Author: Karan Parmar

Lt. Duhita

અમદાવાદ, 18 એપ્રિલ 2020 અમદાવાદની પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થિઓને ભૌતિક વિજ્ઞાનના પાઠ ભણાવનાર લેફ્ટનન્ટ દુહિતા હવે અમદાવાદની યુવતિઓને રાષ્ટ્રસેવાના પાઠ ભાણાવી રહ્યા છે. મારા શહેરમાં કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે હું ઘરે કેવી રીતે બેસી રહુ ? દેશની સેવા કરવા જ અમે એન.સી.સી.ની તાલીમ લીધી છે. ભૌતિક વિજ્ઞાનના લેક્ચરર અને એન.સી.સી. લેફ્ટનન્ટ એવા દુહિતા લખતરિયા કહે છે. અમદાવાદમાં કોરોના સામેની લડાઇમાં 145 કેડેટ્સ કાર્યરત છે. અમદાવાદની સરકારી પોલીટેકનીક ખાતે એન.સી.સી. ગર્લ્સ યુનિટની શરૂઆત તાજેતરમાં જ થઈ છે. આ યુનિટની આગેવાની લેફ્ટનન્ટ દુહિતા કરે છે. તેઓ ગત માર્ચ મહિનામાં જ ગ્વાલીયરના આર્મિ ટ્રેનિંગ અકેડમીથી તાલીમ મેળવી લેફ્ટનન્ટ બન્યા છે. અમદાવાદમાં લેફ્ટનન્ટ દુહિતા…

Read More
junagadh2 1

ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ખેડૂત વિજ્ઞાની શ્રી વલ્લભાઈ વશરામભાઈ મરવાણિયાએ ઊંચું બીટા-કેરોટિન અને આયર્ન ધરાવતા બાયોફોર્ટિફાઇડ ગાજરની વેરાઇટી મધુવન ગાજર વિકસાવ્યું છે, જેનો લાભ આ વિસ્તારનાં 150થી વધારે સ્થાનિક ખેડૂતોને મળી રહ્યો છે. આ ગાજરનું વાવેતર જૂનાગઢમાં 200 હેક્ટરથી વધારે વિસ્તારમાં થાય છે અને સરેરાશ ઉપજ હેક્ટરદીઠ 40 થી 50 ટન છે, જે સ્થાનિક ખેડૂતોની આવકનો મુખ્ય સ્રોત બની ગઈ છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશમાં 1000 હેક્ટરથી વધારે જમીન પર આ વેરાઇટીનું વાવેતર થઈ રહ્યું છે. મધુવન ગાજર પોષક દ્રવ્યોનું ઊંચું પ્રમાણ ધરાવતું ગાજર છે, જેને બીટા-કેરોટિનનું ઊંચું પ્રમાણ (કિલોગ્રામદીઠ 277.75 મિલીગ્રામ) અને આયર્નનું પ્રમાણ…

Read More
bhej

ઊભા પાકમાં કેટલો ભેજ છે તે માપી આપે એવા સેન્સર હવે આવી રહ્યાં છે. સસ્તી તકનિક અપનાવી લેવામાં આવે તો ગુજરાતમાં સિંચાઇ માટે 5મી ક્રાંતિ થઈ શકે તેમ છે. કોસ, મશીન, ફૂવારા, ટપક બાદ હવે સેન્સર દ્વારા સિંચાઇ થાય તેના દિવસો બહુ દૂર નથી. સ્માર્ટ ખેતી થાય તો નર્મદા આધારિત સિંચાઇ ક્ષમતા 16 લાખથી વધારીને 35 લાખ હેક્ટર થઈ શકે છે. આણાંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના એગ્રોનોમી વિભાગના ડો.હિરેન પટેલ, ડો.પિયુષ પટેલ અને ડો.સંજય એન શાહે પ્રિસિઝન ફાર્મિગ – ચોકસાઈ પૂર્વકની ખેતી અંગે અભ્યાસ કરીને ભેજ માપતા સાધનો વાપરવાની ભલામણ કરી છે. 100 રૂપિયાથી લઈને 16 હજાર સુધીની કિંમતમાં સાધનો આવવા…

Read More
Ghee

આણંદ :  રસોઈમાં વપરાતા મસાલાનો ઉપયોગ સામાન્ય રીતે ( કાળા મરી , એલચી , તજ , લવિંગ , ધાણા , જીરુ , વરિયાળી , મેથી , આદુ , જાયફળ અને હળદર ) થાય છે. જેમાં જાયફળ એક છે. જાયફળ ઘીનો બગાડ અટકાવી શકે છે. ઘીની અપેક્ષિત ઊપજના 0.5 ટકા લેખે , પીગળેલા માખણમાં અથવા 0.4 ટકા લેખે 80 ટકા ફેટ ધરાવતા માખણમાં ઉમેરવાથી ઓક્સિડેશનથી થતો ઘીનો બગાડ ઓછો કરવામાં સૌથી વધુ અસરકારક સાબિત થયું છે. ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના ડેરી કેમેસ્ટ્રી વિભાગ દ્વારા આણંદમાં ઘણાં પ્રયોગ બાદ શોધી કઢાયું છે કે, ઘીનો બગાડ અટકાવવા માટે જાયફળને ઘીમાં ઉમેરવું તે શ્રેષ્ઠ છે.…

Read More
Farmers

મહત્વની માન્ય એવી 38 પાકની 328 જાતોની એક યાદી કૃષિ વિભાગે બહાર પાડીને તે જાત ઉગાડવા ભલામણ કરી છે આ બિયારણોના આધારે વેપાર થાય છે. વેપારીઓ બિયારણની જાત જોઈને ભાવ આપતાં હોય છે. અમદાવાદ : કેટલાક પાકોની અગત્યની નોટીફાઈડ જાતો ખેડૂતોને વાવવા માટે કૃષિ વિભાગે ભલામણ કરી છે. જે બીજ પ્રમાણન એજન્સી અને કૃષિ નિયામક દ્વારા ઉગાડવા માટે મંજૂરી અને પ્રમાણપત્ર આપવામાં આવેલા છે. કૃષિ વિશ્વ વિદ્યાલયો દ્વારા આ જાતો શોધવામાં આવી છે. જે બીજ નિગમ ખેડૂતો સુધી પહોંચાડે છે. આ બિયારણોના આધારે વેપાર થાય છે. વેપારીઓ બિયારણની જાત જોઈને ભાવ આપતાં હોય છે. ખેડૂતો પણ આવી જાત જણાવીને તેનું…

Read More
7D0A1117 1

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ હેઠળનું જાહેરનામું. દેવભૂમિ દ્વારકા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪થી એક જાહેરનામું બહાર પાડી તેમને મળેલી સત્તાની રૂએ તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો વ્યાપારી વાણિજ્ય સંસ્થા દુકાનો,કોન્ટ્રાકટરોએ તેમના તમામ કામદારોને લોકડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો વ્યાપાર વાણિજ્ય સંસ્થા દુકાનો બંધ રહ્યા હોય તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત થયેલ તારીખે જ કોઈપણ પ્રકારના કપાત વગર પુરેપુરુ ચૂકવવાનું રહેશે કામદારો, શ્રમિકો સ્થળાંતર થતા લોકો સહિત કે જે ભાડાથી રહે છે. તેમના રહેણાંક મકાન ના માલિકોએ એક મહિના સુધી ભાડું માંગવાનું રહેશે નહીં. જો કોઈ મકાન માલિક તેમના મકાનમાં ભાડે રહેતા શ્રમિકો અને…

Read More
Vijay Nehra

અમદાવાદ શહેરના કમિશ્નર વિજય નહેરા સામે અમદાવાદને કોરોનાથી સલામત રાખવા સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. તેમની 10 નિષ્ફળતાઓ સામે આવી છે. જેમાં તેમના કારણે આખુ અમદાવાદ હવે ભય હેઠળ આવી ગયું છે. સુરત આજે સલામત છે. અમદાવાદમાં આખા ગુજરાતના 50 ટકા કોરોના કેસ થઈ ગયા છે. એક ધારાસભ્ય પોઝેટીવ કોરોના થયા છે બીજા 3 ધારાસભ્યો શંકાના દાયરામાં છે. અમદાવાદ આજે કોરોના બોંબ પર બેઠું છે. તેથી કમિશ્નર સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. 1 – કોટ વિસ્તારને સાંકળતા રસ્તાઓ પર અમદાવાદ મહાનગર પાલિકાએ 13 ચેકપોસ્ટ તૈયારી છે. આ રસ્તા પરથી પસાર થતા તમામ નાગરિકોના થર્મલ સ્ક્રેનીંગ કરવામાં આવ્યું ત્યારે…

Read More
i create

અમદાવાદ, 17 એપ્રિલ 2020 માત્ર 10 મિનિટમાં કોઈપણ વસ્તુ પરના અતિશુક્ષ્મ જીવોને મારી ને જંતુ મુક્ત કરી શકે એવું વિકિરણ આધારિત ઉપકરણ બનાવાયું. જે કોરોના વાયરસની મહામારી સ્પર્શથી ફેલાતા રોગને બચવા આ સાધન સારું છે. સોશિયલ ડિસ્ટન્સ કરતાં આ સાધન શ્રેષ્ઠ છે. ચીજ વસ્તુ જંતુરહિત થઈ જતી હોય તો તેનાથી રોગને અટકાવી શકાય છે. અમદાવાદના ધોલેરા ખાતે ગુજરાત સરકાર હસ્તકની i create એક સ્વાયત્ત સંસ્થા છે, જેણે આ એક્સરે આધારિત સાધન તૈયાર કર્યું છે. ગુજરાત માટે આ એક અનોખી વિક્રમી ઘટના અને શોધ માનવામાં આવે છે. સામાન્ય વપરાશમાં લેવાતી વસ્તુઓ જેમ કે માસ્ક, મોબાઈલ ફોન, ચલણી નાણુ, ચાવી, કરીયાણાની વસ્તુઓ…

Read More
ayus

ગુજરાત સરકારે કોરોના સામે રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે કેટલીક નવી પદ્ધતિ બનાવીને લોકોને તેમ કરવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાત આયુષના ડાયરેક્ટર ભાવના ટી પટેલે આવી જાહેરાત સરકારી માધ્યમ દ્વારા કરી છે. 1 દિવસભર ગરમ પાણી પીવું. 2 આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) (#YOGAatHome #StayHome #StaySafe) 3 હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં  સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ free sugar ચ્યાવનપ્રાશ લેવો જોઈએ) હર્બલ ટી, ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા , ઉકાળો પીવો – દિવસમાં એક…

Read More
bhavnagar 1

ભાવનગર, 16 એપ્રિલ 2020 70 વર્ષથી વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને કોરોના – Covid-19 વધુ હાનિ કરે છે. સમગ્ર વિશ્વમાં 70 વર્ષથી વધુ ઉંમર ધરાવનારાઓનું મૃત્યુનું પ્રમાણ ઊંચું છે, પણ ભાવનગરમાં ઉલટું થયું છે. દેશ માટે આ એક અનોખો વિક્રમ છે. તાળીઓથી વિદાય ભાવનગરમાં 16 એપ્રિલ 2020માં કોરોના ગ્રસ્ત 3 દર્દીઓ સારા થઈ જતાં સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી. કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટર અને સહાયક કર્માચારીઓ દ્વારા આ દર્દીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે તેમને વિદાય આપી હતી. રજાકભાઈ મજાના  યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા 92 વર્ષીય…

Read More