ક્લોરપાયરીફોસ એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે અને તેનો ઉપયોગ કૃષિ પાક, પ્રાણીઓ પર અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર કરવામાં આવે છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે તે વપરાય છે. વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે, કેમ કે તેનાથી જીવસૃષ્ટિનો ખતરો છે. ક્લોરપાયરીફોસનો ઉપયોગ કૃષિ અને બિન-કૃષિ બંને ક્ષેત્રમાં 1965થી જંતુનાશક તરીકે કરવામાં આવે છે જે ઇચ્છનિય નથી. ક્લોરપાયરીફોસને 1966માં ડાઉ કેમિકલ કંપની દ્વારા પેટન્ટ આપવામાં આવ્યું હતું. મકાઇમાં તેનો સૌથી વધુ વપરાશ થાય છે. સોયાબીન, ફળ, અખરોટ, બ્રોકોલી અને કોબીજ જેવા તમામ પાકોમાં પણ થાય છે. બિન-કૃષિ ઉપયોગમાં ગોલ્ફ કોર્સ,…
કવિ: Margi Desai
ગાય કે ભેંસના છાણમાંથી કાગળ બનાવવાની ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવે તો ગુજરાતના પશુધન માલિકોને વધારાની આવક થઇ શકે છે. આવી કાગળ બનાવતી મીલ પ્રત્યેક ગૌશાળા કે પાંજરાપોળમાં બનાવી શકાય છે. રાજ્યના એક ટેકનોલોજી નિષ્ણાંત કહે છે કે છાણમાંથી 7 ટકા હિસ્સો કાગળ બનાવવા વપરાય છે જ્યારે બાકીનો મોટો ભાગ ખાતર તરીકે વપરાય છે. રાજ્યમાં 667 ગૌશાળા અને 283 પાંજરાપોળ છે. કાગળના એક પ્લાન્ટનો ખર્ચ 15 લાખ રૂપિયા છે. દૂધની ડેરીઓ પ્રત્યેક ગામમાં એક પ્લાન્ટ બનાવે તો રાજ્યમાં 10 હજાર કરતાં વધુ પ્લાન્ટ ઉભા થઇ શકે છે. તેઓ કહે છે કે આપણે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કર્યો છે ત્યારે…
ગુજરાત સરકાર લોકો પાસેથી બે પ્રકારના કર ઉઘરાવે છે જેમાં એક કેન્દ્રીય કરવેરાનો હિસ્સો છે અને બીજો રાજ્યના પોતાના કરવેરા છે. કેન્દ્રીય કરવેરાની આવક પહેલીવાર એક લાખ કરોડને ક્રોસ થઇને 1.05 લાખ કરોડ થવાની ધારણા નાણાં વિભાગે રાખી છે. ગુજરાતમાં ઇન્કમટેક્સ, જીએસટી અને વેટ જ નહીં બીજા અનેકજાતના ટેક્સ છે જે રાજ્યની તિજોરી ભરી રહ્યાં છે. આ વેરામાં નિગમ કર, આવકવેરો, સંપત્તિવેરો, સીમાકર, આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય જીએસટી અને સંકલિત જીએસટી સહિત કુલ આઠ કરવેરાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય કરવેરામાંથી ગુજરાત સરકારને આવતા વર્ષે 26646 કરોડ રૂપિયા મળશે. બીજી તરફ રાજ્ય સરકારના પોતાના 11 કર મોજૂદ છે જેની આગામી…
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્કૂલના બાળકો માટે મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી છે કે જેથી ઓનલાઇન અભ્યાસમાં આવતી અડચણોને દૂર થઇ છે. સ્કૂલના વિદ્યાર્થીઓ જાતે એપ્લિકેશન ખોલીને તેમનો અભ્યાસ ઓનલાઇન મેળવી શકશે. કોરોના સંક્રમણના સમયમાં ગુજરાતમાં ઓફલાઇન શિક્ષણ ઠપ્પ થયું છે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે શિક્ષકો અને શાળા સંચાલકો નવા નવા નુસખા અપનાવી રહ્યાં છે. રાજ્યમાં કોઇ જગ્યાએ શિક્ષક તેના બાળકોને વોટ્સઅપ પર અભ્યાસક્રમ શિખવે છે તો મહેસાણા જિલ્લામાં નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીની પ્રેરણા અને પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલના માર્ગદર્શનમાં મહેસાણા જિલ્લાના શિક્ષકોએ સ્ટડી એટ હોમ નામની એક એપ્લિકેશન તૈયાર…
ગુજરાતમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉચ્ચકક્ષાએથી ઓફિસરોની નિયુક્તિ કરતી હોય છે ત્યારે કોઇ જિલ્લામાં કોરોના કાબૂમાં ન આવતો હોય તો અધિકારીને બદલાવમાં આવે છે, તો કોઇ અધિકારી પર બેવડી જવાબદારી હોય તો તેને મુક્ત પણ કરવામાં આવે છે. સરકારને નિયંત્રણ અને પરિણામથી મતબલ હોય છે. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવ ગુપ્તાને કોવિડ સંક્રમણ નિયંત્રણમાં લેવાની ડ્યુટી સોંપવામાં આવેલી છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગર એમ બે શહેરો અને જિલ્લાનો હવાલો સંભાળતા હતા પરંતુ હવે તેમને માત્ર અમદાવાદ શહેર અને જિલ્લાના ઇન્ચાર્જ રાખવામાં આવ્યા છે, કારણ કે તેમની પાસે કામનું ભારણ વધી ગયું છે. ગાંધીનગર…
ગુજરાતમાં ગયા ફેબ્રુઆરી મહિના સુધી હોટલો, રેસ્ટોરન્ટ, મોલ અને શોપિંગ સેન્ટરોમાં વીક-એન્ડમાં 80 ટકા ગ્રાહકો જોવા મળતા હતા જે ઘટીને 25 ટકા થઇ ગયા છે. ક્યાંય પણ ભીડ જોવા મળતી નથી. ખાસ કરીને શનિવાર અને રવિવારે રજાના દિવસે રેસ્ટોરન્ટમાં વેઇટીંગ જોવામાં આવતું હતું જ્યારે અત્યારે રેસ્ટોરન્ટ ખાલી પડી છે. કોરોના સંક્રમણના કારણે માર્કેટમાં તેજીનો સંચાર થયો નથી. ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના કારણે થતાં મોતનો આંકડો ઘટ્યો છે અને રિકવરી દર વધ્યો છે તેથી માર્કેટ ધીમે ધીમે સ્ટેબલ થઇ રહ્યું છે પરંતુ એક વખત કોરોનાની દવા કે રસી આવી જતાં ગુજરાતના શહેરોમાં માર્કેટમાં તેજી…
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધતાં કેન્દ્રીય ટીમ પાછી ગુજરાતની મુલાકાતે આવી રહી છે. કેન્દ્રીય ટીમ ત્રીજીવખત ગુજરાત આવી રહી છે. અગાઉ બે વખત આવ્યા પછી પણ કેસોની સંખ્યામાં ઘટાડો નહીં થતાં ત્રીજીવખત ટીમને મોકલવામાં આવી છે. સચિવાલયના સૂત્રો કહે છે કે કેન્દ્રીય ટીમ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનુરોધ કર્યો છે. આ ટીમના ચાર સભ્યો શુક્રવારે ગુજરાત આવશે અને અમદાવાદ તેમજ સુરતમાં કોરોનાના વધતા કેસોની સમીક્ષા કરશે. આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ હોસ્પિટલના જાણીતા તબીબો સાથે પણ ચર્ચા કરશે. આ ટીમમાં નીતિ આયોગના સદસ્ય વિનોદ પોલ, આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ, એઇમ્સના ડીરેક્ટર રણદીપ ગુલેરિયા અને હેલ્થ…
તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી અને પછી બંધ થઇ ગયેલી ગ્લોબલ એગ્રીકલ્ચર વાયબ્રન્ટ સમિટ ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. હવે આ સમિટની સાથે એક્ઝિબિશન પણ યોજવામાં આવશે. રાજ્યમાં સાત વર્ષે ફરીથી ખેડૂતોના લાભાર્થે આ સમિટ યોજાઇ રહી છે અને તે દર બે વર્ષે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કૃષિ વિકાસ માટે વહીવટી અને પૂર્વ જરૂરી સુવિધાની યોજનામાં રાજ્યના ખેડૂતોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની એગ્રીકલ્ચર સેક્ટરની શોધ અને નવીન કૃષિ મશીનરીનું માર્ગદર્શન મળી રહે તે તે હેતુથી આંતરરાષ્ટ્રીય કક્ષાનું કૃષિ પ્રદર્શન કમ મેળાનું આયોજન કરવામાં આવશે. વિભાગે જણાવ્યું છે કે દર…
ગુજરાતમાં વારેવારે ચઢી આવતાં તીડના ટોળાંને કાબૂમાં લેવા માટે પહેલાં કૃષિ વિભાગ વાહન અને સ્પ્રેના સાધનોની ખરીદી કરતું હતું પરંતુ કૃષિ વિભાગે આ જવાબદારીને આઉટસોર્સિંગથી પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં પાકિસ્તાન અને ઓમાન તરફથી ત્રણ ત્રણ વખત તીડના ટોળાં આવી ચૂક્યાં છે અને ખેડૂતોના પાકને અસહ્ય નુકશાન કર્યું છે. કૃષિ વિભાગના ઉપસચિવ ભાવિતા રાઠોડ તરફથી બહાર પાડવામાં આવેલા એક આદેશમાં જણાવવામાં આવ્યું ચે કે તીડ નિયંત્રણની કામગીરી અર્થે વાહન અને સ્પ્રે ઇક્વિપમેન્ટ સેટ સાથેના યુનિટની આઉટસોર્સ સેવા લેવા માટે સરકારે ભંડોળ મંજૂર કર્યું છે તેથી હવે કૃષિ વિભાગ આવા સાધનો ખરીદ કરશે નહીં પરંતુ તેની કામગીરી…
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) રાજ્યની તમામ બેંકો તેમજ પોસ્ટ ઓફિસને યુટીલીટી પૂરી પાડશે જેમાં એક કરોડથી ઉપરનો રોકડ ઉપાડ થાય તો બે ટકા ટીડીએસ આપોઆપ કપાઇ જશે. બેન્કો દ્વારા ટીડીએસ કાપવામાં કોઈ ગરબડ ન થાય તેના માટે આ પગલું લેવામાં આવ્યું છે. જો કોઇ ખાતેદારે છેલ્લાં ત્રણ વર્ષના રિટર્ન ફાઇલ નહીં કર્યા હોય તો તે હવે છટકી શકશે નહીં. આ વ્યવસ્થા પ્રમાણે ચાલુ વર્ષના બજેટમાં આવકવેરાની નવી ઉમેરાયેલી કલમ 194-એન મુજબ એક કરોડથી વધુ રકમનો રોકડમાં ઉપાડ કરનાર કોઇ પણ કરદાતા માટે સમગ્ર વર્ષમાં ટુકડે-ટુકડે મળીને પણ જો એક કરોડથી વધુ ઉપાડ કરશે તો દરેક બેન્ક, કોઓપરેટિવ બેંક…