સુરતઃ કોઈપણ સરકારી ઓફિસમાં સામાન્ય માણસને પોતાનું કામ કઢાવવું હોય તો માણસનો સરકારી બાબુઓના ખિસ્સા ગરમ કરવા પડતા હોય છે. જોકે હવે જાગૃત નાગરિકો પણ આવા લાંચિયા અધિકારીઓ સામે એસીબીની મદદ લઈને પકડાવે દે છે. આવી જ એક ઘટના સુરત મહાનગરપાલિકાના અધિકારી સાથે બની છે. એસએમસીનારાંદેર ઝોનમાં રૂ. 1 લાખનો પગારદાર આસિસ્ટન્ટ ઇજનેરે પોતાની ઓફિસમાં જ રૂ. 15 હજારની લાંચ લીધી અને એન્ટિ કરરપ્શનની ટીમે તેને દબોચી લીધો હતો. ગટરલાઈનનું કામ મંજુર કરવા માટે આ લાંચની રકમ માંગવામાં આવી હતી. જહાંગીરપુરા વિસ્તારમાં નવા બનતા એક બિલ્ડિંગમાં પ્લમ્બિંગનું કામ કરતા વ્યક્તિએ 120 ફ્લેટ ની ડ્રેનેજ લાઈન માટે મનપાના રાંદેર ઝોનમાં અરજી…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસની સ્થિતિ ચિંતાજનક રીતે બગડી રહી છે. દિવસેને દિવસે કોરોનાનો ફેલાવો ગંભીર રીતે થઈ રહ્યો છે. રોજે રોજ કોરોનાના નવા કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. આમ એક તબક્કે કોરોના કેસોમાં ભારત વૈશ્વમાં 17માં નંબરે હતું જોકે હવે સ્થિતિ બદલાઈને 5માં ક્રમે પહોંચ્યું છે. આ ક્રમને જોતા આપણે જાણી શકીએ કે ભારતમાં કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર બની રહી છે. આ ઉપરાંત વિશ્વમાં ભારત પહેલા અમેરિકા, બ્રાઝિલ, ઇટલી અને ફ્રાંસ જેવા શક્તિશાળી દેશોનો સમાવેશ થાય છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ગૃરુવાર સવારે 8 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 17,407 નવા કોરોનાના કેસ નોંધાયા…
અંબાજીઃ ઉત્તર ગુજરાતમાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજી મંદિરને સુવર્ણ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભક્તો આ કામમાં પોતાનો સિંહફાળો આપી રહ્યા છે. ત્યારે વધુ એક દાનવીરે અંબાજી મંદિરમાં એક કિલોથી વધુ સોનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને દાનમાં આપ્યું છે. જેની કિંમત આશરે 51,54, 600 ગ્રામ માનવામાં આવી રહી છે. માતાજીના દર્શને દુનિયાભરમાંથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂરી થતાં હરખભેર માતાજીના મંદિરમાં ખુલ્લા દિલથી દાન આપતા હોય છે. મા અંબાના મંદિરનું શિખર ગુજરાત જ નહીં સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેંદ્ર માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અંબાજી મંદિર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી…
નવી દિલ્હીઃ સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે સરકારી કામમાં કોઈપણ કામ કરાવવા માટે કેટલા ધક્કા ખાવા પડતા હોય છે. જોકે, લોકોને ધક્કામંથી મૂક્તિ અપાવવા માટે સરકાર હવે ડિજિટલ પ્રણાલી તરફ વળી છે. મોટાભાગના કામ હવે ઘરે બેઠા ઓનલાઈન કરી શકીએ છીએ ત્યારે હવે આરટીઓના કામમાં પણ આવું જ કંઈક થયું છે. ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવું હોય કે પછી લર્નિગ લાઇસન્સ મેળવવું હોય તો હવે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નથી. હવે આધારકાર્ડ ઓથેન્ટિકેશનથી જ તમારું આ કામ પુરું થઇ જશે. ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ચોથી માર્ચના રોજ આધારકાર્ડ ઑથેન્ટિકેશન આધારિત કૉન્ટેક્ટલેસ સેવા (Cotactless Services)ઓ શરૂ કરી છે.…
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી ગૌહર ખાનના પિતાનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું. આજે શુક્રવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આમ ગૌહર ખાનના પિતાના નિધન બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગત ઘણાં સમયથી તે હોસ્પિટલમાં દાખલ હતાં. જેમની સેવા માટે એક્ટ્રેસ રાત દિવસ એક કરતી હતી અને તેમનાં સારા સ્વાસ્થ્ય માટે દુઆઓ માંગી હતી. તેનાં પિતાની નિધનની જાણકારી તેમની મિત્ર પ્રીતિ સિમોસ એ શેર કરી છે. ગૌહર ખાને તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની પ્રોફાઇલ ફોટો ચેન્જ કરી દીધી છે. તેણે એક મીણબત્તીની તસવીર અપડેટ કરી છે. મોડી રાત્રે હોસ્પિટલનાં રૂમની સેલ્ફી શેર કરતાં ગૌહરે તેનાં ફેન્સને પિતા માટે પ્રાર્થના કરવાં…
અમદાવાદઃ અમદાવાદના વાડજ વિસ્તારમાં એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં એક યુવકે ટ્યુશની ઘરે જતી 16 વર્ષની સગીરાને જાહેર રસ્તામાં જ પકડીને તેને કિસ કરી લીધી હતી. યુવકની કરતૂતથી સગીરા ગભરાઈ ગઈ હતી. અને બૂમાબૂમ કરતી મુકતા લોકો એકઠાં થયા હતા. સગીરાની માતા પણ ત્યાં પહોંચી ગઇ હતી ત્યારે મુકેશના ભાઈ ભાભી અને પિતાએ તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવા ના વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કહેવાયું છે…
ઉત્તર પ્રદેશઃ લગ્નેત્તર સંબંધો વિશે આપણે સાંભળ્યું છે. જેમાં પારિવારી અંદરો અંદર પણ પ્રેમ પાંગરતો હોય એવા પણ કિસ્સાઓ બને છે. દિયર-ભાભી વચ્ચે, જેઠ- દેરાણી વચ્ચે, ભત્રીજાને કાકી સાથે આવા કિસ્સાઓ બનતા રહે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં પારિવારી સંબંધોને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોતાના પુત્રની પત્ની એટલે કે પુત્રવધૂના પ્રેમમાં સસરો પાગલ બન્યો હતો. જેના પગલે તેણે ક્રૂરતાની હદ પાર કરી હતી. પુત્રવધૂના પ્રેમમાં પાગલ સસરાએ પોતાના જ 16 મહિનાના પુત્રની હત્યા કરી દીધી હતી અને પોતાના અપહરણની કહાની બનાવી હતી. મળતી માહિતી પ્રમાણે આ શરમજનક ઘટના ઉત્તર પ્રદેશના કારગંજ શહેરના જ્વાલાપુરી મહોલ્લાની છે. આરોપીના પુત્ર સચિનના…
અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં બર્ડ ફ્લૂ વાયરસ પહોંચી ચુક્યો હતો. જોકે, હવે અમદાવાદ જિલ્લામાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ચૂકી છે. અમદાવાદના સોલામાં મરઘાંના સેમ્પલો પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું. જેને પગલે અમદાવાદના કલેકટર સંદીપ સાગલેએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં 10 કિલોમીટરના વિસ્તારમાં ઇંડા કે મરઘા વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદના સોલાના એક વિસ્તારમાંથી લેવામાં આવેલા પક્ષીઓના સેમ્પલમાંથી બે પક્ષીઓનાં સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જે બાદમાં પશુપાલન વિભાગ દોડતું થયું છે. પશુપાલન વિભાગે પ્રભાવિત વિસ્તારમાં કામગીરી શરૂ દીધી છે. ઉલ્લેખનીય છે કે ખોરાક અને પાણીના કારણે અન્ય પક્ષીઓમાં પણ બર્ડ ફ્લૂ ફેલાઈ શકે…
ઝાલોરઃ અત્યારે અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ચાલી રહી છે. થોડ દિવસ પહેલા શિખર ધવન અને શ્રેષય કાર દ્વારા ઉદેપુરથી અમદાવાદ આવ્યા હતા. તો હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની અમદાવાદથી કાર દ્વારા રાજસ્થાનના ઝાલોર પહોંચ્યા હતા. જાખલા ગામે પહોંચીને તેમણએ બ કરોડ રૂપિયાના ખર્ચથીતૈયાર થયેલી સ્કૂલનું ઉદઘાટન કર્યુંહતું. આ કાર્યક્રમમાં રાજસ્થાન સરકારના મંત્રી સુખરામ બિશ્નોઇ અને ઝાલોરના સાંસદ દેવજી પટેલ પણ મોજૂદ હતા. ધોની પોતાના કેટલાક સાથીઓ સાથે આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. કાર્યક્રમના દરમ્યાન ધોનીએ કેટલાક સમય સુધી શાળાના ક્લાસરુમમાં વિધ્યાર્થીઓથી વાત કરી હતી. તેમણે કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, તેમને રાજસ્થાન આવીને…
વડોદરાઃ વડોદરામાં એક જ પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના છ સભ્યો પૈકી ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. હોસ્પિટલમાં દાખલ નરેન્દ્રભાઈના પુત્ર ભાવિન હોશમાં આવતા તેણે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જ્યોતિષીઓએ પરિવારને તંગીમાંથી બહાર કઢાવવા માટે ધીમે ધીમે 32 લાખ રૂપિયા પડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું છે. જેમાં આ નવો ખુલાસો થયો છે. ભાવિન સોનીનાં નિવેદનમાં કેસમાં નવો વળાંક આવ્યો છે. પરિવાર જ્યોતિષીઓનાં ચક્કરમાં ફસાયો હતો. જ્યોતિષીઓએ…