દેવાસ: મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં રુંવાડા ઉભા કરી નાંખનારી ઘટના બની છે. અહીં એક આખો હસતો રમતો પરિવાર એક જ અઠવાડિયામાં કોરોનાને કારણે ખતમ થઈ ગયો છે. સાસુ, જેઠ અને પતિના કોરોનાને કારણે નિધન થયા બાદ પૂત્રવધૂએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરિવારમં હવે માતમ મનાવવા માટે પણ કોઈ નથી બચ્યું! હૃદયને હચમચાવી દેતો આ બનાવ દેવાસ અગ્રવાલ સમાજના અધ્યક્ષ બાલકિસન ગર્ગના ઘરે બન્યો છે. સૌથી પહેલા તેમના પત્ની ચંદ્રકલા (ઉં.વ. 75)ને કોરોના થયો હતો. 14મી એપ્રિલના રોજ તેમનું નિધન થયું હતું. તેના બે દિવસ પછી તેના પુત્ર સંજય (ઉં.વ. 51) અને સ્વપ્નેશ (ઉં.વ. 48)નું નિધન થયું હતું. આ…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
વાપીઃ કોરોનાએ સામાન્ય લોકોની હાલત બગાડી નાંખી છે. હજારો લોકો રોજે રોજ સંક્રમિત થઈ રહ્યા છે અને અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વાપીમાં એક કરુણ ઘટના સામે આવી છે. બુધવારે વાપીની હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુતીએ કોરોના સામે જંગ લડતાં લડતાં દમ તોડી દીધો નર્સને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. આવતીકાલે એટલે કે 23મી એપ્રિલના રોજ યુવતીના લગ્ન હતા. એટલે કે યુવતીએ તેની પીઠીના દિવસે દમ તોડી દીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. બનાવની વિગત જોઈએ તો કપરાડા તાલુકાના મોટાપોંઢાની મનિષા પટેલ નર્સિંગનો કોર્ષ કરી વાપીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતી…
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં લૂંટના ઈરાદે નોકરિયાત યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના બની હતી. હેરના મેમ્કો પાસે એક વ્યક્તિનું બે શખ્સોએ લૂંટના ઇરાદે પથ્થર મારી ઈજાઓ કરતા સારવાર દરમિયાન આ વ્યક્તિ નું મોત થતા હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ વ્યક્તિને બે શખ્સોએ આંતરીને તેઓની પાસે ઝપાઝપી કરી હતી અને જ્યારે વ્યક્તિ રોડ ઉપર પડી ગયા ત્યારે 300 રૂપિયાની લૂંટ કરી બે શખ્સો ફરાર થઈ ગયા હતા. બે શખ્સો માંથી એક શખશે આ વ્યક્તિને માથાના ભાગે પથ્થર માર્યો હતો. જોકે સારવાર દરમિયાન આ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પરંતુ મૃતકની પત્નીને મૃતકે આ સઘળી હકિકત જણાવી હતી. છતાંય મૃતકે ડોક્ટરને આ બાબતે…
મુંબઈઃ કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોની હાલત દયનિય બનતી રહે છે. લોકો ઓક્સીજનની અછતના કારણે મરી રહ્યા છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓ પણ ઓક્સીનની સેવા માટે આગળ આવી છે. તો મુંબઈનો ઓક્સીજન મેન અત્યારે ચર્ચામાં છે. મુંબઈમાં ઑક્સીજનની અછતના ન્યૂઝ વચ્ચે એક વ્યક્તિ નિસ્વાર્થ ભાવ દર્દીઓને ઑક્સીજન પહોંચાડી રહ્યો છે. લોકો તેને ‘ઑક્સીજન મેન’ તરીકે જ ઓળખે છે. એક સમયે તેણે લોકોની મદદ કરવા માટે પોતાની 22 લાખ રૂપિયાની SUV કાર પણ વેચી દીધી હતી. શાહનવાઝ શેખ મુંબઈના મલાડ વિસ્તારમાં રહે છે. શાહનવાઝ ફોન કૉલ પર લોકોને ઑક્સીજન સિલિન્ડર પહોંચાડે છે. હાલ જ્યારે ઑક્સીજનની માંગ વધી છે ત્યારે શાહનવાઝ અને તેની…
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ફેલાવો દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે દેશની હાલત ખુબ જ દયનિય બની રહી છે. કોરોના વાયરસ દરરોજ નવાં નવાં રેકોર્ડ તોડી રહ્યો છે. બુધવારે દેશમાં 24 કલાકમાં જ કોરોના વાયરસના નવા 3 લાખ 15 હજાર 478 કેસ નોંધાયા છે. કોરોનાની શરૂઆત બાદ એક દિવસમાં નોંધાયેલા વિશ્વમાં આ સૌથી વધારે કેસ છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે સંક્રમિતનો રેકોર્ડ અમેરિકાના નામે હતો. અમેરિકામાં આઠમી જાન્યુઆરી, 2021ના રોજ 3,07,570 સંક્રમિત મળ્યા હતા. હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 2,101 લોકોનાં મોત થયા હતા. બુધવારે રેકોર્ડ 1 લખા 79…
નવી દિલ્હીઃ દેશમાં આ સમયે ચાલી રહેલા કોરોનાના આતંક અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધો વચ્ચે બુધવારે એટલે કે 21 એપ્રિલે પંજાબના હજારો ખેડૂત ટિકારી સરહદ તરફ કૂચ કરશે. આ તમામ ખેડૂત ભારતીય કિસાન સંઘ યુનિયનના છે. સંગઠનના નેતાઓ કહે છે કે આશરે 1650 ગામોના 20,000 ખેડુતો પંજાબની ત્રણ સરહદો પાર કરીને દિલ્હી પહોંચશે. બીકેયુ ઉગ્રહનના જનરલ સેક્રેટરી સુખદેવસિંહ કોકરીકલને જણાવ્યું હતું કે, ‘આમાના 60 ટકા મહિલાઓ હશે કારણ કે પુરુષો હજી પણ ખેતરોમાં વ્યસ્ત છે, તેથી મહિલાઓએ જવાબદારી લેવી પડશે. આ તમામ બઠીંડા-ડાબવલી, ખાનૌરી-જીંદ અને સરદુલઢ-ફતેહાબાદ બોર્ડરથી બસો, વાન અને ટ્રેક્ટરમાં ટિકરી બોર્ડર પર પહોંચશે. એક ખાનગી…
ન્યુઝીલેન્ડઃ એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે આવતા 50 વર્ષમાં ન્યુઝીલેન્ડમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે, જે ભારે જ વિનાશનું કારણ બની શકે છે. અહીં ભૂકંપ વારંવાર જોવા મળે છે. વેલિંગટન વિક્ટોરિયા યુનિવર્સિટીનું માનવું છે કે સાઉથ આઇસલેન્ડ ફોલ્ટના કારણે મોટો ભૂકંપ આવી શકે છે. જે આવતા 50 વર્ષમાં આવવાની સંભાવના છે. તેની તીવ્રતા 8 કર હોઈ શકે છે. દક્ષિણ આઇસલેન્ડની બાજુમાં અલ્પાઇન ફોલ્ટ છે. જે ઓસ્ટ્રેલિયન અને પેસિફિક ટેક્ટોનિક પ્લેટોના સંયુક્ત સ્થળે અસ્તિત્વમાં છે. યુનિવર્સિટીના સિનિયર લેક્ચરર જેમી હોવાર્થે છેલ્લા 20 આલ્પાઇન ફોલ્ટ ભૂકંપનો અભ્યાસ કર્યો છે. તેઓ માને છે કે આવનારા સમયમાં એક શક્તિશાળી ભૂકંપ…
સાયલાઃ દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેર એટલી વ્યાપક બની છે કે હવે તો હોસ્પિટલોમાં પણ જગ્યા ખૂટવા માંડી છે.સરાકર નવી હોસ્પિટલો બનાવે એ પહેલા અનેક દર્દીઓ સારવાર માટે ટળવળી રહ્યા છે. આ સમયે ગુજરાત – મહારાષ્ટ્ર સરહદ પર વધુ એક મુશ્કેલી સામે આવી રહી છે. અહીં લોકો જ્યાં કોરોનાની સારવાર માટે તંબુ બાંધીને કામ ચલાવી રહ્યા છે ત્યાં જ ગુજરાત -મહારાષ્ટ્ર બોર્ડર પરના 10થી 12 ગામમાં ટાઈફોઈડે દસ્તક દીધી છે. જેના કારણે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં લગભગ 900 લોકો ટાઈફોઈડના શિકાર બની ચૂક્યા છે. કોરોના અટકવાનું નામ લેતો નથી ત્યારે જ ગુજરાતના સાયલા, મોગરાણી, ટાકલી,…
રશિયાઃ આતંકવાદ એ અત્યારે દુનિયા માટે માથાનો દુઃખાવો બની ગયો છે. ત્યારે રશિયાએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી કર્યાના સમાચાર મળી રહ્યા છે. રશિયાએ સિરિયામાં એર સ્ટ્રાઈક કરીને 200 આતંકવાદીઓનો ખાત્મો બોલાયો હતો. સિરિયામાં રાષ્ટ્રપતિ બસર અલ અસદની સરકારનુ સમર્થન કરી રહેલા રશિયાએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. રશિયન વાયુસેનાના લડાકુ વિમાનોએ કરેલી એર સ્ટ્રાઈકમાં ઈસ્લામિક સ્ટેટના 200 જેટલા આતંકીઓનો ખાત્મો થયો હોવાના અહેવાલો મળ્યા છે. રશિયાના લડાકુ વિમાનોએ પલમાયરાના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસ્લામિક સ્ટેટના બેઝને ટાર્ગેટ બનાવીને સંખ્યાબંધ મિસાઈલ્સ લોન્ચ કરી હતી. દરમિયાન સિરિયામાં રશિયન સેનાની આગેવાની કરી રહેલા રિયલ એડમિરલ કારપોવે પણ આ હુમલાને સમર્થન આપ્યુ છે.…
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને લીધે સ્થિતિ ખરાબ થઈ છે. તેવામાં અનેક જગ્યાઓ પર રસીની અછત, ઓક્સિજન અને બેડ્સની અછતની ફરિયાદ આવી રહી છે. દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને કોંગ્રેસ સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં 6 કરોડ રસીની નિકાસ કરવાની શુ જરુર હતી. તે સમયે તો ફક્ત 3થી 4 કરોડ લોકોનું રસીકરણ થયું હતુ. આખરે ભારતીયોને પ્રાથમિકતા કેમ ન આપવામાં આવી. પ્રિયંકાએ સરકાર પર રસીની અછતને લઈને કોઈ પાક્કી રણનીતિ નહીં હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત કેમ થઈ, પ્રિયંકાએ મોદી સરકારને સવાલ કર્યો કે દુનિયામાં ઓક્સિજન ઉત્પાદન કરવામાં ભારત…