કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

કર્ણાટક: દેશમાં અનેક જંગલ સફારી આવેલી છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રાણીઓને જોવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે એક પ્રવાસીઓ દ્વારા પ્રાણીઓને હેરાન કરવાના પણ કેટલાક કિસ્સાઓ બનતા રહે છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. અહીં એક હાથી મનુષ્ય ઉપર હુમલો કરે ચે અને પાછળ દોડે છે. કર્ણાટકની સફારીમાં પ્રવાસીઓ ઉપર હુમલા થયા હોવાની ઘટના સામે આવી છે. આઈએફએસ અધિકારી સુસંતા નંદા દ્વારા ટ્વિટર ઉપર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં સફારી માટેના વાહન પાછળ હાથી દોડતો જોવા મળે છે. આ જ જગ્યાએ આગળ જઇને અન્ય એક હાથી પણ વાહનનો પીછો…

Read More

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રમાં સત્તા સંભાળતી ભાજપ સરકાર ઉપર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર સંસ્થાઓને નબળી બનાવવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીને ઓનલાઈન સંવાદ દરમિયાન તેમણે કહ્યું કે સંસદમાં માઈક બંધ કરી દેવામાં આવે છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપ સાંસદોએ મને જણાવ્યું કે સંસદમાં ખુલ્લી ચર્ચા નહીં કરી શકાય. તેમણે જણાવ્યું છે કે શું કહેવું છે તે બહું સીધી વાત છે. રાહુલ ગાંધીએ અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વાર્ષ્ણેયની સાથે ઓનલાઈન વાતચીતમાં આ દાવો પણ કરવામાં આવ્યો કે જો કોઈ ફેસબુક અને વ્હોટ્સએપને નિયંત્રિત કરી…

Read More

જામનગરઃ એક સમયના જામનગરના બહૂચકચારી વકીલ કિરીટ જોશી હત્યા કેસના મુખ્ય આરોપીઓની કોલકાત્તામાંથી ધરપકડ કરે લવામાં આવી છે. 28મી એપ્રિલ, 2018ના રોજ સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાં રસ્તા પર છરીના ઉપરાઉપરી આઠથી દસ ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસના આરોપીઓ દિલીપ ઠક્કર, હાર્દિક ઠક્કર અને જયંત ગઠવીની કોલકાત્તાથી ધડપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં અત્યારસુધી હત્યારાઓ ધરપકડથી દૂર હતા. આ કેસની તપાસ જામનગર ક્રાઇમ બ્રાંચ પોલીસ કરી રહી હતી. કિરીટ પટેલની જાહેરમાં જ ધારદાર હથિયારથી હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા અંગે કિરીટભાઈના નાના ભાઈ અશોકભાઈ જોશીએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું હતું કે, કિરીટભાઈ…

Read More

વડોદરાઃ વોડદરા શહેરમાં સોની પરિવારના સામૂહિક આપઘાતે સમગ્ર શહેરમાં ચકરાચ મચાવી લીધી હતી. ત્યારે શહેરમાં વધુ એક આત્મહત્યાની ઘટના બની છે. આ ચોંકાવનારી આત્મહત્યાની ઘટના સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક 25 વર્ષની યુવતીએ પોતાની બહેનપણીના ઘરે ગળેફાંસો ખાઇ લીધો છે. આ યુવતીએ નિર્વસ્ત્ર હાલતમાં આપઘાત કર્યો છે. યુવતીએ સીઆઈએસએફના જવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પોલીસે ગુનો નોંધીને પતિ, બહેનપણી અને પરિવારની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં હજી આપઘાતનું કારણ સામે આવ્યું નથી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, યુવતી પહેલા શહેરના ઇલોરાપાર્કમાં આવેલા એક મોલમાં કામ કરતી હતી. ત્યાં તેને રાહુલ પરમાર નામના યુવક સાથે પ્રેમ…

Read More

જોર્જિયાઃ વિદેશની ધરતી ઉપર જાહેરમાં ગોળીબાર કરવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે અમેરિકાના જોર્જિયાના એન્ટલાન્ટામાં પણ ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટમાં ચાર મહિલાઓ સહિત 8 લોકોના મોત નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે જોર્જિયાના એન્ટલાન્ટાના 3 સ્પા સેન્ટરમાં થયેલા ફાયરિંગમાં 4 મહિલા સહિત 8 લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસ અને મીડિયાએ આની પુષ્ટિ કરી છે. કહેવાઈ રહ્યું છે કે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. એટલાન્ટા પોલીસે કહ્યું છે કે તેમને એટલાન્ટામાં પિડમાન્ટ રોડ પર ગોલ્ડ મસાજ સ્પામાં એક લૂંટના સમાચાર મળ્યા. જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી તો 3 લોકોના મોત થયા હતા. એટલાન્ટાના પોલીસ પ્રમુખ રોડની બ્રાયંટે કહ્યું…

Read More

વેટિકન સિટીઃ અત્યારે સજાતીય લગ્ન સામાન્ય બની ગયા છે. લોકો પણ આવા લગ્નને આવકારી રહ્યા છે પરંતુ વેટિકન સિટી તરફથી કેથોલિક ક્રિશ્ચિયન સંપ્રદાય સજાતીય સમુદાયના લોકોને મોટો આંચકો મળ્યો છે. વેટિકનના જણાવ્યા પ્રમાણે પોપ સજાતીય યુગલોને આશીર્વાદ આપી શકતા નથી કારણ કે તે ગેરકાયદેસર છે. તમામ પશ્ચિમી દેશોમાં સજાતીય લગ્નને કાયદેસરની માન્યતા મળી હોવા છતાં વેટિકનનો આ આદેશ તેમના માટે ચિંતાનો વિષય છે. આ તેમને સામાજિક માન્યતાના રૂપમાં સમસ્યા ઉભી કરી શકે છે. કેથોલિક ખ્રિસ્તીઓની સૌથી મોટી સંસ્થા વેટિકન કહે છે કે ભગવાન પાપને આશીર્વાદ આપી શકતા નથી. ખ્રિસ્તી ધર્મના નિયમો નક્કી કરતાં વેટિકન ઓર્થોડસી ઓફિસે આ પ્રશ્નના સંદર્ભમાં આ…

Read More

ગાઝિયાબાદઃ ગુજરાતમાં બારડોલીમાં એક યુવતીનો સ્ટંટનો વીડિયો સામે આવ્યો હતો. અત્યારે બાઈક ઉપર સ્ટંટ કરવાના ગણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી પણ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ત્રણ યુવતીઓ બુલેટ ઉપર સવાર થઈને સ્ટંટ કરે છે જોકે, પોલીસે આ અંગે ગંભીરતા દાખવીને સ્ટંટ કરનારી છોકરીઓને પાઠ ભણાવ્યા હતા. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે તેના પર કાર્યવાહી હાથ ધરી છે. 11 હજાર રૂપિયાનું ચાલન કાપવામાં આવ્યું છે, આ સિવાય બીજો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં ત્રણ યુવતીઓ બુલેટ પર સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ અંગે પોલીસ કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી…

Read More

જબલપુરઃ અત્યારે આધુનિક જમાનામાં પણ તંત્ર-મંત્રમાં લોકો વિશ્વાસ કરતા હોય છે. ત્યારે ઢોંગી તાંત્રિકો પણ ભોળા માણસોનો ફાયદો ઉઠાવતા હોય છે. પરંતુ જબલપુરમાં બનેલી એક ઘટનામાં મહિલા પોતાના દુઃખો દૂર કરવા તાંત્રિક પાસે ગઈ હતી. જ્યાં પોતા દુઃખો તો દૂર ન થયા પરંતુ વધારે મુશ્કેલીમાં મુકાઈ હતી. તાંત્રિકે એકલતાનો લાભ લઈને સ્મશાનમાં જ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તાંત્રિકે મહિલા પર ચુડૈલનો છાયો હોવાનું કહીને તેના પરિવારને ડરાવી નાખ્યો. તેણે કહ્યુ કે, તેના ઈલાજ સમયે પરિવારનો કોઈ વ્યક્તિ જો ત્યાં હાજર રહ્યો તો, તેના જીવને ખતરો થઈ શકે છે. પરિવારે મહિલાને તાંત્રિક પાસે એકલી છોડી મુકી આ દરમિયાન તાંત્રિકે મહિલા…

Read More

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણી રમાઈ રહી છે. ચોથી મેચ પણ મોદી સ્ટેડિયમમાં જ રમાનારી છે. જોકે, શ્રેણીની પહેલી મેચ હાર્યા બાદ ભારતે બીજી મેચ ઉપર કબ્જો કર્યો હતો. જોકે, ત્રીજી મેચ ભારત ફરી હારી ગયું છે. ત્રીજી મેચમાં ભારતને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 6 વિકેટ ગુમાવીને 156 રનનો સ્કોર ઊભો કર્યો. તેના જવાબમાં મહેમાન ટીમે ટાર્ગેટને 10 બોલ બાકી હતા તે પહેલા માત્ર બે વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધો. આ રીતે ઈંગ્લિશ ટીમે પાંચ મેચોની સીરીઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. ચાલો જાણી ટીમ ઈન્ડિયાના…

Read More

ગોધરાઃ અત્યારે લગ્નેત્તર સંબંધો બંધાવા સામાન્ય બની ગયા છે પરંતુ આવા સંબંધો પાછળ જતાં ગંભીર પરિણામમાં ફેરવાય છે. ત્યારે આવો જ એક કિસ્સો ગોધરામાં બન્યો છે. પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં ગુણેશીયા ગામના યુવક સાથે મધ્યપ્રદેશથી લગ્ન કરી આવેલી પરિણીતા અને તેના પ્રેમીએ પ્રેમ સંબંધો ચાલુ જ રાખતા પરિણીતાના પતિથી આ સંબધ સહન ન થતા પત્નીના પ્રેમીની હત્યા કરી દેવામાં આવી છે. આ પ્રેમ સંબધમાં પરિણીતાએ હાલ તો પ્રેમી ગુમાવ્યો છે અને પતિ પણ હત્યાના ગુનામાં પોલીસ હીરાસત આવી ગયો છે!. એટલે હાલ તો પ્રેમને પામવામાં યુવતીની હાલત ન ઘરની કે ન ઘાટના જેવી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘોઘમ્બા તાલુકાના…

Read More