કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

ગાંધીનગર: ગુજરાત સરકારે મા કાર્ડની મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. નાયબ મુખ્યમંત્રીના ટ્વીટ પ્રમાણે જે લોકોના મા કાર્ડની મુદ્દત 31 માર્ચના રોજ પૂરી થઈ ગયેલી છે તેમનું કાર્ડ વધુ ત્રણ મહિના માન્ય રહેશે. એટલે કે હવે તેમનું કાર્ડ 30 જૂન સુધી માન્ય રહેશે. નાયબ મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે, “જે નાગરિકોના મા કાર્ડની મુદ્દત તા. ૩૧.૦૩.૨૦૨૧ના રોજ પૂરી થઇ છે, તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની સર્વેએ નોંધ લેવી.”…

Read More

અમદાવાદઃ શહેરમાં એક કમકમાટી ભરી આત્મહત્યાની ઘટના બની હતી. અહીં ઘર કંકાસના કારણે માતાએ પોતાની માસૂમ દીકરીની હત્યા કર્યા બાદ પોતે જીવન ટૂંકાવી આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં ઈસનપુર પોલીસે હત્યા અને દુષ્પ્રેરણાની અલગ અલગ બે ફરિયાદ નોંધી સાસરિયા પક્ષના 6 લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. તસવીર જોવા મળી રહેલી માતા-પુત્રીનો હસતો ચહેરો હવે કાયમ માટે ફોટામાં જ રહેશે. કારણ છે ઘર કંકાસને કારણે માતા હત્યારી બની અને ફૂલ જેવી બાળકીની હત્યા કરી પોતે પણ આપઘાત કરીને મોતને વ્હાલું કર્યું છે. ઇસનપુર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે માતા અને દોઢ વર્ષની દીકરીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી…

Read More

રાજકોટઃ રાજકોટ શહેરમાં વધુ એક આત્મહત્યાની ચકચારી ઘટના બની હતી. શહેરના દેવપરા શાક માર્કેટ પાસે રહેતાં કારખાનેદાર વિરેન્દ્રભાઇ રમેશભાઇ પરમારે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. લૉકડાઉનમાં કારખાનું ઠપ્પ થઇ જતાં આર્થિક ભીંસમાં કારખાનેદારે આવું પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વિરેન્દ્રભાઇએ ઘરના ઉપરના માળે આ પગલું ભરી લીધું હતું. તેમના પત્ની જ્યારે ઉપરના માળે ગયા હતા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા દરવાજો તોડવામાં આવ્યો હતો. દરવાજો ખોલતા જોયું તો પતિની લાશ લટકી રહી હતી. પોલીસ તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં ચોંકવાનારી વિગતો સામે…

Read More

તેલ અવીવ: આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દુનિયાના કેટલાક દેશો કોરોના સામે ઝડપથી જીત મેળવી રહ્યા છે. ત્યારે ઇઝરાયેલે પણ કોરોના સામે મોટી સફળતા મેળવી છે. ઇઝરાયેલે એક વર્ષ પછી હવે ઘરમાંથી બહાર નીકળવા માટે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ હટાવી દીધો છે. દેશમાં રસી મેળવવા માટે લાયક 80 ટકા જનતાને કોરોનાની વેક્સીન લગાવી દીધા બાદ ઈઝરાયેલ તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. ઇઝરાયેલ તરફથી રવિવારે ફરજિયાત માસ્કના નિયમને રદ કરાયો હતો. આ પગલાને ઇઝરાયેલની કોરોના સામે મોટી જીતના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. ઇઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રી યૂલી ઇડેલસ્ટેઇને ગુરુવારે કહ્યુ કે, ઇઝરાયેલમાં વેક્સીન લગાવ્યા બાદ કોરોના વાયરસનું…

Read More

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દિલ્હીમાં સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કોરોના કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી છે. આજે સોમવારે રાત્રે 10 વાગ્યાથી આવતા સોમવાર એટલે કે 26 એપ્રિલ સુધી દિલ્હીમાં કર્યૂનિ રહેશે. અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથેની બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. બેઠકમાં દિલ્હીની કોરોના સંક્રમણની સ્થિતિને લઈ આકરા નિર્ણય લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ વીકેન્ડ કર્ફ્યૂ લાગુ કરવાની ઘોષણા કરી હતી. દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રવિવારે રાજધાનીમાં કોવિડ-19ના 25,462…

Read More

મુંબઈઃ અત્યારે સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે ત્યારે કોરોનાને રોકવા માટે સરકારો દ્વારા અલગ અલગ નિયમો ફરજિયાત કર્યા છે. કોરોનાની ખરાબ સ્થિતિમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. મહરાષ્ટ્રમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા કેસ બાદ હવે ત્યાંની સરકારે મહારાષ્ટ્રમાં આવતા લોકો પર આકરા નિયમો મૂક્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રવિવારે મહારાષ્ટ્ર સરકારે દેશની રાજધાની દિલ્હી સહિત સાત વિસ્તારોને સંવેદનશીલ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કંતેના હસ્તાક્ષણ સાથેના આદેશમાં કેરળ, ગોવા, ગુજરાત, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (NCR), રાજસ્થાન અને ઉત્તરાખંડને સંવેદનશીલ સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. આદેશ પ્રમાણે આ છ…

Read More

સુરતઃ સુરત શહેરમાં બાળાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે ત્યારે વધુ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના ભટાર ક્રિષ્નાનગરમાં રહેતા રીક્ષા ચાલકે તેના વિસ્તારની તરૂણી સાથે બળાત્કાર કર્યો હતો. જોકે, કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી અને આ નરાધમ ચાલક પોતાની હવસ સંતોષી હોવાની પોલીસ ફરિયાદના પગલે ખળભળાટ મચી ગયો છે. જ્યારે સુરત શહેરમાં વધુ એક મહિલા શોષણની ફરિયાદ સામે આવી છે. સુરત શહેરમાં સતત મહિલા અત્યાચાર સાથે મહિલા સાથે ખાસ કરીને બાળકી સાથે છેડછાડની સાથે દુસ્કર્મની સતત ફરિયાદ સામે આવી રહી છે. જોકે, આવી ફરિયાદો બાદ પણ પોલીસ કોઈ નક્ક કાર્યવાહી ન કરતા…

Read More

નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશમાં કોરોનાની કપરી પરિસ્થિતિ છે. દરેક સરકારોએ માસ્કને ફરજિયા કર્યું છે ત્યારે પોલીસ લોકોને માસ્ક પહેરવા અંગે કડક પાલન કરાવી રહી છે ત્યારે દિલ્હીના દરિયાગંજ વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. અહીં પોલીસકર્મીઓએ એક મહિલા અને તેના પતિને માસ્ક ન પહેરવા બદલ રોક્યા હતા. આ દરમિયાન બંનેએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. જે બાદમાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પતિ અને પત્ની પોલીસકર્મચારી સાથે ગેરવર્તન કરતા જોવા મળે છે. પોલીસે મધ્ય દિલ્હીના પટેલ નગર નિવાસી પંકજ દત્તા અને તેની પત્ની આભા યાદવ સામે ફરિયાદ દાખલ કરી છે. દિલ્હીમાં છેલ્લા થોડા…

Read More

નવસારીઃ સામાન્ય બાબતોમાં બે જૂથ થયેલી બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કરતી હોય છે ત્યારે નવસારીમાં કેરી ચોરવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કાછોલી ગામ ખાતે કેરી ચોરવા જેવી સામાન્ય બાબતમાં જૂથ અથડાણ થઈ હતી. બબાબ કરી રહેલા ટોળાને શાંત કરવા માટે પોલીસ પહોંચી હતી. જોકે, ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. ટોળાના પથ્થરમારામાં પીએસઆઈ, ડીવાયએસપી અને અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસ પર પથ્થરમારાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે કાછોલી ગામ ખાતે કેરી ચોરવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદમાં લોકોના ઘરમાં…

Read More

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. કોરોનામાં ઑક્સીમીટર શબ્દ વારંવાર સાંભળવા મળી રહ્યો છે. ડૉકટરોના મત મુજબ જે દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે, તેમણે પ્રોટોકોલનું પાલન કરીને ઑક્સીમીટરનો ઘરે ઉપયોગ કરવો જોઈએ. ઑક્સીમીટરની મદદથી તમને એ વાતનો ખ્યાલ આવી શકે છે દર્દીને હોસ્પિટલ લઈ જવાની જરૂરિયાત ક્યારે છે અને જરૂરિયાતમંદ લોકોનો યોગ્ય સમયે પર ઈલાજ થઈ શકે છે. ઑક્સીમીટરની જરૂરિયાત શા માટે છે? ઑક્સીમીટર તમારા લોહીમાં ઑક્સીજનની તપાસ કરે છે. આ ઉપકરણની મદદથી રક્તકણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલા ઑક્સીજનનું પરિવહન કરે છે તે વિશે જાણી શકાય છે. લોહીમાં ઑક્સીજનના પ્રવાહને કારણે…

Read More