ભોપાલ: દુષ્કર્મની ઘટનાઓ રાજ્ય અને દેશમાં રોજેરોજ બનતી રહે છે. પરંતુ મધ્ય પ્રદેશમાં એક શરમજનક ઘટના બની હતી. અહીં 21 વર્ષીય યુવકે 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, દુષ્કર્મ બાદ ગામ લોકોએ પીડિતા સાથે શરમજનક કૃત્ય આચર્યું હતું. ગામ લોકોએ આરોપી અને પીડિતા બંનેને દોરડાથી બાંધી દીધા હતા અને આખા ગામમાં પરેડ કરાવી હતી. આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં બળાત્કારનો આરોપી અને ગામના અન્ય પાંચ લોકોનો સમાવેશ થાય છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કિશોરી અને યુવકને દોરડાથી બાંધી દેવામાં આવ્યા…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
જેતપુરઃ રવિવારે હોળીનો તહેવાર હતો. આ દિવસે જેતપુરમાં ફરીથી લોહીયાળ ખેલ ખેલાયો હતો. તાજેતરમાં જેતપુરના જેતલસર ગામમાં સગીરાને એક તરફી પ્રેમી દ્વારા જાહેરમાં છરીના ઘા ઝિંકીને હત્યા કરવામાં આવી હતી. જોકે, રવિવારે ફરીથી જાહેરમા ખૂની ખેલ ખેલાયો હતો. જેતપુરમાં હોળીના દિવસે મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી છે. મોટાભાઈ સિકંદરે ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતરનો નાનાભાઈ હારુનની છાતીના ભાગે ઘા માર્યો હતો. જેથી હારુનની છાતીમાંથી લોહીના ફુવારા છૂટ્યા હતા અને તે ઢળી પડ્યો હતો. ગઈકાલે હોળી પ્રગટાવવાના સમયે સમી સાંજના સમયે સ્ટેન્ડ ચોક વિસ્તાર કે જ્યાં ફૂલોની બઝાર આવેલ છે ત્યાં તેમના વ્યવસાય પર જ બંને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ જેમાં…
કોલકાત્તાઃ અત્યારે પશ્વિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 56 બોમ્બ મળી આવ્યા છે. આ કેસમાં એક આરોપી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમના પર બોમ્બ બનાવવાનો, સ્થળો એ મોકલવાનો અને બોમ્બના ગેરકાયદેસર ઉપયોગનો આરોપ છે. આ મામલો દક્ષિણ 24 પરગણા જિલ્લાના નરેન્દ્રપુર પોલીસ સ્ટેશનનો છે. ચૂંટણી પંચે રવિવારે આ માહિતી આપી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, “શનિવારે રાત્રે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના નરેન્દ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 56 બોમ્બ મળી આવ્યા છે. તરુણ નામના વ્યક્તિનો બોમ્બ બનાવવા, ટ્રાન્સપોર્ટ અને ગેરકાયદેસર ઉપયોગ અને અજાણ્યા…
નવી દિલ્હીઃ આજે ધૂળેટીનો તહેવાર છે. લોકો મન મૂકીને ઉજવવી રહ્યા છે ત્યારે સાથે સાથે કોરોનાના નિયમોનું પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. ધૂળેટીના શુભ તહેવાર પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશના મોટા નેતાઓ અને વિદેશથી પણ દેશવાસીઓને હોળી-ધૂળેટીની શુભેચ્છાઓ આવી રહી છે. પીએમ મોદીએ ટ્વિટ કરતાં કહ્યું કે આપ સૌને હોળીની ખૂબ શુભેચ્છાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવા ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે દેશવાસીઓને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. રંગ-ઉમંગ, એકતા અને સદભાવનાનો મહાપર્વ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લઈને આવે. અમેરિકાના…
હરિયાણાઃ આખો દેશ જ્યારે હોળીના તહેવારો ઉજવવા માટે વ્યસ્ત હતી ત્યાં હરિયાણામાં એક દર્દનાક ઘટના બની હતી. હરિયાણાના ઝજ્જર જિલ્લાના દુજાનામાં દિલ્હીના એક ગેસ્ટ ટીચરની કપરીણ હત્યા કરવામાં આવી હતી. આ શિક્ષક હોળીની રજાઓમાં પોતાના ઘરે આવ્યો હતો. જેના ઉરપ ત્રણ બુકાનીધારી યુવકોએ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઉલ્લેખનીય છે કે હોળીના તહેવાર પર ગામ આવેલો દિલ્હીનો આ ગેસ્ટ ટીચર એક ચીકન શોપ પર બેઠો હતો. આ દરમિયાન બદમાશોએ તેની પર હુમલો કરી દીધો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતકના શબને કબજામાં લઈને મોર્ચરીમાં મોકલી આપી તપાસ શરુ કરી દીધી. મૃતક યુવકની ઓળખ અનિલ…
પુણેઃ ઈંગ્લેન્ડ સામે ભારતે ટેસ્ટ, ટી20 બાદ વનડે શ્રેણીમાં પણ કમાલ કરી દીધી હતી. ત્રીજી મેચમાં રોમાંચક રીતે જીત મેળવીને વનડે શ્રેણી પોતાના નામે કરી લીધી હતી. જોકે, ત્રણે ફોરમેટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી દીધી હતી. આ ત્રણે ફોરમેટમાં ભારતીય ટીમ માટે પાંચ ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. ટીમ ઇન્ડિયાના આ પાંચ પાંડવોએ પોતાની જોરદાર ભૂમિકાથી જીત મેળવી છે. ટીમ ઈન્ડિાયના ‘પાંચ પાંડવો’ કેએલ રાહુલ- ભારતના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ટી20 સીરીઝમાં ફ્લોપ રહ્યો હતો અને તેની ઘણી ટીકા થઈ. રાહુલે ફરી વનડે સીરીઝમાં દમ દર્શાવ્યો અને તે ભારત માટે સૌથી વધુ રન કરનારો બેટ્સમેન પણ બન્યો. તેણે 3…
નાલંદાઃ બિહારના નાલંદામાં ગમખ્વાર અકસ્માત રજ્યો હતો. જેમાં છ લોકોના મોત નીપજ્યા હતા. હોળના તહેવારની ઉજવણમી કરવાની તૈયારીઓમાં લોકો મસ્ત હતા ત્યાં બેકાબુ ટ્રક મીઠાઈની દુકાનમાં ઘૂસી ગઈ હતી. બેકાબૂ ટ્રકે કુલ 16 લોકોને કચડ્યા હતા. જે પૈકી 6 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. ઘટના બાદ હજારો લોકોની ભીડ પોલીસ સ્ટેશનમાં ઉમટી હતી. અને હુમલો કર્યો હતો. ઘટના બાદ એક તરફ જ્યાં કેટલાક લોકો સ્થાનિક પોલીસની મદદથી ઘાયલોને બહાર કાઢીને હૉસ્પિટલ મોકલવાનું કામ કરી રહ્યા હતા, તો કેટલાક લોકો ટ્રકની નીચે દબાયેલા શબોને બહાર કાઢવામાં પ્રયત્નશીલ હતા.…
રાજકોટઃ ઘરેલું હિંસાની ઘટનાઓ રાજ્યમાં દરરોજ પોલીસ ચોપડે નોંધાતી રહે છે ત્યારે રાજકોટમાં વધુ એક ઘરેલું હિસ્સાની ઘટના બની હતી. ભણેલીગણેલી વહુ ઉપર પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાની ઘટના પોલીસ પાસે પહોંચી છે. રાજકોટ શહેરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઇન્ટર્નશીપ કરેલી પરિણીતાએ પોતાના પતિ સાસુ સસરા તેમજ જેઠ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરણીતાએ આઈપીસીની કલમ 323, 498 (ક), 504 તેમજ 114 હેઠળ ગુનો નોંધાવ્યો છે. સમગ્ર મામલે હેમાક્ષી જીગીશ ભાઈ સોની નામની પરિણીતાએ પોતાના પતિ જીગીશ સોની, સસરા મહેશ ભાઈ સોની, જેઠ કૃણાલભાઈ મહેશ ભાઈ સોની તેમજ સાસુ નયનાબેન મહેશભાઈ સોની વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ ગુજારવાની તેમજ દહેજ…
મ્યાંમારઃ ભારતનો પડોશી દેશ મ્યાંમાર અત્યારે વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીંની સેનાની તાનાશાહીની ચર્ચા અત્યારે ચાલી રહી છે. અત્યારે મ્યાંમારમાં હિંસા ફાટી નીકળી છે. મ્યાંમારની સેના અને સમાન્ય લોકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે. ત્યારે નાના-મોટાં 24 જેટલાં શહેરોમાં લશ્કર સામે દેખાવો થયા હતા. લશ્કરે નાગરિકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી, જેના કારણે એક જ દિવસમાં 100 કરતાં વધુ લોકોનાં મોત થયાં હતાં. મ્યાંમારમાં લશ્કરે વધુ એક વખત બર્બરતા આચરી હતી. નાના-મોટાં ૨૪ શહેરોમાં હિંસા થઈ હોવાના મીડિયા અહેવાલો રજૂ થયા હતા. હ્મુમન રાઈટ્સ સંગઠનોના દાવા પ્રમાણે આ હિંસામાં એક જ દિવસમાં મ્યાંમારના 100 કરતાં વધુ લોકોનાં મોત થયા…
બેંગ્લુરુઃ નશાનો કારોબાર દેશ અને દુનિયામાં પથરાયેલો છે. ગુજરાતમાં પણ નશાનું જોરદાર નેટવર્ક પથરાયેલું છે. પોલીસ છાશવારે ત્રાટકીને નશાના કારોબારનો પર્દાફાશ કરતી હોય છે. બેંગ્લુરુ પોલીસે આવું જ મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. બેગ્લુરુ પોલીસે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે રૂપિયા એક કરોડની નકલી નોટોથી 500 કિલોગ્રામ ગાંજાની ખરીદી કરી હતી. ડ્રગ્સ પેડલર બનીને ગાંજો ખરીદનારી પોલીસને ડિલિવરી કરવા માટે રાજસ્થાનના ત્રણ શખ્સો ટ્રક ભરીને ડ્રગ્સ લઈ બેગ્લુરુ પહોંચ્યા હતા. જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 1.5 કરોડનો ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ રેકેટના પર્દાફાશનું ઓપરેશન પાર પાડવા માટે બેગ્લુરુ પોલીસે પહેલા તો ફિલ્મોમાં ઉપયોગમાં લેવાતી…