લોગરઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 21 લોકોનાં મોત થયા હતા અને 90 કરતાં વધુને ઈજા પહોંચી હતી. આ હુમલો એક ગેસ્ટહાઉસમાં થયો હતો. વિસ્ફોટકો ભરેલો ટ્રક ગેસ્ટહાઉસમાં ઘૂસી ગયો હતો. હુમલો અફઘાનિસ્તાનના પુલ-એ-આલમ શહેરમાં થયો હતો. અફઘાનિસ્તાનના લોગર પ્રાંતની રાજધાની પુલ-એ-આલમના એક ગેસ્ટહાઉસમાં ટ્રકની મદદથી આત્મઘાતી હુમલો થયો હતો. પૂરપાટ વેગે વિસ્ફોટકોથી લદાયેલો ટ્રક ગેસ્ટહાઉસમાં ઘૂસી ગયો હતો અને એ પછી થયેલા ઘડાકામાં 21નાં મોત થયા હતા. લગભગ 90 કરતાં વધુને ગંભીર ઈજા થઈ છે. ગેસ્ટહાઉસમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ પણ હતા અને પોલીસ અધિકારીઓની એક ટીમ પણ હતી. હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી ન…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
નવી દિલ્હીઃ કોરોના કાળમાં વર્કફ્રેમ હોમમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે ત્યારે ટેલિકોમ કંપનીઓ વચ્ચેની સ્પર્ધામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેનાથી સસ્તા પ્લાનનાં રૂપમાં ગ્રાહકોને લાભ મળી રહ્યો છે. સરકારની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ની વાત કરીએ તો તે ગ્રાહકો માટે ઘણી પોસાય તેવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. જેનાથી એરટેલ, વોડાફોન-આઇડિયા જેવી કંપનીઓને ટક્કર આપે છે. બીએસએનએલ ગ્રાહકો માટે 187 રૂપિયાનો પ્લાન રજૂ કરે છે, જેમાં ગ્રાહકોને ઘણો ડેટા મળે છે. બીએસએનએલના રૂ. 187 રૂપિયાની કિંમતમાં ગ્રાહકોને 56 જીબી ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, એટલે કે,…
નવી દિલ્હી: અમેરિકાના મહામારી માટે કામ કરતા વૈજ્ઞાનિકે ભારતમાં કોરોનાને કાબુ કરવા માટે લોકડાઉનની સલાહ આપી હતી. જોકે, હવેર કોરોના ટાસ્ક ફોર્સે પણ લોકડાઉનની સલાહ આપી હોવાનું એક રિપોર્ટમાં જણાવ્યું હતું. કોરોના વાયરસસંક્રમણની બીજી લહેરે સમગ્ર દેશમાં કોહરામ મચાવી દીધો છે. દરરોજ કોરોનાના નવા કેસ રેકોર્ડ તોડી રહ્યા છે. શુક્રવારની વાત કરીએ તો કોરોનાના નવા કેસોની સંખ્યાએ 4 લાખના આંકડાને પણ પાર કરી દીધો છે. કોરોનાના વધતા મામલાને જોતાં કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્યોએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય લૉકડાઉન લાગુ કરવાની અપીલ કરી છે. ‘ધ સન્ડે એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, દેશમાં હાલમાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેર…
નવી દિલ્હીઃ આજે રવિવારે દેશ માટે થોડા રાહતના સમાચાર છે. દભારતમાં આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 3,92,488 નવા કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 3689 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે 3,07,865 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. આ સામે અત્યાર સુધીમાં કુલ 15,68,16,031 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,92,488 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. શનિવાર કરતા આ પ્રમાણમાં ઓછા છે. શનિવારે ચાર લાખથી વધુ નવા કેસ મળી આવ્યા હતા. જોકે, રવિવારે સક્રિય કેસ 33 લાખને પાર કરી ગયા છે.…
નવી દિલ્હીઃ કોરોના કહેર વચ્ચે કોરોના સામે લડવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને કોરોના વેક્સીન બનાવનાર પૂણેની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના (SII)સીઇઓ અદાર પૂનાવાલાએ વિદેશી અખબાર સાથે વાતચીત કરી છે. જેમાં તેમણે કહ્યું કે ભારતમાં કોરોના વેક્સીન કોવિશીલ્ડની જલ્દી સપ્લાય કરવાની માંગણીવાળા ફોન કોલ્સ તેમની પાસે આવી રહ્યા છે. આ કોલ દેશના કેટલાક સૌથી પાવરફૂલ લોકો પણ કરી રહ્યા છે. ધ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં અદાર પૂનાવાલાએ કહ્યું કે ફોન કોલ્સ સૌથી ખરાબ ચીજ છે. આ કોલ ભારતના કેટલાક સૌથી પાવરફૂલ લોકોની તરફથી આવી રહ્યા છે. જેમાં રાજ્યોના મુખ્યમંત્રી, બિઝનેસ કંપનીઓના પ્રમુખ અને અન્ય સામેલ છે. કોલમાં કોવિશીલ્ડની તાત્કાલિક આપૂર્તિની…
નવી દિલ્લી: ભારતમાં કોરોના સામે લડવા માટે ઓસ્ટ્રેલીયાના ક્રિકેટર સામે આવ્યા બાદ ભારતીય ક્રિકેટ પણ કોરોના દર્દીઓના વ્હારે આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ મદદ માટે આગળ આવ્યા છે, જેમાં નવું નામ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું છે. હાર્દિકે કહ્યું કે, તેમણે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કનસ્ટેટરનું દાન આપવાનું નક્કી કર્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા હાર્દિકે કહ્યું, ‘આપણે જાણીએ છીએ કે, દેશ કેવા પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે. તબીબી કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કામદારો અને તે બધા લોકોનો આભાર કે, જેઓ આ મુશ્કેલ સમય દરમિયાન આગળ આવ્યા છે અને કોવિડ -19 સાથેની લડાઇમાં…
ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં કોરોના દર્દીઓ માટે રેમડેસિવીર ઈન્જેક્શનન માંગમાં વધારો થતાં ઇન્જેક્શનના કાળા બજાર અને નકલી ઈન્જેક્શનો બનાવવાનો વેપલો ચાલું થઈ ગયો હતો. ત્યારે રાજ્ય સહિત દેશભરમાં કોરોના મહામારી વચ્ચે રેમડેસિવિરની કાળાબજારીના મોટા પર્દાફાશના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે મોટી માત્રામાં રેમડેસિવિરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સકરી સમગ્ર માહિતી આપી છે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય કોરોના મુક્ત બને તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી શરૂ કરી છે. આ તત્વો…
સુરત : શહેરમાં બાળાઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે સુરતમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના કૉમ્પલેક્ષમા ઓફિસ ધરાવતા યુવક વિરુદ્ધ મુંબઈની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા હાહાકાર મચી ગયો છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેને નોકરીની લાલચે ઓફિસ બોલાવી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું અને્ બાદમાં જો આ વાતની કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લગ્ન બાદ છૂટાછેડા થયા હોવાથી એકલી રહેતી યુવતીની મજબૂરીનો લાભ લઈને યુવકે યુવતીની ઇજ્જત લૂંટી હોવાની ઘટનાને પગલે ફરી શહેર શર્મસાર થયું છે. બનાવની વિગતો…
અમદાવાદઃ કોરોના વાયરસના કારણે અનેક પરિવારો ઉજડી ગયા છે. ત્યારે પતિ પત્નીના સાથે મોત થવાની અનેક ઘટનાઓ પણ બની છે ત્યારે અમરાઇવાડીમાં વૃદ્ધ દંપતિનું એકસાથે મોત થયું હતું. જેમના અંતિમ સંસ્કાર પણ એકસાથે ખોખરા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. વૃદ્ધના મોત બાદ ગણતરીની મિનિટોમાં જ વૃદ્ધાનું પણ મોત થયું હતું. સાથે જીવ્યા અને એકસાથે જ સંસારમાંથી વિદાય લીધી હોય તેવી જવલ્લે જ જોવા મળતી આ ઘટના અમરાઇવાડીમાં જોવા મળી હતી. અમરાઇવાડીમાં વિવેકનગરમાં રહેતા 84 વર્ષના લક્ષ્મીકાંત વ્યાસ એએમસીની ગોમતીપુર શાળાના આચાર્ય રહી ચૂક્યા હતા. અને તેઓ નિવૃત જીંદગી જીવતા હતા. તેઓ મૂળ કડી તાલુકાના નરસિંગપુરા ગામના વતન છે. પરંતુ છેલ્લા 60…
મુંબઈ: કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે ત્યારે લોકો ઓક્સીજનની અછતના કારણે ટપોટપ મરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં કોરોના દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર મળી રહે તે માટે લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે મુંબઈના પાસ્કલ સલધના જેવા લોકોના કારણે આજે પણ માનવતા તરફ લોકોનો વિશ્વાસ અડીખમ છે. વ્યવસાયે મંડપ ડેકોરેટર પાસ્કલની પત્નીની બંને કિડની ફેલ થઇ ગઈ હોવાથી ફરજિયાત ડાયાલીસીસ કરાવવું પડે છે. શહેરમાં મહામારીને જોઈને પાસ્કલની પત્નીએ દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન આપવાની વિનંતી કરી હતી. ANI સાથે વાતચીતમાં પાસ્કલે જણાવ્યું હતું કે, હું 18 એપ્રિલથી વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડરનું વિતરણ કરી રહ્યો છું. તેણે વધુમાં કહ્યું કે અત્યારની…