સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ મેસેજ, વીડિયો અને ફોટો શેર કરવા માટે થાય તે સામાન્ય વાત છે. પરંતુ ટુંક સમયમાં વોટ્સએપના માધ્યમથી લોકો પેમેન્ટ પણ કરી શકશે. જી હાં ચર્ચાઓ છે કે વોટ્સએપમાં ટુંક સમયમાં પેમેન્ટ ફીચર એક્ટિવ થઈ જશે. આ ફીચર સૌથી પહેલા મેક્સિકો, બ્રાઝીલ અને યૂકેમાં લોન્ચ થશે. આ સર્વિસને ગત વર્ષે જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી તે રેગ્યુલેટરી માપદંડોના કારણે બીટા ફેઝમાં છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગએ પહેલીવાર સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વોટ્સએપ ટુંક સમયમાં પેમેન્ટ ફીચરનો વિસ્તાર કરશે. વોટ્સએપ પેમેન્ટ ફીચર યૂપીઆઈની મદદથી ભારતમાં નાણા ચુકવવાની સુવિધા પ્રદાન કરશે. પરંતુ આ…
કવિ: Satya-Day
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના યુઝર્સને હવે એટીએમ મશિનમાંથી પૈસા કાઢવા માટે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે જાણકારી આપી હતી કે હવે ગ્રાહક પોતાના મોબાઈલ એપ્લિકેશન પર વન ટાઈમ પાસવર્ડ (OTP) જનરેટ કરી શકે છે. આ વન ટાઈમ પાસવર્ડને એટીએમમાં એન્ટર કરવાથી તમે ડેબિટ કાર્ડ વગર પૈસા મેળવી શકશો. ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, આ સર્વિસ હાલમાં 16,500 એટીએમ મશિનમાં શરૂ કરવમાં આવશે. બાકીના એટીએમ મશીનને થોડા-વત્તા પ્રમાણમાં અપગ્રેડ કર્યા બાદ દેશભરમાં આવેલા કુલ 60,000 જેટલા એટીએમમાં આવનારા ત્રણ-ચાર મહિનાઓમાં આ સુવિધા અમલમાં મુકાશે. આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં વધારે કેશ ડિસ્ટ્રીબ્યૂશ પોઈન્ટ્સ માટે બેંકને ટેક્નોલોજી ઈન્ટીગ્રેટ…
જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. આ રોડ અકસ્માતમાં ૧૧ લોકો મોતને ભેટ્યા હોવાની જાણકારી મળી રહી છે. દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર ટેક્સી ડ્રાઈવરે પોતાનું સંતુલન ગુમાવી દીધુ હતું જેથી તેમની ગાડી ૫૦૦ ફૂટ ઉંડી ખીણમાં જઈને પડી હતી. ટેક્સી ચંદરકોટથી રાજગઢ તરફ જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ટેક્સી યાત્રિઓને લઈને ચંદેરકોટથી રાજગઢ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી પોતાનું સંતુલન ગુમાવી દીધુ હતુ અને જેના કારણે ટેક્સી કુંદા નલ્લાહ પાસેની ખીણમાં ખાબકી હતી. આ અકસ્માત શનિવારે સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ઘટ્યો હતો.…
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે આક્રમક અભિયાન શરૂ કરી દીધું છે. PM મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરીને ‘ મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું છે. આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોના અંતમાં 31 માર્ચના રોજ સાંજે 6 વાગ્યે PM મોદી સાથે જોડાવા માટે આહ્વાન આપવામાં આવ્યું છે. PM મોદીએ ટ્વીટ કર્યું કે ‘તમારો ચોકીદાર ડગ્યા વિના ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પરંતુ અહીં હું એકલો નથી. એ દરેક શખ્સ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક અનિષ્ટો સામે લડે છે તે ચોકીદાર છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરે છે…
ગુલાબી ઠંડીમાં થતી શરદી વિક્સ લગાવવાથી તુરંત દૂર થઈ જાય છે. જો કે બામ શરદી ઉધરસથી જ નહીં પરંતુ સ્ટ્રેચ માર્કસ દૂર કરવા અને માઈગ્રેનનો દુખાવો દૂર કરવામાં પણ ઉપયોગી થાય છે. તો ચાલો જાણી લો વિક્સ બામથી કેવા ફાયદા થાય છે. ગર્ભાવસ્થા બાદ મહિલાઓને સ્ટ્રેચ માર્ક્સ થઈ જતા હોય છે. તેને દૂર કરવા તેઓ અનેક ઉપાય કરે છે પરંતુ તે દૂર થતાં નથી. જો કે વિક્સ સ્ટ્રેચ માર્કસને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. વિક્સ બામ નિયમિત લગાડવાથી ત્વચા સોફ્ટ થઈ જાય છે અને ધીરે ધીરે સ્ટ્રેચ માર્કસ દૂર થઈ જાય છે. શિયાળામાં એડી ફાટવાની ફરિયાદ સામાન્ય હોય છે.…
મુંબઇના CST રેલવે સ્ટેશન પાસે ફુટઓવર બ્રિઝ ધરાશયી થયો હતો. આ દુર્ઘટનામાં 30 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાં 2ની સ્થિતી ગંભીર જણાવવામાં આવી રહી છે. હજી કાટમાળમાં ઘણાં લોકો દબાયેલા હોવાની આશંકા છે. ઘટના સ્થળ પર NDRFની ટીમ પહોંચી ચૂકી છે અને CST રેલવે સ્ટેશન પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં હાલ 6 લોકોના મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે બ્રિજ જ્યારે તુટ્યો ત્યારે ત્યાં ઘણાં લોકો હાજર હતા. તેમજ તે સિવાય ઘણી ગાડીઓ પણ ત્યાં બ્રિજ નીચે હતી. પ્લેટફોર્મના 1 BT લેન પાસે આ પુલ તુટ્યો છે. જ્યારે મુંબઇ…
લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં EVMમાં ગડબડીની આશંકાને લઇને અરજી કરાઈ છે. આ અરજીમાં 50 ટકા VVPAT કાપલીઓને EVM સાથે મેચ કરવાની માગ કરવામાં આવી છે. ત્યારે આ મામલે આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે,આ અરજી ચંદ્રબાબૂ નાયડૂ, કે.સી વેણુગોપાલ, શરદ પવાર અને અરવિંદ કેજરીવાલ તથા અખિલેશ યાદવ સહિત વિપક્ષના 21 નેતા દ્વારા કરવામાં આવી છે. આમ 21 વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે કે લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર ઇવીએમ અને વીવીપીએટીમાંથી 50 ટકાનું નિરીક્ષણ કરવાની માગ કરવામાં આવી છે. આ અરજી દાખલ કરનારાઓમાં શરદપવાર,…
બોલીવુડ દબંગ સલમાન ખાને વોન્ટેડ, દબંગ, ટાઇગર જેવી સારી ફિલ્મો કરી છે. સલમાનની ફિલ્મોમા એક્શન સાથે રોમાન્સ પણ હોય છે. પરંતુ ક્યારેય કિસિંગ સીન હોતો નથી. જો કે સલમાન ખાન જે જે ફિલ્મો સાઇન કે છે એમાં નો કિસિંગ સીનની પોલિસી હોય છે. જેનો ખુલાસો ખુદ સલમાનના ભાઇ અરબાઝ ખાને એક ટીવી શો માં કર્યો હતો. ટીવી શો માં સલમાન એવું કહેતા જોવા મળી રહ્યો છે કે ‘જુઓ સ્ક્રીન પર હું કિસ તો કરતો નથી. તો મને કોઇ ફરક પડતો નથી. જેની પર અરબાઝ કહે છે કે, ‘એ ઓફ સ્ક્રીન એટલી કરી લે છે કે ઓન સ્ક્રીન જરૂર પડતી નથી.’…
સોનાના દાગીનાનું શુધ્ધતાનું માપ કેરેટ છે તે મુજબ સરકાર દ્વારા હોલમાર્કિંગનો બહોળો પ્રચાર-પ્રસાર કરાય છે. પરંતુ ગ્રાહકોને કેરેટ પ્રમાણે ભાવ વસૂલીને શુધ્ધ સોનાના દાગીના આપવાના બદલે ઓછા કેરેટના દાગીના આપીને છેતરપિંડી કરાતી હોવાની રજૂઆત થઈ છે. રાજ્યના ગ્રાહક બાબતોની કચેરીના નિયામક સમક્ષ એક ગ્રાહક સુરક્ષા એજન્સીએ કરેલી રજૂઆત મુજબ સોનાના ખરીદ-વેચાણમાં વેપારીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. જેમાં જણાવાયું છે કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સોના-ચાંદીના ખરીદ-વેચાણમાં ગ્રાહકોને પુરેપુરી જાણકારી ન હોય તો તેમને કેટલીક બાબતોમાં લાખો રૂપિયામાં છેતરવામાં આવે છે. હાલમાં સરકાર દ્વારા સોનાના દાગીનાના વેચાણમાં સોનાની શુધ્ધતા માટે હોલમાર્ક દરેક દાગીના પર લગાવવાનું બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડર્સે ફરજિયાત…
વડોદરાની આ સ્ટારને 2011થી 2014 સુધીમાં મુંબઈની સૌથી છેવાડાની ગલીમાં આવેલ પ્રોડક્શન અને ડિરેક્ટર હાઉસમાં ઓડિશન આપી 6 મુવી મળી, પણ બોલીવુડમાં કોઈની ગર્લફ્રેન્ડ ન હોવાના કારણે એવી માંગોને મારે પુરી કરવાની હતી જે મારી નીતિ બહારની હતી. માટે ટોકન એમાઉન્ટ પાછી આપી હોલિવુડ તરફ વળી. જ્યાં ટેલેન્ટને આધારે 2014માં હંસેલ વિ.ગ્રેટેલ મુવીમાં સપોર્ટિંગ રોલ વડોદરાની હોલિવુડ સ્ટાર એલિશા ક્રિસને મળ્યો હતો. વડોદરાની હોલિવુડ સ્ટાર એલિશા ક્રિસે ઉર્ફે એલિશા પટેલે જણાવ્યું હતું કે હું 8 વર્ષની હતી ત્યારે મને રીયલાઈઝ થયું કે જીવન ઘણું નાનું છે. નાના જીવનમાં લોકોને એન્ટરટેન કરીને ઇન્સ્પાયર કરવા છે. માતા-પિતા બન્ને જજ હતા જેથી ઘરે…