કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

પાણીપત: સામાન્ય ઝઘડાઓમાં આત્મહત્યા કરવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે આવી જ એક સનસની ખેસ ઘટના હરિયાણામાંથી સામે આવી છે. અહીં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ પરિવારને જ ખતમ કરી દીધો. મામલો ગામના બિહોલી બ્લોક બાપૌલીના રહેવાસી અનિલના પરિવારનો છે. જ્યારે તેની પત્ની સાથે ઝઘડો થયા બાદ પોતાના ત્રણ બાળકોને લઈ ઘરેથી રવાના થયો. અનિલના ભાઈ મંજીતે જણાવ્યું કે અનિલને પોતાની પત્ની પર શક હતો. બંનેમાં ઝઘડા થતા રહેતા હતા જેનાથી પરેશાન થઈને ઘરેથી ત્રણેય બાળકોને લઈ રવાના થયો હતો. તેણે આત્મહત્યા કરતાં પહેલા ત્રણેય બાળકોને નહેરમાં ફેંકી દીધા અને બાદમાં આત્મહત્યા કરી દીધી હતી. આત્મહત્યા બાદ ગોહાનાની પાસે પુલની નીચે…

Read More

ગોંડલઃ કોરોના દિવસેને દિવસે વકરતો જાય છે ત્યારે લોકો કોરોના સામે લાચાર બન્યા છે. સારવાર માટે પૈસાની અછત સર્જાઈ છે. ત્યારે ગોંડલમાં પડતા ઉપર પાટું જેવો ઘાટ એક વ્યક્તિ સાથે થયો છે. ગોંડલમાં ગુંદાળા ચોકડી પાસે દુકાન ધરાવતા વેપારીના માતા કોરોનામાં સપડાયા હતા. હૉસ્પિટલ સંચાલકો ડિપોઝિટ પેટે રૂપિયા ભરવાનું જણાવતા સગા-વ્હાલા, સ્નેહી, મિત્રો પાસેથી ત્રણ લાખ જેવી માતબર રકમ ભેગી કરી હૉસ્પિટલમાં ભરવા જઈ રહ્યા હતા. રૂપિયા લઈને વેપારી જ્યારે હૉસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે આ રકમ એક્ટિવાની ડેકીમાંથી ચોરી થઈ જતા બનાવ પોલીસ મથકે પહોંચ્યો હતો. ગોંડલના ખોડિયારનગરમાં રહેતા અને ગુંદાળા ચોકડી પાસે દુકાન ધરાવતા મનોજભાઈ નાથાભાઈ ઘાડીયાના માતા…

Read More

અમદાવાદઃ થોડા મહિનાઓ પહેલા આયેશા નામની યુવતીએ પતિના ત્રાસના કારણે સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. જોકે, તાજેતરમાં મહિલા અને એક બાળકની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મૃતકના ફોટો અન્ય પોલીસ સ્ટેશનમાં અને અન્ય માધ્યમો દ્વારા બ્રોડકાસ્ટ કરતા મૃતકની ઓળખ થઈ છે. તપાસમાં સામે આવ્યું કે મૃતક પરિણીતાને તેના પતિએ ઝઘડો કરી પિયર મોકલી હતી અને બાદમાં તેડી ગયો ન હતો. ગત 12મીએ તે એક ગાર્ડન પાસે તેના પતિને મળવા ગઈ હતી અને બાદમાં ઘરે પરત આવી ન હતી. ત્યારબાદ 15મીએ તેની લાશ મળતા આ મામલો ઉજાગર થયો હતો. આ કેસમાં મૃતકના નાનીએ મહિલાના…

Read More

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણની અસર હવે દેશના દરેક રાજ્યમાં વ્યાપક થઈ ગઈ છે. કોરોનાની બીજી લહેર પહેલાથી વધુ ખતરનાક થતી જઈ રહી છે. ડૉક્ટરો મુજબ, નવા કોવિડ સ્ટ્રેન વધુ સંક્રમક છે ઉપરાંત અનેક ગંભીર લક્ષણ પણ લઈને આવ્યું છે. મોટાભાગના ઘરોમાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો ઘરે જ સારવાર લઈને સાજા થઈ રહ્યા છે તો કેટલાક લોકોની સ્થિતિ ગંભીર થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે. કોરોનાના વધતા કેસોની વચ્ચે જો આપને આ પાંચ પ્રકારના લક્ષણ જોવા મળી રહ્યા છે તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો. આ લક્ષણો સામે આવ્યા બાદ તાત્કાલિક હૉસ્પિટલમાં…

Read More

ઝારખંડઃ ઝારખંડમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 35 વર્ષીય મહિલાની સાથે 11 લોકોએ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ મહિલા બે દિવસ સુધી અચેત અવસ્થામાં રહી હતી. મહિલાએ પરિવારજનોની સાથે મુફસ્સિલ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. એસપી મણિલાલ મંડળના આ અંગે ટીમની રચના કરીને 11 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ કર્યાબાદ પોલીસે તમામ 11 આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જેમાંથી 8 આરોપીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. પીડિતા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ હતી. આ સનસની ઘટના ઝારખંડના પાકુડની છે. એસપી મણિલાલ મંડળે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે આરોપીઓ પીડિત મહિલાના સંબંધીઓમાં સામેલ છે.…

Read More

ચેન્નાઈઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ગ્લેન મેક્સવેલ અને એબી ડિવિલિયર્સની તોફાની બેટિંગના દમ ઉપર આઈપીએલની 14મી સીઝનના 10માં મુકાબલામાં કોલકત્તા નાઈટ રાઇડર્સને 38 રનથી હરાવ્યું છે. આઈપીએલ 2021ની આજે રવિવારે રમાયેલી મેચમાં કેકેઆરને હરાવીને બેંગ્લોરે પોતાની જીતની હેટ્રીક લગાવી હતી. આમ બેંગ્લોરે આઈપીએલમાં પહેલીવાર શરૂઆતની ત્રણે મેચો જીતી છે. 205 રનના મુશ્કેલી લક્ષ્યનો પીછો કરીને કોલકાત્તાની ટીમના ખેલાડીઓ મોટો સ્કોર ન કરી શક્યા. બેંગ્લોરે 20 ઓવરના અંતે 204 રન બનાવ્યા હતા. જોકે, કોલકાત્તા નાઈટ રાઈડર્સની ટીમે 20 ઓવરના અંતે માત્ર 166 રન બનાવી શકી હતી. આ માટે તેમને 8 વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની 10મી…

Read More

ગ્વાલિયર : મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના માનવતાને શર્મસાર કરનારી છે. અહીં, કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવેલી એક હોટલમાં દાખલ કોરોના સંક્રમિત મહિલા સાથે વોર્ડ બોયે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિવેક લોધી નામના એક વોર્ડ બોયએ રૂમની લાલચ આપી ચેકઅપના નામે કોરોના પોઝિટિવ મહિલા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. શનિવારે રાત્રે 11:30 થી 12 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાની તબિયત લથડતાં શનિવારે સવારે ઓક્સિજન પર લેવામાં આવી હતી. ઘટનાની રાત્રે 11 વાગ્યે વોર્ડ બોય વિવેક લોધી મહિલાના રૂમમાં પહોંચ્યો હતો. તેણે તેમને પૂછ્યું કે…

Read More

ઉત્તર પ્રદેશનામાં હાઈવોલ્ટેજની લાઇન સુધારવા થાંભલા પર ચઢેલા કર્મચારી અચાનક જ વાયરમાં કરંટ આવતા ત્યાં જ ચોટી ગયો અને દર્દનાક મોત થયું. લોકો જોઈ રહ્યા હતા અને જોત જોતામાં જ કર્મચારી હરીશંકર થાંભલા પર આગનો ગોળો બની ગયો અને થોડી જ વારમાં દર્દનાક રીતે મોતને ભેટ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ બનાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો લખીમપુર ખેરીના મેગલગંજ કોટવાલીના મુબારકપુર પાવર હાઉસ પાસેના ગામ સાથે સંબંધિત છે. જ્યાં હરીશંકર નામનો કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલો કર્મચારી હાઈ વોલ્ટેજની લાઇનમાં ખામી સુધારતો હતો. અચાનક તે લાઈનમાં કરંટ હોવાને…

Read More

અમદાવાદઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાને કાબુમાં લેવા માટે તંત્ર પણ કામે લાગ્યું છે. રાજ્યમાં RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતા આ શૈક્ષણિક સંસ્થાનોમાં RTPCR ટેસ્ટ શરૂ કરાશે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યું હતું કે, 26 શૈક્ષણિક સંસ્થાનોમાં આવતીકાલથી જ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાશે. જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્યના વહીવટીતંત્રને મોટી મદદ મળશે. જે તે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર RTPCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે અને આર આ લેબોરેટરીઓને મોકલી આપશે. ગુજરાત રાજ્યની વર્તમાન ટેસ્ટિંગ ક્ષમતામાં…

Read More

અમદાવાદઃ અત્યારે કોરોના વાયરસના કારણે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર થયા છે. જેના પગલે ઘરના ઝઘડાઓમાં પણ વધારો થતો જોવા મળ્યો છે. અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી અને બુટિક ચલાવતી પરિણીતા પતિની હરકતોથી કંટાળી ગઈ હતી. લોકડાઉનના કારણે વર્ક ફ્રોમ હોમ કરી રહેલા પતિ ફેસબુક પર ફેક IDથી અને વોટ્સએપમાં છોકરીઓ સાથે ગંદી વાતો અને ગંદા વીડિયો મોકલી ચેટ કરતા હતા. આ હરકતો અંગે પરિણીતાને જાણ થતાં તેણે પતિના મિત્રને જાણ કરી હતી છતાં પતિ સુધરવા તૈયાર ન થતાં મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા…

Read More