સુરતના પુણાગામ વિસ્તારમાં આજ રોજ પોલીસે 40 હજારની ડુપ્લિકેટ નોટો સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. પોલીસે હાલ આ તમામ મુદ્દામાલ કબ્જે કરી લીધો છે. મળતી માહિતી પ્રમાણે પુણાગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બસમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. જેની પાસેથી 100 ના દરની 40 હજારની ડુપ્લિકેટ નોટો મળી આવી હતી. આરોપી ભરતભાઈ પુનાભાઈ વધાસિયા મુળ સાવરકુંડલાનો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ નોટો ઝેરોક્ષ મશીનમાં છાપવામાં આવી હતી. હાલ, પુણાગામ પોલીસે આ ઈસમની ધરપકડ કરીને આગળની પુછપરછ હાથ ધરી છે.
કવિ: Satya-Day
ગુજરાત સરકારની સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને ખૂબ જ હલકા પ્રકારનું અનાજ વેચવામાં આવે છે. આ પ્રકારની ફરિયાદો વર્ષોથી થઇ રહી છે. આજે પણ સૌરાષ્ટ્રના ધંધુકા ખાતે આવી જ એક ગંભીર ઘટના બની છે. જેના આધારે સ્પષ્ટ થાય છે કે સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને ધનેરા અને જીવાત પડેલા ઘઉંનું વેચાણ કરવામાં આવે છે. ધંધુકાની સથવારા સોસાયટીમાં (પટેલવાડી) રેશનિંગની દુકાન ચલાવતા ચૌહાણ મહેશભાઈ. એલ. તેમની મનમાની ચલાવે છે. બિલકુલ ઢોર પણ ના ખાય તેવુ અનાજ વિતરણ કરે છે. તેમની દુકાને એક કાર્ડ ધારક વ્યક્તિ પોતાની પત્નીને લઈને ઘઉં લેવા ગયો હતો પરંતુ ઘઉંમાં પડેલી સંખ્યાબંધ જીવાતો અને ધનેરા જોઈને તેમણે આ ઘઉં…
ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસની ગુજરાત મુલાકાત સમયે અમિત શાહ સુરતમાં સામાજિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાતં તેઓ તાપીમા ભાજપના કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પણ આપશે. અમિત શાહ તાપીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે પાર્ટી આગેવાન સાથે પણ સમીક્ષા કરવાના છે. જે બાદ સાંજ તેઓ અમદાવાદમાં પોતાના નિવાસ સ્થાને આવશે. જ્યાં અમિત શાહ પાર્ટી આગેવાનો સાથે મુલાકાત કરીને ચૂંટણી લક્ષી ચર્ચા કરે તેમ મનાય છે.
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવાર રાત્રે વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાનથી ભારત પરત ફર્યા છે. જોકે, આ દરમિયાન ભારત અને પાકિસ્તાનની વચ્ચે નિયંત્રણ રેખા પર (LoC) તણાવ ચાલુ જ છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પુંછમાં ફરી એકવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવાર મોડી રાત્રે સીમા પારથી કરવામાં આવેલા ફાયરિંગમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં 9 મહિનાની બાળકી પણ સામેલ છે, જ્યારે બે અન્ય ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સૈનિકોએ પહેલીવાર ફાયરિંગ કર્યું. મોર્ટારથી સામાન્ય નાગરિકોના વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યા. ભારતીય સુરક્ષા દળોએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો. અધિકારીઓ મુજબ, ફાયરિંગમાં મૃત્યુ પામનારાઓની ઓળખ…
ભરુચ અંકલેશ્વર રાજપીપળા રોડ પર ભંગારના એક ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ લાગતા સમગ્ર ગોડાઉનમાં રહેલો માલસામાન બળીને ખાખ થયો હતો. આમ તો સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ આ આગ અસમાજીક તત્વો દ્વારા લગાડવામાં આવી હોય તેવું અનુમાન છે.
CBSE બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થશે. દેશભરમાં ધોરણ 10 અને 12ના 31 લાખ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. સમગ્ર ગુજરાતમાંથી 35 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદમાં 7 હજાર વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યુ છે. શહેરમાં 18 સેન્ટર્સમાં ધોરણ 10ના 3 હજાર, ધોરણ 12ના 4 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે અગાઉ પેપર લીક થયા બાદ પેપર વિતરણ વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન CCTV કેમેરાથી પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, CBSE ધોરણ 10ની 29 માર્ચ, ધોરણ 12ની પરીક્ષા 3 એપ્રીલ સુધી ચાલનાર છે. પેટર્નમાં થઇ શકે ફેરફાર 2020થી CBSE ધોરણ 10…
તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે તેમને રૂ. 2500નો દંડ પણ ફટાકાર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી છે. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી વર્તમાન ધારાસભ્ય તરફથી 24 વર્ષ પૂર્વે ખનીજ ચોરી કરવામાં આવી હતી. આ મામલે તેમની સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ અંગોને કેસ સુત્રાપાડાની કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. આ કેસમાં શુક્રવારે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે તેમને ચોરીના ગુનામાં દોષિત જાહેર કરીને સજા ફટાકરી છે. પોતાના પ્રતિનિધિ એવા…
રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતા કેટલાક બુટલેગરો અવનવા કિમીયા અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાની કોશિસ કરતા હોય છે. કેટલીક વખત સફળતા મળતી હશે, પરંતુ પોલીસ પણ આવા લોકો પર હંમેશા નજર રાખતી હોય છે. અને બાતમીની આધારે તથા શંકાના આધારે દારૂ ઝડપી પાડવામાં સપળતા મેળવતી હોય છે. આ બધા વચ્ચે આજે સુરતનો પાસ કન્વીનર દારૂના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા ભીલાડ પોલીસે સુરતના પાસ કન્વીનર પંકજ સિધપરાને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પાસ કન્વિનર દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન હાથ ધરી રહ્યો હતો, તે સમયે પોલીસે વાહનની તપાસ કરતા દારૂના જથ્થા…
વાપી નજીક આવેલા કરવળ ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલા એક મીલના ગોડાનને આજરોજ ઘન કચરો સળગાવવા પર પ્રતિબંધ મુકતી નોટીસ ફટકારવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે આ ધન કચરો સળગાવવાનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે ત્યાંથી પસાર થતા ડુંગરી ફળિયાથી દેહગામ વચ્ચેના લોકોને શ્વાસ લેવામાં ખુબ તકલીફ થતી હતી. આ કારણને જોતા ગામના લોકોએ આ કચરો ન સળગાવવા માટે ફરીયાદ નોંધાવી હતી. મળતી માહિતી પ્રમાણે કરવળ ગ્રામ પંચાયત નજીક આવેલી પેપર મિલનો ઘન કચરો ગોડાઉનમાં લાવીને સળગાવવામાં આવતો હતો, જેના કારણે આસપાસના ગામમાં પ્રદુષણ ફેલાવવાની સમસ્યા હતી. આ સમસ્યાને જોતા ગામના લોકોએ મીલના માલિકને આ પ્રક્રિયા તાત્કાલિક…
બલદાણામાં એક પરિવારે કૂવામાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. કૂવામાંથી પતિ પત્ની સહિત બે વર્ષનાં બોળક સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યાં છે. વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડી જઇને તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે ગોધરાનો આદિવાસી પરિવાર સુરેન્દ્રનગરનાં બલદાણામાં ખેતરમાં મજૂરી કરવા આવ્યાં હતાં. પ્રાથમિક પૂછપરછમાં તપાસ કરતાં ખુલાસો થયો છે કે આર્થિક સંકડામણમાં આપઘાત કર્યો છે. હાલ પોલીસે આ મૃતદેહોને પીએમ માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલી દીધા છે. પોલીસ આ પરિવાર અંગે ગામ લોકોને પૂછી રહી છે.