Author: Satya-Day

BRC BUS ACCI 3

ભરૂચમાં નર્મદા ચોકડી પાસે ખાનગી બસ પલટી વાગવાને કારણે આખી બસ આડી થઇ ગઇ હતી. જેમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઇને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરની નર્મદા ચોકડી નજીક બ્રિજ નીચે બસ પલટી ખાઇ ગઇ છે. જેમાં 10થી વધારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતાં.હાલ પોલીસે ગુનો નોંધીને બધાનાં નિવેદનો લઇને વધુ તપાસ હાથ ધરશે

Read More
Blast 1

જમ્મૂ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી  હુમલાને લઈને સુરક્ષાબળો એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે હુમલાનું ષડયંત્ર બનાવનારા 7 શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અન્ય ષડયંત્રકારોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. મહત્વનું છે કે જમ્મુથી શ્રીનગર જઈ રહેલી CRPFની 70 ગાડીઓના કાફલા પર કાશ્મીરના પુલવામાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 40થી વધુ જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે અનેક ઘાયલ થયા છે ત્યારે આ આતંકી હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠને સ્વીકારી હતી. એક મળતાં અહેવાલ મુજબ પ્રારંભિક તપાસમાં પુલવામાના ત્રાલના મદુરામાં આ હુમલાનું ષડયંત્ર રચાયું હોવાનું સામે આવી રહ્યું છે. આ…

Read More
jammu attack 40 injured

જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં CRPFનાં કાફલા પર થયેલ હુમલાનાં વિરોધમાં શુક્રવારનાં રોજ જમ્મુ બંધ દરમ્યાન જબરદસ્ત વિરોધ પ્રદર્શન થયો. લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો જાહેર માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવા નીકળી પડ્યાં અને ચાર રસ્તાઓને જામ કરી દીધાં. પાકિસ્તાનનાં ઝંડાઓ પણ સળગાવીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. ટાયરો સળગાવ્યાં. બજારો પણ હાલમાં સંપૂર્ણ રીતે બંધ છે. ગુજ્જરનગર વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગચંપી પણ કરી દેવાઇ છે. જો કે બે જૂથોમાં થયેલ પથ્થરબાજીમાં ડીઆઇજી વિવેક ગુપ્તા સહિત લગભગ 40 લોકો ઘાયલ પણ થયાં છે. હાલમાં હાલત પણ ખૂબ તણાવપૂર્ણ જોવા મળી રહેલ છે. જગ્યા-જગ્યાએ સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં…

Read More
modi pulwamama attack 1

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલા બાદ આજે સવારે સુરક્ષા મામલાની કેબિનેટ કમિટિ(કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટી) ની અગત્યની મળી હતી. બેઠક સવારે 9.15 વાગ્યે મળી હતી. બીજી તરફ પુલવામા હુમલા બાદ જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)નાં 37 જવાનોનાં મોત થયા છે. સીસીએસની બેઠક બાદ નાણામંત્રીએ મીડિયાને સંબોધન કર્યું હતું. અરુણ જેટલીએ કહ્યું કે, “સીસીએસની બેઠકમાં શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો. બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન વાસ્તવિક પરિસ્થિતિનું આકલન કરવમાં આવ્યું હતું. હવે આ મામલે વિદેશ મંત્રાલય કુટનીતિક પગલાં ભરશે. આ ઉપરાંત પાકિસ્તાનને આપવામાં…

Read More
tyre fire

જમ્મૂ કાશ્મીરના પુલાવામામાં CRPFના જવાનો પર આતંકીઓ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 44 જેટલા જવાનો શહીદ થયા છે. જ્યારે 45થી વધુ જવાનો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત જવાનો હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટનાને લઈને દેશભરના લોકોમાં રોષ જોવા મળ્યો. દેશભરના લોકો મોડી રાત્રે રસ્તા પર આવીને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતમાં પણ સ્થાનિકોએ રસ્તા પર આવીને વિરોધ કર્યો હતો. મોરબીના ટંકારાના ઓટાળા ગામમાં રોડ પર ટાયરો સળગાવીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. લોકોએ પાકિસ્તાન હાય હાયના નારા પણ બોલાવ્યા હતા. જ્યારે બીજી તરફ સુરતમાં પણ લોકોમાં રોષ જોવા મળ્યો. શહેરના અડાજણ વિસ્તારના સરદાર બ્રિજ પાસે મોટી સંખ્યામાં લોકો એકઠ્ઠા થયા હતા. બ્રિજ…

Read More
pulwama 3

પાકિસ્તાને બેશરીની હદ પાર કરી દીધી છે. આજના પાકિસ્તાનના જુદા-જુદા અબબારોમાં પુલવામાં સૌનિકોની શહીદીની તેમણે ખુબ મોટી જીત ગણાવી છે.  પાકિસ્તાનના જુદા-જુદા અબબારોમાં અલગ અલગ રીતે આ શહીદોના મૃત્યુ પર જાણએ જશ્ન મનાવવામાં આવી રહ્યો હોય એવું વર્તાઈ રહ્યું છે.  પાકિસ્તાનનાં સમાચાર પત્ર ‘ધ નેશન’ની હેડલાઇન છે – આઝાદીનાં લડવૈયાઓએ હુમલો કર્યો, ભારત અધિકૃત કાશ્મીરમાં 44 સૈનિકોનાં મોત. નોંધનીય છે કે પુલવામામાં ગુરૂવારે અવંતીપોરાનાં ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફનાં કાફલા પર આતંકીઓએ આઈઈડીથી હુમલો કર્યો અને પછી તાબડતોડ ફાયરિંગ કરી હતી. આ આતંકી હુમલામાં સીઆરપીએફનાં 37 જવાનો શહીદ થઇ ગયા છે. આ આતંકી હુમલાએ ન માત્ર ભારત પરંતુ આખી દુનિયાને હચમચાવી દીધી છે.…

Read More
Modi 875222

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે વડા પ્રધાન મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ હુમલાની કિંમત આતંકવાદીઓએ ચુકવવી પડશે. વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઉદ્ઘઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે  અમે સૈનિકોને છૂટ્ટો દોર આપી દીધો છે. તેમણે કહ્યું, “આ હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. લોકોનું લોહી ઉકળી રહ્યુ છે એ હું સમજી શકું છું. આ દેશની અપેક્ષા કંઈક કરી છૂટવાની છે. આ ભાવ સ્વાભાવિક છે. સુરક્ષા દળોને છૂટો દૌર આપી દેવામાં આવ્યો છે. અમને આપણના સૈનિકોના શૌર્ય, બહાદૂરી પર પૂર્ણ વિશ્વાસ છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી જાણકારી આપણી એજન્સીઓ પાસે પહોંચાશે…

Read More
Imran Khan Pulwama Attack

પુલવામા આતંકી હુમલાના 9 કલાક પછી પાકિસ્તાન સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાને આ ઘટનાને ‘ગંભીર ચિંતાનો વિષય’ જણાવી છે. જોકે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ ઘટના અંગે હજુ સુધી કંઈ કહ્યુ નથી. સામાન્ય રીતે ટ્વિટર પર દરેક મુદ્દાને લઈને સક્રિય રહેતા ઇમરાન ખાન આ ઘટના અંગે ચૂપ છે. ગત વર્ષે વડાપ્રધાન બન્યા બાદ ઇમરાન ખાન સોશિયલ મીડિયા પર સતત ભારતને વણમાંગી સલાહ આપતા રહ્યા છે. પરંતુ આ વખતે જૈશ-એ-મોહમ્મદે આતંકી હુમલાની જવાબદારી લીધા બાદ ઈમરાન ખાન ચૂપ થઈ ગયા છે. પાકિસ્તાન તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને દુનિયાના કોઈ પણ ખૂણામાં થયેલી હિંસાની હંમેશા નિંદા કરી છે. અમે…

Read More
rupani

જમ્મુથી શ્રીનગર જઈ રહેલી CRPFની 70 ગાડીઓના કાફલા પર કાશ્મીરના પુલવામામાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. જેને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના આજના સુરેન્દ્રનગર અને મોડાસા ખાતેના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. સીએમ વિજય રૂપાણીએ શહીદ જવાનોને શ્રદ્વાંજલિ પાઠવીને શોક વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે આજે તરણેતર ખાતે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૧૯નો પ્રારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ પ્રસંગે જિલ્લાના પ્રભારી તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને સ્થાનિક સાંસદ તેમજ ધારાસભ્ય સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હતા. જ્યારે બીજો કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના…

Read More
modi pulwamama attack

પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને આજરોજ કેબિનેટ કમિટી ઓન સિક્યુરીટી (સીસીએસ)ની આજરોજ બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલામાં 44 જવાન શહિદ થયા છે. ત્યારે સરકાર દ્વારા હવે આતંકીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની દેશભરમાંથી માગ ઉઠી રહી છે ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી સીસીએસની બેઠકમાં કેન્દ્રિય ગૃહપ્રધાન, વિદેશ મંત્રી, રક્ષા પ્રધાન તેમજ નાણાં પ્રધાન ઉપસ્થિત રહેશે. એક મળતાં અહેવાલ મુજબ આ બેઠકમાં આતંકી હુમલાને લઇને જડબાતોડ જવાબ આપવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર આ મામલે સુરક્ષા એજન્સી તેમજ ટોપ ઓફિસરની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ પાસે…

Read More