ગાંધીનગર — જીએસટી કાયદા પ્રમાણે કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યોને લેવાના થતાં વળતર સંદર્ભે બે વિકલ્પો આપવામાં આવ્યા હોવાનું રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે કહ્યું છે. તેમણે કહ્યું છે કે મોટાભાગના રાજ્યોએ કેન્દ્રને લોન મેળવી લોનની રકમમાંથી વળતર ચૂકવવા સૂચવ્યું છે. બીજી તરફ લોનની રકમ અને વ્યાજ કેન્દ્ર સરકારે થતી સેસની આવકમાંથી ચૂકવવી અને જરૂર પડ્યે સેસ ઉઘરાવવાની મુદ્દત પણ લંબાવવા સૂચન કર્યું છે. નાણાંમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, દેશમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે લોકડાઉન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો છે. અનલોક થતાં વેપાર ઉદ્યોગ ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યો છે એવા સંજોગોમાં જીએસટી કાયદા અંતર્ગત કેન્દ્ર…
કવિ: Margi Desai
ગુજરાત કેડરના બે ઓફિસરોને વર્લ્ડ બેન્કમાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે અને હવે ત્રીજા ઓફિસર વર્લ્ડ બેન્કમાં જશે, જ્યારે હાલ ફરજ બજાવતા ગુજરાત કેડરના મહિલા આઇએએસ અધિકારી ભારત પાછા ફરી રહ્યાં છે ત્યારે તેમને કેન્દ્રમાં મહત્વનું પદ મળે તેવી સંભાવના છે. ગુજરાત કેડરના આઇએએસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા એસ અપર્ણાને ભારત સરકારે ત્રણ વર્ષ પહેલાં વર્લ્ડ બેન્કમાં ફરજયુક્ત કર્યા હતા અને હવે તેમનો ટેન્યોર સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થાય છે ત્યારે તેમને નવી દિલ્હીમાં ફાયનાન્સ અથવા તો કોઇ મહત્વના વિભાગમાં નિયુક્ત કરવામાં આવી રહ્યાં છે. સચિવાલયના સૂત્રો કહે છે કે અમેરિકાથી પાછા ફર્યા બાદ તેમની નિયુક્તિ ગુજરાત…
ગુજરાતમાં ઉદ્યોગ નીતિની જાહેરાત કર્યા પછી રાજ્ય સરકાર કૃષિ નીતિ બનાવવાની તૈયારી કરી રહી છે જેમાં કૃષિ તજજ્ઞો અને કૃષિ ક્ષેત્રના અધિકારીઓના સૂચનો સ્વિકારવામાં આવ્યા છે. આ પોલિસીમાં મોટો ફાયદો એવો છે કે સરકાર પાસે પડી રહેલી બિન ઉપજાઉ જમીનનો ઉપયોગ કરવાના વિકલ્પો છે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં ઉદ્યોગ સેક્ટરમાં મૂડીરોકાણ આકર્ષવામાં આવે છે તેમ હવે કૃષિ વિભાગમાં મૂડીરોકાણ આકર્ષવાની ઓફરો મૂકવામાં આવી છે. રાજ્યમાં દર બે વર્ષે ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થાય છે તેમ ફરીથી દર બે વર્ષે વાયબ્રન્ટ એગ્રીકલ્ચર સમિટ યોજવા માટેની રૂપરેખા બનાવ. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન હતું ત્યારે…
દિલ્હીમાં જે રીતે લાલ કિલ્લાની સારસંભાળ અને પ્રવાસીઓ માટેની સુવિધા ઉભી કરવા ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે તેમ ગુજરાતની ચાર હેરીટેજ સાઇટનું કામ પણ એક ખાનગી એજન્સીને આપવામાં આવ્યું હતું પરંતુ આ એજન્સી તેનું કામ સમયસર શરૂ કરી શકી નથી. હવે આ કામગીરી દિવાળીના સમયમાં થાય તેવી સંભાવના છે. ગુજરાતની ચાર હેરીટેજ સાઇટ્સ – મોઢેરાનું સૂર્યમંદિર, પાટણની રાણ કી વાવ, જૂનાગઢની બુદ્ધિષ્ટ ગુફા અને ચાંપાનેરની યુનેસ્કો હેરીટેજ સાઇજને વધુ સુવિધાજન્ય બનાવવા અને પ્રવાસીઓને આકર્ષવા માટેની એક યોજના કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે બનાવી હતી અને તેમાં અમદાવાદ સ્થિત અક્ષર ટ્રાવેલ્સ સાથે કરાર પણ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પ્રવાસન મંત્રાલય સાથેની…
રિયલ એસ્ટેટમાં પ્રવર્તી રહેલી મંદી અને કોરોના સંકટના કારણે ચાલુ વર્ષમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવા પ્રોજેક્ટ્સ લોંચમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે માત્ર 600 પ્રોજેક્ટ લોંચ થયાં છે જે મૂલ્યની દ્રષ્ટિએ માત્ર 14 હજાર કરોડથી વધુ રકમ થતી નથી. નાણાકીય વર્ષ 2018-19માં ગુજરાત રેરા ઓથોરિટીમાં 72043 કરોડના 2,951 પ્રોજેક્ટ્સ લોંચ થયા હતા, જ્યારે 2019-20ના વર્ષમાં 34887 કરોડના 1,280 પ્રોજેક્ટ્સ લોંચ થયા છે. ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં પ્રથમ છ મહિનામાં નવા પ્રોજેક્ટ લોન્ચ થવાની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો જોવા મળ્યો છે. હાલ જે કોઇ પ્રોજેક્ટ ચાલે છે તે ઓનગોઇંગ સ્કીમો છે. બિલ્ડરો અને ડેવલપર્સે નવી સ્કીમો લોંચ કરી નથી. રેરાનાં…
પશ્ચિમ રેલવેમાં ચાલતી ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ થી મુંબઇ જતી ટ્રેનો પણ સુપરફાસ્ટ બનશે. અત્યારે અમદાવાદ થી મુંબઇ જવું હોય તો પાંચ થી સાત કલાકનો સમય લાગે છે પરંતુ સ્પીડ વધશે ત્યારે અમદાવાદ થી મુંબઇ વચ્ચે સમય ઘટી જશે. સમય ઘટવાની શરૂઆત વડોદરા થી થશે અને પછી અમદાવાદ સુધી તેની અસર થશે. રેલવે મંત્રાલય દ્વારા ગુજરાતમાંથી મુંબઇની મુસાફરીનો સમય ઘટાડવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેમાં ચાલતી ટ્રેનોની ગતિ જે હાલ 110 કિલોમીટર પ્રતિ કલાક છે તે વધારીને 130 કિલોમીટર પ્રતિકલાક કરવામાં આવશે. સ્પીડનો સમય વધતાં હાલ વડોદરા અને મુંબઇ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસનો મુસાફરી સમય 45…
ગુજરાત ભાજપનો રસપ્રદ ઇતિહાસ જોઇએ તો પાર્ટીને પ્રથમ સંપૂર્ણ સત્તા દક્ષિણ ગુજરાતના નેતાએ અપાવી છે પરંતુ ત્યારપછીના સૌરાષ્ટ્રના નેતાઓએ પાર્ટીને ગુજરાતમાં સત્તા અપાવી છે. દક્ષિણ ગુજરાત પચી સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ ભાજપને ફળ્યા છે. ઉત્તર ગુજરાતના એકમાત્ર નેતા શંકરસિંહ વાઘેલા પાર્ટી પ્રેસિડેન્ટ રહી ચૂક્યાં છે પરંતુ તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન પાર્ટીના સત્તા અપાવી નથી. 1995માં ભાજપને જ્યારે પહેલીવાર સત્તા મળી ત્યારે કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા. તેમણે ભાજપને સત્તા અપાવવા ખૂબ મહેનત કરી હતી. કાર્યકર્તાઓને ચાર્જમાં રાખવાનું કામ આ સુરતી નેતાએ કર્યું હતું પરંતુ સમય જતાં પાર્ટી આ નેતાને ભૂલી ચૂકી હતી છેવટે નવી પાર્ટીમાં જઇને આ નેતાએ અંતિમ શ્વાસ લીઘા…
આયુર્વેદીક દવા બનાવવામાં વપરાતાં સફેદ ખાખરો અને મીઠો ગુગળ લુપ્ત થઈ રહ્યાં છે. તેની સાથે બીજી વનસ્પતિઓ પણ છે જે લુપ્ત થવાને આરે છે. જો તેની જાળવણી નહીં થાય તો થોડા સમયમાં તે માત્ર તસવીરોમાં જ જોવા મળશે. લુપ્ત થઈ રહેલાં વૃક્ષો અને વનસ્પતિઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે અને ગુજરાત સરકારને આ રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો છે. બોર્ડ તરફથી સરકારને કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષોના જતન માટે પ્રયાસ નહીં કરવામાં આવે તો આ વૃક્ષો લુપ્ત બની જશે અને ભાવિ પેઢીને જોવા નહીં મળે.જૈવ વિવિધતા બોર્ડ દ્વારા રાજ્યભરના જંગલો અને ખાનગી જમીનો ઉપર કરાયેલા સર્વેમાં આ વિગતો બહાર…
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકતા આદેશનું ઉલ્લંઘન થતું હોવાથી આગામી ચૂંટણીઓમાં મતદાન કરવા પર પ્રતિબંધ મૂકતી એક પિટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણના સમયમાં ચૂંટણીમાં મતદાન કરાવવું એ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. ભારતના ચૂંટણી પંચે ચૂંટણીમાં મતદાન કરવા અંગે જે ગાઇડલાઇન બહાર પાડી છે તે કેન્દ્રીય આદેશનું ઉલ્લંઘન હોવાથી આ ગાઇડલાઇન રદ્દ કરવા માટે પિટીશન કરવામાં આવી છે. ગયા શુક્રવારે ભારતના ચૂંટણી પંચે તેની ગાઇડલાઇનમાં જણાવ્યું હતું કે મતદારો આરોગ્યના પગલાં સાથે એટલે કે ગ્લોવ્ઝ પહેરીની મતદાન કરી શકશે. એટલું જ નહીં પંચે કોવિડ દર્દીઓના મતદાન માટેના…
ગાંધીનગર — ગુજરાત ભાજપમાં નવો બદલાવ આવ્યો છે જેને પાર્ટીના જૂના કાર્યકરો 25 વર્ષ પહેલાંની સિદ્ધાંત અને કેડરબેઝ પાર્ટીના રૂપમાં જોઇ રહ્યાં છે. સીઆર પાટીલે પદ સંભાળ્યા પછી અત્યાર સુધીમાં તેમણે 10 એવા નિર્ણયો લીધા છે કે જે હાલના ભાજપને પચવામાં ભારે લાગી રહ્યાં છે. પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યા પછી ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાતને જોતાં સીઆર પાટીલ પાર્ટીના કાર્યદક્ષ કાર્યકરોને એકજૂથમાં રાખીને કોંગ્રેસ મુક્ત ભાજપનો ખ્યાલ ધરાવતા હોય તેવી છાપ ઉપસી આવી છે પરંતુ અત્યારે ભાજપના ખેતરમાં ભેલાણ થઇ ગયું છે. કોંગ્રેસમાંથી આવેલા અને સીધી મંત્રી બની ચૂકેલા નેતાઓથી સરકાર પરેશાન છે ત્યારે પાર્ટી પ્રમુખનો દાવ સફળ થાય તેવા સંકેતો…