Author: Satya-Day

nikhil

પાટીદાર અનામત આંદલનના કેસમાં સરથાણા વિસ્તારમાં બસ સળગાવવાના કેસમાં પોલીસના ચોપડે બે વર્ષથી ફરાર બતાવતા નિખિલ સવાણીએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું છે. નિખિલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી તેને પોલીસના ચોપડે ફરાર બતાવવામાં આવતો હતો. તેને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવીને માનસિક રીતે હેરાન કરવામાં આવતો હતો. નોંધનીય છે કે નિખિલ સવાણી આંદોલન દરમિયાન પાસનો કન્વીનર હતો. ભાજપમાં જોડાયા બાદ રાજીનામું આપ્યા બાદ તે ફરી પાસમાં સક્રીય થયો હતો.

Read More
chotila

રાજ્યમાં અકસ્માતોની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ચોટીલા પાસે એક માર્ગ દુર્ઘટનામાં એક ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે આકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં બસમાં સવાર સ્કૂલના વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી, જેથી તેમણે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ મળ્યા નથી. આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, આજે સવારે સુરેન્દ્રનગરના ચોટીલાના મોલડી પાસે એક ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, સ્કૂલ બસમાં 20થી વધુ બાળકો સવાર હતા, જેમનો સદ્દનસીબે બચાવ થયો હતો. આ ઘટનામાં માત્ર નાની મોટી ઇજાઓ જ પહોંચી હતી. જેથી…

Read More
FACE

આગમી લોકસભા ચૂંટણી પૂર્વે જ પ્રક્રિયામાં બાહ્ય પરિબળોની મધ્યસ્થી અટકાવવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો માટે નવા નિયમો લવાશે, એમ ફેસબૂક અને ગુગલ ઈન્ડિયાએ સોમવારે બોમ્બેહાઈ કોર્ટને જણાવ્યું હતું. મતદાનના ૪૮ કલાક પૂર્વે સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ ઈચ્છતી જનહિત અરજીની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ નીતિન જામદારની બેન્ચ સમક્ષ ચાલી રહી હતી. ફેસબુક વતી વરિષ્ઠ એડવોકેટ દારિયસ ખંભાતાએ કોર્ટને જણાવ્યું હતું કે ગયા વર્ષે અમેરિકા, બ્રાઝીલ અને ફ્રાન્સમાં શરૂ કરાઈ હતી એવી નવી નીતિ ભારતમાં પણ ૨૧ ફેબુ્રઆરી ૨૦૧૯ના રોજ બહાર પાડશે. રાજકીય જાહેરાતો અથવા રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દા મૂકવા ઈચ્છતી વ્યક્તિ માટે ઓથોરાઈઝેશન પ્રક્રિયાનો…

Read More
7 anil

 દેવામાં ફસાયેલી અનિલ અંબાણી ગ્રૂપની કંપનીને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા એરિક્સન કેસ મામલે કોર્ટે 550 કરોડ રૂપિયા વ્યાજ સાથે ચુકવવા માટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે, રિલાયન્સ કોમ્યુનિકેશન વિરૂદ્ધ આ કેસ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે સંદર્ભે કોર્ટે 4 સપ્તાહ એટલે કે એક મહિનામાં રૂપિયા 550 કરોડ વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ટેલીકોમ ડિપાર્ટમેન્ટે રીલાયન્સ કમ્યૂનિકેશન્સ અને રીલાયન્સ જિઓ ઈન્ફોકોમ વચ્ચે થનારી સ્પેક્ટ્રમ ડીલને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે. આપને જણાવી દઈએ કે આ સ્પેક્ટ્રમ ડીલથી રીલાયન્સ કમ્યૂનિકેશન્સને 18000 કરોડ રૂપિયા મળવાના હતા. 46000…

Read More
25 day old baby girl kidnapped

નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની બહારની અજાણી મહિલા 25 દિવસની બાળકી લઇને ભાગી જતાં ચકચાર મચી જવા પામી હતી. કડોદરાની મહિલાને પ્રસૂતિ બાદ પેટમાં દુઃખાવો ઉપડતાં બાળકી તથા જેઠ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવારઅર્થે આવી હતી. ત્યારે બાળકી રડતી હોવાથી શાંત પાડવાના બહાને લઇ અજાણી મહિલા નાસી છૂટી હતી. દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજતપાસતા અજાણી મહિલા જે રીક્ષામાં ગઇ હતી. તે રીક્ષાનો નંબર દેખાયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. કડોદરા સ્થિત જોળવા ખાતે રહેતા મનોજ રામનિવાસ ગોસ્વામી માર્કેટમાં મજૂરી કામ કરે છે. તેમની પત્ની કેટકીને 25 દિવસ પહેલા નવી સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિથઇ હતી. તેમજ બાળકીનો જન્મ થયો હતો. તે…

Read More
moon

આજે રાત્રે 2019નો સૌથી મોટો સુપરમૂન એટલે કે ‘સુપર સ્નો મૂન’ જોવા મળશે. આજે રાત્રે ચંદ્ર ધરતીની વધારે નજીક, મોટો અને વધારે તેજસ્વી દેખાશે. આજે રાત્રે ચંદ્ર પૃથ્વીનો ઘણો નજીક હશે. તેમજ દરરોજની તુલનાએ 14 ગણો મોટો અને 30% વધારે ચમકદાર દેખાશે. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા પ્રમાણે આજે રાત્રે જેવો સુપર મૂન હવે સાત વર્ષ બાદ એટલે કે 2026માં જોવા મળશે. ભારતમાં આ સુપરમૂન 9.23 વાગ્યે જોવા મળશે. આ અગાઉ 21 જાન્યુઆરીએ સુપરમૂન થયો હતો, પરંતુ ભારતમાં જોવા મળ્યો નહોતો. સુપરમૂનને સ્ટોર્મ મૂન, હંગર મૂન, બોન મૂન અને સ્નો મૂનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે ફેબ્રુઆરીમાં ભારે બરફવર્ષાને…

Read More
IMG 20190219 WA0008

મૂળ ખેડા જીલ્લાના નાનકડા ગામથી સૈન્યમાં જોડાયા હતા. 17 વર્ષ ફરજ બજાવી હતી. બેંગલોર, મેરઠ, હરીદ્વાર, નૈનિતાલ, જયપુર, રાંચી, બિહાર, અમદાવાદ અને ચીન બોર્ડર પર લદાખમાં 1987માં કડકડતી ઠંડીમાં દેશની રક્ષા માટે ફરજ બજાવનાર અમદાવાદનાં વતની કામિલભાઈ કે. સુતરિયા આજે 63 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. 37 વર્ષે નિવૃત્ત થયેલા સૈનિક કામિલભાઈને ખેતી માટે સરકાર તરફથી જમીન મળવા પાત્ર છે. જેની તમામ કાગળ કાર્યવાહી પૂરી કરવા છતા આજે તેઓ 26 વર્ષથી જમીન ફાળવવાની રાહ જોઈ રહ્યાં છે. 63 વર્ષની ઉંમર થઈ ગઈ પણ ગુજરાત સરકારે તેમને જમીન આપી નથી. તેમની ફાઈલ એક સરકારી કચેરીમાં 26 વર્ષથી ફરી રહી છે. છેલ્લે 3…

Read More
priyanka con

લોકસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત ના પાટનગર ગાંધીનગર માં ૨૮ મી ફેબ્રુઆરી ના રોજ સભા યોજી ભાજપને તેના જ ગઢ માં પડકાર ફેકશે એમ સૂત્રો જણાવે છે. કોંગ્રેસ પાર્ટીમાં  પ્રિયંકા ગાંધી જોડાતા ફેસવેલ્યુમાં વધારો થયો છે. પ્રિયંકા ગાંધીની પ્રથમ સભામાં ૨૮મી ફેબ્રુઆરીનાં રોજ ગાંધીનગર ના અડાલજ ખાતે આવેલા ત્રિમંદીર ગ્રાઉન્ડમાં મોટી માનવમેદની એકત્રિત થાય તેવી સંભાવના સૂત્રો વ્યક્ત કરે છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે તેઓ ભાજપ અને ગુજરાતના નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને અહીંથી જ પડકારશે.

Read More
IMG 20190219 WA0006

યુ ટ્યુબ ઉપર ફોલોઅર્સ વધારવા ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાની બીભત્સ ફેક પ્રોફાઈલ બનાવનાર પકડાયો યુ ટ્યુબ ઉપર પોતાની ચેનલ પર ફોલોઅર્સ વધારવા એક મહિલાના ફોટા ઉપયોગ કરી તેના ૪ ફેક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ બનાવવા બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે એક યુવાન ની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,   એક મહિલાએ તેમને ફરિયાદ આપી હતી કે કોઈ અજાણી વ્યક્તિ એ તેના ફોટાનો ઉપયોગ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ahmedabad_18_model, feni_dave, divya_pti_model અને naaz_soni3415 જેવા ફેક પ્રોફાઈલ બનાવી તેમાં તે મહિલાના ફોટા ટેગ કર્યા હતા. પોલીસે તપાસ કરતાં અમદાવાદ ના નિકોલ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય હિતેશ બાલુ ભાઈ ભીમાણી ની ધરપકડ કરી છે. તેની…

Read More
viza

ભલે અમારા બે કરોડ રૂપિયા જાય, અમે પાકિસ્તાન જવાના નથી તેવું ગુજરાત ડાયસ્ટફ એસો.ના 53 વેપારીઓએ નક્કી કર્યું છે. છેલ્લાં ચાર વર્ષથી પાકિસ્તાનમાં ટ્રેડ શો યોજાય છે. આ વખતે પણ 9 અને 10 માર્ચના રોજ પાકિસ્તાનમાં યોજાનારા કલર એન્ડ કેમ એક્સ્પોમાં ભાગ લેવાના નથી. ત્યાં સુધી કે આ ટ્રેડ શોમાં ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરિંગ એસો.ના નામનો ઉલ્લેખ નહીં કરવા પાકિસ્તાન કેમિકલ્સ એન્ડ ડાઇઝ મરચન્ટ એસોસિએશનને જાણ કરી દીધી છે. આ વેપારીઓએ પાકિસ્તાનના વીઝા કઢાવવા માટે આપેલા પાસપોર્ટ પાકિસ્તાનની એમ્બેસીમાંથી પરત મેળવવા ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને રજૂઆત કરાઇ છે. ધી ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ યોગેશ પરીખે જણાવ્યું હતું કે, ટ્રેડ…

Read More