નવી દિલ્હી : વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન ચાર દેશોના નેતાઓની પ્રથમ ક્વાડ શિખર બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ સંમેલનને ચીનની વધતી સૈન્ય શક્તિ અને આર્થિક શક્તિને સંતુલિત કરવાના પ્રયત્નોના રુપમાં પણ જોવામાં આવી રહી છે. ક્વાડને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે પોતાના લોકતાંત્રિક મૂલ્યો, સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી ભારત-પ્રશાંત પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાથી એકજુટ છે. આજનો આપણો એજન્ડા-વેક્સીન, જલવાયું પરિવર્તન અને ઉભરતા પ્રોદ્યોગિકીઓ જેવા ક્ષેત્રોને કવર કરવાનું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું આ…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સેલવાસઃ ગુજરાતના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાંથી હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ચાર વર્ષની બાળકીની હત્યા કરાયેલી હાલતમાં કોથળામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. ગુમ થયાલે બાળકીની મૃતદેહ મળતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ અંગે પોલીસે જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળવી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઇ ગઇ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે નહીં આવતા તેના પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. ત્રણથી ચાર કલાકની શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પત્તો નહી મળી…
સુરતઃ તાજેતરમાં સુરતમાં બાઇક ઉપર સ્ટંટ કરવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે પૈકી એક વીડિયો એક કલપનો પણ હતો. આ કલપે ચાલું બાઈક ઉપર સ્ટંટની સાથે જ રોમાન્સ પણ કર્યો હતો. જોકે પોલીસ પાસે આ વીડિયો આવતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યાના 24 કલાકમાં જ યુવકે પોતાની ફિયાન્સી સાથે એક વીડિયોમાં બંને હાથજોડીને માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના રાંદેર બસ સ્ટોપ પાસે શેખ કાલા સ્ટ્રીટમાં રહેતો 20 વર્ષીય અબ્દુલ રહેમાન મોહંમદ ઈમ્તિયાઝ મલેક તા. 5મી માર્ચના રોજ સવારે તેની ફિયાન્સી સાથે કેટીએમ બાઇક પર નીકળ્યો હતો. નંબર વગરની સ્પોર્ટ્સ બાઈક પર…
મુંબઈઃ અત્યારે ઓટીટી પ્લેટફોર્મ ઉપર અનેક વેબ સિરિઝ ચાલી રહી છે. લોકડાઉનમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલિઝ થયેલી ફિલ્મો અને વેબ સિરિઝે લોકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડ્યું હતું. જોકે આ દરમિયાન કેટલીક વેબ સિરિઝ વિવાદમાં પણ આવી હતી. તાંડવ બાદ હવે બોમ્બે બેગમ પણ વિવાદમાં સપડાઈ છે. એનસીપીસીઆઈએ 24 કલાકમાં બોમ્બે બેગમનું સ્ટ્રીમિંગ રોકવા માટે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઇ તાંડવ અંગે બબાલ બાદ 8 માર્ચનાં નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઇ છે. ‘બોમ્બે બેગમ’ પર કેટલાક સીન્સ પર અને તેનાં કોન્ટેક્ટ અંગે બાળ આયોગે આપત્તિ જતાવતા નોટિસ આપી છે. હવે આ મામલે રાષ્ટ્રીય…
સુરેન્દ્રનગરઃ સામાન્ય રીતે લગ્ન પ્રસંગે અથવા જન્મદિવસની પાર્ટીઓમાં જાહેરમાં ફાયરિંગ કરવાની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ સુરેન્દ્રનગરમાં હાઈવે ઉપર આવેલી એક હોટલમાં એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ વ્યક્તિએ ફાયરિંગ કેમ કર્યું એ અંગે હજી સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટના બે દિવસ પહેલા બની હોવાની માનવામાં આવે છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર સાયલામાં નેશનલ હાઇવે પર 10મી માર્ચની ઘટના છે. આ શખ્સ વીડિયોમાં જોવા મળે છે તે મુજબ હોટલમાં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ બંદૂક બતાવી અને પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ હવામાં ફાયરિંગ કરી…
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો જાણે વિસ્ફોટ થયો હોય તેમ રોજે રોજ કોરોના વાયરસના કેસ વધતા જાય છે. ભારતમાં અત્યાર સુધીમાં 2,61,64,920 કોરોના વાયરસ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. બીજી તરફ સંક્રમણનો વ્યાપ પણ ફરી વધતો જઈ રહ્યો છે. દેશમાં 24 ડિસેમ્બર, 2020 બાદ ફરી એકવાર સૌથી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે જ્યાં 24 કલાકમાં 14 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 57 દર્દીઓનાં મોત થયા છે. પંજાબ અને કેરળમાં પણ સ્થિતિ વણસતી જઈ રહી છે. મહારાષ્ટ્રમાં રશિયા અને બ્રિટનથી પણ વધુ કેસ નોંધાયા…
રાજકોટઃ છ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં મેયર-ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. રાજકોટના મેયર તરીકે ડો. પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે દંડક સુરેન્દ્રસિંહ વાળા અને શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા બન્યા છે. સુરતમાં આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. સુરતના નવા મેયર મેયર હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની, જ્યારે શાસક પક્ષના…
અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તાજેતરમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાચેલી ટેસ્ટ સિરિઝમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ આજે ફરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરિઝ મરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20નો સાંજે પ્રારંભ થયો હતો. ટી-20 મેચમાં શિખર ધવનનો ટીમમાં સમાવેશ કરાયો નથી. તેના સ્થાને રૂષભ પંથનો ટીમમા સમાવેશ કરાય તેવી શક્યતા છે. તો હાર્દિક પંડ્યા ઓલરાઉંડર તરીકે કમબેક કરશે. ટીમમાં ચહલ, ભુવનેશ્વરકુમાર અને દિપક ચાહરનો પણ ટીમમાં સમાવેશ થઈ શકે છે. ટી -20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની હેડ- ટૂ-હેડની વાત કરીએ તો બંને ટીમો આ ફોર્મેટમાં અત્યાર સુધી 14 વાર સામ-સામે આવી ચુકી…
હૈદરાબાદઃ આપણે જલપરી વિશે વાર્તા અને કહાનીઓમાં અથવા તો ફિલ્મોમાં જોઈ અને સાંભળી હશે. પરંતુ તાજેતરમાં એક આવું જ બાળક જન્મ્યું છે જે ચર્ચાનો વિષય બન્યું છે. હૈદરાબાદની એક હોસ્પિટલમાં જલપરી જેવા દેખાવ ધરાવતું એક બાળક જન્મ્યું હતું. જોકે, થોડા કલાકો જીવ્યા બાદ મોત થયું હતું. આ બાળકના જન્મથી ડોક્ટરો અચંબિત થયા હતા. હકીકતમાં અહીં એક “મર્મેડ બેબી”નો જન્મ થયો હતો એટલે કે જેનો દેખાવ કાલ્પનિક દરિયાઈ પ્રાણી કે જેનો ઉપરનો ભાગ માણસ જેવો અને નીચેનો ભાગ માછલી જેવો હોય. આને ડૉક્ટરની ભાષામાં મેર્મેડ સિન્ડ્રોમ કહે છે. જેના કારણે બાળકનો વિકાસ આ રીતે થાય છે. પેટલાબુર્જ સરકારી મેટરનિટી હૉસ્પિટલ ખાતે…
નવી દિલ્હીઃ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી QUAD દેશોની મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં પહેલીવાર અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સાથે હશે. આ ઉપરાંત સમિટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાન પીએમ યોશિહિડે સામેલ થશે. દુનિયાના ચાર તાકાતવર લોકતાંત્રિક દેશોના નેતાઓની અગત્યની બેઠકમાં કોરોના વેક્સીન, ટેકનીકલ સહયોગ, ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દા પ્રમુખ રહી શકે છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો ચીનનો હોઈ શકે છે. કોરોના સંક્રમણ ફેલાવાના પ્રારંભિક દિવસો અને મહામારી દરમિયાન ચીનના વલણથી આંતરરાષ્ટ્રીય સ્તરે મુશ્કેલીઓ ઊભી થઈ. શરૂઆતમાં ચીન પર કોરોનાની જાણકારી ન આપવાના…