આગ્રાઃ કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે ઠેરઠેર કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એમ્બ્યુલન્સની પણ અછત છે. એટલું જ નહીં, કોરોનાને કારણે થઈ રહેલા ટપોટપ મોત બાદ સ્મશાન ખાતે પણ અંતિમ સંસ્કાર માટે લાંબી રાહ જોવી પડી રહી છે. આ દરમિયાન આગ્રામાં વધુ એક કરુણ તસવીર સામે આવી છે. આ તસવીરે બધાને ભાવુક કરી દીધા છે. સાથે સાથે આ તસવીરે તંત્રની પણ પોલ ખોલી નાખી છે. હકીકતમાં પિતાના મોત બાદ એક વ્યક્તિને મૃતદેહને સ્મશાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી. જે બાદમાં વ્યક્તિએ પિતાના મૃતદેહને પોતાની કારની છત પર બાંધી દીધો હતો અને સ્મશાન ખાતે પહોંચ્યો હતો. આ ઘટનાને જેણે…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
રાજકોટઃ રાજકોટમાં એક પરિણીતાએ પોતાની તબીબ નણંદ સહિતના સાસરીયાઓ સામે મહિલા પોલીસ મથકમાં નોંધાવ્યો છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, માવતર થી પૈસા લઈ આવવાનું કહી મારકૂટ કરતા હતા તો સાથે જ કહેતા હતા કે, તારી કાજુ બદામ ખાવાની ઓકાત નથી તેમ કહી ત્રાસ પણ ગુજારતા હતા. આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી તો ગણવામાં આવે છે. પરંતુ આજે પણ ઠેરઠેર જગ્યાએ લાલચી સાસરિયાઓ દ્વારા પરણિત સ્ત્રી ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર આવેલા રામેશ્વર પાર્કમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પોતાના પતિ સસરા સાસુ અને નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ…
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે 76 વખત દેશવાશીઓ સાથે મન કી બાત કરી હતી. વડાપ્રદાન મોદીએ દેશવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના સામે સરકાર બિલકુલ સજ્જ છે. કોરોના સામે તાકાતથી લડવાની જરૂર છે. કોરોનાનાં કારણે લોકોઓ પોતાનાને ગુમાવ્યા છે. કોરોના ધીરજ અને દુ:ખ બંનેની પરીક્ષા લઈ રહ્યો છે. કોરોના સામે દેશની લડાઈ પુરી તાકાતથી જારી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોના સામે સાચી માહિતિ લેવી હોય તો સાચા સોર્સથી જ માહિતિ લેવી જોઈએ. આપણા ડોક્ટર પણ ફોન અને મોબાઈલ પર સાચું કાઉન્સલિંગ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે વિવિધ તજજ્ઞ ડોક્ટરો સાથે વાત કરી અને…
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સમયમાં રક્ષણ આપવા માટે કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે ત્યારે કોરોના વેક્સીન અંગે લોકોના મનમાં અલગ અલગ ભ્રમ ચાલી રહ્યા છે ત્યારે નિષ્ણાંતો શું કહી રહ્યા છે એ જાણીએ. એક્સપર્ટ મુજબ, કોરોના મહામારીથી બચવા માટે વેક્સિન એક સારો ઉપાય છે. એ તમારા ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે, જેમાં બીમાર થવા પર ખતરો ઓછો થઇ જાય છે. જો કે એની અસર હંમેશા રહેતી નથી પરંતુ નિશ્ચિત સમય માટે છે. અમેરિકી સેન્ટર ઓફ ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશને 4000 સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર પર વેક્સિનેશન પછી સ્ટડી કરી છે. એમાં જાણવા મળ્યું છે કે ફાઇઝર-બાયોટેકની વેક્સિન 6…
જામનગરઃ જામનગરમાં એક ભાભીના પ્રેમમાં દીયર પાગલ હતો. દીયર અને ભાભી બન્ને પ્રેમમાં ડુબ હતા. દોઢ વર્ષ સુધી બન્ને વચ્ચે સારી ચાલ્યું. પછી બબાલ થઇ. જેને લઇને ભાભી જેઓ મોતની પથારીવશ છે. મહિલા ચાર સંતાનની માતા હતી. આમ છતા દીયર સાથે ઈશ્કનો ફાગ ખેલતી હતી. જ્યારે દીયર કિશન ભાભીના પ્રેમમાં ઓળઘોળ હતો. મળતી માહિતી પ્રમાણે કિશન ખિજડીયા ગામનો રહેવાસી હતો. અહીં તેના ભાઈને મદદ કરવા માટે આવ્યો હતો. તેના ભાઈને શાકભાજીનો ધંધો હતો. હેતલને જાણ થઈ કે તેના સંબંધની જાણ તેના પતિને થઈ ગઈ છે. આ માટે મહિલાએ કિશનને કહ્યું કે, હવે આપણા સંબંધ પુરા, હું મારા સંસારમાં સુખી થવા…
નવી દિલ્હીઃ અમેરીકાએ ભારતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ સામે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ અમેરિકાએ કહ્યું કે દરેક સંભવ મદદ કરવામાં આવશે. વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યોરીટી એડવાઇઝર જએક સૂલીવાને કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે અમેરિકા ખૂબ ચિંતિત છે અને અમે વધારેમાં વધારે સપ્લાય પહોંચાડવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. મહામારી સામે લડી રહેલા બહાદુર ભારતીયોને અમે સમર્થન આપીશું. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ કહ્યું કે મહામારી સામે ભારતીયો પ્રત્યે અમારી સંવેદના છે અને અમે ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે ભારતના નાગરિકો અને સ્વાસ્થ્ય કર્મી હીરો માટે વધારવાનું સમર્થન ખૂબ…
નવી દિલ્હીઃ કોરોના વાયરસ દિવસે દવિસે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે ત્યારે આજે દેશમાં કોરોના વાયરસે બધદા રેકોર્ડ તોડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થતાં મોતથી અત્યાર સુધીના બધા રેકોર્ડ તૂટી ગયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના નવા કેસો આવ્યા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા એક કરોડ 69 લાખ 60 હજાર 172 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કેરોના વાયરસના ચેપના 3,49,691 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2767 લોકો મૃત્યુ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા ચોંકાવનારા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે નિવેદનમાં જણાવ્યું કે, કોવિડ -19ના રોજિંદા નવા કેસોમાં 74.15 ટકા મહારાષ્ટ્ર,…
અમદાવાદઃ શહેરના રાણીપ વિસ્તારમાં એક વૃદ્ધ સાયકલ પરથી પડી જતા ત્યાંથી પસાર થતા એક શખશે આ વૃદ્ધ ને ઉભા કરવાની જગ્યાએ વાગ્યું તો નથી ને તેવી વાતો કરી તેમનો ફોન નજર ચૂકવી ચોરી લીધો હતો. આ દરમિયાન ચાંદખેડા પોલીસે એક આરોપીની ધરપકડ કરતા વૃદ્ધનો ફોન મળ્યો હતો અને આ અંગે વૃદ્ધને જાણ કરાઇ હતી. જે બાદ વૃદ્ધે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.. શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા રામસેવક રાઠોર શાહપુરમાં સોડાની લારી ધરાવી વેપાર કરે છે. તેમની પુત્રી એક જગ્યાએ નોકરી કરતી હોવાથી તેના શેઠે તેને એક ફોન આપ્યો હતો. જેનો ઉપયોગ આ રામસેવક કરતા હતા. ગત 6 માર્ચના રોજ…
થાણેઃ કહેવત છે કે ‘ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’. રાતોરાજ લોકો કરોડપતિ બની જતા હોય છે. ત્યારે આવું જ કંઈક મહારાષ્ટ્રના એક યુવક સાથે બન્યું હતું. થાણેમાં રહેતો યુવક હોસ્પિટલમાંથી કોરોનાને મ્હાત આપીને ઘરે આવ્યો ત્યારે કરોડપતિ બની ગયો હતો. હોસ્પિટલમાંથી ઘરે આવતાની સાથે તેને પાંચ કરોડની લોટરીના સમાચાર મળ્યા હતા. ગયા વર્ષે થયેલા લૉકડાઉનમાં તેના ધંધામાં ઘણું નુકશાન વેઠ્યા બાદ આ યુવાનની આર્થિક સ્થિતિ કથળી હતી. જે બાદ તેને કોરોના થયો હતો. કદાચ ઈશ્વર પરીક્ષણ લઇ રહ્યો હતો, જેમાં સફળ થયા પછી, તેને ઇનામ પણ મળ્યું. આ નસીબદાર યુવકનું નામ રાજકાંત પાટિલ છે. રાજકાંત મહારાષ્ટ્રના…
બરેલીઃ કોરોનાકાળ વચ્ચે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે લગ્નોમાં ક્યારેક એવી હરકતો થતી હોય છે જે લોકોમાં ચર્ચાનો વિષય બનતી હોય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના બરેલીમાં બની હતી. અહીં લગ્નમાં દારૂ ઢીચીને અભદ્ર વ્યવહાર કરતા કન્યાએ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો અને જાન કન્યાને લીધા વગર પાછી ફરી હતી. એટલું જ નહીં કન્યાએ પરણવાનો જ ઇન્કાર કરી દીધો. આ વાત સામે આવતા ધમાચકડી મચી ગઈ પરંતુ કન્યા એકની બે ન થઈ અને આખરે જાન માંડવેથી ખાલી પાછી ગઈ બનાવ ઉત્તર પ્રદેશના બરેલીનો છે. અહીંયા એક જાનમાં જાનૈયાએએ દારૂ પીને ડીજેના તાલે ધમાચકડી મચાવી હતી. જોકે, લગ્નોમાં…