Author: Satya-Day

modi 9

પાકિસ્તાનના આતંકી સંગઠનો હવે દિવસે ને દિવસે કાશ્મીરમાં હુમલા કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે સૈન્યને તો એલર્ટ કરી દેવામાં આવ્યું છે સાથે પાકિસ્તાનને આર્થિત રીતે પણ નબળો પાડવાની તૈયારી ભારતે કરી લીધી છે. ભારતે પાકિસ્તાનથી આયાત થતી બધી જ વસ્તુઓ પરની આયાત ડયુટી ૨૦૦ ટકા વધારી દીધી છે. પરીણામે હવે ભારતના વ્યાપારીઓ અને ઉધ્યોગો પાકિસ્તાનથી આટલી મોંઘી વસ્તુઓની ખરીદી નહીં કરે, જેથી પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઇ શકે છે. આ પહેલા ભારતે પાકિસ્તાનને મળેલા એમએફએન દરજ્જાને પણ પરત લઇ લીધો હતો. પાકિસ્તાનની વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડયુટી નાખવામાં આવી હોવાથી પાકિસ્તાનને ભારતના આ પગલાથી આશરે ૩૫૦૦ કરોડની ફટકાર…

Read More
hardik 1

પ્રેમના દિવસ એટલે કે ૧૪ મી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે અને ભારતની જનતા માટે દુખનો દિવસ બનીને રહી ગયો. વેલેન્ટાઇન ડે ના દિવસે આતંકવાદીઓ દ્વારા ભારતની સીમા સુરક્ષા કરતા સિઆરપીએફ જવાનોના કાફલા પર આતંકી હુમલો કરીને ૪૨ જેટલા જવાનો શહીદ થયા. હાર્દિક પટેલ દ્વારા આ આતંકી ઘટનાને વખોડવામાં આવી. આ આતંકવાદી હુમલા બાબતે દેશના દરેક નેતાએ દેશની દરેક રાજકીય પાર્ટીએ નિંદા કરીને પોતાનું સમર્થન મોદી સરકારને અને દેશની સેના ને આપ્યું છે અને દેશની જનતાએ માંગણી કરી છે કે જડબાતોડ જવાબ આપવામ આવે. પાકીસ્તાનની આ નાપાક હરકતને કારણે આપણા દેશના જવાનો શહીદી વહોરી અને તેમનો પરિવાર પારાવાર દુખમાં ગરકાવ થઇ…

Read More
20190216 232200

અમદાવાદના સાહપુરમાં આજ રોજ બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું હતું અને બંને જૂથ વચ્ચે અથડામણની પરીસ્થિતિ સર્જાઈ હતી. mail અને ટીયર ગેસ છોડીને ઘચનાને કાબુમાં લીધી હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના શાહપુરમાં આતંકીઓના વિરોધમાં નીકળેલા કાફલામાં કોઈ વાત પર ઉગ્ર બોલાચાલી થતા મારા-મારીની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેઓએ કારને આગ ચાંપી દીધી હતી. બંને જુથો વચ્ચે પથ્થર મારો થતા સ્થિતિ કફોડી બની હતી, જો કે પોલીસે ઘચના સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી

Read More
jas

16મી ફેબ્રુઆરીથી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજહાં સુરતની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરવા જઇ રહી છે..દરેક સુરતીને ગૌરવ કરાવે તેવી બાબત એ છે કે આ પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ સુરતની જ મહિલા પાયલોટ ઉડાવીને સુરત લેન્ડ કરાવશે.આ એક નવો સંજોગ અને ઇતિહાસ બની રહેશે… 16મીએ રાત્રે 11.45 કલાકે સુરત એરપોર્ટ પર પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થશે.સુરતની અનુભવી મહિલા પાયલોટ જેસમીન મિસ્ત્રી ઉડાવીને લાવશે.જેસમીન મિસ્ત્રી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અનુભવી પાયલોટ છે. તેમનું બાળપણ સુરતમાં જ વીત્યું છે… જેસમીન એ જણાવ્યું હતું કે સુરતી તરીકે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ લાવવાનું ગૌરવ અને આનંદ તે શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી.સુરતી કેપ્ટન જેસમીન ઇન્ટરનેશનલ ફ્લાઈટનો બહોળો…

Read More
amitabh ji

અમિતાભ બચ્ચનએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન દરેક જવાનના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ પ્રમાણે અમિતાભ બચ્ચન કુલ બે કરોડ રૂપિયાની મદદ કરવા જઈ રહ્યાં છે. અમિતાભ બચ્ચન આ આંતકી હુમલાથી ખુબજ દુખી થયા છે. તેના પછી તેમને શહીદોના પરિવારને મદદ કરવો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે. પ્રવક્તાએ કહ્યું કે, અમિતાભ બચ્ચન દરેક શહીદ જવાનના પરિવારને રૂ.5 લાખ આપશે. જોકે આ પ્રક્રિયાને કેવી રીતે અમલમાં લેવી તે વિશે હાલ વિચારણા ચાલું છે. પ્રવક્તા મુજબ આ ઘટનાથી…

Read More
TERRIRIST

જમ્મૂ-કાશ્મીર પુલવામામાં CRPFના 2500 જવાનોના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં 40 જવાનોની શહીદ થયાની શ્યાહી હજી સુકાઈ પણ નથી ત્યાં અવળચંડા પાકિસ્તાને વધુ એક નાપાક હરકતને અંજામ આપ્યો છે. LoC નજીક વધુ એક બ્લાસ્ટ થયો છે. LoCને અડીને આવેલા રાજૌરીમાં આજે શનિવારે બપોર બાદ વધુ એક વિસ્ફોટ થયો છે. જેમાં સેનાના એક મેજર શહીદ થયા છે. આમ પુલવામા હુમલાને હજી 72 કલાક જેટલો પણ સમય નથી થયો ત્યારે આતંકીઓએ વધુ એક ઘટનાને અંજામ આપ્યો છે અગાઉ ગત ગુરૂવારે બપોરે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં.

Read More
Siddhu sandesh

જ્યારે દેશમાં વેલેન્ટાઈન ડે પર પ્રેમના સંદેશાઓ મોકલવામાં આવી રહ્યાં હતાં ત્યારે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં એક આતંકીએ લોહીયાળો હોળી ખેલી હતી. જેમાં ભારત માતાના 40 રણબંકાઓ શહીદ થયા હતાં. આ ઘટના બાદ દેશ આખો શોકની લાગણીઓમાં ગરકાવ હતો. આતંકવાદના પોશક અને ભારતને અનેકવાર લોહીએ લુહાણ કરનારા પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાની દેશભરમાંથી માંગણી ઉઠી રહી છે. પરંતુ આ દુખની પળે પણ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધએ એક એવું નિવેદન કર્યું છે જે ઉંડા ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે. સિદ્ધુના આ નિવેદન બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિદ્ધૂને કપિલ શર્મના ટીવી શો ‘ધ કપિલ શર્મા…

Read More
salute

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના તાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાઇ રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુપ્તચર વિભાગ તરફથી જે એલર્ટ મળી રહ્યા હતા. તેને જોતા આ ષડયંત્રમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને પાકિસ્તાની સેના પણ સામેલ હતી. પુલવામા હુમલાના ષડયંત્રમાં જૈશ-એ-મોહમ્મદની સાથે પાકિસ્તાની સેના પણ સંપૂર્ણ પણે સામેલ હતી. અને તેનો સૌથી મોટો પુરાવો તે મળી આવ્યો છે કે એક મહિના પહેલા જ પાકિસ્તાને એલઓસીની સાથે સાથે કાશ્મીર અને પંજાબ સાથે સંકળાયેલી સરહદ પર સૈનિકોનો જમાવડો વધારી દીધો હતો. ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં આ અંગે જાણકારી સામે આવી હતી. એટલું જ નહીં ગુપ્તચર એજન્સીઓએ આઇએસઆઇની મદદથી કાશ્મીરમાં મોટા આતંકવાદી…

Read More
ajmer

જમ્મૂ-કશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40 જેટલા જવાનોએ જીવ ગુમાવ્યા છે. શહીદનો દરેક પરિવાર સાથે દેશવાસીઓ સાથ આપી રહ્યા છે. બીજી તરફ આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવા માટે આખા દેશની પ્રજા આક્રોશ ઠાલવી રહી છે. આ કાયરતા ભર્યા કાવતરાની જવાબાદરી જૈશ-એ-મોહમ્મદે લીધી છે. ચારેય તરફ આતંકી સંગઠન તથા આતંકવાદીઓના પૂતળાઓનું દહન કરવામાં આવી રહ્યુ છે. દેશના અનેક રાજ્યમાંથી શહીદોના પરિવારોને મદદ મળી રહે એ માટે દેશની જનતા આગળ આવી છે. શહીદોના પરિવારોને મદદ મળી રહે તે માટે યોગ્ય ફંડનું એલાન કર્યુ છે. રાજસ્થાન રાજ્ય સરકારે પણ CRPFના શહીદ જવાનોના પરિવાર માટે 25 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. આ…

Read More
Surat Hit and run photos gkh

સુરત વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, અહીં હજીરા રોડ પર આવેલા ઓ.એન.જી.સી નજીક જેગુઆર કારે અકસ્માત સર્જી ત્રણ લોકોને અડફેટે લીધા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે કારમાં કાર ચાલક સહિત 5 લોકો સવાર હતા અને તમામ નશાની હાલતમાં બેફામ કાર હંકારી રહ્યાં હતા. તો સ્થાનિકોએ કારમાં સવાર બે શખ્સોની અટકાયત કરી પોલીસના હવાલે કર્યા હતા, તો કારમાંથી દારૂની બોટલ અને બાયટિંગ મળી આવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના હજીરામાં આવેલા ONGC નજીક નશામાં ધૂત શખ્સોએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સમયે હાજર લોકોએ જણાવ્યું કે લક્ઝૂરીયસ કાર જેગુઆરમાં 5 શખ્સો સવાર હતા અને તેઓ નશામાં…

Read More