ધંધુકા-બરવાળા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં એક બાળકી સહિત 3 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય 2થી 3 લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બોટાદ જિલાના બરવાળા ગામે રહેતા સોહિલભાઈ સાલેવાલા તેમના પરિવાર સાથે વહેલી સવારે સ્વીફ્ટ કાર નંબર જી .જે ૩૩ બી ૩૮૯૨ લઈ ને અજમેર શરીફ દર્શન કરવા માટે અજમેર તરફ જવા નીકળ્યા હતા. જ્યારે અમદાવાદથી આવી રહેલ સ્વીફ્ટ કાર નંબર જી .જે.૨૭ બી ઈ ૫૩૫૦ કાર લઈ બરવાળા તરફ આવી રહ્યા હતા. આજે વહેલી સવારનાં તગડી ગામ પાસે આ બંન્ને કાર વચ્ચે જોરદાર અકસ્માત…
કવિ: Satya-Day
પાસ કન્વીનર હાર્દિક પટેલની કારનો અકસ્માત થયો છે. રાજકોટ-ચોટીલા હાઈવે પર હાર્દિક પટેલની કારે એક મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો. આ ઘટના સમયે હાર્દિક કારમાં સવાર હતો. તેને તો કંઈ થયું નથી. પણ મોટરચાલક ગંભીર રીતે ઘવાયો છે. તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો છે. જોકે હાર્દિકની કારને સામાન્ય પણ નુકસાન થયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે હાર્દિકની પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી
મુખ્ય ચૂંટણી કમિશનરે ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવાના સંકેતો આપ્યા છે, એ પહેલાં જ ગુરુવારે રાત્રે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે પોતાના ૧૫ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેતાં દેશભરમાં રાજકીય ગરમાટો આવ્યો છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ગુજરાતની ચાર અને ઉત્તર પ્રદેશની૧૧ બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. યાદીમાં જણાવ્યા મુજબ સોનિયા ગાંધી રાયબરેલી અને રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાનાં છે. જોકે પ્રિયંકા ગાંધીનું નામ હજી ઉમેદવાર તરીકે જાહેર થયું નથી.અખિલેશ-માયાનાં ગઠબંધનને ફટકો, ઉત્તર પ્રદેશમાં બધી જ સીટો પર ઉમેદવાર ઉતારવાના સંકેતો કોંગ્રેસે આપી દીધા. કોંગ્રેસ દ્વારા જાહેર થયેલી ૧૫ ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાતની ચાર બેઠકનો સમાવેશ થાય છે.…
અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં આજે સારવાર દરમિયાન એક વયોવૃદ્ધ પાકિસ્તાની દર્દીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ મોહમ્મદ આમીન અફઝલ અહેમદ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી ભૂજ જેલમાં કૈદ હતો. જ્યાં તેની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી. તેને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત માં ખાસ સુધારો થયો ન હતો.પરિણામે વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. હતો. પણ ઉત્તરોત્તર તેની તબિયત બગડી રહી હતી. છેવટે ગુરુવારે સાંજે તેણે અંતિમ શ્વાસ લીધા હતાં. હોસ્પિટલ સત્તાવાળાઓ એ પોલીસ કાર્યવાહી કરી તેના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું…
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે આગામી 2019 ની લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની ચાર સીટો સહિત ઉત્તર પ્રદેશની 11 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો- વડોદરા- પ્રશાંત પટેલ અમદાવાદ (પશ્ચિમ) – રાજુ પરમાર છોટા ઉદેપુર- રણજીત રાઠવા આણંદ- ભરત સિંહ સોલંકી
અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે અને 2019ની લોકસભાની ચૂંટણી જામનગર બેઠક પરથી લડશે. 12 માર્ચે CWC બેઠકમાં રાહુલ ગાંધીના હસ્તે હાર્દિક કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. આ દરમિયાન સોનિયા ગાંધી પણ હાજર રહેશે. રાજકોટમાં મળેલી PAASની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. PAASની કોર કમિટીમાં ઉંઝા વિધાનસભા અને જામનગર તેમજ મહેસાણા લોકસભાની બેઠક મુદ્દે ચર્ચા થઈ હતી. ચર્ચાના અંતે હાર્દિક જામનગર બેઠક પરથી જ લોકસભાની ચૂંટણી લડશે તે નિર્ણય કોર કમિટીએ મહોર મારી છે. આમ, હવે હાર્દિક પટેલને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં હાર્દિક પોતે નિવેદન આપી ચૂક્યો હતો કે, તે લોકસભાની…
પુલવામા હુમલાને લઇને કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદે એક મોટો વિવાદાસ્પદ ખુલાસો કર્યો છે. હરિપ્રસાદે કહ્યું કે, ‘પુલવામા હુમલા પાછળ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વચ્ચે મેચ ફિક્સિંગ થયેલ છે. આ હુમલો બંનેની મિલિભગત વગર શક્ય નથી. પીએમ મોદીએ આ હુમલા મુદ્દે જરૂરથી ખુલાસો આપવો જોઇએ. આ પહેલાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ આ ઘટનાને ‘દુર્ઘટના’ જણાવીને મોટો વિવાદ ઉભો કર્યો છે. આ જ પ્રકારનાં નિવેદનો બાદ પ્રધાનમંત્રી મોદીએ મંગળવારનાં રોજ એક ચૂંટણીલક્ષી રેલીમાં કહ્યું હતું કે વિપક્ષનાં કેટલાંક નેતા પાકિસ્તાનનાં ‘પોસ્ટર બોય’ બની ગયાં છે. ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસો પહેલાં પુલવામામાં અત્યાર સુધીનો સૌથી…
વડાપ્રધાન મોદી અને અરૂણ જેટલીએ આજે સરકારે 20 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો. આ નવો સિક્કો અત્યાર સુધીના જાહેર થયેલા સિક્કાઓ કરતા અલગ હશે. નાણાંમંત્રાલ મુજબ આ સિક્કામાં 12 ખુણાઓ હશે. આ સિક્કાનો વ્યાસ 20mm હશે. 20ના આ નવા સિક્કામાં 10ના સિક્કાની જેમ જ સામેની તરફ 2 રીંગ હશે. ઉપરની રીંગ પર 65% તાંબુ, 15% ઝિંક અને 20% નિકલ હશે. જ્યારે અંદરની રીંગમાં 75% કોપર 20% ઝિંક અને 5% નિકલ હશે. આ સિક્કાનું વજન 8.54 ગ્રામ હશે. તેમજ અશોક સ્તંભનું પણ ચિત્ર હશે. જેમાં નિચે સત્ય મેવ જયતે લખેલું હશે. જ્યારે જમણી અને ડાબી બાજુએ ભારત અને ઇન્ડિયા લખેલું હશે. નીચે…
તું છે ને. શહેરી ગુજરાતી ચલચિત્રો હવે સિનેમામાં છવાઈ રહ્યાં છે. આ દર્શકોને પકડી રાખે એવું ગુજરાતી ચલચિત્ર છે. 1 માર્ચથી ગુજરાતના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. બેકારી, હિજરત, પ્રેમ, વિશ્વાસ, ગુનાખોરી, હિંમતથી ભરેલી તેની વાર્તા છે. પોતાના પ્રેમી માટે વિશ્વાસ બતાવતી યુવતીની હિંમતભેર રજૂઆત કરી છે. જેમાં મહિલા પ્રધાન ચલચિત્ર છે. આ કુટુંબ સાથે એક વખત જોવા જેવી ફિલ્મ છે. કલાકારો, અભિનેત્રી અને અભિનેતા સ્વાતી દવે, શ્યામ નાયર, ડિમ્પલ બિસ્કિટવાલા, કાર્તિક રાષ્ટ્રપાલ, પ્રશાંત થાડેશ્વર, રાજેશ ઠક્કરની ભૂમિકા છે. અને દિગ્દર્શક રેહાન ચૌધરી છે. કથા શું છે ? કોલેજમાં ભણતી સીધીસાદી છોકરી મેધા એકાએક ગ્લેમરસ બની જાય છે. જે અત્યંત…
જેમ-જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય પાર્ટીઓએ પ્રચારની ઝડપ વધારી દીધી છે. વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા Facebook પર રાજકીય જાહેરાતોનો ડેટા જાહેર કર્યો છે. જેમાં બહાર આવ્યું છે કે Facebook જાહેરાતો પર કરવામાં આવેલા ખર્ચમાં સૌથી આગળ BJP અને તેની સહયોગી પાર્ટીઓ છે. બીજા નંબર પર સ્થાનિક પક્ષો બાદ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો છે. આ સહયોગીઓમાં પાર્ટીઓ, મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના એવા નેતાઓ સામેલ છે, જે કોઇક રાજકીય પાર્ટીનું ખુલીને સમર્થન કરી રહ્યા છે. Facebook પર જાહેરાતો માટે BJP અને તેની સહયોગી પાર્ટીઓએ 2.37 કરોડ રૂપિયાનો ખર્ચ ફેબ્રુઆરી મહિનામાં કર્યો છે. BJPએ ‘ભારત કે…