રશિયા પર છેલ્લા 20 વર્ષથી સતત રાજ કરી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2021ની શરૂઆતના સમયગાળામાં પદ પર રાજીનામું આપી શકે છે. સૂત્રોઓ દાવો કર્યો છે કે પુતિનના રાજીનામાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીના કબાઈવા અને તેની બે દિકરીઓએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એવો દાવો પણ કરવામાં આવ્યો છે ક પુતિન પાર્કિંસસની બિમારીથી પિડાઈ રહ્યા છે. હાલમાં આવેલા ફોટોગ્રાફસથી પુતિનની બિમારીની અટકળો વધુ ઝડપી બની છે. ફોટોગ્રાફસથી પુતિનની બિમારીની અટકળો વધુ ઝડપી મોસ્કોની રાજનીતિ વિજ્ઞાની વલેરી સોલોવેઇએ બ્રિટિશ અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે રશિયન રાષ્ટ્રપતિની ગર્લફ્રેન્ડ અને તેમની 2 દીકરીઓ પુતિનને રાજીનામુ આપવા માટે દબાણ કરી રહી છે. તેમણે…
કવિ: Karan Parmar
બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો કોલાહલ ગુરુવારે સંપન્ન થયો હતો. આ વખતની પ્રચાર ઝુંબેશનાં લેખાંજોખાં માંડીએ તો સૌથી વધુ મહેનત આરજેડીના તેજસ્વી યાદવે કરી હતી પંરતુ સૌથી વધુ સભાઓ 650 સભા ભાજપે સંબોધી હતી. વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમારે 113 સભા સંબોધી હતી. તેજસ્વીએ કરી એકલે હાથ 250થી વધુ સભાઓ આ વખતની ચૂ્ંટણીએ સારી એવી રસાકસી જમાવી હતી. મુખ્ય પ્રધાન બનવાના સપનાં સેવી રહેલા આરજેડીના તેજસ્વીએ એકલે હાથે 250થી વધુ સભાઓ સંબોધી હતી. ભાજપે પોતાના 29 ટોચના નેતાઓને પ્રચાર માટે ઊતાર્યા હતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ અને પક્ષ પ્રમુખ જે પી નડ્ડા સહિત ટોચના નેતાઓ બિહારમાં ઊતરી…
ગાંધીનગર, 5 નવેમ્બર 2020 ગુજરાતમાં દર બે વર્ષે થતી વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર પૈકીના પ્રોજેક્ટ ડ્રોપ થાય છે. 2015માં સરકારને 21304 કંપનીઓએ વાયદો કર્યો હતો કે અમે ગુજરાતમાં 16.30 લાખ કરોડનું મૂડીરોકાણ કરીશું, જેની સામે 15095 ઉદ્યોગજૂથોનું 2.89 લાખ કરોડનું મૂડીરોકાણ કમિશન્ડ થયું હોવાનો દાવો કરી કહેવામાં આવ્યું છે કે બીજા 249 પ્રોજેક્ટમાં 9491 કરોડનું મૂડીરોકાણ થવાનું છે. 2015માં 5464 પ્રોજેક્ટ મૂડીરોકાણમાંથી ખસી ગયા છે. એવી જ રીતે 2017માં 24774 પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર થયા હતા. જે પૈકી 15425 પ્રોજેક્ટમાં 3.08 લાખ કરોડનું મૂડીરોકાણ કમિશન્ડ થયું હોવાનું કહેવામાં આવે છે. બાકીના 2662 પ્રોજેક્ટમાં 56740 કરોડનું મૂડીરોકાણ અંડર ઇમ્પ્લિમેન્ટેશનમાં હોવાનો…
ગાંધીનગર, 5 નવેમ્બર 2020 લોકોના શોખ પણ ગજબ હોય છે. એક સમય હતો જ્યારે નવું વાહન ખરીદતી વખતે પસંદગીનો નંબર લેવા માટે પડાપડી થતી હતી. તેમાં ભ્રષ્ટાચાર વ્યાપી ચૂક્યો હતો. હવે તો આરટીઓ કચેરીમાં ડ્રો સિસ્ટમથી નંબર મળે છે. તેથી ગમે તેવો નંબર ન આવે તે માટે રૂપિયા ખર્ચીને પસંદગીનો નંબર લેવામાં આવે છે. નવી સિરીઝમાં આપણે પસંદગીનો નંબર નોંધાવવો પડે છે અને તેની હરાજી પણ થતી હોય છે. વાહનોમાં પસંદગીનો નંબર મેળવવા માટે પ્રતિ વર્ષ 25000 જેટલી અરજીઓ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં 12.36 લાખ લોકોએ પસંદગીનો નંબર લેવા માટે અરજીઓ કરી હતી જે પૈકી 11.70 લાખ લોકોને પસંદગીના…
ગાંધીનગર, 5 નવેમ્બર, 2020 ગુજરાતની જનતા પેટ્રોલિયમ પેદાશો પર GSTમાં સરકારને સૌથી વધુ રૂપિયા આપે છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે આ ઉત્પાદનો માટે 57,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ વર્ષ માટે 15,000 કરોડ રૂપિયાની આવકમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNGનો સમાવેશ થાય છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેલ્યુ એડેડ ટેક્સ તેમજ બંને ઇંધણ પર ચાર ટકા સેસ છે. પરંતુ તેમની પાર્ટીની સરકાર ગુજરાતમાં ડબલ ટેક્સ કરી રહી છે, એમ એક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. લોકો 25 થી વધુ પ્રકારના ટેક્સ ચૂકવી રહ્યા છે અને મોંઘવારીને કારણે કચડાઈ રહ્યા છે. સરકારને પાંચ વર્ષમાં પેટ્રોલ પર 15,517…
ગાંધીનગરની રચના બાદ ગુજરાત સરકારે 1970થી 1995 વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સાંસદો, ધારાસભ્યો, સરકારી કર્મચારીઓને 25,000 રાહત પ્લોટ આપ્યા હતા. જેની કિંમત આજે અબજો રૂપિયા છે. પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે શહેરના સેક્ટર એરિયામાં ખુલ્લી જમીન નથી. એટલું જ નહીં, છેલ્લાં સાત વર્ષમાં પ્લોટ આપવામાં આવ્યા નથી, કારણ કે રાજકારણીઓ અને અધિકારીઓએ છૂટછાટના પ્લોટ વેચીને નફો કર્યો છે. ગાંધીનગરમાં 50,000થી 2.5 લાખ રૂપિયાના રાહત દરે પ્લોટ 50 લાખથી 5 કરોડ રૂપિયામાં વેચાયા છે. રાજકારણીઓ અને અધિકારીઓ પ્લોટ વેચતા હતા અને ઊંચી કિંમત વસૂલતા હતા. છેલ્લાં સાત વર્ષમાં સરકારને છૂટછાટના પ્લોટની અનેક માગણીઓ મળી છે. સરકાર ભવિષ્યમાં ઊંચા દરે પ્લોટ આપવાની…
ક્લોરપાયરીફોસ એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે અને તેનો ઉપયોગ કૃષિ પાક, પ્રાણીઓ પર અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર કરવામાં આવે છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે તે વપરાય છે. વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે, કેમ કે તેનાથી જીવસૃષ્ટિનો ખતરો છે. ક્લોરપાયરીફોસનો ઉપયોગ કૃષિ અને બિન-કૃષિ બંને ક્ષેત્રમાં 1965થી જંતુનાશક તરીકે કરવામાં આવે છે. ક્લોરપાયરીફોસને 1966માં ડાઉ કેમિકલ કંપની દ્વારા પેટન્ટ આપવામાં આવ્યું હતું. મકાઇમાં તેનો સૌથી વધુ વપરાશ થાય છે. સોયાબીન, ફળ, અખરોટ, બ્રોકોલી અને કોબીજ જેવા તમામ પાકોમાં પણ થાય છે. બિન-કૃષિ ઉપયોગમાં ગોલ્ફ કોર્સ, ટર્ફ, ગ્રીન હાઉસ…
ડોક્ટર એટલે રૂપિયા કમાવાનું મશીન એવું કહેવાય છે પરંતુ ગુજરાતમાં એવાં પણ ડોક્ટરો છે કે જેઓ મની માઇન્ડેડ નથી. ઝાલોદ તાલુકાના ગામડી ગામના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગ ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે કે જેમને પોતાની હોસ્પિટલમાં દર મહિને એકવાર એટલે કે પ્રતિ માસની 9મી તારીખે મહિલાઓનું વિનામૂલ્યે નિદાન કરી આપે છે. આ ડોક્ટરે દાહોદમાં અભ્યાસ કરી અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાંથી સ્ત્રી રોગ તજજ્ઞની પદવી મેળવી છે. તેમણે પાંચ વર્ષ સુધી દાહોદની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી હતી. સરકારી સેવામાં તેઓ આજે ઉચ્ચસ્થાને બિરાજમાન હોત પરંતુ તેમણે દાહોદ જિલ્લાની આદિવાસી સમાજની મહિલાઓની તંદુરસ્તી માટે કામ કરવાનું નક્કી કર્યું અને તેમણે…
મહિનાઓ પહેલાં, એક જ દિવસમાં એક લાખથી વધુ કોરોનાવાયરસ કેસની નોંધણી અમેરિકાની કલ્પના બહાર હતી. પરંતુ લગભગ દરેક રાજ્યમાં કેસલોડ વધવાને કારણે બુધવારે આ આંકડો 1,04,004 નવા ચેપ સુધી પહોંચી ગયો હતો. અમેરિકનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે, જેમાં કેન્સાસ, ટેનેસી, વર્જિનિયા, ઓક્લાહોમા, મોન્ટાના, આયોવા, ઉત્તર ડાકોટા, દક્ષિણ ડાકોટા, ઓહિયો, નેબ્રાસ્કા, મિનેસોટા, ઇન્ડિયાના, વિસ્કોન્સિન અને પશ્ચિમ વર્જિનિયાનો સમાવેશ થાય છે. ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા ટ્રેક કરવામાં આવેલા આંકડા મુજબ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુની સંખ્યા 2,33,000ને પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં લગભગ 95 લાખ કોરોનાવાયરસના કેસ નોંધાયા છે, અમેરિકા અભૂતપૂર્વ દરે નવા કેસ ઉમેરી…
ડાંગ જિલ્લાના આહવામાં ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનએ ચિકન સેન્ટરના સંચાલક સાથે મારામારી કરી હતી. બે લોકો વચ્ચે થયેલી મારમારીના કારણે બે જૂથ 3 નવેમ્બર 2020 આમને સામને આવી ગયા હતા. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ઝપાઝપી અને મારામારીના દૃશ્યો પણ સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મારામારી કરી રહેલા ભાજપના નેતા અને ચિકન સેન્ટરના સંચાલકને જુદા પાડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પોલીસ દ્વારા કોની સામે ગુનો નોંધવામાં આવે છે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે. કોણ છે ભાજપનો ડોન ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ ડોન દ્વારા પોતાની પત્નીને 2019માં જિલ્લા પ્રમુખ…