પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંતિની એક તક આપવાની વાત કરી હતી અને આશ્વાસન આપ્યું હતું કે તેઓ પોતાની વાત પર અડગ રહેશે. આ સિવાય તેમણે પુલાવામા હુમલા અંગે પણ કાર્યવાહી કરવાની વાત કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલા નિવેદન મુજબ, વડાપ્રધાન પોતાના વચન પર અડગ છે જો ભારત ગુપ્ત માહિતી આપશે તો અમે લોકો પુલવામા હુમલા અંગે કાર્યવાહી કરીશું. ઇમરાન ખાને જણાવ્યું હતું કે, પીએમ મોદી શાંતિની એક તક આપે. પીએમ મોદીએ રાજસ્થાનમાં રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, આતંકવાદના દોષિઓને સજા આપવા માટે અમે ઝડપથી આગળ વધી રહ્યા છે. આ વખતે હિસાબ થશે અને…
કવિ: Satya-Day
અમદાવાદમાં આજે આગના બે બનાવો બન્યા હતા, જેમાં આજે સવારે હેલ્મેટ સર્કલ પાસે આવેલા રૃદ્વ આર્કેડ બિલ્ડીગમાં આવેલા એટીએમમાં ભીષણ આગ લાગી હતી, આગના કારણે એટીએમમાં રૃા. ૧૮ લાખની રોકડ બળી ગઇ હતી. બિલ્ડીગમાં આવેલી છ દુકાનોમાં સામાન બળી ગયો હતો તેમજ બિલ્ડીગમાં ત્રણ હોસ્પિટલો આવેલી હતી, આગના કારણે દર્દી અને સગાના જીવ પડીકે બંધાયા હતા અને દોડધામ મચી જવા પામી હતી. એક હોસ્પિટલમાં સાધનો અને જરૃરી દસ્તાવેજો બળી ગયા હતા. બિલ્ડીગથી કાચથી મઢેલુ હોવાથી આગ બુઝાવવા ફાયરના કર્મચારીઓને ભારે હાલાકી પડી હતી. જ્યારે સનાથલ સર્કલ પાસે ડમ્પર બળી ગયું હતું, જો કે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. ડ્રાઇવ-ઇન રોડ…
ગુજરાતમાં શિક્ષકોની હડતાળ બાદ આજથી ત્રણ દિવસ માટે વિવિધ શાળાઓમાં મોનિટરિંગ હાથ ધરાશે. આજથી ત્રણ દિવસ માટે જિલ્લાની શાળાઓમાં મોનિટરિંગ હાથ ધરાશે. જેથી તપાસ માટે સ્ટેટ મોનિટરિંગ ટીમની પણ રચના કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ શાળાના સભ્યો શાળામાં જશે અને શાળાનુ નિરીક્ષણ કરશે. એટલું જ નહીં શાળાની સ્થિતિ અને વર્ગખંડમાં જઈને સ્ટેટ મોનિટરિંગ ટીમ સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ એવું પણ સામે આવ્યું હતુ કે સરકાર પ્રાથમિક શિક્ષણ માટે નિરસતા દાખવે છે. પ્રાથમિક સરકારી શાળામાં ઓરડાની પણ ઘટ સામે આવી છે. હાલ રાજ્યની પ્રાતમિક શાળાઓમાં 16 હજાર 923 ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં 8 હજાર…
ગુજરાત સરકાર તરફથી વારેવારે ગુજરાતમાં સલામતીનો દાવો કરવામાં આવે છે. જોકે, તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ પરથી તારણ કાઢી શકાય છે કે ‘સલામત’ ગુજરાતમાં અહીંની મહિલાઓ જ ‘અસલામત’ છે. રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે જ જાહેર કરેલા આંકડા પ્રમાણે એક વર્ષમાં રાજ્યમાંથી 6108 મહિલાઓ ગુમ થઈ છે. એટલું જ નહીં આ મહિલાની આજ દિવસ સુધી કોઈ અતોપતો મળ્યો નથી. એક દિવસની સરેરાશ જોઈએ તો દરરોજ લગભગ 17 મહિલાઓ ગુમ થાય છે. વારેવારે કહેવામાં આવે છે કે સલામત ગુજરાતમાં અડધી રાત્રે પણ મહિલાઓ છૂટથી ફરી શકે છે, પરંતુ ઉપરના આંકડાઓ જોઈને લાગે છે કે હવે આવી ગુલબાંગો પોકારવા કરતા આ દિશામાં નક્કર…
બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દૂબઇ જઇ રહેલ “વિમાન બાંગ્લાદેશ”ની એક ફ્લાઇટને હાઇજૈક કરવાનો પ્રયત્ન કરાયો છે. સ્થાનીક મીડિયા મુજબ ઢાકાથી ઉડાન ભર્યાના અડધા કલાક પછી એક બંદૂકધારી કોકપિટમાં ઘૂસી ગયો હતો. જે પછી ચિટગામના શાહ અમાનત આતંરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. વિમાનમાં સવાર બધા જ 142 મુસાફરોને સુરક્ષિત રીતે વિમાન બહાર કાઠવામાં સફળતા મળી પરંતુ હાલમાં પણ બંદૂકધારી સાથે 2 ક્રૂ મેમ્બર વિમાનમાં હાજર છે. રિપોર્ટ અનુસાર વિમાનમાં એકથી વધારે હાઇજૈકર્સની સંભાવના છે. મીડિયા રિપોર્ટ મુજબ, બંદૂકધારી અપહરણકર્તા વિમાનની ઉડાન સાથે જે કોકપિટમાં ઘૂસી ગયો હતો અને ફાયરિંગ કર્યું હતું. જેના કારણે મુસાફરોમાં ડઘાઇ ગયા હતા. વિમાનની ઇમરજન્સી…
સુરતનો જેમ જેમ વિકાસ થયો તેમ સાતે સાથે ગુનાકોરીનું પ્રમાણ પણ વધતુ ગયું. સુરતમાં લૂંટ, હત્યાના તો અનેક કિસ્સા સામે આવ્યા છે, સાથે બેનામી સંપત્તિ અને અન્ય ગુનાખોરીની ઘટનાઓ પણ વારંવાર સામે આવતી જોવા મળે છે, ત્યારે આજે સુરતમાં એક વ્યક્તિ ઝડપાયો, જેની પાસેથી 100 રૂપિયાના દરની નકલી નોટો ઝડપાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જીલ્લા એસઓજીને એક મોટી સફળતા મળી છે. ભારતીય ચલણની નકલી નોટો સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. આ વ્યક્તિ પાસેથી રૂ. 100ના દરની 515 જેટલી નકલી નોટ ઝડપાઈ છે. હાલમાં તેની અટકાયત કરી લેવામાં આવી છે. બનાવટી નોટ સાથે ઝડપાયેલા આ ઈસમ ની વધુ પૂછપરછ દરમિયાન…
કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ગુજરાતના યાત્રાધામોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાધામ અંબાજી મંદિર પણ ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતો હોવાથી અંબાજીની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમે મંદિરમાં ખુણે-ખુણામાં સઘન ચેકિંગ કર્યું. જોકે કોઈપણ જાતની શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી નથી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો કરાયો છે. અને અવારનવાર સઘન ચેકીંગ પણ કરવામાં આવે છે. ક્યુઆરટીની ટીમ, પોલીસ જવાનો, બોર્ડર વીંગ, હોમગાર્ડ જવાનોને મંદિરની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.
પુલવામા હુમલા બાદ એર ઈન્ડિયાના મુંબઈ સ્થિત કંટ્રોલ સેન્ટરને પ્લેન હાઈજેક કરવાની મળેલી ધમકી બાદ દેશના તમામ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક એરલાઈન અને એરપોર્ટની સલામતીની જવાબદારી સંભાળનાર સીઆઈએસએફને સુરક્ષા માટે પગલા ભરવા માટે જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ આદેશ બાદ પ્લેનમાં મુસાફરી કરનારાઓનુ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.એરપોર્ટોના કાર પાર્કિગમાં પણ અવર જવર કરતા વાહનોની તલાશી લેવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓના કહેવા પ્રમાણે મુંબઈના એર ઈન્ડિયાના કંટ્રોલ સેન્ટર પર 23 ફેબ્રુઆરીએ નનામા ફોનથી આ ધમકી આપવામાં આવી હતી.
આસામમાં લઠ્ઠાકાંડના કારણે 102 લોકોના મોત થયા. ત્યારે અનેક લોકો એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુઆંક પણ વધી શકે છે. લઠ્ઠાકાંડની ઘટના બાદ દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડી હજારો લીટર દારૂના જથ્થાનો નાશ કર્યો છે. આ સાથે 10થી વધારે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. દારૂના કારણે જોરહાટમાં સારવાર લઈ રહેલા 221 લોકોમાંથી 35 લોકોના મોત થયા જ્યારે ગોલાઘાટમાં 93માંથી 59 લોકોના મોત થયા. ત્યારે કોંગ્રેસે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારને સહાય કરવાની માગ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાલમારા ચાના બગીચાના મજૂરોએ ગુરુવારે વેતન મળ્યા બાદ એક દુકાનેથી…
ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં શાર્પ શૂટરોની પૂછપરછમાં પુનાના વિશાલ કાંબલેનું નામ બહાર આવ્યું છે. જો કે વિશાલ કાંબલે પૂનામાં ફાયરિંગ અને હત્યા કેસમાં યેરવડા જેલમાં કેદ છે. જેની ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલી બે પિસ્તલ નાસીક ખાતે વાલદેવી નદી કિનારે દેવલાલી કબ્રસ્તાન પાછળથી દાટેલા મળી આવ્યા છે. જયંતી ભાનુંશાળી હત્યા કેસમાં પોલીસે પ્રથમ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં શાર્પ શૂટરોને આશરો આપનારા રાહુલ પટેલ અને નીતીન પટેલની ધરપકડ કર્યા બાદ પૂનાના શાર્પ શૂટર શશીકાંત દાદા કાંબલે ઉર્ફે બીટીયા દાદા ( ઉ.વ. ૩૮) તથા જમીન દલાલ અશરફ અનવર શેખ (રહે: લક્ષ્મીનગર,…