નવી દિલ્હીઃ દેશમાં આ સમયે કોરોનાના ખૂબ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના દરેક ભાગમાં સેંકડો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ સમય દેશની સૌથી મોટી ટુ વ્હિલર બનાવતી કંપની હીરો મોટોકોપે 1 મે સુધીમાં પોતાના તમામ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હીરો મોટોકોપે જણાવ્યું કે 22 એપ્રિલથી 1 મેની વચ્ચે કંપનીની તમામ ફેક્ટરીઓ, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને તબક્કાવાર રીતે બંધ રાખવામાં આવશે. કંપનીએ આ ટેમ્પરરી શર્ટડાઉનમાં કંપનીના ગ્લોબલ પાર્ટ સેન્ટર પણ બંધ રહેશે. સ્ટોક એક્સચેન્જને જાણકારી આપતા હીરો મોટોકોપે જણાવ્યું કે શટડાઉનના આ સમયનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં જરુરી મેન્ટેન્સ માટે કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે 22 એપ્રિલથી 1 મેની…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
અમદાવાદઃ દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં એક સનસની ગેંગરેપની ઘટના બની હતી. આરોપીઓએ યુવતીને નશીલી દવાની 15 ગોળીઓ આપીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. દવાનો ઓવરડોઝ અને મોઢામાં રૂમાલનો ડૂચયો ભરાવ્યો હોવાથી યુવતીનું મોત નીપજ્યું હતું. આરોપીના ઘરમાંથી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી. ઘટના અંગે મધુ મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતો મુળ નેપાળનો 30 વર્ષનો યુવક છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં રહી ખાનગી નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. એક મહિના પહેલાં પત્ની અને બાળકોને અમદાવાદ લાવ્યો હતો. આ પરિવારને મકાનની તલાશ…
નાગપુર: કોરોના વાયરસ સામે લડવા માટે દર્દીઓને રેમડેસિવીર ઈન્જેક્શન સંજીવની સમાન સાબિત થયું છે ત્યારે કપરા કાળમાં રેમડેસિવીર ઈન્જેક્શનની અછતના કારણે બ્લેક માર્કેટ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં બે લોકો રેમડેસિવીર ઇન્જેક્શનની શીશીમાં પાણી ભરીને તેને વેચવા જતા ઝડપાયા છે. પોલીસ માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નાગપુરના સક્કરદારા વિસ્તારમાંથી બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેઓ રેમડેસિવીરની બે શીશીમાં પાણી ભરીને તેને 28 હજાર રૂપિયામાં વેચી રહ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે 28 વર્ષીય અભિલાષ પેટકર અને 21 વર્ષીય અનિકેત નંદેશ્વર એક્સ-રે ટેક્નિશિયન તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે એક વ્યક્તિને રેમડેસિવીર ઇન્જેક્શનના બે ડોઝ આપ્યા હતા. આ માટે પહેલા બંનેએ 40…
રાંચીઃ કોરોના વાયરસ નાના માણસોથી લઈને મોટા માણસોને પણ પોતાના ઝપેટમાં લઈ રહ્યો છે. ક્રિકેટની દુનિયામાં સચિન તેન્ડુલકરને પણ કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા બાદ હવે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના માતા-પિતાને પણ કોરોનાએ ઝપેટમાં લીધા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના માતાપિતા કોરોના સંક્રમિત થયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમના સારવાર માટે રાંચીની પલ્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ધોનીના પિતા પાનસિંહ અને તેમના માતા દેવિકા દેવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મહેન્દ્રસિંહ ધોની હાલ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે…
રાજકોટઃ રાજકોટ પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ રાઠોડના પરિવારમાં આભ તૂટી પડ્યું હતું. અમૃતભાઈ રાઠોડનું કોરોનાના કારણે મોત થયાના માત્ર 12 કલાકના સમયગાળામાં જ તેમની પત્નીનું મોત થતાં થોડાક જ કલાકોમાં ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. કરુણ બાબત એ છે કે આગામી 24મી મેના રોજ દંપતી પોતાની દીકરીનું કન્યાદાન કરવાના હતા. દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ દંપતીએ દમ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર પોલીસના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI અમૃતભાઈ માયાભાઈ રાઠોડ કોરોના સંક્રમિત થયા હતા. ચાર દિવસ બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તબિયત બરાબર થઈ ન હોવાના કારણે તેઓ…
ગાંધીનગરઃ કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના રસીનો પ્રથમ ડોલ લીધો હતો. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 21 એપ્રિલ,2021ના બુધવારે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના સેક્ટર આઠમાં આવેલા સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. નોંધનીય છે કે, સીએમનાં ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ કોરોના રસી લઇ લીધી છે. રાજ્યનાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષે પણ કોરોનાની રસી લઇ લીધી છે. મહત્ત્વનું છે કે, સીએમ રૂપાણીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને લોકોને મહામારીમાં વોલિન્ટિયર તરીકે જોડાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, હાલ દેશ અને ગુજરાત કોવિડ-19ની સામે ઝઝૂમી રહેલ છે…
અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં લોકો ભયભીત થઈને જીવી રહ્યા છે. જે લોકોને કોરોના થાય છે તેવા લોકો ગભરાઈ જાય છે. કોરોનાના ખરાબ અને કપરી પરિસ્થિતિમાં કોરોના દર્દીઓને પોઝિટિવ એનર્જી પુરતું તાજું ઉદાહરણ અમદાવાદમાં સામે આવ્યું છે. અહીં કોરોના મહિલા દર્દીને ફેફસાંમાં 60 ટકાથી વધુ ઈન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી હોવા છતાં માત્ર છ જ દિવસમાં કોરોનાને મ્હાત આપી હતી. ‘મને શ્વાસ લેવામાં તફલીક સહિતના લક્ષણો જણાતા તરત જ RT-PCR ટેસ્ટ કરાવ્યો પણ આ ટેસ્ટમાં કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ ડોક્ટરની સલાહ લઇને સીટી સ્કેન કરાવ્યો ત્યારે ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેશન જોવા મળ્યું હતું. ફેમિલી ડોક્ટર્સે મને તાત્કાલિક હોસ્પિટલમાં…
બનાસકાંઠાઃ સરકારી અધિકારીઓ સામાન્ય લોકોના કામ કરવા માટે લાંચ માંગતા હોય છે. ત્યારે એસીબી છટકું ગોઠવીને પકડી પાડે છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવો જ એક વધુ લાંચિયો અધિકારી એસીબીના હાથે ઝડપાયો હતો. અરજદાર પાસેથી પંડિત દીનદયાળ આવાસ યોજનાના ફોર્મ મંજૂર કરવાના 2.20 લાખ રૂપિયાની લાંચ લેતા નિરીક્ષકને એસીબીની ટીમે છટકું ગોઠવી રંગેહાથ પકડી પાડયા છે. જેમાં બે અધિકારીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક એવા પાલનપુરમાં સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ગ્રામીણ વિસ્તારોમાં પંડિત દિન દયાળ આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત અરજદારે આ સહાયના…
નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશમાં કોરોનાની બીજી લહેર ભારે ખતરનાક બનતી જાય છે. કોરોનાએ દેશમાં દયનિય સ્થિતિ ઊભી કરી છે. ત્યારે દેશમાં આજે બુધવારની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો આજે બુધવારે દેશમાં ત્રણ લાખ નવા કેસ નોંધાયા છે. ત્યારે આ સાથે જ દેસમાં પ્રથમ વખત કોરોનાથી 24 કલાકમાં જ 2020 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન 1.66 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોના વાયરસથી હાલ દેશમાં 1.56 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 1.32 કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના વાયરસના કુલ મોતનો આંકડો 1.82 લાખને પાર થઈ ગયો છે. હાલ દેશમાં 21.50 લાખ સક્રિય દર્દીઓ છે.…
છોટાઉદેપુરઃ નાની નાની બાબતોમાં પારિવારીક ઝઘડા થવા સામાન્ય બની ગયા છે. પરંતુ ક્યારેક આવી સામાન્ય બાબતો ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં સંબંધોના ખૂનની ઘટના બની છે. અહીં ભીત્રીજાએ કાકા-કાકીને મોતને ઘાટ ઉતાર્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પાસે આવેલા દડી ગામે ડબલ મર્ડરની ઘટના થતા હાહાકાર મચી ગયો છે. અહીંયા સંબંધોની હત્યાની ઘટના સામે આવી છે અને પોલીસ દોડતી થઈ ગઈ છે. જ્યાં એક ભત્રીજાએ પોતાના જ કાકા-કાકીને તીક્ષ્ણ હથિયારોના ઊપકાછાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા છે. બનાવની વિગત એવી છે કે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ મથકમાં ડબલ મર્ડરની એક ઘટના સામે આવી છે. આ કેસની…