કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર — ગુજરાતના પાટનગર કે જ્યાંથી આખા ગુજરાતનો વહીવટ થાય છે ત્યાં સરકારે લોકડાઉનનું પાલન જ નહીં પણ શહેરને રીતસર તાળાં મારી દીધાં છે. શહેરમાં પ્રવેશવાના માર્ગો પર આડશો મૂકી પોલીસનો પહેરો વધારી દેવામાં આવ્યો છે. શહેર અને જિલ્લાને રેડઝોનમાં મૂકવામાં આવ્યા પછી સરકાર આકરા પાણીએ ગઇ છે. ગુજરાતમાં ગાંધીનગર શહેર અને જિલ્લો એવો હતો કે માત્ર 17 કેસ હતા અને બે મોત સાથે બાકીના દર્દીઓ સાજા થઇ જતાં ખુદ સરકારે આ જિલ્લાને કોરોના ફ્રી ડિસ્ટ્રીક્ટ તરીકે જાહેર કર્યું હતું. ગાંધીનગરનો સમાવેશ ગ્રીનઝોનમાં કરવામાં આવ્યો હતો પરંતુ કર્મચારીઓની આવન-જાવનના કારણે ધીમે ધીમે કેસો વધતા ગયા છે. અમદાવાદના રેડઝોનમાંથી ડ્યુટી માટે…

Read More

ગાંધીનગર – કોરોના સંક્રમણના સમયમાં એકતરફ અમદાવાદમાં તમામ ડોક્ટરોને ક્લિનિક શરૂ કરવાના આદેશ કરવામાં આવ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રીએ ડોક્ટરોને અપીલ કરી છે કે તેઓ સારવાર કરવા માટે આગળ આવે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધતાં રાજ્યમાં ડોક્ટરોની ખેંચ વર્તાઇ રહી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં તમામ ડોક્ટરોએ તેમના પ્રાઇવેટ ક્લિનિક ચાલુ કરવાનો સરકારે આદેશ કર્યો છે અને ચીમકી આપી છે કે જે ડોક્ટરો ક્લિનિક શરૂ નહીં કરે તેમનું મેડીકલ પ્રેક્ટિસનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવશે. રાજ્યમાં પહેલીવાર સરકારે આ પ્રકારનો આદેશ કર્યો છે. કોવિડ પેન્શન્ટની સારવાર કરવા માટે ડોક્ટરોની તંગી વર્તાઇ રહી હોવાની છાપ ઉભી થઇ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન…

Read More

ગાંધીનગર – ગાંધીનગરમાં કોરોના સંક્રમણના કેસો વધતાં શહેર અને જિલ્લાને રેડઝોનમાં મૂકી દેવામાં આવ્યું છે અને લોકડાઉનનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે છતાં લોકડાઉન ભંગના અનેક કિસ્સા સામે આવે છે. ખુદ સરકારી અધિકારીઓ હવે તો ભંગ કરી રહ્યાં છે. મોર્નિંગ અને ઇવનિંગ વોકમાં નિકળતા અધિકારીઓ પોલીસની ઝપટમાં આવી રહ્યાં છે.ગાંધીનગરમાં મોર્નિંગ વોકમાં નિકળેલા એક અધિકારીને પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે રોક્યા હતા અને પૂછ્યું હતું કે લોકડાઉન છે છતાં તમે ઘરની બહાર કેમ નિકળ્યાં છે. આ અધિકારીએ કહ્યું કે – તમે જુઓ છો, હું મોર્નિંગ વોક કરૂં છું. પોલીસે કહ્યું પરંતુ અત્યારે આ બધી પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે તમે આમ…

Read More

ગાંધીનગર — “ગુજરાતની જનતા લોકડાઉનનો ભંગ કરે તો તેને સજા મળે છે પરંતુ અધિકારી કે જિલ્લા કલેક્ટર કેન્દ્રના જાહેરનામાને તોડી મરોડીને અમલ કરાવે તો તેને કોઇ સજા નથી.” – આ શબ્દો હારેલા અને થાકેલા એક ઉદ્યોગ સંચાલકના છે. કેન્દ્ર સરકારની જાહેરાત પછી વેપારીઓ અને ઉદ્યોગોને લાગતું હતું કે તેઓ તેમનો બિઝનેસ શરૂ કરી શકશે પરંતુ ગુજરાત સરકારે કોરોના પોઝિટીવના વધતા કેસોના ભયથી કેન્દ્રના જાહેરનામામાં ફેરફારો કર્યા છે.જિલ્લા અને તાલુકા સ્તરના વેપારી તથા ઔદ્યોગિક સંગઠનોએ જણાવ્યું હતું કે જે-તે જિલ્લાના કલેક્ટરો દ્વારા નિર્ણયો લેવાય છે તેમાં કેન્દ્રની માર્ગદર્શિકાનું પાલન થતું નથી અને તેના કારણે વેપાર-ઉદ્યોગને મોટું નુકસાન થઇ રહ્યું છે. ગુજરાત…

Read More

ગાંધીનગર –ગુજરાતના નાના શહેરોની પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને રાજ્યના મુખ્યમંત્રીએ જવાબદારીઓ સોંપી છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજ્યની 162 જેટલી પાલિકાઓઓ શું શું કરવાનું તેના આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરોમાં આવતા નાગરિકોનું રજીસ્ટર્ડ રાખવા તેમજ નાગરિકો માસ્ક પહેરે તેનું પાલન કરાવવાના આદેશ આપ્યા છે.મુખ્યમંત્રીએ રાજ્યની તમામ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. તેમણે જે નગરપાલિકાઓ સંક્રમિત કેસો ધરાવતા મહાનગરોની હદને અડીને આવેલી છે ત્યાં બહારના કોઇ વ્યકિત આવીને સંક્રમણ ન ફેલાવી જાય તેની ખાસ કાળજી લેવા સૂચનાઓ આપી હતી. રૂપાણીએ કહ્યું હતું કે નગરમાં અવર-જવર કરતી વ્યકિતઓનું મૂવમેન્ટ રજીસ્ટર નિભાવાય તથા કોઇ પણ નવી વ્યકિત આવે…

Read More

ગાંધીનગર – અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા કોવિડ પોઝિટીવના સંપર્કમાં આવતા તેઓ જાતે 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન થઇ ગયા છે. તેમના હોદ્દાનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારને આપવામાં આવ્યો છે.એટલું જ નહીં, અમદાવાદ શહેરમાં કોવિડની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે.કોવિડની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે રાજ્ય સરકારે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોવિડ પોઝિટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી વિજય…

Read More

ગાંધીનગર — ગુજરાતના ઇન્કમટેક્સ સર્કલે એક સરક્યુલર વહેતો કરીને ઇન્કમટેક્સ કરદાતાઓને ચેતવણી આપી છે. વિભાગે કહ્યું છે કે કોઇપણ મેસેજ આવે અથવા તો મેઇલ આવે કે તમારૂં ઇન્કમટેક્સ રિફંડ જમા કરવાનું હોવાથી આટલી પ્રોસિઝર પૂરી કરો – આવા કોલ કે મેસેજને સાચા માનશો નહીં.ઈન્કમ ટેક્સ વિભાગના ગુજરાત સર્કેલે લોકોને એક ખોટા ઈમેલ સ્કેમને લઈને સાવધાન કર્યા છે. આવકવેરા વિભાગે કરદાતાઓને રીફંડનો દાવો કરનારા કોઈપણ મેઈલ પર ક્લિક ન કરવા માટે કહ્યું છે. વિભાગે સોશિયલ મીડિયા પર કરદાતાઓને સતર્ક કરતા કહ્યું છે કે, તેઓ આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરે કે જેમાં રીફંડનો દાવો કરવામાં આવ્યો હોય.આવકવેરા વિભાગના અધિકારીએ કહ્યું…

Read More

ગાંધીનગર — ગુજરાતમાં લોકડાઉનનો ભંગ કરનારા વાહનચાલકોના વાહનો કબજે કરવામાં આવે છે પરંતુ પોલીસ સ્ટેશન પાસે એટલી મોટી જગ્યા હોતી નથી કે બઘાં વાહનોને સાચવીને રાખે, તેથી પોલીસ હવે વાહનચાલકોને કહે છે કે દંડ ભરીને તેમના વાહનો લઇ જઇ શકે છે. પોલીસે લોકડાઉનના સમયગાળામાં અત્યાર સુધીમાં 1.72 લાખ વાહનો મુક્ત કર્યા છે.રાજ્યના પોલીસ વડાએ પહેલાં આદેશ કર્યો કે લોકડાઉનનો ભંગ કરનારા લોકોના વાહનો જપ્ત કરી લેવાશે એટલે પોલીસ કર્મચારીઓએ વાહનો જપ્ત કરવાનું શરૂ કર્યું પરંતુ આ વાહનોને રાખવા ક્યાં તેવો પ્રશ્ન ઉભો થતાં ધીમે ધીમે વાહનો લઇ જવાનું લોકોને કહેવામાં આવ્યું છે. એવી જ રીતે ભંગ બદલ ધરપકડ કરાયેલા વ્યક્તિઓને…

Read More

ગાંધીનગર – “અમારી પાસે કોઇ સગાવહાલા નથી. મિત્રો નથી. પાડોશી નથી. અમારા માટે તો ડોક્ટરો ભગવાન બનીને આવ્યા છે.” સિવિલ હોસ્પિટલમાં કોવિડની સારવાર લઇ રહેલા દર્દીના આ શબ્દો છે. તેઓ કહે છે કે “હોસ્પિટલનો અન્ય સ્ટાફ અમારી સારવાર કરી રહ્યો છે. અમને કોઇ ફરિયાદ નથી. અમે સાજા થઇએ તો બીજાના કામમાં આવીશું, એટલે અમે ડોક્ટરને પણ સહકાર આપીએ છીએ.”કોરોનાના સંકટ વચ્ચે કોવિડ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલમાં 1125 કોરોના યોધ્ધાઓ 24×7 ખડે પગેઅવિરત સેવા બજાવે છે. કોઈના બાળકો નાના છે… કોઈના પરિવારમાં તકલીફ છે…પણ સેવા જ તેમનો ધર્મ…. કદાચ આ જ અભિગમને પગલે દર્દીઓ એમ માને છે કે આજ અમારા સગાવહાલા છે…આ…

Read More

ગાંધીનગર – કોરોના સંક્રમણ અને લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારે કૃષિ સેક્ટરમાં કોઇપણ જાતના નિયંત્રણ મૂક્યાં નથી ત્યારે ઉનાળું પાકોમાં બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે. જો કે ખેતરમાંથી પાક લેતી વખતે ખેડૂતોને મજૂરોની અછતનો સામનો કરવાનો રહેશે, કારણ કે પરપ્રાંત અને અન્ય જિલ્લાઓમાંથી આવતા મજૂરો તેમના વતન ભણી જતા રહ્યાં છે.ગુજરાતમાં ઉનાળું પાકોમાં આ વર્ષે 127 ટકા વાવેતર થયું છે જે ગયા વર્ષની સરખામણીએ ખૂબ ઉંચું છે. ઉનાળું પાકોની એવરેજ કરતાં 27 ટકા વધારે છે તેથી આ વખતે જુવાર, બાજરી અને મકાઇનું ઉત્પાદન વધશે. કઠોળ પાકોમાં મગનું ઉત્પાદન સારૂં રહેશે. મગફળી ઉપરાંત ડુંગળી, શાકભાજી, ઘાસ અને ગુવારનું ઉત્પાદન પણ આશાસ્પદ છે.ગયા…

Read More