પાકિસ્તાનમાં વરસી રહેલા મૂશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી છે અને અનેક સ્થળે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. વરસાદના તાંડવે ગુરુવારે પાકિસ્તાનમાં ૨૬ જેટલા લોકોનો ભોગ લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાનના હવામાનમાં પલટો આવતા ગુરુવારે મૂશળધાર વરસાદ સાથે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ હતી. અસ્ખલિત વરસાદ, પૂર અને ભૂસ્ખલન વગેરેને કારણે પાકિસ્તાનના વિવિધ પ્રાંતમાં કુલ ૨૬ જેટલા લોકો મોતને ભેટયા છે. પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતમાં ભારે વરસાદને લીધે ૧૦ લોકોના મોત થયા છે જ્યારે દીર વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે બે બાળકો અને એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. અસ્ખલિત વરસાદના કારણે પાકિસ્તાનની રાજધાની પેશાવરમાં પૂરની સ્થિતિ પ્રવર્તી…
કવિ: Satya-Day
એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓનું એક દિવસીય માસ સીએલનું એલાન હવે અચોક્કસ મુદતની હડતાળમાં પરિવર્તિત થઇ ગયું છે. જેના કારણે ગઇકાલે રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સરકારના અક્કડ વલણ સામે એસ.ટી. કર્મચારીઓની મક્કમતા વચ્ચે નિર્દોષ મુસાફરોએ પીસાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થી, નોકરીયાત, વેપારી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ હાલાકી આજે પણ આમની આમ જ રહેશે કારણ કે આજે બીજા દિવસે પણ એસટીનાં કર્મચારીઓનો વિરોધ યથાવત છે. આજે અમદાવાદ સહિત સુરતમાં એસટી કર્મચારીઓનો વિરોધ બીજા દિવસે પણ યથાવત રહ્યો છે.…
એસટી નિગમના કર્મચારીઓએ તેમની હડતાલને હવે અચોક્કસ મુદતમાં ફેરવી દીધી છે. હડતાળના કારણે સુરત એસટી ડેપો પર પણ હજારો મુસાફરો અટવાયા છે. કેટલાક મુસાફરોને જાણ ન હોવાના કારણે એસટી ડેપો પર બસની વાટ જોતા જોવા મળ્યા. સુરત એસટી ડેપો પરથી દરરોજ 527 થી વધુ બસો દોડે છે. જ્યાં દરરોજની આવક 45 થી 50 લાખ રૂપિયા છે. આથી વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળના પગલે એસટી વિભાગને પણ મોટુ નુકશાન. સાતમા પગાર પંચ સહિત પડતર માંગણીઓને લઈ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. રાજ્યભરમાં એસટી કર્મચારીઓ અચોક્સ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેને કારણે હજારો મુસાફરો હાલાકીમાં મુકાયા છે. સીએમ…
લોકસભાની ચુંટણી એક તરફ નજીક આવી રહી છે. ત્યારે અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઇને વિરોધ કરી રહ્યા છે. જ્યારે ગુજરાતના એસટીમાં ફરજ બજાવતા 45 હજાર કર્મચારી સાતમા પગાર પંચના લાભ મળે તે માટે તેઓ લોકો હળતાલ પર ઉતાર્યા છે. વર્ષ 2016માં રાજ્ય સરકાર દ્વારા એસટીના કર્મચારીઓને સાતમાં પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી કર્મચારીઓને સાતમાં પગાર પંચનું લાભ નથી મળ્યું. કર્મચારીઓની સાતમાં પગાર પંચ સહિત ફિક્સ પગાર, નિગમમાં ભરતી ,કોન્ટ્રાક્ટ પર કામ કરતા તે લોકોને કાયમી કરે તેવી નવ જેટલી માંગોની સાથે રાજ્ય સરકાર સહિત નિગમનાં એમડી સોનલ મિશ્રાને રજુઆત કરી હતી. પરંતુ…
પુલવામા હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ દરમિયાન પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યો છે. પાકિસ્તાની વેબસાઇટ ‘ડોન’ અનુસાર પાકિસ્તાને આતંકવાદી સંગઠન જામત-ઉત-દાવા પર પ્રતિબંધ મૂક્યો છે.આ સાથે ફલાહ-એ-ઈસાનિયત પર પણ પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો છે. આ બંને આતંકવાદી સંગઠનનો મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદ સાથે સંબંધ છે. આ બંને સંસ્થાઓને બેઠકમાં ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે. બેઠકમાં આ બંને સંસ્થાઓને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આ બે સંસ્થાઓ પરથી પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સે હાફિઝ સઈદને…
અરબાઝ ખાન અને મલાઇકા અરોરા આજે પોત પોતાની રીતે જીવન ગાળી રહ્યાં છે. તે લગ્નના વર્ષો બાદ છૂટા પડ્યાં છે. છૂટાછેડા બાદ પણ તેના જીવનમાં એકબીજા પ્રત્યે સારા સંબંધો ધરાવે છે. હાલમાં જ મલાઇકાએ અરબાઝ સાથેના સંબંધોને લઇને ખુલાસો કર્યો છે. મલાઇકા અરોરા કરિના કપુર ખાનના રેડિયો શોમાં આવી હતી અને ત્યાં તેણે અરબાઝ ખાન સાથે કેમ છૂટાછેડા લીધા એ અંગે વાતચીત કરી. તેણે કહ્યું હતું કે અમે બન્ને એક-બીજાની સાથે રહેતા હતા એમાં બીજાને પણ અમે દુ:ખી કરી રહ્યાં હતાં. માટે આ પગલું લેવું પડ્યું. મલાઇકાએ કહ્યું કે, અમે બન્ને એવી પરિસ્થિતિમાં હતાં કે અમારા કારણે બધા જ હેરાન…
દિલ્હીમાં અક્ષરધામ મંદિર નજીક પાંડવનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં કેટલાક અસામાજીક તત્વો લૂંટ કરીને જતા હતા અને આ દરમિયાન તેમણે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધી. જ્યારે પોલીસને એક બદમાશને ઝડપવામાં સફળતા મળી છે. બનાવના પગલે ઘટનાસ્થળ પર પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનિય છે કે, પૂર્વીય દિલ્હીમાં આવેલા અક્ષરધામ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
એસટી કર્મચારીઓની હડતાળને લઇને સામાન્ય લોકોને હાલાકી ન પડે તે માટે ગુજરાત ટ્રાવેલ્સ એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ છે. જેમાં અમદાવાદથી અગત્યના પરિવહન સ્થળો માટે 250 બસોની મદદ માટે એસોસિએશને તૈયારી દર્શાવી છે. તો બીજી તરફ તંત્ર તરફથી પણ અમદાવાદ શહેરની અંદર ખાનગી બસના પ્રવેશને લઇને મંજુરી આપવામાં આવશે. જેમાં સરખેજ, સીટીએમ, ગીતા મંદિર સહિતના 13 જેટલા સ્થળેથી વ્યાજબી ભાડાથી પ્રવાસીઓને લઇ જવાશે. તો બીજી તરફ પરિસ્થિતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ તે માટે પોલીસની પણ મદદ લેવાશે. ગુજરાતભરમાં આજે એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. તેમની માંગ હતી કે સાતમા પગારપંચનો લાભ તેમને પણ મળવો જોઈએ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ…
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે નોકરીયાત લોકોને મોટી ભેટ આપી છે. જેમાં કર્મચારી EPFOએ પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નાણાકિય વર્ષ 2018-19 માટે પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજ દર 8.65 ટકા કરી દેવામાં આવ્યું હતું. આ પહેલા ઇપીએફઓએ 2017-18માં પોતાના શેરધારકોને પીએફ પર 8.55 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું. આ હિસાબથી પીએફમાં 0.10 ટકા વધારો થયો છે. સરળ ભાષામાં સમજીએ તો નોકરીયાત લોકોને પીએફ પર સરકાર હવે પહેલાથી વધુ વ્યાજ આપશે. જેનો ફાયદો 6 કરોડ કર્મચારીઓને મળશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી સીબીટીની ગુરૂવારની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પીએફ પર વ્યાજ દરની રજૂઆત કરાઇ છે.…
બાંગ્લાદૈશની રાજધાની ઢાકાના એક એરીયામાં બુધવારે ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં ઓછામાં ઓછા 70 લોકોના મોત નિપજ્યા છે અને 56 લોકો ઘાયલ થયા છે. આ આગ એક એપાર્ટમેન્ટમાં લાગી હતી, જેમાં કેમિકલના ગોડાઉન હતા. બાંગ્લાદેશના દમકલ વિભાગના પ્રમખે જણાવ્યું હતું કે હજી સુધી તેમણે 45 લાશ મળી છે. તેની સંખ્યા હજી વધી શકે છે. આગ લાગવાનું હજી કોઈ ચોક્ક્સ કારણ બહાર આવ્યું નથી. તેના પર ફાયર બ્રિગ્રેડના એહમદે જણાવ્યું હતું કે ઢાકાના આ ચોક બજાર એરિયામાં ગેસ સિલિન્ડરના કારણે આગ લાગી હોય શકે છે. ત્યારબાદ તે આખી ઈમારતમાં ફેલાઈ ગઈ. આ બિલ્ડીંગમાં સ્પ્રે સહિત બીજા અન્ય કેમિકલ પણ હતા.…