આજે સમગ્ર વિશ્વ જ્યારે પર્યાવરણને થઈ રહેલા નુકસાનના પગલે ગ્લોબલ વોર્મિંગ, એસિડ વર્ષા, ઋતુચક્રમાં ભયંકર અનિયમિતતા તથા જીવસૃષ્ટિનો નાશ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે ત્યારે પર્યાવરણને બચાવવું ખૂબ જ અગત્યનું થઈ ગયું છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં તા. 13/08/2020 ના રોજ પ્રકૃતિની જાળવણીને પ્રાધાન્ય અને પર્યાવરણની જાળવણી વિષે સંદેશો આપવા મહેસાણા જિલ્લાના લીંચ ગ્રામ પંચાયતના સરપંચ બળદેવભાઇ રામજીભાઇ પરમાર દ્વારા એક સુંદર કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્ર વિષય સાથે ગ્રેજ્યુએશન તથા ડિપ્લોમા ઇન લેબર સ્ટડીઝ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને સતત છ ટર્મથી લીંચ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઇને ગામ વિકાસના કાર્યોમાં પોતાની સેવાઓ આપી રહેલા બળદેવભાઇએ…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
પોરબંદર વન વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા બીટ ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલા સાથે તેના પતિ અને અન્ય એક વ્યક્તિનો પણ મૃતદેહ મળી આવ્યો છે. આ ત્રણ લોકો 15મી ઓગસ્ટના રોજ સાંજે લાપતા હતા. જ્યારે મહિલા વનકર્મી સહિત 3ની હત્યાની આશંકા સેવાઇ રહી છે. આ મહિલા વનકર્મીના પતિ શિક્ષક છે. બખલ્લા અને કાટવાણા વચ્ચે થી તેમની ગાડી મળી આવી હતી. આ ત્રણે વ્યક્તિના ગુમ થયાના સમાચાર સામે આવતા તરત જ વન વિભાગ દ્વારા બરડા ડુંગરમાં રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદર વન વિભાગમાં છેલ્લા ત્રણેક વર્ષથી બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હેતલબેન કિર્તિભાઇ રાઠોડ, તેમના શિક્ષક પતિ કિર્તિભાઇ રાઠોડ અને…
સુપ્રિમ કોર્ટે NEET અને JEE પરીક્ષા સ્થગિત રાખવાની માંગ ફગાવતા કહ્યુ કે આ વર્ષ બરબાદ નહી થવા દઇએ. જસ્ટિસ અરૂણ મિશ્રાએ આ નિર્ણય લીધો છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે શુ દેશમાં બધુ રોકી દેવામાં આવે. એક કિમતી વર્ષ એમ જ બરબાદ થવા દઇએ. આ કેસમાં કોવિડ-19 ના સંક્રમંણના ચાલતા સપ્ટેમ્બરમાં લેવામાં આવેલ JEE Mains અને NEET UG પરીક્ષાઓને ન લેવાની માંગ ઉઠી હતી. આ કેસની સુનવણી જસ્ટિલ અરૂણ મિશ્રાની આગેવાનીમાં રાખવામાં આવી હતી. જણાવી દઇએ કે JEE પરીક્ષા 1 સપ્ટેમેબર થી 6 સપ્ટેમેબર સુધીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે NEET પરીક્ષા 13 સપ્ટેમેબરે આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાને રદ કરવાની…
લગ્ન જીવનની સફળતા પતિ-પત્ની બંન્ને ઉપર નિર્ભર હોય છે. ઘણા સંબંધોમાં એવુ બને છે કે પતિ-પત્નીની વચ્ચે બનતુના હોય અને તેનાથી સંબંધ ટૂટી જાય છે. આચાર્ય ચાણક્યએ તેમના નિતિશાસ્ત્રમાં સફળ જીવન અને કેવી રીતે ઘરસંસારથી અમુક વાતો જોડાયેલી હોય છે. તેના વિશે વાત કરી છે. ચાણક્ય કહે છે કે જીવનસાથી પસંદ કરતી વખતે તેમના ગુણને જાણવા જોઇએ. આચાર્ય ચાણક્યના હિસાબે સુંદરતા જોવાને બદલે ગુણને આવકારવા જોઇએ. એવુ જરૂરી નથી હોતુ કે જે બહારથી સુંદર દેખાય છે તે અંદરથી પણ સુંદર જ હોય. ચાણક્ય કહે છે કે વ્યક્તિને તેમના મન અને વિચારોની ઓળખાણ કરીને જ લગ્ન કરવા જોઇએ. તો જ તે…
અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસની પત્રકાર પરિષદ જણાવ્યુ હતુ કે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ લોક ડાઉનમાં એપેડેમિક એકટ સિવાય ૧૮૮ એકટ હેઠળ સોશીયલ ડિસ્ટન્સ સહિત નોન સિરિયસ ઑફેન્સનાં ગુન્હા જે રાજ્યમાં પોણા બે લાખ કેસો છે. જેમાંથી લોકોને મુક્ત કરવામાં આવે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ જણાવ્યુ હતુ. અને નાગરિકોને સ્વાતંત્ર દિવસની શુભેચ્છા આપી હતી. નાગરિકોની ભૂલના કારણે લોક ડાઉન સમયમાં એપેડેમિક એકટ હેઠળ ગુનાહ નોધાયા છે. તેમની સામેનાં ગુન્હા પાછા ખેંચવા જોઈએ. અને વધુમાં જણાવ્યુ હતુ કે પોલીસ પર ભારણ વધવાનું છે. કોંગ્રેસ તરફથી માંગણી છે કે ગંભીર ગુન્હા સિવાયનાં લોકોને માફી આપવી જોઈએ.
અમદાવાદના ઘોડાસર ખાતે આવેલ AMC હસ્તક તળાવમાં એકા એક માછલી ઓના મોત થયા છે. વાદળછાયા વાતાવરણને લઇને ઓક્સિજનની માત્રા ઘટી જતા માછલી ઓના મોત થઈ રહ્યા છે. તળાવ કિનારે મૃત માછલીઓ આવી જતા અને અસંખ્ય માછલીઓ ઓકસિજનના અભાવે તરફડિયા મારતી હોવા થી તળાવ પાસે રહેતા નાગરિકોએ AMC તંત્રને જાણ કરી હતી. આ પહેલા પણ આ તળાવમાં ગંદા પાણીથી માછલી ઓના મોત થયા હતા.
અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો ચોમાસામાં વરસાદ સાથે યથાવત રહેવા પામ્યો છે. હાટકેશ્વર, ૧૩૨ ફુટના રીંગરોડના મોડેલ રોડ પર ભુવા પડવાની સમસ્યા સર્જાઇ હતી. ગોપાલનગર તારાચંદની ચાલીમાં જવાના માર્ગ પર એકાએક ભુવો પડતા બાજુમાં આવેલ ગટર અને પીવાના પાણીની લાઈન પણ તુટી પડી હતી. આ ભુવામાં અકસ્માતે ત્યાંથી પસાર થતા ત્રણ વ્યકિતઓ પડી જતા સામાન્ય ઇજાઓ સાથે તેમનો બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ આ વિસ્તાર ના વોર્ડ ના અધિકારી ઓને જાણ કરી હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો આ ભુવામાં પડતા કોઇનો જીવ જશે તો આનુ જવાબદીર કોણ રહેશે.
રાજસ્થાનમાં રાજકીય હંગામો થઇ રહ્યો છે. શુક્રવારથી વિધાનસભા સત્ર શરૂ થઇ રહ્યુ છે. ભારતીય જનતા પાર્ટી આ સત્ર દરમિયાન અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે. ત્યારે અશોક ગેહલોત સરકાર સામે બહુમતથી જીતવાનો પડકાર આવી શકે છે. તમને જણાવી દઇએ કે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીએ જયપુરમાં ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જેમા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજ પણ જોડાયા હતા. કેન્દ્રના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં જોડાયા હતા. રાજ્યપાલના આદેશ પછી 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થઇ રહ્યુ છે. જો કો સરકાર તરફથી ફક્ત કોરોના વાયરસ, અને લોકડાઉનના મુદ્દાઓને લઇને જ વાત કરવામાં આવી રહી હતી. જો આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અવિશ્વાસનો પ્રસ્તાવ…
અમદાવાદ ના મણિનગર રેલવે ક્રોસિંગ પાસે ગઈકાલે સાંજે એક આગ ની ઘટના બની હતી.આજે ફરી એક વખત અમદાવાદ ના રાણીપ પાસે આવેલ બલોલનગર ચાર રસ્તા પાસે એક કાર માં આગ લાગતા નાસભાગ મચી હતી.આગ ની માહિતી મળતાં ની સાથે ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.સદનસીબે કાર ચાલક સમયસૂચકતા રાખી બહાર નીકળી ગયો હતો અને મોટી જાનહાની થતા ટળી ગઈ હતી.
ભારતમાં Tik Tok બેન કર્યા પછી ફરી તેમની એન્ટ્રી થઇ શકે છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇંન્ડસ્ટ્રીજ લિમિટેડ Tik Tokમાં રોકાણ કરશે તેવી વાતો ચાલી રહી છે. 29 જૂનથી Tik Tok એપ ઉપર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ ચાઇનાની ઘણી એપ્સ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવી છે. ભારતમાં Tik Tok એક મોટુ માર્કેટ છે. આ કારણથી જ ઘણી કંપની બિજનેસ કરવા માંગે છે. મળતી માહીતી મુજબ ટિક ટોક કંપની કંપની સાથે રિલાયન્સ કંપની છેલ્લા 2 મહિના થી વાતચીત કરી રહી છે. પરંતુ હજુ સુધી આ ડિલ ફાઇનલ નથી થઇ. ભારતમાં ટિક ટોકની વેલ્યુ 3 બિલિયન ડોલરથી વધુ લગાવવામાં…