Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

Nirav and modi

નવી દિલ્હીઃ દેશની બેન્કોને હજારો કરોડ રૂપિયાનો ચુનો લગાવીને વિદેશમાં સંતાયેલા લિકર કિંગ વિજય માલ્યા અને નિરવ મોદી અંગે કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત આવી રહ્યા છે અને તેમને અહીંના કાયદાનો સામનો કરવો પડશે. સરકાર બ્રિટનથી માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણ અંગે કાર્યવાહી કરી રહી છે જ્યારે ચોક્સી એન્ટિગુઆમાં છે. નીરવ મોદી અને ચોક્સી પર પંજાબ નેશનલ બેંકમાં 14,500 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. વિજય માલ્યા પર બેન્કોની 9,000 કરોડની લોન ડિફોલ્ટ હોવાનો આરોપ છે. સીતારામને રાજ્યસભામાં વીમા સુધારણા બિલ અંગેની…

Read More
vadodara fire

વડોદરાઃ વડોદરાના સાવલીમાં કેમિકલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. વડોદરાની શિવમ પેટ્રો કેમિકલ્સ નામની કંપનીમાં ભીષણ આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેકટરીમાં રીએકટર ફાટતા આગમાં 5 કર્મચારીઓ દાઝયા હતા અન તેમને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ લઇ જવાયા છે. ભીષણ આગને પગલે ફેકટરીમાં વ્યાપક નુકસાન તો થયું જ છે, આશરે આઠ કિલોમીટર સુધી રીએકટર ફાટવાનો અવાજ સંભળાયો હતો કે જે ઘટનાની ગંભીરતાને વર્ણાવે છે. ભારે ધડાકા અને ભડાકા સાથે આગ લાગતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો સર્જાયા હતા અને આજુબાજુનાં લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો. વડોદરા ફાયર તેમજ અન્ય કંપનીઓના ફાયરની ટીમો પણ આગને કાબુમાં લેવા…

Read More
woman suicide

રાજકોટઃ પતિ પત્નીના સંબંધો અટુત હોય છે. ક્યારે અધવચ્ચે આકસ્મીત રીતે આ જોડું ખંડીત થતું હોય છે. એક બીજાના વિરહમાં આત્મહત્યા કરતા હોવાની પણ ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં આવી જ એક ઘટના બની હતી. ત્રણ માસ પહેલા હાર્ટ એટેકના કારણે પતિ ગુમાવનાર પત્નીએ પણ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આમ પિતા બાદ માતાનું પણ મોત થતાં બે સંતાનો નોધારા બન્યા છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના શ્રધ્ધા પાર્કમાં આવેલી વંદના સોસાયટીમાં રહેતી કાંતાબેન નામની 44 વર્ષીય મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર કાંતાબેનનાં પતિ અનિલભાઈનું ત્રણ માસ પૂર્વે…

Read More
toll plazza india

નવી દિલ્હીઃ અત્યારે દેશના તમામ નેશનલ હાઈવે ઉપર ટોલ પ્લાઝા ઉપર ગાડીમાં ફરજીતા ફાસ્ટેગ કરવામાં આવ્યું છે. જોકે, આગામી દિવસોમાં દેશમાં તમામ ટોલ પ્લાઝા દૂર કરવાની મોટી જાહેરાત કેન્દ્રી માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝા નાબૂદ કરવામાં આવશે. ગુરુવારે લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યું કે સરકાર આગામી એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝાને નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. કારણ કે હવે ટોલ પ્લાઝાના તમામ કામ ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે તેમનું મંત્રાલય એવી ટેકનિક પર કામ કરી રહ્યું છે, જેમાં તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ…

Read More
tiger skin Ahmedabad crime branch

અમદાવાદઃ વન્ય પ્રાણીઓનો શિકાર કરીને તેના અંગોનો વેપાર થઈ રહ્યો છે. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને પકડી છે જે વાઘના ચામડા વેચવાની ફિરાકમાં હતી. ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓને પકડીને તેમની પાસે રહેલા ચાર મૃત વાઘના ચામડા જપ્ત કર્યા છે. આરોપીઓ વાઘના આ ચામડા 2.50 કરોડ રૂપિયામાં વેચવાની ફિરાકમાં હતા. જોકે, પોલીસના હાથે ચડી ગયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા આરોપીઓની 4 મૃત વાઘના ચામડા સાથે ધરપકડ કરવામા આવી છે. નૈલેશ જાની, રણછોડ પ્રજાપતિ, અલ્પેશ ધોળકિયા અને મોહન રાઠોડ નામના આ આરોપી મૃત વાઘના ચામડા 2.50 કરોડમા વેચવાની ફિરાકમા હતા. આ લોકોને કોઇ ગ્રાહક મળે તે પહેલા પોલીસે…

Read More
online study

રાજકોટઃ કોરોના કાળમાં અત્યારે ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ ઉપર કેટલીક આડ અસરો પણ થવા લાગી છે. આવી સ્થિતિમાં રાજકોટમાં તાજેતરમાં 11માં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ તરૂણી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. ઓનલાઇન અભ્યાસ ચૂકી જતા છાત્રાએ આપઘાત કર્યો હતો. રાજકોટ શહેરમાં કોરોના મહામારી પગપેસરો કર્યાને એક વર્ષ પૂર્ણ થયું છે. કોરોના મહામારીના કારણે ઓફલાઈન શિક્ષણ છે તે ઓનલાઈન બન્યું છે. ત્યારે રાજકોટ શહેરના માર્કેટયાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતી પ્રિયાએ ફેબ્રુઆરી માસમાં સવારે છ વાગ્યા આસપાસ ઝેરી દવા પી લેતા…

Read More
girl child beaten

કચ્છઃ માતા-પિતા પોતાના બાળકોને માર મારતા હોય એ સામાન્ય બાબત છે. પરંતુ ક્યારેક આવેશમાં આવીને પોતાના બાળકોને માર મારતા હોય છે કે બાળકો અધમુવા બની જાય. આવી જ એક ઘટના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં સામે આવી છે. રાપર તાલુકાના ત્રંબો ગામે સગા બાપે દિકરીને વાયર વડે ક્રૂરતા પ્રુવક માર મારતા શરીરના પાછળ ભાગે તેના નીશાન ઉપસી આવ્યા હતા અને એક ક્ષણે તો માસુમ બેભાન થઈ ગઈ, ત્યાં સુધી માર મારતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ભચાઉ તાલુકાના ભરૂડીયા ગામના વતની અને હાલ ત્રંબોમાં વાડી કરતા નારણ હરિ ભાલાણી કોલીએ સંભવત રાજાપાઠમાં 7 વર્ષ ની માસુમ…

Read More
rape

પિલિભીતઃ ઉત્તર પ્રદેશના પિલિભીતમાં સંબંધનો લાંછન લગાતો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિધવા મહિલા ઉપર બેનના સસરાએ દુષ્કર્મ આચર્યું હતું. અને તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. પીડિતાને ચામાં કેફી પદાર્થ પીવડાવીને બેભાન કરી તેના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં દુષ્કર્મનો વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરતો હતો. સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ જય પ્રકાશ યાદવના આદેશ બાદ સોમવારે રાત્રે એફઆરઆઈ નોંધવામાં આવી હતી. પીડિતા ત્રણ બાળકોની માતા છે અને તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે 2018મા તેઓ વિધવા થયા હતા. તેના પરિવારનું ધ્યાન રાખવાનું નાટક કરીને તેની નાની બહેનના 55 વર્ષીય સસરા અવારનવાર તેમના ઘરે…

Read More
income

નવી દિલ્હીઃ 31 માર્ચે નાણાંકીય વર્ષ પૂર્ણ થશે અને પહેલી એપ્રિલથી નવું નાણાકિય વર્ષ શરૂ થશે ત્યારે પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટમાં ઇનકમ ટેક્સ અંગે જાહેરાત કરી હતી. જે પહેલી એપ્રિલથી લાગું થશે. ત્યારે એપ્રિલ મહિનાથી ઇન્કમ ટેક્સ રિટર્નથી લઇને અનેક બાબતોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે ચાલો જાણીએ કે ઇન્કમ ટેક્સ અંગેના પાંચ નિયમો જેમાં ફેરફાર થશે. 1- PF ટેક્સ નિયમ સરકારે એમ્પ્લોય પ્રોવિડન્ડ ફંડમાં વધુ રોકાણ કરનાર પક્ષકારો પર ટેક્સ લાદ્યો છે. સરકાર દ્વારા PFની વાર્ષિક ફાળવણીમાં 2.5 લાખથી વધુની રકમ પર ટેક્સ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય કર્મચારીઓના હિતમાં છે અને 2 લાખથી…

Read More
ritika phogat suicide

નવી દિલ્હીઃ રમતજગતમાંથી માઠાં સમાચાર આવી રહ્યા છે. એક રમતવીરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બબીતા ફોગાટની પિતરાઈ રિતિકાને ફાઈનલમાં હાર સહન નહી થતા જે બાદ તેમણે સોમવારે રાત્રે ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રિતિકાએ પોતાના ફુવા મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનમાં ફાંસી લગાવી લીધી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોતાના પરિવારજનોને સોંપી દીધો છે. મૃતકના અંતિમ સંસ્કાર તેના વતન રાજસ્થાનના ઝુંઝનૂં જિલ્લાના જૈતપુરમાં મંગળવારે થયાં. રિપોર્ટ અનુસાર 17 વર્ષની રિતિકા છેલ્લા પાંચ વર્ષોથી પોતાના ફુવા મહાવીર ફોગાટની એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી હતી. રિતિકાએ 12 થી 14 માર્ચ સુધી ભરતપુર લોહાગઢ સ્ટેડિયમમાં રાજ્ય સ્તરિય સબ-જુનિયર મહિલા અને પુરુષ…

Read More