કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

બેંગલુરુઃ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના નાવ સ્ટ્રેઇન દેખાઈ રહ્યા છે અને બીજી લહેર ઉઠી છે. ત્યારે ભારતમાં પણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. રોજે રોજ હજારોની સંખ્યામાં કોરોનાના નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોનાએ એક નવી ચિંતા ઊભી કરી છે. કોરોના 10 વર્ષથી નાના બાળકોને ઝપેટમાં લઈ રહ્યો છે. કર્ણાટક ના પાટનગર બેંગલુરુએ ચિંતા વધારી દીધી છે. અહીં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સંક્રમણનો વધુ શિકાર થઈ રહ્યા છે. આ આયુ વર્ગના દર્દીઓની સંખ્યામાં સતત વધારી થઈ રહ્યો છે. આ મહિને 10 વર્ષથી ઓછી ઉંમરના 472 બાળકો કોવિડ પોઝિટિવ મળી ચૂક્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે…

Read More

ઢાકાઃ વડાપ્રધાન મોદી અત્યારે પડોશી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે બાંગ્લાદેશમાં વડાપ્રધાન મોદીનો બીજો દિવસ છે. મોદી બીજા દિવસે સૌથી પહેલાં PM મોદી દક્ષિણપૂર્વ સતખિરા આવેલા જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા હતા. ત્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી. તેને 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. અહીંથી તેઓ હવે ઓરકાંડીના મતુઆ સમુદાય મંદિર જશે. ઓરકાંડી તે જ જગ્યા છે જ્યાં મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો. મતુઆ સમુદાય બંગાળ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ઘણું મહત્વનું માનવામાં આવે છે. અહીં વડાપ્રધાને કહ્યું હતું કે, મેં પ્રાર્થના કરી છે કે, મા કાળી દુનિયાને કોરોના સંક્ટમાંથી મુક્તિ અપાવે. મારો પ્રયત્ન હોય છે…

Read More

ઢાકાઃ ભારતના વડાપ્રધાન પીએમ મોદીએ પડોશી બાંગ્લાદેશની બે દિવસની મુલાકાત લીધી. ત્યારે બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. શાકિબ અસ હસન ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જઈ શક્યો નથી જોકે, હાલમાં પેટરનિટી લીવ ઉપર છે. તેણે પીએમ મોદીનો આભાર માનતા વખાણ કર્યા હતા. શાકિબે પીએમ મોદીની મુલાકાત કરી હતી એએનઆઇ દ્રારા મળતી જાણકારી મુજબ શાકિબ એ કહ્યુ હતુ કે, ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મળીને ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યો છુ. શાકિબે કહ્યુ હતુ કે, મને લાગે છે કે, તેમની યાત્રા બંને દેશો માટે ખૂબ ફળદાયી રહેશે. ભારત માટે તેમણે જે લીડરશીપ દર્શાવી છે, તે જબરરદસ્ત છે. આશા…

Read More

કેન્યાઃ અત્યારા પુરુષ પ્રધાન સમાજ વચ્ચે સ્ત્રીસશક્તિકરણની વાતો થઈ રહી છે. અત્યારે મહિલા પુરુષોના ખભેખભો મીલાવીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ત્યારે આફ્રિકાના દેશ કેન્યામાં એક ગામ એવુ છે જયાં સંપૂર્ણપણે સ્ત્રીઓનું આધિપત્ય છે. કદાચ આવા ગામની કલ્પના આપણે ના કરી શકીએ પણ આ હકીકત છે. ઉમાજો નામના ગામમાં પુરુષોને એન્ટ્રી નથી. અહીંયા એક ડઝન પરિવારો રહે છે પણ તમામ સ્ત્રીઓ છે અને પુરુષ એક પણ નથી. લગભગ 31 વર્ષ પહેલા 15 મહિલાઓએ આ ગામની સ્થાપના કરી હતી. ઉત્તરી કેન્યાની મહિલા જેન નોલમોંગન પર એક બ્રિટિશ સૈનિકે રેપ કર્યો હતો અને આ વાતની ખબર પડયા બાદ મહિલાને તેના પતિએ…

Read More

કોલકાત્તાઃ અત્યારે આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પશ્વિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળે છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પશ્વિમ બંગાળના અત્યારના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેશના વડાપ્રધાન મોદી ઉપર કટાક્ષ કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન મમતાએ કહ્યું હતું કે, તેમની વધતી દાઢી દેશની અર્થવ્યવસ્થાની વિરુદ્ધ છે. જ્યારે આવી ટિપ્પણીઓ આપતા સમયે તેમણે પ્રધાનમંત્રીની ગરિમાનું પણ ધ્યાન નહોતું રાખ્યું. જ્યારે થોડા સમય પહેલા જ ભાજપમાં શામેલ થયેલા મિથુનનું પણ આવું વલણ જોવા…

Read More

મુંબઈઃ કોરોના વાયરસે દેશમાં આતંક મચાવી રહ્યો છે. સામાન્ય માણસથી લઈને મોટા નેતા અને સેલિબ્રિટીઝને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. ત્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પણ કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. આ અંગે ખુદ સચિને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર ઉપર ટ્વીટ કરીને માહિતી આપી છે. સામાન્ય લક્ષણ જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેઓ હોમ આઇસોલેટ થયા છે. અને દેશના લોકોને ધ્યાર રાખવા માટે પણ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે હારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધવાના કારણે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આખા રાજ્યમાં 28 માર્ચથી નાઇટ કર્ફ્યૂ…

Read More

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન બન્યા છે. ત્યારે સત્તા સંભાળવાની સાથે જ જો બાઈડનના કેટલાક નિવેદનોના કારણે ચર્ચામાં આવ્યા હતા. જોકે, હવે જો બાઈડને વિશ્વના 40 નેતાઓને આમંત્રીત કર્યા છે. રાષ્ટ્રપતિ જો બાઈડને વૈશ્વિક જળવાયુ સંમેલનમાં ચર્ચા માટે વિશ્વના 40 નેતાઓ અમેરિકા આવવા માટે નિમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક જળવાયુ સંમેલન 22 અને 23 એપ્રિલે વ્હાઇટ હાઉસમાં યોજાશે. બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિને પણ આમંત્રિત કર્યા. ત્યારે રશિયા અને ચીન સાથે તણાવ વચ્ચે બાઇડનનો આ નિર્ણય મહત્વનો મનાઇ રહ્યો છે. સંમેલનમાં જળવાયુ પ્રદૂષણ ઓછું કરવા પર કરાશે ચર્ચા. હાલના સમયમાં કોરોના વાયરસ સંક્રમણની…

Read More

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. એક તરફ કોરોના વેક્સીનેશન ચાલે છે અને બીજી તરફ કોરોનાનો આતંક ચાલી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો દેશમાં કોરોના વાયરસમાં કેસમાં 24 કલાકમાં જ મોટો ઊછાળો આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,258 નવા કેસ નોંધાયા છે. જેની સામે ફક્ત 30,386 લોકો જ સાજા થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 4,52,647 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 291 લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,19,08,910 થઈ છે. જેની સાથે 1,12,95,023 લોકો…

Read More

સુરતઃ પતિ પત્ની અને વોના કિસ્સાઓ છાસવારે સામેમ આવતા રહે છે ત્યારે સુરતમાં એક વિશ્વાસ ન થાય એવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને માનીએ તો અહીંયા એક પત્ની પાસેથી છુટાછેડા લેવા માગતા પતિએ એવી કરતૂત કરી છે કે જાણીને વિશ્વાસ નહીં થાય. એક પત્નીએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના શારીરિક સંબંધ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પત્નીનો આક્ષેપ છે કે તેના પતિએ પ્રેમિકા સાથે રહેવા માટે ઘર છોડી દીધું હતું. ઉપરાંત તેણે પત્નીને એક વીડિયો કોલ કર્યો અને તેમાં ચાલુ ફોન પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધતા દૃશ્યો દર્શાવ્યા હતા. જોકે, પત્નીએ તેનો સ્ક્રિન શૉટ…

Read More

નવી દિલ્હીઃ અત્યારે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે નાઈટ કર્ફ્યૂ અને આંશિક લોકડાઉન અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને રોકવા માટે નાઇટ કર્ફ્યુ અને શનિવાર-રવિવારે લગાવવામાં આવતા કર્ફ્યુ વધુ અસરદાર નહીં. તેમનું માનવું છે કે, વેક્સિનેશનથી કોરોનાની બીજી લહેર પર લગામ લગાવી શકાય છે. જણાવી દઇએ કે દેશમાંથી હાલના દિવસોમાં કોરોનાના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યા છે. શુક્રવારે કોરોનાના અંદાજિત 60 હજાર નવા દર્દી મળ્યા છે. ટાઇમ્સ ગ્રુપના એક કૉનક્લેવમાં હર્ષવર્ધને કહ્યું કે, ફિઝિકલ ડિસ્ટેન્સિંગથી વાયરસને પ્રસારને રોકી શકાય છે, પરંતુ આંશિક લૉકડાઉન જેમ કે નાઇટ કર્ફ્યુ…

Read More