કવિ: Satya-Day

શિયાળો સમાપ્તીના આરે આવીને ઊભો છે ત્યારે ઉનાળાની શરૂઆતના બદલે ચોમાસું બેસતું હોય એવા દ્રશ્યો સર્જાતા જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો થયો હતો. એટલું જ નહીં બનાસકાંઠાના ડીસામાં મધરાત્રીએ કમોસમી માવઠું પણ પડ્યું હતું. વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. આમ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, આવા મોસમના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ડીસામાં મધરાત્રે કમોસમી માવઠું પડ્યું હતું. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થતાં માવઠાંની શક્યતાઓ સેવાઇ રહી છે.મધ્યગુજરાતની વાત કરીએ તો પંચમહાલના ગોધરા સહિતા વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા વાતાવરણમાં…

Read More

ઇન્ડિયન એરફોર્સે મંગળવારે મળસકે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટ નજીક ત્રાસવાદી કેમ્પો પર બોમ્બ મારો કર્યા બાદ પાકિસ્તાની આર્મીએ એવો દાવો કર્યો છે કે ઇન્ડિયન એરફોર્સ મુઝફરાબાદ તરફથી પાકિસ્તાનમાં દાખલ થઈ હતી. પાકિસ્તાની આર્મીએ એવો દાવો કર્યો હતો કે ઇન્ડિયન એરફોર્સને અમે સમયસર જવાબ આપતાં ભારતીય યુદ્ધવિમાનોએ આડેધડ અને ન ફેંકવાની જગ્યાએ બોમ્બમારો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી…

Read More

હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચમાં રહેતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ આજે પોતાની જ પાર્ટીનો કાન ખેંચ્યો છે. આ વખતે દિગ્વિજયસિંહ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ માટે મૂર્દાબાદના નારા લગાવ્યા છે. સોમવારે દિગ્વિજય સિંહ શાઝાપૂર જિલ્લાના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. દિગ્વિજય સડક માર્ગથી શાહઝહાપૂર માટે રવાના થયા. આ સમયે તે ભોપાલથી જ સંતહિરદારામ નગરમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમના સ્વાગત માટે રાખવામાં આવેલા કાર્યક્રમમાં તેઓ થોડો સમય માટે રોકાયા. આ કાર્યક્રમમાં દિગ્વિજયસિંહ સાથે નરેશ જ્ઞાનચંદાની પણ હાજર હતા. નરેશ જ્ઞાનચંદાની હાલમાં જ વિધાનસભાની થયેલી ચૂંટણીમાં ભોપાલની હુઝૂર વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર હતા. જેમને ભાજપના રામેશ્વર શર્માના હાથે હારવાનો વારો…

Read More

દેશભરમાં એરપોર્ટની ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, તેવામાં અમદાવાદ એરપોર્ટનું પણ ખાનગીકરણ થઈ રહ્યું છે, ત્યારે એરપોર્ટ કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં ભૂખ હડતાળ પર ઉતરતા વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટના 150 જેટલા કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. આ મુદ્દે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓનું માનવું છે કે, ખાનગીકરણથી પ્રજા પર મોંઘવારીનો માર પડશે, સાથે કર્મચારીઓ રિઝર્વેશન પોલીસી સહિતના અનેક લાભથી વંચિત થઈ જશે, જેને પગલે વિરોધ માટે ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત દેશના મોટાભાગના એરપોર્ટને ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ્સના ખાનગીકરણની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે…

Read More

હાર્દિક પટેલ ચૂંટણી લડશે કે નહીં લડે તે તમામ અટકળો ચાલી રહી છે. ત્યારે હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ ઉંઝાથી વિધાનસભા પેટા ચૂંટણી લડી શકે છે. લોકસભામાં જીતી શકે તેવી સીટ ન મળે તો ઊંઝાથી ચૂંટણી લડશે. ગુજરાતમાં અમરેલી સિવાય હાર્દિક માટે કોઇ સેફ સીટ નહીં. અમરેલીમાં લેઉવા-કડવાના સમીકરાણ સર્જાતા હાર્દિકે વ્યુહ બદલ્યો છે. ઊંઝામાં ભાજપના ઉમેદવાર સામે હાર્દિક પટેલ ઊભો રહી શકે છે. મહત્વનું છે કે, કોંગ્રેસના આશાબહેને રાજીનામું આપતા હાલ ઊંઝા સીટ ખાલી થઇ છે. ઊંઝામાં પ્રતિબંધ હોવાથી થ્રીડી સભાના માધ્યમથી ચૂંટણી લડી શકે છે. થ્રીડી સભાને લઇને હાર્દિક પટેલની તૈયારીઓ શરૂ થશે. લોકસભા ચૂંટણી…

Read More

વડા પ્રધાન મોદીએ ગઈકાલે રવિવારે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વડા પ્રધાન મોદીના હસ્તે લાભાર્થીઓના ખાતામાં રૂપિયા 2,000નો પ્રથમ હપ્તો જમા થયો હતો. જોકે, તમામ શરતો પુરી કરવા છતાં જે ખેડૂતોના ખાતામાં પૈસા ન આવ્યા હોય તે ફરિયાદ નોંધાવી શકે છે. જાણો કેવી રીતે નોંધાવી ફરિયાદ વડા પ્રધાને સ્કિમ લૉન્ચ કર્યા બાદ જણાવ્યું હતું કે લાભાર્થીઓની તમામ યાદી ગ્રામ પંચાયને ઉપલબ્ધ કરાવાશે. જે ખેડૂતો તમામ શરતો પુરી કરી અને લાભાર્થીની યાદીમાં સ્થાન ધરાવતા હોય અને તેમ છતાં તેમને પૈસા ન મળ્યા હોય તો તે આ યોજના મામલે જિલ્લા પંચાયતના અધિકારીનો અથવા બૉલ્ક…

Read More

મોટા ભાગનાં લોકો પોસ્ટ વિભાગમાં રોકાણ કરતા હોય છે. કારણ કે પોસ્ટ વિભાગમાં રોકાણ કરવાથી ફાયદો એ રહે છે કે તેમાં સુરક્ષા અને નફો બંન્ને વધારે મળતો હોય છે. પરંતુ હવે આવા પોસ્ટવિભાગમાં પોલિસી ધરાવતા ધારકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. Infrastructure Leasing & Financial Services લિમિટેડનો વિકરાળ દૈત્ય મો ખોલીને ઉભો છે. ભયંકર ચેપી રોગની જેમ ફેલાવો કરી રહ્યો છે. આ વાયરસ અપેક્ષા સેવાઈ રહી હતી એ રીતે ખૂબજ જલ્દીથી ફેલાઈ ચુક્યો છે અને આગામી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર માટે માથાનો દુખાવો બની ચુક્યુ છે. હવે આ બોન્ડમાં પોસ્ટ વિભાગની પોલિસી ધારકો ફસાતા સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય…

Read More

શાળા-કોલેજના બાળકો પબજી ગેમ ન રમે તે માટે સરકારી પરિપત્રની અમદાવાદમાં ઐસી તૈસી થતી જોવા મળી છે. કારણ કે આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે 150 વિદ્યાર્થીઓને પબજી ગેમ રમાડી છે. જોકે હવે આ મામલે સામાજિક કાર્યકરે સરકાર, શિક્ષણ વિભાગ અને પોલીસ વડાને અરજી કરી છે. આ ગેમના દુષણથી વિદ્યાર્થીઓ પર અનેક નકારાત્મક અસર પડે છે. અને કોલેજ આ ગેમને પ્રોત્સાહન આપતી હોવાનો આક્ષેપ સાથે કોલેજ સંચાલક અને પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ સાથે જ કોઈ કોલેજમાં આ પ્રકારની ગેમ ન રમાય તેવી પણ માંગ કરવામાં આવી છે.

Read More

શહીદ પતિને અંજલિ આપવા માટે પત્ની પણ આર્મીમાં જોડાશે. વાત એમ છે કે, 2017નાં વર્ષમાં આર્મીનાં મેજર પ્રસાદ ગણેશ ભારત-ચીન સરહદ પર એક આગની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. અરુણચાલનાં તવાંગ જિલ્લામાં આ ઘટના બની હતી. તેમની મૃત્યુ પછી ગૌરી પ્રસાદ મહાદિક પર આભ ફાટ્યુ હતુ પણ ગૌરી હિંમત હાર્યા નહોતા અને પતિને અંજલિ આપવા માટે પોતે જ પણ આર્મીમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. ગૌરી હાલ આર્મીની તાલીમ લઇ રહી છે અને ટૂંક સમયમાં તે આર્મીમાં જોડાશે. ગૌરીએ સર્વિસિસ સિલેક્શન બોર્ડની પરીક્ષા પાસ કરી હતી અને હવે તેઓ ચેન્નઇમાં આવેલી ઇન્ડિયન આર્મીની ઓફિસર્સ ટ્રેઇનીંગ એકેડેમીમાં જોડાશે. તેઓ 49 અઠવાડિયાની તાલીમ લેશે.…

Read More

જૂનાગઢમાં વડીયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિરૂદ્ધ પરિણીતાને લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્ત પરિણીતાએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મૂળ પોરબંદર અને હાલ જૂનાગઢમાં રહેતી સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્ત પરિણીતા પતિથી અલગ રહેતી હતી. જેની જાણ વડિયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજીને થઈ હતી. ત્યાર બાદ સ્વામી આનંદ સ્વરૂપદાસજીએ આ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો. થોડા દિવસો બાદ સ્વામીએ પરિણીતા સાથે વોટ્સઅપ ચેટિંગ પણ શરૂ કરી દીધું હતું. થોડા દિવસો બન્ને વચ્ચે વાતચીત ચાલી. જોકે થોડા દિવસ પહેલાં જ જૂનાગઢમાં આવેલા શિશુમંગલ રોડ પર કારમાં…

Read More