Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

jamnagar boy

જામનગર: જામનગરના રણજીતનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં જર્જરિત બાંધકામો દૂર કરવાની કામગીરી માટે ડિમોલિશન પ્રક્રિયા હાથધરવામાં આવી હતી. જોકે, આ સમયે એક ભાડુઆતે ફીનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુવકના આપઘાતના પ્રયત્નથી દોડાદોડી મચી ગઈ હતી. અને પોલીસે તાત્કાલિક યુવકને પકડ્યો હતો. માનવામાં આવે છે કે વર્તમાન ભાડુઆતો કોર્ટમાં ગયા હોવા છતાં ઓર્ડર આવે તે પહેલા ડિમોલિશન પ્રક્રિયા હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત બાંધકામો દૂર કરવા સવારે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી હતી. ચાર જેટલી દુકાનો અને એક રહેણાંક મકાનને જર્જરિત હાલતમાં હોવાથી નિયમોનુસાર બાંધકામ દૂર કરવા બુલડોઝર લઈ મહાનગરપાલિકા અને…

Read More
team India oneday

મુંબઈઃ અત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણી રમાઈ રહી છે. અને ટી-20 શ્રેણીમાં બે મેચ ભારત અને બે મેચ ઇંગ્લેન્ડે જીતી હોવાથી રન રેટ 2-2થી બરોબરી કરી છે ત્યારે આગામી દિવસોમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ રમાનારી છે ત્યારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે સીરીઝની ત્રણેય મેચ પુણેમાં રમાશે. આ ટીમમાં સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન મળ્યું છે. જોકે વનડે ટીમમાં ઈશાન કિશનને તક નથી મળી. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં…

Read More
jcb

મેવાતઃ અંગત અદાવતોના કારણે ખૂની ખેલ ખેલાતા રહે છે ત્યારે મેવાતમાંથી ચકચારી ઘટના સામે આવી છે. અહીં જૂની અદાવતમાં એક યુવકની જેસીબીથી કચડીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકની લાશ ને કબ્જામાં લઈ સીએચસી નૂંહથી પોસ્ટમોર્ટમ કરાવીને લાશ પરિજનોને હવાલે કરી દીધી છે. પોલીસ એ આ સંબંધમાં કેસ નોંધી મામલાની ઊંડી તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદી અબ્દુલ અજીજે પોલીસને જણાવ્યું છે કે તે પોતાના ભાઈની સાથે 17 માર્ચે લગ્નની કાર્ડ આપીને પોતાના ગામ પરત આવી રહ્યા હતા. આ દરમિયાન અમારી પર વારિસ, ઈમરાન, શહરૂન, રહીમ બખ્સ ઉપરાંત…

Read More
pregnant woman rape

સુરત : સુરતમાં લોકડાઉનમાં પતિની જ મદદગારીથી જેઠના દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા મામલો ગરમાયો છે. અડાજણ વિસ્તારની આ ઘટનામાં ઝેરી દવા ગટગટાવનારી પરિણીતાનો યોગ્ય સમયે સારવાર મળી જતા જીવ બચી ગયો છે પરંતુ આ કિસ્સાએ ભારે ધૃણા જગાવી છે. લોકડાઉન સમયે સુરતમાં આ કિસ્સાની ખૂબ જ ચર્ચા થઈ હતી જેમાં એક પરિણીતાએ તેના પતિની મદદગારીથી જેઠે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ કરી હતી. જોકે, આ કિસ્સામાં સમાધાન થઈ ગયું હતું. બનાવની વિગતો એવી છે કે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં ઝેરી દવા પી ગઈ હોવાનો કોલ આવતાની સાથે સુરતની અડાજણ પોલીસે મહિલા અને બાળમિત્રની ટીમે…

Read More
antibody

ન્યૂયોર્કઃ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ પોતાનો આતંક ફેલાવ્યો છે. કોરોનાએ વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લીધો છે. બીજી તરફ કોરોના સામે લડનાર દર્દીઓમાં એન્ટીબોડી મળી રહ્યા છે. ત્યારે એક આશ્ચર્યજનક કિસ્સો અમેરિકામાંથી સામે આવ્યો છે. દુનિયામાં પહેલી વાર સત્તાવાર રીતે એવાં બાળકના જન્મની પુષ્ટી થઈ છે જેના લોહીમાં કોરોના સામે લડનારા એન્ટિબોડી મળી આવ્યા છે. એન્ટિબોડી એટલે કે એવાં પ્રોટિન્સ જે શરીરના કોઈ વાઈરસ સામે લડવા માટે પ્રતિરોધક ક્ષમતા વધારે છે. અહેવાલ અનુસાર કોઈ નવજાતના લોહીમાં કોરોના સામે લડનારા એન્ટિબોડી મળી આવવાનો આ મામલો અમેરિકાના ફ્લોરિડામાં સામે આવ્યો છે. ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીના નિષ્ણાતોએ આ બાળકની ગર્ભનાળના લોહીની તપાસ કરી હતી.…

Read More
car policy

નવી દિલ્હીઃ જો તમારી પાસે વ્હીકલ છે તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર સરકારે વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી દીધી છે. આ નવી પોલિસી પ્રમાણે 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો અને 20 વર્ષ જૂના ખાનગી વાહનો ફિટનેસ ટેસ્ટ વગર રસ્તા પર નહીં દોડી શકે. ફિટનેસ ટેસ્ટ પાસ થયા બાદ જ આ વાહનોની સર્ટિફિકેટ રિન્યૂ કરી આપવામાં આવશે. રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં વ્હીકલ સ્ક્રેપેજ પૉલિસીની જાહેરાત કરતા કહ્યું કે ફિટનેસ ટેસ્ટમાં અનફિટ થતા વાહનોને સ્ક્રેપ કરી દેવામાં આવશે. તેમણે કહ્યુ કે, ફિટનેસ ટેસ્ટ માટે વિશેષ સેન્ટર બનાવવામાં આવશે. પરિવહન મંત્રાલયના સૂત્રોનું માનીએ તો મંત્રાલયની યોજના છે…

Read More
LIC 1

નવી દિલ્હીઃ કોરોના કાળમાં દેશની સૌથી મોટી જાહેરક્ષેત્રની વીમા કંપનીએ પોતાના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વધુ એક સેવાને પ્રાયોગિત ધોરણ શરુ કરી છે. કોરોના રોગચાળા દરમિયાન તેના પોલિસીધારકોની પરેશાની ઓછી કરવા માટે LICએ જણાવ્યું હતું કે પોલિસીધારકો મહિનાના અંત સુધીમાં દેશની નજીકની કોઈપણ LIC ઓફિસમાં પોલિસીની મેચ્યોરિટીના દાવા માટે દસ્તાવેજો સબમિટ કરી શકે છે. LICના આ નિર્ણયથી તેના પોલિસી ધારકો માટે મોટી રાહત મળી છે જેમની પોલિસી મેચ્યોર થઈ છે. એલઆઈસીએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. LICએ કહ્યું કે તેની દેશભરમાં 113 ડિવિઝનલ ઓફિસ, 2,048 શાખાઓ, 1,526 નાની કચેરીઓ છે. આ સિવાય, તેમાં 74 ગ્રાહક ઝોન પણ છે…

Read More
daught attack

ગાંધીનગરઃ સામાન્ય બાબતોમાં પરિવારમાં ઝઘાડ થવા એ સ્વાભાવિક છે. પરંતુ ક્યારેક આ ઝઘડાઓ એ હદ સુધી આગળ વધતાં હોય છે કે તેનું ગંભીર પરિણામ આવતું હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં બન્યો હતો. જ્યાં કૌટુંબિક ઝઘડાના કારણે એક માતાએ પોતાની જ દીકરીનું ગળું દબાવ્યું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે, દીકરી મારી નહીં થાય તો કોઈની નહીં થાય તેમ કહીને મહિલાએ તેનું ગળું દબાવ્યું હતું. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે આ કેસમાં સેક્ટર-7 પોલીસે બે મહિલા સહિત સાત લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ઘટનાની વિગતે માહિતી આપીએ તો, સેક્ટર 12/C પ્લોટ નંબર 366/A1માં રહેતા કોમલબેન આશિષ…

Read More
irctc

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં મુસાફરી કરનાર મુસાફરો માટે સારા સમાચાર આવી ગયા છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) અને ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા એ પ્રવાસીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ FHRAI સભ્યો આઈઆરસીટીસી અને તેની સહયોગી વેબસાઇટની મદદથી બુકિંગ માટે તેમના હોટલના રૂમ ઉપલબ્ધ કરાવશે એક નિવેદનના અનુસાર, આ કરાર હેઠળ આઈઆરસીટીસી હોટલને 3 સ્ટાર હોટલ અથવા તેના સમકક્ષ હોટલોને આપવામાં આવતા કમિશનમાં 2 ટકાની છૂટ આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ મેળવવા માટે હોટેલને FHRAI અથવા તેના ક્ષેત્રીય સંગઠનો સાથે જોડાયેલ હોવું આવશ્યક છે. FHRAIના ઉપપ્રમુખ ગુરૂબક્ષિશ સિંહ કોહલીએ…

Read More
girl child molestation

અમદાવાદઃ રાજકોટમાં સાત વર્ષની બાળકી સાથે પડોશમાં રહેતા અલ્પેશ મામાએ છેડતી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યાર આવોજ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અહીં પડોશમાં રહેતી ચાર વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે ગંદુ કામ કર્યાની શરમજનક ઘટના ઘટી હતી. બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે સામે રહેતો ‘નરેશ મામા’ આ બાળકીને ઘરમાં લઈ જઈ તેને ચુંબન કરવા લાગ્યો હતો અને બાદમાં બાળકીનું માથું બે પગ વચ્ચે ગુપ્તાંગ પાસે લઈ જઈ છેડતી કરી હતી. આ હવસખોરની પત્નીનું થોડા સમય પહેલા જ મૃત્યુ થયું હોવાથી અને તેની માતાએ માફી માંગતા કોઈએ ફરિયાદ કરી ન હતી. પણ બુધવારે બોલાચાલી કરી મારામારી કરતા ફરિયાદ…

Read More