ગાંધીનગર ગુજરાતમાં ચલણી નોટોનું ચલણ વધી રહ્યું છે. વેપારીઓ ચલણી નોટો જ આગ્રહ રાખે છે જે તેના માટે અને ગ્રાહક માટે અત્યંત જોખમી છે. ઓનલાઇન પેમેન્ટ કરવાનો ભારતીય રીઝર્વે બેન્કનો આદેશ ગુજરાતના વેપારીઓ માનતા નથી. તેઓ દલીલમાં એવું કહે છે કે અમારા જથ્થાબંધ ડીલરો ઓનલાઇન પેમેન્ટ સ્વિકારતા નથી તેથી અમને ચીજવસ્તુ મળતી નથી. ભારતમાં ઇ-પેમેન્ટનો જમાનો છે. શાકભાજીવાળા પણ હવે તો ઓનલાઇન પેમેન્ટ સ્વિકારી રહ્યાં છે પરંતુ કરિયાણાની દુકાનોના સંચાલકો માનવા તૈયાર નથી. દેશમા મોલ કલ્ચર અને ઓનલાઇન પેમેન્ટનો યુગ શરૂ થયો છે પરંતુ કરિયાણાની દુકાનોના સંચાલકો આટલી મોટી ઠોકર વાગવા છતાં સુધરવા તૈયાર નથી. પ્રત્યેક માર્કેટમાં કરિયાણાની દુકાનો પર…
કવિ: Margi Desai
ગાંધીનગર ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સંસદસભ્યો તેમજ ધારાસભ્યોને લોકડાઉનનો કડક અમલ કરાવવાની જવાબદારી સોંપી છે. આ સાથે કોરોના શંકાસ્પદ વ્યક્તિના આરોગ્ય પરિક્ષણ માટે સતર્કતા દાખવવાની સૂચના આપી છે. રૂપાણીએ પ્રજાના પ્રતિનિધિઓ સાથે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના સાંસદો તેમજ ધારાસભ્યો સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને ટેસ્ટ કરાવવા માટેની પ્રેરણા આપવાનું કામ જનતાના પ્રતિનિધિઓનું છે. રૂપાણીએ મુખ્યસચિવ અનિલ મુકિમ અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાથે પણ વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે લોકડાઉનનો સમયગાળો 3જી…
ગાંધીનગર — ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં પ્રત્યેક નાગરિકને કોરોના વાયરસની સારવારનો લાભ પુરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સારવાર તમામને વિનામૂલ્યે આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વવ્યાપી મહામારી કોવિડ-19ની સારવાર માટે રાજ્યમાં મહાનગરોમાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ અને જિલ્લામથકોએ 100 બેડની કોવિડ હોસ્પિટલ રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરી છે. રાજ્યના 26 જિલ્લાઓમાં કુલ 3100 બેડની ક્ષમતા ધરાવતી 31 જેટલી ખાનગી હોસ્પિટલો કોવિડ-19 અંતર્ગત ડેજીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે સેવાઓ આપી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વૈશ્વિક મહામારીના કપરા કાળમાં તમામ પ્રજાજનોને કોવિડની સારવારનો લાભ આવી ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળે તે…
ગાંધીનગર.કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોને સૂચના આપી છે કે તેઓ લંબાવાયેલા લોકડાઉનનો ઉપયોગ હોટસ્પોટ (રેડ ઝોન)ને મહદ્ અંશે ઓરેન્જ ઝોનમાં અને પછી ગ્રીન ઝોનમાં રૂપાંતરિત કરવા માટે કરે. કેન્દ્રએ ગુજરાતના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે. કેન્દ્રએ જણાવ્યું છે કે રેડ ‘હોટસ્પોટ’ જિલ્લામાં આગામી 14 દિવસ સુધી કોઈ નવો કેસ નહીં થાય તો તેને ઓરેન્જ ઝોન ગણવામાં આવશે અને તેના પછી તેને ગ્રીન ઝોન તરફ લઈ જવા પ્રયાસ કરાશે. આ જ રીતે 28 દિવસ સુધી કોઈ કેસ ન નોંધાય તો રોગચાળાને સફળ રીતે ડામી દેવાયો કહેવાશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને ગુજરાતના મુખ્ય સચિવને જણાવ્યું છે કે કેસના રિપોર્ટના…
ગાંધીનગર – ગુજરાત સરકારના આયુષ નિયામકે બહાર પાડેલી માર્ગદર્શિકા શું કહે છે એ જાણો. સામાન્ય પગલાં-1. દિવસભર ગરમ પાણી પીવું.2. આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે)3. હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો4. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં-5. સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ free sugar ચ્યાવનપ્રાશ લેવો જોઈએ)6. હર્બલ ટી/ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો7. દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય8. ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં -દિવસમાં…
ગાંધીનગર:કોરોના સંક્રમણના કેસો વધતાં અમદાવાદની જેમ સુરતમાં કરફ્યુ નાંખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. રૂપાણીએ આજે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, ગૃહ વિભાગના એસીએસ સંગીતા સિંહ અને સુરત શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સમાં થયેલી ચર્ચા-વિચારણા સંદર્ભમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે 16ની મધરાતથી 22મી એપ્રિલના સવારે છ વાગ્યા સુધી સુરત શહેરના…
ગાંધીનગર: ગુજરાતમાં 3જી મે સુધી લોકડાઉન યથાવત હોવાથી રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ જાહેર કરી છે. કેન્દ્રના જાહેરનામા પ્રમાણે આ છૂટછાટનો અમલ 20મી એપ્રિલથી લઇ શકાશે. રાજ્ય સરકારે વાણિજ્યિક પ્રવૃત્તિ તેમજ ઉદ્યોગ સબંધિત આવી છૂટછાટ આપી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટની બેઠકમાં ચર્ચા કર્યા પછી રોડમેપ બનાવ્યો હતો જેની આજે જાહેરાત કરવામાં આવી છે. આ છૂટછાટ કન્ટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન એ આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને કરશે. જિલ્લાકક્ષાએ વાણિજ્યિક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સાત સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં જીઆઇડીસીના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના…
ગાંધીનગર – ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તેમની જ પાર્ટીના વધુ એક ધારાસભ્ય બદરૂદ્દીન શેખને પણ પોઝિટીવ બનાવ્યા છે. એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશર વિજય નહેરા કહે છે કે કોંગ્રેસના ધારાસભ્ય અને એએમસીમાં વિપક્ષના નેતા બદરૂદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાની ઝપટમાં કોંગ્રેસના બે ધારાસભ્યો આવી ચૂક્યાં છે ત્યારે સરકારનું ટેન્શન વધ્યું છે, કારણ કે આ બન્ને ધારાસભ્યો ગઇકાલે સચિવાલયમાં ઘણાં લોકોને મળ્યા હતા. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને સતત બે દિવસથી તાવ હતો અને ગળામાં દુખાવાની ફરિયાદ હતી તેમ છતાં…
ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી સ્વસ્થ છે અને નોર્મલ છે. ડોક્ટરોએ અભિપ્રાય આપ્યો છે કે તેઓના તમામ પેરામિટર્સ નોર્મલ છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા પછી ડોક્ટરોએ તેમના હેલ્થનું ચેકઅપ કર્યું છે અમદાવાદમાં કરફ્યુ નાંખવામાં આવ્યો તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યોને પણ તેમના બંગલે મળવા માટે બોલાવ્યા હતા. એ સમયે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમને શરદીની અસર હોવાથી તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થવાની જગ્યાએ મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ગઇકાલે સાંજે જણાવ્યું હતું કે ઇમરાન ખેડાવાલા મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને મળ્યા હતા તેથી મુખ્યમંત્રીનું તબીબી પરિક્ષણ કરાશે. જે…
ગાંધીનગર- ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લોકડાઉન 3જી મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં 15મી એપ્રિલથી અનાજ માર્કેટ યાર્ડ બજાર સમિતિઓ પૂન: કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસને પગલે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં રાજ્યભરના માર્કેટયાર્ડ-ખેતીવાડી બજા ઉત્પન્ન સમિતિઓ બંધ હતી તે હવે સ્થાનિક પરિસ્થિતી અને સુદ્રઢ આયોજન અનુસાર ફરી શરૂ કરી દેવાના દિશાનિર્દેશો તેમણે આપ્યા છે આ માર્કેટયાર્ડ – બજાર સમિતિઓના સંચાલન અને કામકાજમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને કોરોના વાયરસનું સંક્રમણ થાય તેની ખાસ તકેદારી રાખવાની પણ સુચનાઓ આપવામાં આવી છે. આ હેતુસર જિલ્લા કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતીની રચના કરવામાં આવી…