ગાંધીનગર — કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિના કારણે તાજેતરમાં સીએ અને કોસ્ટ એકાઉન્ટની જુદી જુદી પરીક્ષા સ્થગિત કરીને નવી તારીખો જાહેર કરી છે. આજ રીતે હવે સીએ ઇન્સ્ટિટયૂટ દ્વારા પણ 19મી જૂનથી 4 જુલાઇ વચ્ચે લેવાનારી પરીક્ષા હાલ સ્થગિત કરીને પાછળ લઇ જવામાં આવી છે. ઇન્સ્ટિટયૂટ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે આ પરીક્ષા હવે તા.29મી જુલાઇથી લઇને 16મી ઓગસ્ટ વચ્ચે લેવાનું નક્કી કરાયું છે. જે પ્રમાણે ફાઉન્ડેશનની પરીક્ષા તા.7,9,11 અને 14મી ઓગસ્ટે લેવાશે. ઇન્ટર મીડિયેટ ગ્રુપ એકની પરીક્ષા તા.30મી જુલાઇ અને 2,4 અને 6 ઓગસ્ટના રોજ લેવાશે. ગ્રુપ બેની પરીક્ષા 8,10 અને 13 ઓગસ્ટ વચ્ચે લેવાશે. ઇન્ટર મીડિયેટના નવા કોર્સની…
કવિ: Margi Desai
ગાંધીનગર – ગુજરાત સરકાર સામાન્ય સંજોગોમાં ઓછા કર્મચારીઓથી ચલાવી લેતી હતી પરંતુ હવે જ્યારે કોરોના પોઝિટીવના દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે સરકાર પાસે 65 ટકા જેટલો સ્ટાફ છે. સ્ટાફની અછત દૂર કરવા સરકારે ભરતીની જાહેરાતો આપી છે પરંતુ કોઇ નવા ઉમેદવાર કોવિડ હોસ્પિટલોમાં કામ કરવા તૈયાર થતાં નથી. ભરતીના ત્રણ પ્રયાસો ફેઇલ ગયા છે. ગુજરાત સરકારે અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લામા કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો શરૂ તો કરી છે પરંતુ સરકારને સ્ટાફ મળતો જ નથી. સૌથી મોટી એવી અમદાવાદની કોરોના ડેડિકેટેડ 1200 બેડની હોસ્પિટલ માટે ત્રણ વાર ઈન્ટરવ્યુ કરવા છતાં પણ સ્ટાફ મળતો નથી તો સુરતની 500 બેડની કોવિડ હોસ્પિટલ માટે…
ગાંધીનગર – ગુજરાતમાં ત્રણ તબક્કાના લોકડાઉનની સારી અસર થઇ છે. મે મહિનામાં કેસો વધ્યાં છે પરંતુ હવે એવી સ્થિતિ આવી છે કે રાજ્યના 10 જિલ્લાઓમાં કેસોની સંખ્યા શૂન્ય થાય તેવી દિશામાં જિલ્લા કલેક્ટરોએ કામગીરી શરૂ કરી છે. આરોગ્યના સૂત્રો જણાવે છે કે હાલ રાજ્યના 32 જિલ્લામાં કોરોના પોઝિટીવના કેસો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરાને બાદ કરતાં બીજા જિલ્લાઓમાં કેસોની સંખ્યા નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં કચ્છ, પોરબંદર, મોરબી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરેન્દ્રનગર, દ્વારકા અને જૂનાગઢમાં સિંગલ ડિજીટમાં કેસો છે જે આગામી સપ્તાહમાં શૂન્ય થઇ શકે છે. બીજી તરફ આણંદ, ભરૂચ, પાટણ, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, બોટાદ, દાહોદ, ખેડા,…
ગાંધીનગર – ગુજરાતમાં કોરોના પોઝિટીવનો આંકડો 8000 કરતાં વધી ગયો છે ત્યારે સરકારે ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રના આદેશ પછી લક્ષણો નહીં ધરાવતા દર્દીઓને ડિસ્ચાર્જ આપવાનું શરૂ કરવામાં આવતા ડિસ્ચાર્જ રેટ વધીને 32.64 ટકા થયો છે. જો કે દર્દીએ ઘરે જઇને 7 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.રાજ્ય સરકારે કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો રોકવા આવું પગલું લીધું છે તેવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું છે કે અત્યાર સુધીમાં 2545 જેટલા દર્દીઓ સારવાર લઇને સાજા થયા છે અને તેમને ઘરે મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 454 જેટલા દર્દીઓ સાજા થયા છે.…
ગાંધીનગર—દેશના મોટા મોટા કોર્પોરેટ હાઉસના સીઇઓએ લોકોને તેમજ ઇનોવેટીવ આઇડિયા ધરાવતા યુવાનોને ખૂબજ સરસ સલાહ આપી છે. કોરોના સંક્રમણના કારણે લાખો લોકોની નોકરીઓ ગઇ છે. કંપનીઓએ રાતોરાત પાણીયું આપી દીધું છે અથવા તો પગાર આપ્યો નથી. મોટા પગારદારોના પગાર પણ કટ કરી નાંખ્યા છે. આ સંજોગોમાં ચિંતા છોડીને બિઝનેસ શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે.જેમની પાસે સરકારી નોકરી છે તેમને કોઇ ટેન્શન નથી. જે લોકો પેન્શન મેળવે છે તેમના ઉપર પણ કોઇ આફત આવવાની નથી પરંતુ જે લોકો પ્રાઇવેટ નોકરીઓ કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે તેમના માથે આભ તૂટી પડવાનું છે.ભારતીય કોર્પોરેટ જગતમાં કોરોના વાઇરસની ચર્ચામાંથી બહાર નીકળી અર્થતંત્રને…
ગાંધીનગર – ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થપાય તે માટે ગુજરાત સરકાર લિબરલ બની છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ઉદ્યોગો માટે પ્રોત્સાહક જાહેરાતો કરી છે. ખાસ કરીને ઔદ્યોગિક વસાહતો અને સેઝમાં 33,000 હેક્ટર જમીન પ્લગ એન્ડ પ્રોડ્યુસ સુવિધા સાથે જીઆઇએસ લેન્ડ બેન્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. નવા ઉદ્યોગને જમીન ફાળવણી સાત દિવસમાં અને અન્ય જરૂરી પરવાનગી 15 દિવસમાં અપાશે.મુખ્યમંત્રીએ અન્ય દેશોના આવનારા ઉદ્યોગો માટે અલગ અલગ ડેસ્ક-નોડલ ઓફિસરની નિયુક્તિ કરી છે. નવા ઉદ્યોગો રાજ્યમાં ઉત્પાદન શરૂ કરે તેના 1200 દિવસ માટે તેમને મિનિમમ વેજીસ એક્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટિ એક્ટ, લેબર કોમ્પનસેશન એક્ટ સિવાયના શ્રમ કાયદામાંથી મુક્તિ અપાશે.કોરોના વાયરસની સ્થિતિના પગલે જાપાન, કોરિયા,…
ગાંધીનગર — કોરોના પોઝિટીવ દર્દીઓ સિવાયના અન્ય રોગના દર્દીઓ સારવાર લઇ શકે તે માટે રાજ્ય સરકારે ખાનગી દવાખાના અને હોસ્પિટલો ખોલવાની સૂચના આપ્યા પછી પણ જે ડોક્ટરો કે સંચાલકોએ તેમના દવાખાના બંધ રાખ્યા છે તેમને ગાંધીનગરમાં ચેતવણી મળી છે.ગાંધીનગર મેયરે આ મામલે ડોકટર એસોસિયેશનને પત્ર લખી 48 કલાકમાં દવાખાના ખોલવા માટે તાકીદ કરી છે. કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને આ મામલે જરૂરી કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું છે. તબીબો દવાખાના નહીં ખોલે તો તેમની સામે પેન્ડેમિક એકટ મુજબ કાર્યવાહી પણ થઈ શકે છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલતી હોવાના કારણે શહેર તેમજ જિલ્લામાંથી લોકો સિવિલ હોસ્પિટલમાં દવા લેવા જતાં…
ગાંધીનગર -ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ કરવામાં આવે તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાજ્યની તિજોરી પર ગંભીર અસર પડી હોવાથી સરકાર પેટ્રોલમાં બે ટકા અને ડીઝલમાં એક ટકો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારી શકે છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે લોકડાઉનના સમયમાં રાજ્ય સરકારની આવકને મોટી અસર થઇ છે. કર્મચારીઓના પગાર કરવા માટે પણ લોન લેવામાં આવી રહી છે તેવા સંજોગોમાં વેલ્યુ એડેડ ટેક્સની આવક વધારે મળે તે માટે પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસમાં વેટ વધારવામાં આવશે. રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડીઝલ પર 17…
ગાંધીનગર – ત્રણ ત્રણ વખત લોકડાઉનથી દેશ અને રાજ્યોના લોકો કંટાળી ગયા છે. કોરોના સાથે કેવી રીતે જીવવાનું છે તેવી ગાઇડલાઇન સાથે લોકડાઉન ચોથી વાર આવી રહ્યું છે. પહેલું લોકડાઉન 21 દિવસનું હતું. બીજું લોકડાઉન 19 દિવસનું હતું અને ત્રીજું જે અત્યારે ચાલી રહ્યું છે તે 14 દિવસનું છે. 17મી મે એ જ્યારે ત્રીજું લોકડાઉન પૂર્ણ થશે ત્યારે લોકો 54 દિવસથી ઘરમાં રહ્યાં હશે.ગુજરાતના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એવું વિચારી રહી છે કે જે રાજ્યોમાં કોરોના પોઝિટીવના આંકડા વધતા હોય તેવા રાજ્યો તેમની રીતે લોકડાઉનનો સમય લંબાવી શકે છે. ભારત અને ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલુ છે…
ગાંધીનગર – ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ રોજ સવારે એક ચીજની માગણી કરી છે અને તેઓ તેની પ્રતિક્ષા કરતા હોય છે. આમ તો શિયાળામાં પીવાની ચીજ છે પરંતુ હાલ કોરોનાના સંક્રમણ વચ્ચે ઉનાળામાં પણ પિવાઇ રહ્યું છે. દર્દીઓ ચા માગે છે પરંતુ વ્યસન છે તેવી ચા નહીં પણ હર્બલ ટી માગતા જોવા મળે છે. ઘરે તો ક્યારેય આવી ચા પીધી નહીં હોય પરંતુ અત્યારે હર્બલ ટીનું દર્દીઓને વ્યસન થયું છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી આપવાનું સૂચવવામાં આવ્યું છે.…