સુરતઃ કોરોનાને આગામી દિવસોમાં એક વર્ષ પૂરું થવા જય રહ્યું છે ત્યારે રહી રહીને સુરતમાં ફરી એક વાર કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. સુરતમાં દુબઇ, રાજસ્થાન, મુંબઈ, અમદાવાદ સહીત બહારગામથી આવેલા 18 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં કોરોના સક્ર્મણમાં સૌથી વધુ મહિલા અને બાળકો જેમાં પણ શાળા કોલેજ જતા વિધાર્થી સંક્રમિત થઇ રહ્યા છે, જેને લઈને આ લોકોને કોરોના ગાઈડ લાઇન પાલન કરવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે જ સુરતમાં ફરી કોરોના વધતા મોલ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. શનિ-રવિના દિવસે મોલ બંધ રાખવામાં આવશે. આ અંગે પાલિકા દ્વારા ખાસ સૂચના આપવામાં…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સુરતઃ વિદેશી ધરતી ઉપર ગુજરાતીઓ ઉપર હુમલાઓ કે ફાયરિંગ થવાની ઘટના છાસવારે બનતી રહે છે ત્યારે વધુ એક ઘટના અમેરિકાના મેરીલેન્ડમાં બની હતી. મળૂ સુરતના સુરતના ભરથાણા નારહેવાસી 20 વર્ષથી અમેરિકામાં સ્થાઈ થયેલા દંપતી પર ફાયરિગની ઘટના સમયે આવી છે. જોકે, ફાયરિગ બાદ પત્નીનું મોત થયું છે જયારે પતિ હાલ સારવાર હેઠળ છે. આમ અમેરિકાના ગન કલ્ચરના કારણે વધુ એક ગુજરાતી પરિવાર ખંડિત થયું છે જ્યારે જગતજમાદારી કરતા અમેરિકાની તેના જ ગન કલ્ચર પર પકડ ન હોવાનું સાબિત થયું છે. અમેરિકામાં હોટલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના કણબી પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાઈ થયેલ છે…
અમદાવાદઃ શહેરના વટવામાં રહેતી આયેશા નામની યુવતીએ વીડિયો બનાવી સાબરમતી નદીમાં ઝંપલાવવાની ચકચારી ઘટનામાં રોજ નવા વળાંક આવે છે ત્યારે આજે શનિવારે આયેશાની આત્મહત્યાની નોટ મળી આવી છે. જેમાં તેણે પોતાની આપવીતીનું વર્ણન કર્યું હતું. આયેશાએ આપઘાત કરતા પહેલાં બેવફા પતિ આરિફને લખેલો એક પત્ર તેમના વકીલે આજે રજૂ કર્યો હતો. આ પત્રમાં આયેશાએ આરિફે કરેલા અત્યાચાર સાથે સાથે આરિફ પ્રત્યેનો તેનો પ્રેમ લખ્યો છે. આ પત્ર આયેશા આરિફ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે લખાયો હોવાની શક્યતા છે. પત્રમાં આયેશાએ લખ્યું હતું કે, માય લવ આરુ. ‘આરું મુજે માફ કરતા હો સકે તો. ઓર એક રિક્વેસ્ટ હે પ્લીઝ ઇતની…
બારડોલીઃ આત્મહત્યાની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ઘટના ઉમેરાઈ છે. બારડોલી પલસાણા રોડ પર મીંઢોળા નદીના પુલ પરથી 33 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી હતી. બપોરના સમયે પુલ પર બાઇક મૂકી નદીમાં ઝંપલાવ્યું હતું. કાયમી નોકરી ન મળતી બારડોલીના ધામદોડ ગામની સરદાર વિલા સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રિતેશ હસમુખ ટેલર પલસાણા ખાતે ખાનગી મિલમાં નોકરી કરી પોતાના પરિવારમાં પત્ની, 5 વર્ષના પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રોજ રિતેશ ટેલર નોકરી પર પહોંચ્યા બાદ પત્ની ફોન કરી જાણ કરતો હતો. આજે શનિવારના રોજ સવારે ઘરેથી નીકળ્યા બાદ ફોન નહીં આવતા પત્નીએ ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતા…
ઉત્તર પ્રદેશઃ ડોક્ટરોને ધરતી પરના ભગવાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ ક્યારેક ડોક્ટરોનો અમાનવીય ચહેરો પણ જોવા મળતા અનેક કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો ઉત્ત પ્રદેશમાં બન્યો છે. જ્યાં એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટોરોએ સારવાર માટે દાખલ બાળકીના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે બાળકીને ઓપરેશન ટેબલ પરથી ચીરાયેલા પેટ પર ટાંકા લીધા વગર જ બહાર કાઢી મૂકી હતી. અને તેના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. આ અંગે તપાસના આદેસ આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના કરેલી વિસ્તારમાં રહેતા બ્રહ્મદીન મિશ્રાની ત્રણ વર્ષની દીકરીને પેટની બીમારી હતી. માતા-પિતા દીકરીને સારવાર માટે પ્રયાગરાજના ધૂમનગંજના રાવતપુરની એક મોટી હૉસ્પિટલમાં…
નવી દિલ્હીઃ કેન્દ્રની ગાઈડલાઈનમાં ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનું નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સોશિયલ મીડિયા રેગ્યુલેશન અંગેની કેન્દ્રની માર્ગદર્શિકામાં અયોગ્ય સામગ્રી દર્શાવતા ડિજિટલ પ્લેટફોર્મ સામે યોગ્ય પગલા માટેની જોગવાઈ નથી. સરકારે જે નવા નિયમો બનાવ્યા છે, તે દાંત અને નખ વગરનો સિંહ છે. આ નિયમોમાં સજાની જોગવાઈ નથી, આ ફક્ત માર્ગદર્શિકા છે. આ સાથે વેબ સીરીઝ તાંડવ પર નોંધાયેલી એફઆઈઆર પર એમેઝોન પ્રાઈમ વીડિયોની પ્રધાન અપર્ણા પુરોહિતની ધરપકડથી વચગાળાના રક્ષણની મંજૂરી આપવામાં આવી હતી. જસ્ટિસ અશોક ભૂષણ અને ન્યાયાધીશ આર.એસ. રેડ્ડીની ખંડપીઠે પણ વેબ સીરીઝ અંગે દાખલ એફઆઈઆર પર ઉત્તર…
નવી દિલ્હી: અત્યારે કોરોનાના કહેર વચ્ચે તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવે છે ત્યારે એક વિચિત્ર ઘટના સામે આવી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પુણે જઇ રહેલી ફ્લાઇટમાં અફડાતફડી મચી ગઈ, જ્યારે એક મુસાફરે ટેકઓફ કરતા પહેલા પોતે કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. માહિતી મળ્યા બાદ વિમાનમાં અન્ય મુસાફરોમાં દોડધામ મચી ગઈ. ફ્લાઇટ ક્રૂના સભ્યોએ અન્ય મુસાફરોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. માહિતી મળતાની સાથે જ પાઈલોટ વિમાનને પાર્કિંગ બે પર લઈ આવ્યા અને તમામ મુસાફરો નીચે ઉતાર્યા હતા. ગુરુવારે આ ઘટના ત્યારે બની જ્યારે ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6 ઇ -286 પુણે જવા માટે ઉપડવાની હતી. અધિકારીઓએ કહ્યું કે એક…
અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાં એનઆરઆઈ દંપતીની લૂંટના ઇરાદે હત્યા થયાના હજી વધારે સમય થયો નથી ત્યાં વધુ એક હત્યાનો બનાવ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બન્યો હતો. અહીં વસ્ત્રાલ વિસ્તારમાં દુકાનના ભાડાના રૂપિયા લેવા ગયેલા દુકાન માલિકની છરીનાના ઘા મારીને હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે ઘોડાસર વિસ્તારમાં વનદેવી બંગલોમાં રહેતા બીપીનભાઈ કે પ્રજાપતિએ પોતાની દુકાન 17 હજાર રૂપિયા મહિને ભાડેથી આપી હતી જેનું ભાડું બાકી હોવાથી ગઈ કાલે રાત્રે તેઓ ભાડુ લેવા ગયા હતા. આ સમય વસ્ત્રાલ પાર્વતી નગર ખાતે રહેતા દશરથ…
ભુજઃ આત્મહત્યાની ઘટનાઓ અટકવાની નામ નથી લઈ રહી ત્યાં આત્મહત્યાની વધુ એક ચકચારી ઘટના કચ્છમાંથી પ્રકાશમાં આવી છે. અહીં એક દંપતીએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું છે જ્યારે પતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના જીજના કુકમા ગામે આર્થિક ભીસને લીધે દંપતિએ ઝેરી દવા ગટગટાવી લેતાં જેમાં પત્નિનું મોત થયું હતનું જ્યારે પતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. તો બીજી તરફ મરતાં પૂર્વે માતાએ પુત્ર-પુત્રીની માફી માગી દાદા પાસે ચાલ્યા જવાનું સુસાઇડ નોટમાં લખ્યું છે. કરૂણા ઉપજાવનાર આ ઘટનાને પગલે હતભાગીના પરિવારજનો સહિત સગા સબંધીઓમાં અરેરાટી…
ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સારા સમચારા આવી ગયા છે. સરકારી યુનિ.ઓ અને તેમજ સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચના બાકી એરિયર્સના નાણા ચુકવવા સરકારે આજે જાહેરાત કરી છે. વિધાનસભામાં સત્ર દરમિયાન શિક્ષણમંત્રીએ આ જાહેરાત કરી હતી. મળવાપાત્ર કુલ એરિયર્સની 50 ટકા રકમ પ્રથમ હપ્તા પેટે ચુકવાશે અને જે 452 કરોડ જેટલું થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા 2016માં લાગુ 7મા પગાર પંચ હેઠળ રાજ્યની સરકારી યુનિ.ઓ અને સંલગ્ન તમામ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ નવુ પગાર ધોરણ આપી દેવાયુ છે પરંતુ આગળની અસરથી અમલી હોઈ તે રીતે એરિયર્સના નાણા ચુકવવાના બાકી હતા.ઘણા સમયથી…