અમદાવાદઃ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ ગઈ. ગુજરાતની છ મહા નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો રંગ છપાયો હતો. જોકે, હવે આ છ મહા નગરપાલિકાના મેયર પદ ઉપર કોણ બિરાજશે એ મોટો પ્રશ્ન લોકોના મનમાં ચૂંટણી પણ રહેલો હતો. જોકે, હવે આ પ્રશ્નો આજે બુધવારે જવાબ મળવાની સંપૂર્ણ શક્યતા ઓ છે. ગુજરાતના રાજ્યના ત્રણ શહેરોમાં નવા મેયર કોણ તે સવાલ મોટો સવાલ હતો. એટલે કે અમદાવાદ, વડોદરા અને ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયરના નામની આજે વિધિવત રીતે જાહેરાત કરી દેવાશે. સાથે જ આ ત્રણેય મનપાના નવા હોદ્દેદારોના નામોની આજે જાહેરાત કરાશે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 હોદ્દેદારોના નામોની પણ જાહેરાત કરાશે. પાછલા કેટલાય સમયથી…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
રાજકોટઃ સામાન્ય રીતે સાસુ વહૂના ઝઘડનાના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. પરંતુ રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પુત્રવધૂએ પોતાની 70 વર્ષીય સાસૂ ઉપર સળગતો પ્રાયમસ ફેંકીને જીવતી સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પ્રાયમસના કારણે સાસુ ગંભીર રીતે દાઝી જતાં તેમને હોસ્પિટલ ખસડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણએ રાજકોટ શહેરમાં રહેતા દેવુંબેન નાનજીભાઈ મકવાણા નામના 70 વર્ષીય વૃદ્ધાએ પોતાની વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ કરી છે. દેવુબેને ફરિયાદમાં કહ્યું છે કે, “મારો નાનો દીકરો વસંત ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો છે. હું મારા…
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં રાજકીય વિવાદ વચ્ચે મંગળવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપી દીધું છે. ત્યારે તેમના રાજીનામા પાછળ શું કારણ છે એ લોકો માટે પ્રશ્ન બન્યો છે. ત્યારે આ અંગે કેટલીક અટકળો ચાલી રહી છે. બીજેપી ટોપ લીડરશિપમાં અનેક મોટા નેતાઓનું સમર્થન હોવા છતાં રાવતને પોતાની ખુરશી છોડવી પડી. તેમના પદથી હટવા પાછળનું સૌથી મોટું કારણ પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓના એક વર્ગમાં નારાજગી છે. હકીકતમાં પાર્ટીમાં ઊભી થયેલી નારાજગી પાછળ અનેક કારણો હોવાનું કહેવાય છે. પાર્ટી સૂત્રોના હવાલાથી ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાવતની વિરુદ્ધ નારાજગીના કારણે જ મુખ્યમંત્રી પદના દાવેદાર ઊભા થઈ ગયા.…
સુરતઃ સુરત પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. જ્યાં આઠ વર્ષના ઘર બહાર રમતા બાળકનું અપહરણ થયું હતું. જોકે, પોલીસને જાણ થતાના તાત્કાલિ અસરથી ચક્રોગતિમાન કરીને અપહરણકારોનું પગેલું મેળવી અપહરણકારોના ચંગુલમાંથી હેમખેમહ છોડાવ્યો હતો. આ મામલે સચિન GIDC પોલીસે જણાવ્યું હતું કે, આ બાળકને કોઈ ઈસમ તેના ઘરે લઈ ગયો હતો. એટલું જ નહીં આ અજાણ્યો ઈસમ 10 દિવસથી બાળકને ચોકલેટ આપીને ધીમે ધીમે પોતાના વશમાં કરી રહ્યો હતો. જે બાદમાં આરોપીનું બાળકનું અપહરણ કરીને ભુસાવલ (મહારાષ્ટ્ર) તરફ જવા નીકળી ગયો હતો. જે બાદમાં પોલીસે આરોપીનો મોબાઇલ નંબર ટ્રેસિંગ પર મૂકી પગેરું શોધવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ પોલીસે ભુસાવલ રેલવે…
અમદાવાદ : ગીરમાં એસિયાટીક સિંહો જોવા માટે પ્રવાસીઓ દેશ વિદેશમાંથી આવે છે. લાયન સફારીમાં લોકો સિંહને પ્રાકૃતિક રીતે જોઈ શકે છે. પરંતુ સ્થાનિક લોકો ગેરકાયદેસર રીતે લાયન શો કરીને સિંહોની પજવણી કરતા હોવાના અનેક વીડિયો પ્રકાશમાં આવ્યા છે. જોકે, આવા જ એક કેસમાં લાયન શો કરનાર અને તેને મદદ કરનાર કુલ 6 લોકોને કડક સજા કરવામાં આવી છે. કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીઓને 10,000 રૂપિયા દંડ તેમજ 3 વર્ષની કેદ કરી છે. આ આરોપી પૈકીના એક આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે જ્યારે એક આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે આકરું વલણ દાખવતા લાયન શો કરાવનાર વ્યક્તિની…
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય વિમાનમાં ભારતીય મુસાફરોની ગેરવર્તણૂના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે આવો જ એક કિસ્સો બન્યો હતો. ભારતીય મુસાફરને ધમાચકડી બાદ ઇન્ટરનેશન ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિક કરવું પડ્યું હતું. એર ફ્રાન્સ પ્લેનની એક ફ્લાઈટ પેરિસથી નવી દિલ્હી આવી રહી હતી. તે સમયે એક ભારતીય મુસાફરના હંગામા બાદ પ્લેનનું સોફિયા, બલ્ગેરિયામાં ઈમજરન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક ભારતીય નાગરિકે અન્ય પ્રવાસી મુસાફરો સાથે ગેરવર્તણૂક કરી ઝઘડો કર્યો અને ક્રૂ મેમબર્સને માર્યા અને નીચે ઉતારવા માટે કોકપિટના દરવાજાને પણ ધક્કો માર્યો હતો. આ ભારતીય નાગિરકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ 72 કલાક માટે તેની અટકાયત કરાઈ છે.…
કોલકાત્તાઃ પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાન પહેલા પક્ષ પલટા શરૂ થયા છે. ટીએમસીનો ગઢ ગણાતું પશ્વિમ બંગાળ રાજ્યમાં હવે ભાજપ પોતાના પગ મજબૂત કરી રહ્યું છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ચૂક્યા છે ત્યારે વધુ પાંચ ધારાસભ્યોએ ટીએમસીનો છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે ટીએમસી ધારાસભ્ય સોનાલી ગુહા, દીપેંદુ બિસ્વાસ, રવીન્દ્રનાથ ભટ્ટાચાર્ય, જટુ લહિરી અને સરલા મુર્મૂ સોમવારે બીજેપીમાં સામેલ થયા હતા. પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ, બીજેપી નેતા શુભેંદુ અધિકારી અને મુકુલ રોયની હાજરીમાં તેમણે બીજેપી જોઈન કરી હતી. છેલ્લા ત્રણ મહિનાથી ટીએમસીના…
બારડોલીઃ મહિલાઓ અને યુવતીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બને છે જોકે, બારડોલીના કોસંબા ગામના એક દુષ્કર્મના આરોપીને સગીરા સાથે ચોથી વખત દુષ્કર્મ આચવા જતા મોત મળ્યું હતું. સગીરાએ બુમો પાડતા પરિવારે યુવકને પકડીને ઢોર માર માર્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે સગીરાના પરિવારના પિતા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે ગત 27 તારીખના રોજ નેશનલ હાઈવે નંબર-8 પર કઠવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મમાં મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સગીરાએ બુમાબુમ કરતા નજીક કામ કરી રહેલા સગીરાના પિતા બુમાબુમ સાંભળી રૂમ પર…
સુરતઃ સામાન્ય બાબતમાં થયલો ઝઘડો એ હદ સુધી વધી જાય છે કે તેનું કરુણ અંજામ આવતું હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જ્યાં માત્ર બીડી બાબતે થયેલા ઝઘડાના કારણે યુવકનું મોત થયું હતું. એક યુવકે બીજા યુવકને ધક્કો મારતા નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભરવાડ ફળીયામાં રામકૃષ્ણ કોલોનીમાં રહેતો 23 વર્ષીય મઘા રણછોડભાઈ સાટીયા શનિવારે સવારે સરથાણાના શ્યામઘામ મંદિર બાજુમાં લાયન સર્કલ પાસે કામ અર્થે ગયો હતો. ત્યાં પરિચિત વ્યક્તિ સાથે બીડી માંગવાના મુદ્દે તેની ઝપાઝપી થઇ હતી. જેથી મઘાને…
નવી દિલ્હીઃ આજે આંતરરાષ્ટ્રી મહિલા દિવસ છે. જે નિમિત્તે સંસદના બજેટ સત્ર દરમિયાન મહિલા અનામતના મુદ્દા અંગે હોબાળો થયો હતો. સંસદના બજેટ સત્ર દરમિયાન મહિલા સાંસદોએ પોતાની વાત રજૂ કરી હતી. રાજ્યસભામાં કાર્યવાહીની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તે સમયે ફરી એક વખત સદનમાં મહિલા આરક્ષણનો મુદ્દો ઉઠ્યો હતો. ખાસ વાત એ છે કે, હવે સદનમાં મહિલાઓને ફક્ત 33 ટકા આરક્ષણ શા માટે આપવામાં આવે છે, 50 ટકા આરક્ષણ અપાવું જોઈએ તેવી માંગ કરાઈ હતી. શિવસેનાના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સદનમાં કહ્યું કે, ‘દેશમાં 24 વર્ષ પહેલા મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાની વાત થઈ…