ફિલીપાઈન્સમાં ભૂખના કારણે એક વ્હેલ માછલીનું મોત થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, આ વ્હેલ માછલીના પેટમાંથી 40 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો નીકળ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ કચરાના કારણે વ્હેલ કંઇ પણ ખાઈ કે પી શકતી નહતી, જેના કારણે એ બિમાર થઈ ગઈ હતી. પર્યાવરણ ચાહકોએ આ ઘટનાને દરિયાઇ જીવોને ઝેર આપવાનો સૌથી ખરાબ મામલો ગણાવ્યો છે. પર્યાવરણ માટે કામ કરનાર સંગઠનોએ પ્લાસ્ટિક ઉપયોગ પર ફિલીપાઈન્સની નિર્ભરતાના કારણે એને વિશ્વના સૌથી મોટા મહાસાગરને પ્રદૂષિત કરનાર દેશ તરીકે ટેગ કર્યો છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન 61 ડોલ્ફિન અને વ્હેલના પોસ્ટમોર્ટમ કરાયા છે, પરંતુ આ વ્હેલના પેટમાંથી સૌથી વધુ માત્રામાં પ્લાસ્ટિક કચરો…
કવિ: Satya-Day
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ રાજ્યની રાજકીય સ્થિતિ વચ્ચે ભાજપના નેતા પ્રમોદ સાવંત રાજ્યના નવા મુખ્યમંત્રી બની શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપે તેમનું નામ નક્કી કરી દીધું છે. તેઓ આજે મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ શકે છે. અગાઉ ગોવા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, ગોવાના આગામી મુખ્યમંત્રીને લઇને બપોરે 2 વાગ્યા સુધી નિર્ણય થઇ જશે અને ત્રણ વાગ્યે શપથગ્રહણ સમારોહ થશે. જ્યારે બીજી તરફ પણજીમાં સોમવારે સવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઇ. જે બાદ કોંગ્રેસના 14 ધારાસભ્યો રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માગતા હતા, પરંતુ રાજ્યપાલે તેમને મુલાકાતનો સમય આપ્યો નહી. નોંધનીય છે કે, કોંગ્રેસ રાજ્યમાં અત્યારે…
ગુજરાતમાં સાત બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી બે દિવસ દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં હાજર રહ્યા હતા. હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા બાદ સાત બેઠકો પર ઉમેદવારના નામને અંતિમ સ્વરૂપ આપ્યું છે. જેના પર મંજૂરીની મહોર લાગી શકે છે. બારડોલી બેઠક પર તુષાર ચૌધરી. નવસારી બેઠક પર સી.ડી.પટેલની પુત્રી ફાલ્ગુની પટેલ અથવા પૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલ દાહોદ બેઠક પર બાબુ કટારા અને ભાવેશ કટારામાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે. પોરબંમાંદર લલિત વસોયાનું નામ લગભગ ફાઈનલ છે. કચ્છ બેઠક પર કોકિલાબેન પરમાર, નરેશ મહેશ્વરીના નામ છે. અમદાવાદ પૂર્વ બેઠક…
વડોદરામાં આજે વકીલ મંડળે પોલીસ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. અને પોલીસ પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો છે. વડોદરાના બાર એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળે પૂતળૂ સળગાવી રોષ વ્યક્ત કર્યો છે. અંકોડિયામાં બે પરિવારો વચ્ચેના વિખવામાં એક પરિવારે વકીલ મંડળના પ્રમુખ હસમુખ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.જેથી વડોદરાના વકીલોએ કોર્ટ બહાર બેસી પોલીસ કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત ક્રયો હતો.
સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહ કેસમાં ફરીથી જેલમાં બંધ છે ત્યારે તેણે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. અગાઉ તેને રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળ્યા હતા. પણ તેણે શરતોનો ભંગ કર્યો હતો. સુરતમાં એક પોલીસ જવાન સાથે માથાકૂટ કરી હતી અને અશાંતિ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સુરત પોલીસે તેના જામીન રદ કર્યા હતા. ત્યારે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે પોલીસે તેને ઝડપીને જેલહવાલે કર્યો છે. ત્યારે હવે ફરીથી અલ્પેશે જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી છે.
જો તમે હોળીની ખરીદી માટે કેશ ઉપાડવા અથવા તો અન્ય કોઇ જરૂરી કામ માટે બેન્ક જવાનું વિચારી રહ્યાં હોય તો તમારી પાસે ફક્ત કાલનો એટલે કે મંગળવારનો જ દિવસ છે. તે બાદ હોળીની રજાઓના લીદે બેન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે. આ દરમિયાન એટીએમમાં પણ રોકડની તંગી થઇ શકે છે. જો કે વચ્ચે એક દિવસ માટે બેન્ક ખુલશે પરંતુ બે દિવસની રજાઓ બાદ બેન્ક ખુલતાં ભારે ભીડ રહેશે. જો કે ચાર દિવસોમાં બેન્કોની રજાઓ અલગ-અલગ રાજ્યોના હિસાબે અલગ-અલગ હશે. તેવામાં તમારા માટે તે જાણવું જરૂરી છે કે તમારા રાજ્યમા આગામી 4-5 દિવસ સુધી બેન્કો બંધ રહેશે કે નહી. 20 અને…
લોકસભાની ચૂંટણી સમયે નવા નવા રાજકીય પક્ષોના નામ સામે આવી રહ્યા છે. ‘ભરોસા પાર્ટી’, ‘સબસે બડી પાર્ટી’ થી લઇ રાષ્ટ્રીય સાફ નીતિ પાર્ટી જેવી કુલ મળીને 2293 રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા છે. લોકસભાન ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે જ માહિતી મળી છે કે દેશમાં કુલ 2293 રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં 7 રાષ્ટ્રીય અને 59 રાજ્ય સ્તરની છે. એટલું જ નહીં આ વર્ષે ફેબ્રુઆરી સુધી દેશમાં 2143 રાજકીય પક્ષો હતા. જેમાં 58 પક્ષોએ ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સામે આવી હતી. રાષ્ટ્રીય પક્ષોની જો વાત કરવામાં આવે તો ભાજપ, કોંગ્રેસ,…
સુરત ફરી એક વખત રેપ સીટી બન્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં સતત નાની બાળકીઓ સાથે બળત્કારની ઘટનાઓ બની રહી છે. જેમાં નશાની હાલતમાં બાળકીઓને દુષ્કર્મ કરવામાં આવ્યો છે. ત્યારે જાણીતા લેખક અને વક્તા કાજલ ઓઝા વૈધે પણ આવી ઘટનાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. સુરતમાં બનેલી એક ઘટનનો ઉલ્લેખ કરી તેમને કહ્યું હતું કે નાની બાળકી સાથે આટલી ગંભીર ઘટના બન્યા બાદ પણ લોકો ચિંતિત નથી એવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. સુરત ફરી એક વખત રેપ સીટી બન્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં સતત નાની બાળકીઓ સાથે બળત્કારની ઘટનાઓ બની રહી છે. જેમાં નશાની હાલતમાં બાળકીઓને દુષ્કર્મ કરવામાં આવ્યો છે.…
અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકરો પાર્ટીમાંથી રાજીનામુ આપશે. વાત કંઈક એવી છે કે સાવરકુંડલાના APMCના ચેરમેન દિપક માલાણીએ અગાઉ પરેશ ધાનાણીના નેતૃત્વનો વિરોધ કર્યો હતો આથી દિપક માલાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.ત્યારે હવે દિપક માલાણીના સમર્થનમાં જ કોંગ્રેસના કેટલાક કાર્યકરો પાર્ટીમાંથી રાજીનામું આપશે અને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. સાથે જ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પછાડવા રણનીતિ પણ ઘડવામાં આવશે. દિપક માલાણીએ પરેશ ધાનાણીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને વિપક્ષ પદેથી તેમના રાજીનામાની માગ કરી હતી. ગુજરાતમાં 1995થી 2018 સુધીમાં જેટલી ચૂંટણીઓ થઇ છે. તેમાં કોંગ્રેસના 12 સંસદસભ્યો, 65 ધારાસભ્યો અને 15,000થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ખાસ કરીને…
અમદાવાદ ખાતે PASS ના બેનર હેઠળ હાર્દિક પટેલનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરતના અલ્પેશ કથિરિયા ના કેટલાક સમર્થકોએ આ કાર્યક્રમમાં ભારે હોબાળો મચાવ્યો હતો. અને હાર્દિક દ્વારા કોંગ્રેસમાં જોડાવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે ખુદ હાર્દિક પટેલ વચ્ચે પડી અને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. આ સ્નેહમિલનમાં હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા ના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી. બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણ અલ્પેશ કથિરિયા નો બેનરમાં ફોટો ન હોવાને કારણે થયું હતું. અલ્પેશ કથીરિયા સમર્થકોએ હાર્દિકના બેનરો પાળી હાર્દિક અને કોંગ્રેસ વિરુદ્ધ હાય હાય ના નારા લગાવ્યા હતા. અલ્પેશ કથીરિયાનાં સમર્થકોએ ‘અલ્પેશ જેલમાં, હાર્દિક મહેલ’માં અને…