણ ઉમેદવાર બની શકે છે. દિનેશ મકવાણા અને કિરીટ પરમારના…

Read More

Bharuch Seat: ભાજપના નેતા અમિત માલવિયા-જયવીર શેરગીલે અહેમદ પટેલના વારસાની આપી દુહાઈ ભરુચ સીટને લઈ ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા અને અહેમદ પટેલના રાજકીય વારસાને ભૂંસી નાંખવાનો આરોપ પણ મૂકી દીધો. ભાજપના નેતા જયવીર શેરગીલ અને અમિત માલવિયાએ રાહુલ ગાંધીની સામે આક્રમક રીતે સોશિયલ મીડિયા ‘X’ પર પોસ્ટ કરી છે. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP-કોંગ્રેસ ગઠબંધન) વચ્ચે બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. બંને પક્ષોની સંમતિથી આમ આદમી પાર્ટી ગુજરાતની ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડશે. એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ભરૂચ બેઠકથી ચૂંટણી લડતા હતા. AAPને સીટ સોંપવા…

Read More

Gujarat Congress: આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઈને સીટો પર સહમત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતની ભરૂચ બેઠક AAPને આપી શકે છે. AAP આ સીટ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી ચૂકી છે. સાતમી જાન્યુઆરીએ ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ભરૂચમાંથી ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યાર બાદથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ સીટને લઈ ભારે કમઠાણ ચાલી રહ્યું છે અને અટકળોનું બજાર ગરમ છે. મુમતાઝ પટેલનો દાવો દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ કોંગ્રેસ તરફથી આ બેઠક પર દાવો કરી…

Read More

Gujrat BJP: ૨૦૨૧ની મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ગઢ અચૂક રીતે સચવાયેલો રહ્યો છે. પરંતુ લાંબા ગાળે તેમાં ગાબડાં પડે તેવાં સંકેત જરુરથી આમ આદમી પાર્ટીના ગુજરાતમાં થયેલા મજબૂત ઉદયથી મળ્યો છે. આ સાથે જ ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન નથી તે માન્યતા ખોટી પડી છે. સુરતમાં આપને મળેલા આવકારથી કોંગ્રેસનો સફાયો થયો છે. જે ભવિષ્યમાં ભાજપ માટે પણ ખતરાના સંકેત હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની હારજીતમાં આપને મળેલા મતોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. હજુ પંચાયતોની ચૂંટણીના પરિણામો બાકી છે તે પછી સમગ્ર રાજ્યની સ્થિતિ સ્પષ્ટ થશે. પરંતુ ભાજપની જેમ જ આપ અલગ વિચારધારા વાળી પાર્ટી…

Read More

Rahul Gandhi : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાંથી પસાર થવાના સંકેતો વચ્ચે પ્રદેશ નેતાઓએ જોરશોરથી તૈયારી કરી છે. રાજયમાં ઉતર, દક્ષિણ અને મધ્યભાગોના જીલ્લાઓમાંથી યાત્રા પસાર થશે. સૌરાષ્ટ્રના જીલ્લાઓ રૂટમાં સામેલ નથી પરંતુ સૌરાષ્ટ્રના આગેવાનો માટે જુદા-જુદા પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે જયાં તેઓ સ્વાગત કરશે. લોકસભા ચુંટણી પુર્વે બીજા તબકકાની ભારત જોડો ન્યાયયાત્રાએ નિકળેલા રાહુલ ગાંધીની યાત્રા હાલ ઉતરપ્રદેશમાં છે. ૨૦ માર્ચે મુંબઈમાં સમાપન પુર્વે હજુ ગુજરાત સહિતના રાજયોમાં ફરવાની છે. ગુજરાત કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે ગુજરાત માટે પાંચ દિવસ ફાળવવામાં આવ્યા છે અને તે અંતર્ગત રૂટ તૈયાર થયો છે. માર્ચ મહિનાના પ્રથમ…

Read More

Gujrat BJP: અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ બંને ગુજરાતી છે તો કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર પણ ગુજરાતમાંથી ચુંટાયા છે અને હવે જે.પી.નડ્ડા કે જેઓ મૂળ હિમાચલના છે. તેઓને રાજયસભામાં રીપીટ કરીને ગુજરાતમાંથી મોકલાઈ રહ્યા છે. જયારે ચર્ચા એ પણ છે કે વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ આગામી ચુંટણી બાદ કેન્દ્રીય કેબીનેટમાં સમાવાશે અને જે.પી.નડ્ડાની ટર્મ પણ આ વર્ષે જૂન સુધી લંબાવાઈ છે તે પુરી થશે અને તેઓ પણ કેન્દ્રીય મંત્રી બને તે ગુજરાતમાંથી જુનીયર નેતાઓને ચાન્સ ઓછા રહે તેવી શકયતા છે. ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી તરીકેનો દબદબો ભોગવીને લગભગ રાજકીય નિવૃતિ જેવી સ્થિતિમાં મોકલાયેલા નીતીન પટેલને મહેસાણાની…

Read More

Gujrat BJP: રૂપાલા-માંડવીયા અંગે અટકળોનો દૌર,નીતિન પટેલ શું કરશે? સુરતમાંથી ગોવિંદ ધોળકીયાની રાજ્યસભામાં પસંદગી થતાં દર્શના જરદોષને હાશકારો, કોંગ્રેસમાંથી આવેલા કેટલાકને મળી શકે છે લોકસભાની ટિકિટ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. રાજ્યમાં 26 સાંસદમાંથી 22 સાંસદને ભાજપ રિપીટ નહિ કરે અને તેમનું પત્તું કપાઈ શકે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સાંસદ અને કેન્દ્રીય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરાને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ રિપીટ નહિ કરે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. સુરેન્દ્રનગરની લોકસભાની બેઠક પર કોળી સમાજના નેતાઓનું અને મતદાતાઓનું પ્રભુત્વ છે જેથી ભાજપ આ બેઠક પરથી કોને…

Read More