રાજકોટ : દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં બુધવારના રોજ દાખલ થયેલી 58 વર્ષીય પ્રોઢાએ પોતાના સગાને ફોન કરીને પોતાની સાથે કોઈ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. પરિવારજનોને જાણ થતાં પરિવારજનો તાત્કાલિક અસરથી હોસ્પિટલ પહોંચ્યા હતા તેમજ પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે પહોંચી સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મીડિયા સાથેની વાતચીતમાં પોતાના એક સગાએ જણાવ્યું હતું કે, બુધવારના રોજ વહેલી સવારે અમારા પરીજનને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું ઓક્સિજન લેવલ ઓછુ હોવાથી તેમની તાત્કાલિક…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સુરતઃ સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન માતાનું મોત થતા દીકરાએ હૉસ્પિટલ પરથી છલાંગ લગાવીને મોત વ્હાલું કરી દીધું હતું. આ યુવકના પિતા સ્મશાનગૃહમાં નોકરી કરે છે અને માતા બ્યુટીપાર્લર ચલાવતી હતી. પત્નીના કોરોનાથી નિધન બાદ પુત્રએ પણ આપઘાત કરી લેતા પિતા ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આપઘાત કરનાર યુવક ધારાસભ્ય ઝંખના પટેલની ઓફિસમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં કોરોના કહેર વચ્ચે પરિવારોના માળા પીંખાઈ રહ્યા છે. નવો સ્ટ્રેઈનમાં આખા પરિવારો કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. આ કારણે મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોનાને કારણે હવે પરિવારોના માળા તૂટવા લાગ્યા છે. જેનું એક ઉદાહરણ…
રાજકોટઃ ક્યાંક કોરોના દર્દીઓ તો ક્યાંક કોરોના દર્દીઓના સ્વજનો આત્મહત્યા કરતા હોવાની ઘટનાઓ બની રહી છે ત્યારે વધુ એક ઘટના રાજકોટમાં બની છે. જ્યાં પત્નીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પતિએ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના હસનવાડી પાસે વાલકેશ્વર સોસાયટીમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. પત્નિ અને પુત્ર દવા લેવા ગયા બાદ 55 વર્ષના હસમુખભાઇ ચાવડાએ ગળાફાંસો ખાઇ લીધો હતો. હસનવાડી પાસે વાલકેશ્વર સોસાયટીમાં રહેતાં કડીયા હસમુખભાઇ છગનભાઇ ચાવડાએ પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ સિવિલમાં તેનેમૃત જાહેર કરાતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં…
જયપુરઃ કોરોના કહેર વચ્ચે રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક દિવસ પહેલા બુધવારે સીએમ ગહેલોતની પત્ની સુનિતા ગહેલોત કોરોના પોઝિટિવ આવ્યા હતા. સીએમ ગહેલોતે ગુરુવારે સવારે ટ્વીટ કરી પોતે પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. સીએમ ગહેલોતે જણાવ્યુ છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમે ટ્વીટ કરતા કહ્યુ કે કોવિડ ટેસ્ટ કરાવવા પર આજે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મારામાં કોઈ પ્રકારના લક્ષણો નથી અને હું સારુ અનુભવી રહ્યો છુ. કોવિડ પ્રોટોકોડનું પાલન કરતા હું આઈસોલેશનમાં રહીને કામ કરવાનું ચાલુ રાખીશ.’ આ પહેલા સીએમના પત્ની સુનીતા ગહેલોત બુધવારે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આની જાણકારી ખુદ…
ગાંધીનગરઃ કોરોના વાયરસના કહેર વચ્ચે લોકો ટપોટપ મરી રહ્યા છે ત્યારે મરણ પ્રમાણપત્ર માટે નોંધણી કરવી પણ જરૂરી છે. આવી સ્થિતિમાં લોકોની લાઈનો ના લાગે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. જન્મ અને મરણના દાખલા માટે હવે કોઇ સ્વજને લાઇનમાં ઉભા રહેવું નહીં પડે. ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઇનલોડ કરી શકાય તે માટે આપના મોબાઇલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે.આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. ટૂંક જ સમયમાં ઓનલાઈન સિસ્ટમ મારફતે જન્મ કે મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટે આપના મોબાઈલ ફોન ઉપર SMSથી…
દાહોદઃ કોરોનાનો કહેર એટલો બધો વધી ગયો છે કે લોકો નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છે. કોરોનાના ડરથી કોરોના દર્દીઓ આત્મહત્યા કરી રહ્યા હોવાની અનેક ઘટનાઓ બની છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના એક યુવકે પણ કોરોનાના ડરના કારણે આત્મહત્યા કરી લીધી હતી. યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો હતો. દાહોદના દેવગઢબારીયાના યુવાને કોરોના પોઝિટિવ થવાના ડરે બે દિવસ અગાઉ તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.ફાયર વિભાગને ઘટનાની જાણ થતા ફાયર વિભાગે મૃતદેહને શોધવાની કામગીરી હાથ ધરી હતી. બે દિવસની શોધખોળ બાદ આજે યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ…
મુંબઈ: વોટ્સએપ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી બાદ લોકોએ બીજી મેસેજિંગ એપનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. ટેલીગ્રામમાં આપવામાં આવેલા કેટલાક ખાસ ફીચર્સના કારણે યૂઝર તેનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. ટેલીગ્રામએ પોતાની એપને અપડેટ કરીને નવા એડ ઓન ફીચર્સની ઘોષણા કરી છે. નવા અપડેટમાં શિડ્યૂલિંગ વોઇસ ચેટ, વોઇસ ચેટ માટે મિની પ્રોફાઇલ, નવા વેબ વર્ઝન અને પેમેન્ટ 2.0 જેવા અપડેટ સામેલ છે. Telegram Web App: ટેલીગ્રામમાં વેબ વર્ઝન 2014થી જ ઉપલબ્ધ હતું. ટેલીગ્રામે હવે તેની બે નવી ફુલ્લી ફીચર્ડ વેબ એપ લોન્ચ કરી છે. આ બંને નવી વેબ એપ ડાર્ક…
ઇરાનઃ ફારસની ખાડીમાં ઇરાનની સેના રેવોલ્યુશનરી ગાર્ડના જહાજ પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્ધ જહાજની પાસે આવી ગયા તો અમેરિકન યુદ્ધ જહાજમાંથી ગોળીબાર કરી અમેરિકન સૈનિકોએ ઇરાનને ચેતવણી આપી હતી. જો કે ઇરાન દ્વારા આ ઘટના અંગે કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટના અંગેની વીડિયો ફૂટેજ સામે આવી છે જેમાં ગોળીબારનો અવાજ સંભળાય છે. કોરોના મહામારી સામે દુનિયા લડી રહી છે ત્યારે પશયન ગલ્ફ સીમાં ફરી એક વખત ઈરાન અને અમેરિકા આમને સામને આવી ગયા છે. અહીંયા મોજૂદ અ્મેરિકાના એક યુધ્ધ જહાજે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસના યુધ્ધ જહાજ પર ફાયરિંગ કર્યુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. મળતી વિગતો દરમિયાન પેટ્રોલિંગ…
વડોદરાઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે ત્યારે નાના બાળકોથી લઈને મોટા માણસોને કોરોના પોતાની ચપેટમાં લઈ રહ્યો છે ત્યારે કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કોરોનાથી કુલ 3192 બાળકો સંક્રમિત થયા છે. જે પૈકી માત્ર એક જ બાળકનું મોત થયુ છે. શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં હાલ 606 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી 158 બાળકો કોરોનાથી સંક્રમિત થઇને સારવાર માટે આવ્યા હતા. જે પૈકી ૨૩ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા અને 135 બાળકોને ઘરે જ સારવાર આપવામાં આવી છે. કોરોનાએ વૃદ્ધો, યુવાનોની સાથે…
કુલ્લુઃ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક પરિવારે હેવાનીયતની હદ વટાવી હતી. પરિવારના દાદા-દાદી અને પિતા માનસિક રીતે બીમારી પુત્રી ઉપર ખૂબ જ અત્યાચાર ગુજારી રહ્યા છે. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ હવે કુલ્લૂ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં દાદા અને દાદીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં હવે સગીરાના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ મામલે હાલ વધારે તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પિતાએ તેની દીકરી સાથે ગેરવર્તન કર્યું છે. આ માટે તેની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કુલ્લૂના દેઉધારમાં સગીરા સાથે મારપીટ કરવાના આરોપમાં દાદા-દાદી…