કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

સોલાનઃ નાની નાની બાબતોમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે. ત્યારે આવા ઝઘડાનો ક્યારેક કરુણ અંજામ આવતો હોય છે. હિમાચલ પ્રદેશમાં ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન હવે નવવધૂએ આત્મહત્યા કરી દીધી છે. મામલો હિમાચલ પ્રદેશના સોલાન જિલ્લાના બદ્દી વિસ્તારનો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મળતી જાણકારી મુજબ, બદ્દીના સરાજમાજરામાં ભાડાના મકાનમાં રહેતી એક નવવધૂએ ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. મહિલાના જાન્યુઆરી મહિનામાં જ લગ્ન થયા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિજનોને સોંપી દીધી છે. બિહારના કટિયાર જિલ્લાના બરજલા ગામની 21 વર્ષીય મહિલાના જાન્યુઆરી મહિનામાં આ ગામના જ મનોજ સાથે લગ્ન થયા હતા.…

Read More

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના ભૂતપૂર્વ નિર્દેશક રણજિત સિંહાનું નિધન થયું છે. રણજિત સિંહા 68 વર્ષના હતા. 68 વર્ષિય રણજીત સિંહાએ શુક્રવારે સવારે 4:30 વાગ્યે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. રણજિત સિંહાએ સીબીઆઈ ડાયરેક્ટર, આઇટીબીપી ડીજી જેવા ઘણા હોદ્દા પર ફરજ બજાવી છે. રણજિત સિંહા 974 બેચના આઈપીએસ અધિકારી હતા. સીબીઆઈના ડાયરેક્ટર જનરલ પદ સંભાળતાં પહેલા રણજિત સિંહાએ ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. એક અહેવાલ મુજબ કેટલાક વરિષ્ઠ અધિકારીઓ માને છે કે રણજિત સિંહાનું મોત કોરોના વાયરસ સંબંધિત જટિલતાઓના કારણે થયું છે. મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે રણજિત સિંહા કોરોનો વાયરસથી…

Read More

ગયા: બિહારના ગયામાં એક બાળકે પોતાના શોખ પૂરા કરવા માટે એક સંબંધીના ઘરમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. સગીર બાળકને બીજી કોઈ વસ્તુનો શોખ નહોતો પરંતુ મોંઘો મોબાઇલ રાખવાનો શોખ હતો, જેને લઈને બાળકે અનેક દિવસોથી બંધ પડેલા પોતાના પડોશીના ઘરમાં ઘૂસીને કબાટમાં રાખેલા દોઢ લાખ રૂપિયા રોકડની ચોરી કરી દીધી. બીજી તરફ પોલીસે આ મામલાને ઉકેલી દીધો છે અને સગીરના ઘરમાં છુપાવીને રાખેલા 78 હજાર રોકડ જપ્ત કરી દીધા છે. ગયા પોલીસે જણાવ્યું કે, સગીરે 20 હજાર રૂપિયાનો મોંઘો મોબાઇલ ખરીદ્યો હતો અને અન્ય નાણાની જપ્તી માટે પણ તપાસ કરી રહી છે. જોકે તેનો ખુલાસો તે સમયે થયો જ્યારે…

Read More

નવી દિલ્હી: ગૂગલ પોતાની અગત્યની સર્વિસ ગૂગલ ફોટોઝના નિયમને પહેલી જૂનથી બદલી રહી છે. આ નવા અપડેટ હેઠળ 1 જૂન 2021થી આપના દ્વારા અપલોડ કરવામાં આવતી કોઈ પણ નવી તસવીર અને વીડિયો, તે 15 GB સ્ટોરેજમાં જ ગણવામાં આવશે જે યૂઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે પછી જેને યૂઝર્સ Google One મેમ્બર હેઠળ ખરીદે છે. જોકે, સર્વિસની અસર પહેલી જૂન પહેલા ગૂગલ ફોટોઝમાં સેવ કરવામાં આવેલી તસવીરો પર લાગુ નહીં થાય. પહેલી જૂન બાદ પણ હાઇ ક્વોલિટીની તસવીરો અને વીડિયોને 15 GBની મર્યાદામાં રાખવામાં આવશે. ઓછી ક્વોલિટીવાળી તસવીરો પહેલાની જેમ તમે સેવ કરી શકશો. આપના ગૂગલ એકાઉન્ટના સ્ટોરેજમાં આપની ડ્રાઇવ,…

Read More

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં જ્યારે કોરોના દિવસેને દિવસે વધારે વકરતો જાય છે ત્યારે ગુજરતાના મુખ્યમંત્રી સહિત તમામ કોરોના યોદ્ધાઓ ખડેપગે કામ કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 11 કલાકે સોશિયલ મીડિયા થકી રાજ્યના લોકોને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેઓએ રાજ્યના સ્વાસ્થ્યકર્મીઓને આભાર માન્યો હતો. તેમને સુપરહીરો ગણાવ્યા હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ જે કામગીરી કરી રહ્યા છે તેમને બિરદાવી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોરોના હારશે અને ગુજરાત જીતશે. મુખ્યમંત્રીના સંબોધનની મહત્ત્વની વાતો: – કોરોના મહામારીમાં ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફનું ખૂબ મોટું યોગદાન રહ્યું. તેમને કોટી કોટી વંદન. – એક વર્ષના…

Read More

રાજકોટ: ગુજરાતમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ છે ત્યારે લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયેલો છે. ત્યારે રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોરોના પોઝિટિવ દર્દીએ ઓક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની મવડી ચોકડી પાસે આવેલા સ્વામિનારાયમ ગુરૂકુળ સંજીવની હૉસ્પિટલમાં કોરોનાનાં દર્દી સુનીલભાઈ ભલસોડએ ગઈકાલે હૉસ્પિટલમાં ઓક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેઓ કોરોના પોઝિટિવ આવતા ખૂબ જ ગભરાઈ ગયા હતાં અને આખરે આ પગલું ભરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. શહેરના સંતકબીર રોડ પરની સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજૂરી કરતા સુનીલભાઈને કોરોના ડિટેક્ટ થતા ગત 13 એપ્રિલના…

Read More

અમદાવાદ: સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતા સાઈબર ક્રાઈમના કેસોમાં પણ વધારો થતો રહે છે ત્યારે અમદાવાદ શહેરમાં રહેતા અને હોસ્પિટલમાં ડોકટર તરીકે ઈંટર્નશિપ કરનાર યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. એક શખ્શે મેડમના સ્ટુડન્ટનો ભાઈ બોલું છું કહીને યુવકને બીભત્સ મેસેજો મોકલ્યા હતા અને બાદમાં બીભત્સ ફોટો પણ મોકલ્યા હતા. લગ્ન જીવનમાં ભંગાણ પાડવા કોઈ શખશે આ કાવતરું ઘડ્યું હોવાનું માની યુવકે તે શખસ કોણ છે જાણવા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શાહીબાગ ડફનાળા ચાર રસ્તા પાસે સરકારી મકાનમાં રહેતા 23 વર્ષીય યુવક મોટા ભાઈ તથા માતા સાથે રહે છે. શહેર બહાર એક હોસ્પિટલમાં તેઓ ડોકટર તરીકે…

Read More

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અને એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે ભારત હવે વિશ્વમાં પહેલા નંબર ઉપર પહોંચવા જઈ રહ્યો છે. દેશમાં કોરોનાનો કહેરનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે દુનિયાના ટોપ-20 સંક્રમિત શહેરોની યાદીમાં ભારતના 15 શહેર સામેલ છે. પુણે આ યાદીમાં ટોપ પર છે. મુંબઈ બીજા સ્થાને છે. દેશના લગભગ 120 જિલ્લામાં હાસ્પિટલોમાં પથારીઓ, ઓક્સીજન અને વેન્ટીલેટર જેવી જરૂરી સુવિધાઓની પણ ભારે અછત સર્જાઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,17,353 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,185 દર્દીઓએ…

Read More

વલસાડઃ ગુજરતમાં કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે સરકારી કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે વલસાડની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં પણ દર્દીઓને પૂરતી જગ્યા નથી મળી રહી. અહીં સમયસર સારવાર ન મળતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે વલસાડની ખાનગી હૉસ્પિટલમાં દાખલ એક દર્દીની હાલત ગંભીર થતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલ લઈનું કહેવામાં આવ્યું હતં. વલસાડની ખાનગી હૉસ્પિટલમાંથી દર્દીને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે, સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધુ હોવાથી દર્દીને લાંબાં સમય સુધી હૉસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સમાં જ રાખવાની ફરજ પડી હતી. આ કારણે સમયસર સારવાર ન…

Read More

વલસાડ : રાજ્યમાં કોરોનાએ હાલત બગાડી છે ત્યારે બૂટલેગરો પણ ગુજરતાની બોર્ડરમાંથી દારૂ ઘૂસાડવાના નવા કિમિયા અપનાવી રહ્યા છે. પરંતુ પોલીસ બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવી રહી છે. ત્યારે ગુરુવારે વલસાડ જિલ્લાના પારડી પોલીસે સરકારી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એમ્બ્યુલન્સના ચાલકને ઝડપી પાડયો છે. પોલીસે દમણની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાંથી અંદાજે 12 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એમ્બ્યુલન્સના ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે અત્યારે કોરોના કાળમાં હોસ્પિટલો દોડધામ વધી રહી છે અને એમ્બ્યુલન્સ પણ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા અને અન્ય સેવાકીય કામમાં લાગી છે. આથી પોલીસ પણ એમ્બ્યુલન્સને ક્યાંય રોકતી…

Read More