ગાંધીનગર- ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસ સંદર્ભે ચાર મહાનગરોમાં કોરોના દર્દીઓ માટે ઉભી કરાયેલી ખાસ હોસ્પિટલોની સુવિધાઓ અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે જે ખાસ હોસ્પિટલો કાર્યરત કરવામાં આવી છે તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર, માસ્ક, PPE (પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ) , સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓના પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે તેમણે વિસ્તૃત સમીક્ષા કરી હતી. ગુજરાતમાં કોરોના વાયરસ સંદર્ભે ચાર શહેરોમાં ઉભી કરવામાં આવેલી સ્પેશ્યલ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા અંગેની વિચારણા ચાલી રહી છે. આ હોસ્પિટલોમાં અત્યારે 2200 બેડની સંખ્યા છે અને જરૂર પડશે તો બીજા…
કવિ: Margi Desai
ગાંધીનગર- ગુજરાતના શહેરોમાં એકલા રહેલા વડીલો માટે રાજ્યમાં વિવિધ દાતાઓ બહાર આવ્યા છે. આ વડીલો કે જેમની પાસે ભોજનની સુવિધા નથી. જે લોકો એકલા રહે છે પરંતુ ભોજન બનાવી શકતા નથી. આવા વડીલોને રાજ્યના આઠ શહેરોમાં લોકો વિનામૂલ્યે ભોજન આપશે. અમદાવાદ સહિતની આઠ શહેરોમાં એવા વડીલોની તપાસ કરવામાં આવી છે તેમ છતાં કોઇ બાકી રહી ગયું હોય તો તેઓ ફોન કરીને ભોજન મંગાવી શકે તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ વડીલો અત્યાર સુધી હોટલોમાંથી ટિફીન મંગાવીને પોતાની ભૂખ સંતોષતા હતા પરંતુ અત્યારે હોટલો બંધ થઇ જતાં તેમને ભોજનની તકલીફ પડી રહી છે. પ્રતિદિન ટિફીન મંગાવી ભોજન કરતા હોય તેવા…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસનો ટેસ્ટ કરતી લેબોરેટરીની સંખ્યામાં વધારો થયો છે. આ સંખ્યા જાણવી પ્રત્યેક ગુજરાતી માટે જરૂરી છે. ઇમરજન્સીમાં કોઇને જરૂર પડે તો તેનો ખ્યાલ હોવો જોઇએ. રાજ્યમાં અત્યાર સુધી સાત લેબોરેટરી હતી પરંતુ રાજકોટમાં વધુ એક લેબોરેટરીને માન્યતા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં આજે નોવેલ કોરોનાના 3 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 47 થઈ છે. રાજ્યમાં જે કેસો નોંધાયા છે તે પૈકી અમદાવાદમાં 15, વડોદરામાં 8, સુરતમાં 7, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક કેસ નોંધાયો છે.નોંધાયેલો છે. કોરોનાને…
ગાંધીનગર- રાજ્યમાં પ્રથમવાર ઉત્તર ગુજરાતના મહેસાણામાં કોરોના વાયરસનો પોઝિટીવ કેસ સામે આવ્યો છે પરંતુ તે ક્યાંથી આવ્યો, કોના સંપર્કથી આવ્યો તેની માહિતી મહેસાણા જિલ્લા કલેક્ટરે આપી છે. આ પોઝિટીવ કેસ મૂળ ગાંધીનગરથી આવ્યો છે જ્યાં પોઝિટીવ કેસની સંખ્યા આઠ થઇ છે. જિલ્લા કલેક્ટર એચકે પટેલે જણાવ્યું છે કે મૂળ ગાંધીનગર જિલ્લાના કુડાસણ ગામનો આ કેસ છે. વડુ ફાર્મસીસ્ટના સંપર્કમાં આવવાથી તેને ચેપ લાગ્યો છે. આ યુવાનની પત્ની વિજાપુરમાં શિક્ષિકા છે તેથી તેણે તેનું સરનામું વિજાપુરમાં રાધે બંગલોઝનું આપ્યું છે. આ યુવાન ચાર દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના વિજાપુરમાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ફાર્માસિસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આ યુવાનને પણ ચાર…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોનાના કેસો વધીને 53 થયાં છે તેની સાથે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિ કહે છે કે 5મી એપ્રિલ સુધી કેસોની સંખ્યા વધતી રહેવાની છે અને તે નેચરલ કોર્સમાં રહેશે, કારણ કે આ ઇન્ક્યુબેશન પિરીયડ ચાલી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં છ નવા કેસો થયાં છે પરંતુ પ્રોટોકોલ પ્રમાણે બે વાર ટેસ્ટીંગ કર્યા પછી ત્રણ કેસ નેગેટીવ પણ થયાં છે. કોરોના શંકાસ્પદ કેસમાં 14 દિવસનો કોરેન્ટાઇન સમય પસાર કરવો જ પડશે તેવો નિર્દેશ આપી તેમણે કહ્યું કે ગુજરાતમાં અત્યાર સુધી 993 સેમ્પલોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું ચે જે પૈકી 938 સમ્પલો નેગેટીવ આયા છે. આરોગ્યના કર્મચારીઓ મારફતે અત્યાર સુધી…
ગાંધીનગર- ગુજરાતમાં લોકડાઉન દરમ્યાન રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લોકોને સરળતાથી મળે તે માટે અનાજ કરિયાણાના દુકાનદારો દૂધ પાર્લર ધારકો અને શાકભાજી વિક્રેતાઓને સ્થાનિક કક્ષાએ વેચાણ માટે પાસ ઇસ્યુ કરવા માટે રાજ્યની મહેસૂલની કચેરીઓ આખી રાત ચાલુ રહેશે અને કાલથી પાસનું વિતરણ કરશે. લૉકડાઉન દરમિયાન સમગ્ર રાજ્યમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નિયમિત મળી રહે તે માટે તમામ જિલ્લાઓમાં કરિયાણાના વેપારીઓ, દૂધના પાર્લર અને શાકભાજીના વિક્રેતાઓને કોઈ તકલીફ ન પડે તે માટે તાત્કાલિક ધોરણે પાસ ઇસ્યુ કરાશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ વિગતો આપતા જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને મુખ્યમંત્રીશ્રીએ સુચના આપી દીધી છે અને તાત્કાલિક…
ગાંધીનગર- ગુજરાતમાં કેટલા લાખ લોકોનું સર્વેલન્સ થયું છે તેના આંકડા ગુજરાત સરકારે આપ્યાં છે. રાજ્યના સંભવિત કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં 30 લાખ નાગરિકોનું સર્વેલન્સ કરાયું હોવાની માહિતી આપવામાં આવી છે. આગામી બે સપ્તાહમાં રાજ્યભરના તમામ નાગરિકોનું સર્વેલન્સ-ટ્રેકીંગ પૂર્ણ કરાશે. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકિમે જણાવ્યું છે કે, કોરોના વાયરસને આગળ વધતો તેમજ તેના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકારે સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાજય સરકાર દ્વારા ખાસ કરીને જયાં કોરોના વાયરસના જે વિસ્તારોમાંથી પોઝિટિવ કેસ મળ્યા છે તેવાં વિસ્તારમાં 30 લાખથી વધુ નાગરિકોનું સર્વેલન્સ-ટ્રેકિંગ પૂર્ણ કરાયું છે. જયારે આગામી બે સપ્તાહમાં રાજયભરના તમામ નાગરિકોને સર્વેલન્સ-ટ્રેકિંગ હેઠળ આવરી લેવામાં આવશે. આજે મુખ્યમંત્રી…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે તેના કર્મચારીઓ માટે પણ કેટલીક ગાઇડલાઇન બહાર પાડી છે. ખાસ કરીને ગુજરાત સરકારની કચેરીઓ પૈકી જે કચેરીઓ કે વિભાગોને કોરોના વાયરસના સંદર્ભમાં કોઇ ડ્યુટી સોંપવામાં આવી નથી તેમણે તેમના વિભાગોને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ગ-4 થી વર્ગ-2 સુધીના કર્મચારીઓ માટે ઓફિસોમાં 50 ટકા હાજરી રાખવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હવે બિનજરૂરી વિભાગો અને તેને સંલગ્ન કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનની કચેરીઓને બંધ કરવાનું નક્કી કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ટાસ્કફોર્સની બેઠકમાં કોરોના વાયરસ સંદર્ભે સમીક્ષા કરી હતી. ટાસ્કફોર્સ સમિતિની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો આ પ્રમાણે…
ગાંધીનગર—ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ રાજ્યના ખાનગી તબીબોને કોરોના સંબંધિત આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે કોરોના સંબંધિત તબીબી સેવાઓ આપવા ઈચ્છુક ખાનગી તબીબો પોતાના જિલ્લાના કલેક્ટરનો સંપર્ક કરી સેવા આપી શકે છે. રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ, દવાખાના, કોર્પોરેટ હોસ્પિટલ, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, ખાનગી મેડીકલ પ્રેક્ટિસ કરતા તમામ મેડીકલ પ્રેક્ટિશનર્સ, હોમિયોપેથિક, આયુર્વેદિક દવાખાના-હોસ્પિટલ તેમજ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દી જણાય તો જે-તે તબીબે જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે-તે મ્યુનિસિપલ કમિશનરને અથવા તેઓના દ્વારા અધિકૃત કરેલ વ્યક્તિ કે કચેરીને તાત્કાલિક જાણ કરવાની રહેશે. જ્યંતિ રવિએ જણાવ્યું…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના કારણે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતાં લાખો બાળકોને પરીક્ષા આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ધોરણ-1 થી ધોરણ-9 અને ધોરણ-11માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલોમાં બાળકોને તો અત્યારે વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ હવે શિક્ષકોને પણ સ્કૂલે જવાની જરૂર નથી તેવું કહેવામાં આવ્યું છે. આ તમામ ધોરણની પરીક્ષાઓ હવે લેવામાં આવશે નહીં. નવું શૈક્ષણિક સત્ર પણ જૂન મહિનાથી શરૂ કરવામાં આવશે. ધોરણ-9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન એવા સમયે આપવામાં આવે છે કે જ્યારે તેઓ ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની…