અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો હાહાકાર વધતો જાય છે ત્યારે આજે શુક્રવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડબ્રેક 13,804 કેસ નોંધાયા છે. જેની સામે 5618 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 142 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 6019 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 77.30 ટકા છે. અત્યાર સુધીમાં 92,15,310 વ્યક્તિઓને કોરોના વેક્સીનનોપ્રથમ ડોઝ અને 17,86,321 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,42,558 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 5411, સુરતમાં 2817, વડોદરામાં 716, રાજકોટમાં 719, જામનગરમાં 607, ભાવનગરમાં 302, મહેસાણામાં 476, ગાંધીનગરમાં 280,…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
પાનીપતઃ સ્ત્રીઓ ઉપર અત્યાચારના અનેક કિસ્સાઓ રોજેરોજ બનતા રહે છે પરંતુ હરિયાણાના પાનીપતમાં પતિએ હેવાનિયતની હદ વટાવી હતી. આ ઘટના વિશે જાણીને ભલભલાના રુંવાડા ઊભા થઈ જાય. અહીં એક મહિલાએ તેના પતિ વિરદ્ધ માનસિક અને શારીરિક ત્રાસના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પીડિતાએ તેના પતિ પર બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનું અને પ્રાઇવેટ પાર્ટમાં લીંબુ, ફટકડી અને દારૂ નાખવાનો સંગીન આરોપ લગાવ્યો છે. આ મામલે પીડિતાએ તેના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. માનસિક અને શારીરિક યાતના સહન કરી રહેલી આ મહિલાએ પોલીસને કાર્યશૈલી પર પણ ગંભીર પ્રશ્ન ઊઠાવ્યા છે. પીડિત મહિલાનું કહેવું છે કે આટલો ક્રૂર વ્યવહાર કરવામાં…
કરાચીઃ પાકિસ્તાનમાં ચીનના વધતા જતા હસ્તક્ષેપથી રોષે ભરાયેલા આતંકવાદીઓ ચીનને નિશાન બનાવીને સતત હુમલા કરી રહ્યાં છે. બુધવારે ક્વેટામાં આતંકવાદીઓએ ચીનના રાજદૂતને નિશાવ બનાવીને એક હોટેલને વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી. આતંકવાદીઓને બાતમી મળી હતી કે ચીનના રાજદૂત ક્વેટાની સેરેના હોટેલમાં રોકાયેલા છે. જો કે હુમલાના સમયે તે હોટેલમાં હાજર ન હતાં. સૂત્રોના આ વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ક્વેટા પોલીસના ડીઆઇજી અઝહર ઇકરામે જણાવ્યું હતું કે વિસ્ફોટકો એક કારમાં રાખવામાં આવ્યા હતાં. મૃતકોમાં હોટેલની બહાર તૈનાત પોલીસકર્મી પણ સામેલ છે. રાતે લગભગ 10.45 વાગ્યે થયેલા આ હુમલા પછી પોલીસે…
મુંબઈઃ કોરોનાકાળમાં ભારતીય મનોરંજન જગતે અનેક દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે. પાછલા દોઢ વર્ષમાં ઋષિ કપૂર, ઇરફાન ખાનથી લઇને સરોજ ખાન જેવા દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેવામાં વધુ એક ટેલેન્ટેડ અભિનેતાએ આજે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. અમિત મિસ્ત્રીને આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો જે બાદ તેમનું નિધન થયું છે. અમિત મિસ્ત્રી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહ્યાં. તેમણે ઘણા ટીવી શૉ કર્યા હતા. તેમણે શોર ઇન ધ સિટી, હેરા ફેરી, તેનાલી રમન, મેડમ સર જેવી બોલીવુડ ફિલ્મો અને બંદીશ બેંડિટ્સ જેવી વેબ સીરીઝમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા. દિગ્ગજ ગુજરાતી અભિનેતા દર્શન જરીવાલાએ સોશિયલ મીડિયા પર…
અમદાવાદઃ અમદાવાદ અને ગાંધીનગર માં અલગ અલગ 4 હત્યાને અંજામ આપનાર સિરિયલ કિલર મદન નાયક ધરપકડ બાદ જેલમાં હતો અને તેનો કોરોના પોઝિટિવ આવતા સમરસ હોસ્ટેલ ખાતે સારવાર ચાલી રહી હતી. સીરીયલ કિલર મદન નાયક એ કોવિડ હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્યારા મદન નાયકએ સાતમા માળેથી સળિયા તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સમય સૂચકતા એ આરોપીને ઝડપી પાડી ગુજરાત યુનિવર્સિટી પોલીસે સિરિયલ કિલર પર ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. બનાવની વિગતો એવી છે ઓઢવ પોલીસસ્ટેશન માં ફરજ બજાવતા પીએસઆઇ એમ.આર.ઝાલાની સમરસ હોસ્ટેલ કે જે હાલ કોવિડ કેર સેન્ટર બનાવાયું છે ત્યાં…
નવી દિલ્હી: દેશમાં કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે ઓક્સીજનની અછતના કારણે કોરોના દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે. ત્યારે સરકારી હોસ્પિટલોમાં ઓક્સીજન અંગે દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે. આવી જ એક દુર્ઘટના દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં બની હતી. દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીનાં મોત થયા છે. અહીં 60 દર્દીની હાલત નાજુક છે. હૉસ્પિટલ તરફથી મોકલવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઑક્સીજનની તાત્કાલિક જરૂરિયાત છે. હૉસ્પિટલમાં અમુક જ કલાકોમાં ઑક્સીજન ખૂટી જશે. હૉસ્પિટલનું કહેવું છે કે વેન્ટિલેટર અને બાઇલેવલ પૉઝિટિવ એરવે પ્રેશર પ્રભાવી રીતે કામ નથી કરી રહ્યા. ICU અને EDમાં હાથથી વેન્ટિલેશન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય…
મુંબઈ: 90ના દાયકાના પ્રસિદ્ધ સંગીતકાર શ્રવણ રાઠોડનું કોરોનાથી નિધન થયું છે. શ્રવણે નદીમ સૈફી સાથે મળીને યાદગાર સંગીર આપ્યું હતું. તેમને સારવાર માટે મુંબઈની માહિમ સ્થિત એસ.એલ. રાહેજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની હાલત ગંભીર બની હતી. 66 વર્ષીય શ્રવણના નિધનના સમાચાર તેમના પૂર્વ સંગીતકાર જોડી નદીમ સૈફીએ આપ્યા હતા. નદીમે બોમ્બે ટાઇમ્સને જણાવ્યું કે, “મારો શાનૂ નથી રહ્યો. અમે આખી જિંદગી લગભગ સાથે વિતાવી છે. અમે સાથે જ તડકો અને છાંયો જોયો છે. અમે ક્યારેય એક બીજાનો સંપર્ક નથી તોડ્યો. એકબીજાથી દૂર રહેવા છતાં અમારા સંબંધ પર ક્યારેય તેની અસર નથી પડી. વર્ષો સુધી મારો મિત્ર અને…
નવી દિલ્હી: દેશમાં કોરોનાએ સ્થિતિ દયનિય બનાવી છે લોકો ઓક્સીનના અભાવે ટપોટપ મરી રહ્યા છે. દેશની સંકટની ઘડીમાં દેશની વાયુસેનાઓ મોરચો સંભાળ્યો છે. લોકોને ઓક્સીન પહોંચાડવા માટે વાયુસેનાએ એરલિફ્ટિંગ શરૂ કર્યું છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો સંભાળતા ઑક્સીજન ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કર્યું છે. આ સાથે જ ઑક્સીજન કન્ટેનર, સિલિન્ડર, જરૂરી દવા, સાધનો અને સ્વાસ્થ્યકર્મીઓને એક જગ્યાએથી બીજે પહોંચાડવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના સી-17 અને આઈએલ-76 વિમાનો દેશ આખાના સ્ટેશનો પર ઑક્સીજનના ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કરી દીધું છે. આનાથી જે જે જગ્યા પર ઑક્સીજનની અછત છે ત્યાં ઑક્સીજન ખૂબ સરળતાથી પહોંચાડી શકાશે. ઉલ્લેખનીય છે કે હાલ દેશ મેડિકલ ગ્રેડ…
સુરતઃ સુરત શહેરમાં જાણે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. રોજે રોજ હત્યા જેવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે વધુ એક બેવડી હત્યાની ઘટના બની હતી. ગુરુવારે રાત્રે એક સાથે બે યુવકોની ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બેવડી હત્યાથી પોલીસ પણ દોડતી થઈ હતી. આ બંને યુવાનોની ચાકુનાં 20 જેટલા ઘા માર કરપીણ હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. ઉધના પોલીસ વિભાગની હદમાં રેલવે ટ્રેક પાસે અજય અને રવિ નામના બે મિત્રોને કોઈ અદાવતમાં રહેંસી નાખવામાં આવ્યા છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતમાં ગુનાખોરી સતત વધી રહી છે ત્યારે સુરત શહેર હવે ક્રાઇમ સિટી બની…
નવી દિલ્હીઃ કોરોનાની સ્થિતિ ભારતમાં દિવસેને દિવસે કથળતી જાય છે. ત્યારે ભારતે કોરોના અંગે અમેરિકાને પણ પાછળ પાડી દીધું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 3 લાખ 32 હજાર 320 કેસ નોંધાયા છે. આ આંકડો દેશમાં અત્યારસુધી એક દિવસમાં નોંધાયેલા સર્વાધિક કેસ છે. આ પહેલા ભારતમાં ગુરુવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે 3 લાખ 15 હજાર 552 કેસ નોંધાયા હતા. મોતનો આંકડો પણ છેલ્લા બે દિવસખી ખૂબ જ ડરાવનારા આવી રહ્યા છે. ગુરુવારે દેશમાં 2,556 લોકોએ કોરોનાથી દમ તોડી દીધો હતો. આખી દુનિયામાં બ્રાઝીલ પછી ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોનાથી એક દિવસમાં આટલા મોત થઈ રહ્યા છે. ગુરુવારે દેશમાં…